Made in India
હું તો ખેલ જગતના ખેલું...
કોઈ કહે કુંડાળે આવ્યો, કોઈ કહે મેલું.
ઘડીકમાં સાજોનરવો ,ઘડીકમાં ઘેલું,
હું તો જગતના ખેલું ...
ખુબ ધુણાવ્ય ભુવા ભરાડા, દોરા ધાગા જંતર મંતર .
સહુ સંભળાવે ખોટી કહાની , ના જાણી શક્યા મુજ અંતર .
દરદ આ મારું દિવસે દિવસે વધતું જાય રહેલું....
હું તો ખેલ જગતના ખેલું...
કોઈએ…
Added by Ketan Motla on April 28, 2013 at 12:00pm — 1 Comment
અઘરું અઘરું કઈ હવે લખવું નથી,
તને બધું સમજાય તેવું લખવું છે.
લો બધા હથિયાર હવે હેઠા મુકું છું.
તને તરત કઈ થાય તેવું લખવું છે.
@ કેતન મોટલા "રઘુવંશી"
ContinueAdded by Ketan Motla on April 20, 2013 at 1:04pm — No Comments
મારું આખરી વંદન તો તેમને જેમણે મારી અધૂરપો જાણ્યા
છતાં મને પ્રેમનો અભિષેક આપ્યો છે....
Added by Ketan Motla on April 20, 2013 at 12:52pm — No Comments
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઇ ટહુક્યા કરવાનું મને મંજુર નથી........પન્ના નાયક.
ContinueAdded by Ketan Motla on April 20, 2013 at 12:42pm — No Comments
તમે પ્રમાણિકપણે વર્તશો ,
નિખાલસતાથી વાત કરશો તો
તમે વિવાદમાં સપડાવાના અને
તમારી ટીકા પણ થવાની તેમ છતાં
પ્રમાણિકતા છોડશો નહિ નિખાલશ રહેજો....
Added by Ketan Motla on April 20, 2013 at 12:36pm — No Comments
તમે આજે જે કઈ સારું કરશો, ભલાઈનું કામ કરશો તે કાલે ભુલાઈ જશે
તેમ છતાં સારું કરતા રહેવાનું , ભલાઈ કરતા રહેવાનું ચાલુ રાખો...
Added by Ketan Motla on April 20, 2013 at 12:32pm — No Comments
જો તમે તમારા કાર્યમાં સફળ થશો તો તમને ખોટા મિત્રો ને સાચા દુશ્મનો
આવી મળશે તેમ છતાં તેમની અસરમાં ન આવતા સફળતા માટે કામ
કરતા રહેશો...
Added by Ketan Motla on April 20, 2013 at 12:30pm — No Comments
તમે કઈ સારું કરશો તો લોકો કહેશે કે આમ કરવા પાછળ
અંદરખાનેથી તમારો હેતુ સ્વાર્થી છે તેમ છતાં સારું કરવાનું ,
ભલાઈ ને માર્ગે ચાલવાનું ચાલુ રાખો...
Added by Ketan Motla on April 20, 2013 at 12:28pm — No Comments
અને ખરેખર થયું એવું જ. ડિસેમ્બર મહિનો શેરબજાર માટે ગોઝારો સાબિત થયો. તેજીમાં બાવીસ હજારે પહોંચેલો સેન્સેક્સ વીસ-પંદર-બાર-દસ કરતો સાડા સાત હજારે પહોંચી ગયો. મોટા મોટા શેરદલાલો અને રોકાણકારોના હાથ દાઝ્યા, તો પછી નીરવ કેમ બાકી રહે?નીરવ સવારે મમ્મીને પગે લાગીને લાગણીવશ ભેટી પડ્યો. એની આંખમાંથી આંસુના ટીપાં રોકી ન શક્યો, પણ ઝડપથી સ્વસ્થ થઇ જાતને સંભાળી લીધી. ‘મમ્મી, આજે મારા ફ્રેન્ડ અજયનો બર્થડે હોવાથી તેની પાર્ટીની બધી તૈયારી મારે કરવાની છે.
‘નીરવ, શી વાત છે? આજે તમે કંઇ ચિંતામાં લાગો છો?…
Added by Ketan Motla on April 19, 2013 at 7:58pm — No Comments
ઉચ્ચ વિચારો ધરાવનાર મોટામાં મોટા માણસને પણ એક સંકુચિત વિચાર ધરાવનાર તોડી પાડે
એવું બની શકે તેમ છતાં ઉચ્ચ વિચારોને વળગી રહેજો, દ્રષ્ટિ વિશાળ રાખશો...
Added by Ketan Motla on April 13, 2013 at 8:17pm — No Comments
તમારી પાસે જે શ્રેષ્ઠ છે તે દુનિયાને આપો. બદલામાં તમને કદાચ લાતો મળશે તેમ
છતાં દુનિયાને તમારી પાસે જે શ્રેષ્ઠ છે તે આપી છૂટો....
Added by Ketan Motla on April 13, 2013 at 8:14pm — No Comments
લોકોને ખરેખર મદદ જોઈતી હોય છે. તમે તેમને મદદ કરો ને તેઓ તમારો પાડ માનવાને બદલે તમારા પર હુમલો કરે એવું પણ બને . તેમ છતાં લોકોને મદદ કરવામાં પાછા પડશો નહિ...
