Made in India
Did you marry the wrong person?Most couples past the initial flush, start to wonder if… |
Added by Paritosh D Pandya on April 14, 2013 at 11:51pm — No Comments
પંખીઓ ઉડવાના ક્લાસ નથી ભરતા
ન માછલી સ્વિમિંગ પુલ જાતી
ખુશબુએ વાયરાનું ટ્યૂશન ક્યાં રાખ્યુંછે?
તો પણ એ કેવી ફેલાતી
તમરો વિશારદ નથી તોય ગાય,
કહે ફૂલોને કાનમાં પતંગિયા
બેટરીનું ખાનું વિજ્ઞાન નથી જાણતા
તો પણ શું ચમકે છે આગિયા॰
ઝરણાંઓ પૂછીને ભૂસકો ન મરતાં
કેટલીક મળવાની ખ્યાતિ...પંખીઓ.
ઝાડવાઓ યોગાસન શીખ્યા નથી જ .
છતાં ઊભા અઠંગ ચરણે
કીડી મંકોડાને ચિંતા ક્યાં હોય છે
કોણ મારી દીકરીને પરણેય
ઈર્ષ્યા આવે…
Continueવડોદરા ના તમામ ભાઈઓ અને બેહનો ને સમર્પિત
એ ભાઈ - ભાઈ ની દાબેલી અને લારી લપ્પા ની લસ્સી
એ વિશાલ ની સેન્ડવીચ અને પ્યારેલાલ ની કચોરી
Added by Paritosh D Pandya on April 14, 2013 at 10:04pm — No Comments
ઝમકું ડોશીને અને સપનાઓ ————– દીપક ત્રિવેદી
ઝમકું ડોશીને પૂછો કે સપના કેવાં લાગે ?
ઝમકું ડોશી એમ ભણે કે પરિયું જેવા લાગે !
સપનાને ઉલાળો તો સપના થૈ જાતા વાદળ !
આંગળિયુંમાં બાંધો તો ભૈ સપના કંકુકાગળ !
સપનાનું ચાંદરડું લેવા ઝમકું ડોશી ભાગે !
ઝમકું ડોશીને પૂછો કે સપના કેવાં લાગે ?
સપનાને પંપાળો તો સપનાને ઉગે મૂછો !!
મારા રોયા ! સપના વિશે કાંય મને ના પૂછો !
નીંદરમાંથી ઉઠી સપના દરિયો પીવા માગે !
ઝમકું ડોશીને પૂછો કે સપના કેવાં લાગે…
Added by Deepak Gaurishanker Trivedi on April 14, 2013 at 9:57pm — No Comments
તંબૂરો + ટપુભગત = વિષકન્યા ——— દીપક ત્રિવેદી
ટપુભગતને તંબૂરાનો શોખ ભયંકર લાગ્યો !
પડઘો પડશે તો કહેશે કે અવાજ આવ્યો ગેબી !
સપનામાં પણ છળી ઊઠશે જોતાં એક જલેબી !!
ટપુભગતનો જીવ અભાગી રહી રહીને જાગ્યો !
ટપુભગતને તંબૂરાનો શોખ ભયંકર લાગ્યો !
દરિયો તરવા ટપુ ભગત તંબૂરો હા ‘ રે લેશે….
‘ તું હી મેરા જીવનસાથી ‘ તંબૂરાને કે ‘ શે ….
આમ છતાંયે ટપુભગતને જીવતરકાંઠો વાગ્યો !
ટપુભગતને તંબૂરાનો શોખ ભયંકર લાગ્યો !
વિષકન્યાએ ટપુભગતને ચોક વચાળે પીધાં…
ContinueAdded by Deepak Gaurishanker Trivedi on April 14, 2013 at 9:53pm — No Comments
સપનાપુરાણ————–દીપક ત્રિવેદી
ગઢનો દરવાજો ખોલ્યો – ને – સપનાં હુડૂડૂડૂહુસ !
મને શૂટ – બૂટમાં દેખીને કરતાં રે ગુસપુસ !
એક ઘોડાનું સપનું મહેંદીલા હાથેથી ઊડ્યું !
માંડ માંડ કેડેથી ઝાલી પાછું એને ગુડ્યું !
મારા હાળા ! સપનાં છીંડુ દેખી કરતા ઘુસ !
સપનાં હુડૂડૂડૂહુસ !!
ગઢનો દરવાજો ખોલ્યો – ને – સપનાં હુડૂડૂડૂહુસ !
વળી એક ઊંધામણના સપનાને પાંખો ફૂટી !
જંતરમંતર હું બોલ્યો ને ગધની પાંખો તૂટી !
મને આંટતા સપના લઘરાંવઘરાં મખ્ખીચુસ !
