ચંદનતલાવડીમાં ... ----------દીપક ત્રિવેદી
ચંદન તલાવડીમાં અઢળક શ્રાવણ મુશળધાર --
-- કે રૂમઝૂમ કંકણનું ઝૂમખડું ...
-- કે ઝલમલ કંકણનું ઝૂમખડું ..
રેશમની દોરીના છેડે બાંધ્યો ઝરમર ભાર -
-- કે ઝમરખ કંકણનું ઝૂમખડું ..
-- ઝળહળ કંકણનું ઝૂમખડું ..
તડકો બંધો પરોઢમાં રે .. પરોઢિયાને માનસરોવર પાળ
-- કે છલકે રાખે છલછલ પાળ
ઘરચોળાંની ભાત્યું બાંધો ... ભાતે બાંધો રૂડીરૂપાળી રાત
-- કે ફરકે શમણાંઓ પાતાળ
કેસુડાંનો ઢાળ ઢોલિયો , લાવો ચંદનહાર--
-- કે સળવળ કંકણનું ઝૂમખડું ..
-- કે પલપલ કંકણનું ઝૂમખડું ..
ચંદન તલાવડીમાં અઢળક શ્રાવણ મુશળધાર --
-- કે રૂમઝૂમ કંકણનું ઝૂમખડું ...
-- કે ઝલમલ કંકણનું ઝૂમખડું ...
ટહૂકો ઉછળે અંદરથી રે ઘૂઘવે સાત સમંદર વ્હાલા
-- આકુળવ્યાકુળ શુક્નગીત
ચોમાસું રેડાતું મબલક, આંખે વાગે તીરકામઠા - ભલા
-- ભીનીભીની ઘરની ભીંત
ટહૂકો પાંપણમાં ઝીલાવા ચઢી જાવ મોભાર -
-- કે મઘમઘ કંકણનું ઝૂમખડું ..
-- મબલખ કંકણનું ઝૂમખડું ..
ચંદન તલાવડીમાં અઢળક શ્રાવણ મુશળધાર --
-- કે રૂમઝૂમ કંકણનું ઝૂમખડું ...
-- કે ઝલમલ કંકણનું ઝૂમખડું ..
------------------દીપક ત્રિવેદી
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com