ContinueAdded by Ketan Motla on April 13, 2013 at 8:11pm — No Comments
જે ઇમારત ઉભી કરતા તમને વરસો ગયા હોય તે રાતોરાત ધરાશાયી થઇ જાય
એવું બને તેમ છતાં ઇમારત ખડી કરવાનું ચાલુ રાખશો....
Added by Ketan Motla on April 13, 2013 at 8:09pm — No Comments
ગરીબ અને કમનસીબ તરફ બધા દયાભાવ રાખે એ ખરું, પરંતુ આવા માણસોય
તવંગર અને નસીબદારને જ અનુસરે છે, તેમ છતાં ગરીબ અને કમનસીબ માટે
લડવાનું ચાલુ રાખો....
Added by Ketan Motla on April 13, 2013 at 8:07pm — No Comments
બધા માણસો વિચારપૂર્વક જ વર્તે છે એવું નથી.
તેઓ જે કઈ કરે છે તે યોગ્ય જ હોય છે એવું પણ નથી.
મોટા ભાગના માણસો માત્ર પોતાનો જ વિચાર કરીને ચાલતા ને
વર્તતા હોય છે તેમ છતાં તેમની તરફ સદભાવ રાખો,
તેમની સાથે પ્રેમથી વ્યહાર કરો. (ગમતાનો કરીએ ગુલાલ vol no 8.)
Added by Ketan Motla on April 12, 2013 at 1:15pm — No Comments
કરજદાર છીએ !
ન બોલે તેને બોલાવજો , જે ન આવે તેને ઘેર જજો , જે રિસાય તેને રીજાવજો ,
ને બધું તેમના ભલા સારું નહિ , પણ તમારા ભલા સારું કરજો !
જગત લેણદાર છે , આપણે તેના કરજદાર છીએ !
==== મોહનદાસ ક. ગાંધી ..=====
Added by Ketan Motla on April 12, 2013 at 12:20pm — No Comments
સજાવી રાખી છે અમે મૃત્યુની ફ્રેમ ને ....,
પડ્યા હતા ક્યારેક , મેઘધનુષી રંગો ના પડછાયાઓ જીવનમાં ....,
હવે તો બસ , એક કાળો જ રંગ છે એકલતાનો...,
આમેય મૃત્યુનો રંગ કાળો જ છે ને !
હાશ, ક્યાંક તો મેચિંગ થયું ...
કેતન મોટલા "રઘુવંશી"
Added by Ketan Motla on April 12, 2013 at 12:14pm — No Comments
" એ જ સમજાતું નથી ...."
કોણ ડાહ્યો કોણ ઘેલો એ જ સમજાતું નથી .
કોણ ગુરુ કોણ ચેલો એ જ સમજાતું નથી .
આંખના પલકારમાં લાખને લૂટાવતો ,
રાખમાં ક્યારે ભળેલો એ જ સમજાતું નથી .
સત્ય કેવળ સત્ય છે એ વાતને જાણી છતાં ,
જૂઠને સોળે ચડેલો એ જ સમજાતું નથી .
શબ્દમાં તું મોન માં તું ધરા તું વ્યોમમાં ,
સર્વ માંહે ક્યાં રહેલો એ જ સમજાતું નથી .
આંખ દેખે કાન સુને પણ હૃદય તો બંધ છે,
"રઘુવંશી" જીવતો કે મરેલો એ જ સમજાતું નથી .
કેતન મોટલા…
Added by Ketan Motla on April 8, 2013 at 8:15pm — No Comments
દિવસે દિવસે થોડો થોડો મરી રહ્યો છું,
હું મારા પડછાયાઓ થી ડરી રહ્યો છું.
ઇરછાઓ ને સપનાઓ ની યાદી ઘણેરી,
લોન ની માફક હપ્તે હપ્તે ભરી રહ્યો છું.
મંદિર મસ્જીદ ફરી ફરીને ચરણો થાક્યા ,
હું મારી માંહે ને માંહે ફરી રહ્યો છૂ.
ભીતરનો ખાલીપો ક્યાં જઈ પુરવો બંધુ ,
અંતરના અંતરને પૂરો કરી રહ્યો છું.
દેવ…
Added by Ketan Motla on April 8, 2013 at 8:03pm — 1 Comment
હું રે ગરીબ ...હું રે ગરીબ ,
આ આલમમાં ખુબ જ ઘૂમ્યો ,
જીવન સામે ખુબ જજુમ્યો ,
કથની મારી અજીબ .........૦ હું રે ગરીબ ...હું રે ગરીબ ,
ઘરમાં ખાવા ધાન નથી ,
પીવાને પયપાન નથી ,
ભાંગ્યા તૂટ્યા ઠીબ .........૦ હું રે ગરીબ ...હું રે ગરીબ ,
અંતરમાં ઉછળે અભરખા ,
પગમાં ના પૂર્યા પગરખા ,
ના ચાલી…
Added by Ketan Motla on April 7, 2013 at 1:20pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service