સપનાં…
Added by Deepak Gaurishanker Trivedi on April 14, 2013 at 9:52pm — No Comments
સવારે ઊઠતાંવેત આપણે પાંચ કે છ બ્રશમાંથી એક બ્રશ પસંદ કરીએ છીએ.નાહવા માટે બે કે ત્રણ કંપનીના સાબુ કે શેમ્પુનો ઉપયોગ કરીએ છીએ.ચા કે કોફી સાથે અનેક પ્રકારના નાસ્તા લઇએ છીએ.સમયાંતરે માવા અને પાનમસાલા ચાલુ રહે છે.બપોરે ભોજનમાં બે કે ત્રણ શાક અને સંભાર સાથે દાળભાત અને વિવિધ અનાજનો ઉપયોગ થાય છે.ફરી ચા નાસ્તો અને સાંજે અનેકવિધ ભોજન લઇએ છીએ.સાંજે જમ્યાબાદ ઠંડાંપીણા અને આઇસ્ક્રિમ સતત ચાલુ રહે છે.
આપણે આખા દિવસમાં બે ચાની જરુરિયાત…
Added by karan duva on April 14, 2013 at 8:34pm — No Comments
શહેરનો એક ખુબ ભીડ ધરાવતો વિસ્તાર હતો એ બજારમાંથી હું પસાર થઇ રહ્યો હતો.બજારની એક બાજુ હોસ્પિટલ હતી. બીજી બાજુ દુકાનો હતી.ચાની ઘણી હોટેલો હતી.મે ચા પીધી.ફરી ચાલ્યો.ત્યાં અચાનક મારા ચપ્પલની અંગુઠી તુટી ગઇ.મે આસપાસ જોયુ.એક લાકડાની કેબીનમાં એક છોકરો ચપ્પલ સાંધતો હતો.મે તેને ચપ્પલ બતાવ્યું તેણે ચપ્પલ હાથમાં લઇ બે ચૂક લગવી દીધી.મે પાંચ રુપિયા આપ્યા.તેણે કહ્યું સાયબ એક રુપિયો આપો,મારી પાસે છૂટા નથી.મારી પાસે પણ છૂટો રુપિયો નહોતો.મે આસપાસ…
ContinueAdded by karan duva on April 14, 2013 at 8:33pm — 2 Comments
ઘડી ગોદમાં લે, ઘડી ગાલ ચૂમે;
ઘડી કાંખમાં લઈને ચોપાસ ઘૂમે.
ઘડી ડાળ પરનું એ પંખી બતાવે,
ઘડી મારી સાથે એ હળવેથી ઝૂમે.
ગયા વર્ષ વીતી ને થઈ હુંયે માતા,
હૃદયમાં ઉગાડી કળી જેમ શાતા,
ઘડી ગોદમાં લઉં, ઘડી ગાલ ચૂમું;
પરી કેવી સુંદર દિધી તે વિધાતા.
ફરી વર્ષ વીત્યાં થઈ પુત્રી મોટી,
ફરી આંગણામાંથી શરણાઈ દોટી.
ફરી કોઈ આવ્યું છે ટહુકાને લેવા,
ફરી ઘરની સઘળી…
Added by Anil Chavda on April 14, 2013 at 8:32pm — No Comments
ક્યારેક કોઇ રમખાણ,કુદરતી આફત કે ગંભીર રોગોથી કોઇ વ્યક્તિ મ્રુત્યું પામે તો સરકાર મ્રુતકના પરિવારને સહાય આપે છે.જેમાં સામાન્ય રીતે લાખ-બેલાખ રુપિયા,ખેતી કે નોકરી અપાય છે.આ વળતરથી મ્રુતકના પરીવારને થોડો સમય ફાયદો થાય છે.જે સરકાર વધુ રુપિયા આપે તે મોટી સહાય ગણાય છે.
પરંતુ પ્રશ્ન એછે કે સૌથી મોટી સહાય કઇ ?મ્રુતકના પરીવારને પાંચ લાખ કે પાંચ કરોડ રુપિયા આપવા તે? કે નોકરી આપવી તે? ના-ના-ના.સૌથી મોટી સહાય એછે કે પરીવારના મોભીને કે સભ્યને…
Added by karan duva on April 14, 2013 at 8:29pm — No Comments
મારા ગુરુ સુરેશ જોષીએ એમની સુખ્યાત પુસ્તિકા વિદ્યા વિનાશને માર્ગે-ના છેડે મહાભારત-ને યાદ કર્યું છે અને લખ્યું છે : મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે જે પ્રજા જ્ઞાનથી વિમુખ થાય છે તેનો નાશ થાય છે. આપણો સમાજ એમાંથી બચે એ માટે વિદ્યાના ક્ષેત્રમાં પ્રચણ્ડ પુરુષાર્થ કરવાની જરૂર ઊભી થઇ છે.
આ વાત એમણે ૨૦૦૩-થી પણ પહેલાં ઉચ્ચારી હતી. એ વાતને દસકો વીતી ગયો છે અને એ દરમ્યાન ક્ષેત્ર એટલું બધું વણસી ચૂક્યું છે કે એ પુરુષાર્થને કેટલો તો પ્રચણ્ડ કલ્પવો તેની સમજ નથી પડતી.…
Added by Anil Joshi on April 14, 2013 at 7:03pm — No Comments
Added by Sheetal on April 14, 2013 at 5:58pm — No Comments
એકલા ક્યારેક રહો જોઇએ.....
નિર્જીવ દીવાલો પર ટેકવીને હાથ કદી સાંજનું એકાંત સહો જોઇએ...
એકલા ક્યારેક રહો જોઇએ.....
પુસ્તકમાં આયખું ઉકેલવાની શોધ લઇ, હિંડોળે એકલતા ઝુરતી
થાક્યો આ ચહેરાથી? એવો સવાલ હવે આંખો અરીસાને પુછતી.
પ્રેમની અપેક્ષાના, ઝંખનાના ઉછળતા દરીયામાં આપ વહો જોઇએ....
એકલા ક્યારેક રહો જોઇએ.....
હૈયાની વાત નથી ખોલી…
ContinueAdded by bhargav on April 14, 2013 at 5:38pm — No Comments
તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?
- તો લખો.
તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?
- તો લખો.
તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે?
- તો લખો.
તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?
- તો લખો.
તમને આંખમાં આવેલા વાદળને નહીં વરસાવતાં આવડે છે?
- તો લખો.
તમને મેઘધનુષને સુક્કી ધરતી પર…
Added by Rajul Bhanushali on April 14, 2013 at 5:20pm — 2 Comments
"શૂન્ય" માંથી સર્જન કરવાનું બંધ કરો ...,
મારે જે ઉપાડવો પડે , એ ભાર-ઉપકાર કરવાનું બંધ કરો ..
દિલાસા ખોટા કોઈ આપશો નહિ મને એટલી મહેરબાની ,
આશ્વાશન થી પીઠ ને મારી થાબડવાનું હવે બંધ કરો ...
જે મારું - પોતાનું - અંગત છે ..,
એને "આપણું" કરવાનું હવે બંધ કરો ..
ક્યા સુધી ગોંધાય રહેવા નું મારે આ સમાજ અને રીવાજ માં
"મારી" અને "તમારી" વચ્ચે ની ભીત નું આ બારણું હવે બંધ કરો…
Added by simply S A H A J on April 14, 2013 at 4:37pm — No Comments
સ્મરણ નો છેલ્લો દિવસ ...
આંગણે વાવેલા પ્રતીક્ષા ના વૃક્ષ ના લીલાછમ છાયા નીચે
તારી વાટ માં વીતાવેલા સમય થી થાકી ને
ખરી ગયેલા શક્યતા ના પર્ણો ને હતાશા ની હવા થી લાગતા ધક્કા માં ,
વાતાવરણ ની શૂન્ય શાંતિ માં કર્કશ ધ્વનિ ના ઉમેરા થી બચવા..,
થોડીક સ્ફૂર્તિ પરાણે કેળવી ને સુકાય ગયેલા પર્ણો ને ભેગા કરી ને ,
હું નિરાશા ની ટોપલી માં ઠાલવતો ગયો ....
પછી એને ઉચકવાના વ્યર્થ…
Added by simply S A H A J on April 14, 2013 at 4:28pm — No Comments
મારી આંખો માં તારા સ્મરણ નો "સૂર્ય" ઉગી નીકળ્યો એક ઉદાસ સવારે ...
આંખો માં માળો બનાવી ને લાપાયેલા આંશુ ઓ "પંખી" બની ઉડી ગયા ..!!!
-- સહજ
Added by simply S A H A J on April 14, 2013 at 4:22pm — No Comments
રણ રડ્યું અને રચાયો સમુદ્ર,
બંધ આંખોમાં સમાયો સમુદ્ર
સ્મરણો દ્વારા સતાવાયો સમુદ્ર,
આંખોથી ગાલે ઠલાવાયો સમુદ્ર .
કલ્પનામાં કેવો ખોવાયો સમુદ્ર,
નદીના પ્રેમથી શરમાયો સમુદ્ર
કદી નિરાશ કરી ના શકાયો સમુદ્ર
જુદાઈથી કદી ના ગભરાયો સમુદ્ર
નદીથી છેલ્લે મેળાવાયો સમુદ્ર,
થોડોક મીઠો તો બનાવ્યો સમુદ્ર।
Added by Akhtar Khatri on April 14, 2013 at 3:57pm — No Comments
કવિતા એટ્લે કે......
સુષુપ્ત પડેલા પથ્થરોને ખળભળાવતુ
ચેતનવંતુ સ્પંદન
અને વિચારોનુ એક વૃંદાવન..
કવિતા એટ્લે કે........
રુદયમા ઢબુરાયેલી...
મુકવેદના ની અભિવ્યક્તિ..
અને લાગણીને વાચા આપતી પંક્તિ..
કવિતા એટ્લે કે.....
નિર્મળ સરોવરમા પ્રણયનો સ્પર્શ ને..
વમળનો પરામર્શ..
અને વર્તુળકાર બનેલી ફરસ..
કવિતા એટ્લે કે......
મેધધનુષ ની પરસાળમા
બે પ્રેમીઓનો સવનનકાળ..
પછી વર્તમાન કાળ ..
કવિતા એટ્લે કે .....
વાસ્તવિકતા ના…
Added by harish valji jagatiya on April 14, 2013 at 3:48pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service