Made in India
મારા ગુરુ સુરેશ જોષીએ એમની સુખ્યાત પુસ્તિકા વિદ્યા વિનાશને માર્ગે-ના છેડે મહાભારત-ને યાદ કર્યું છે અને લખ્યું છે : મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે જે પ્રજા જ્ઞાનથી વિમુખ થાય છે તેનો નાશ થાય છે. આપણો સમાજ એમાંથી બચે એ માટે વિદ્યાના ક્ષેત્રમાં પ્રચણ્ડ પુરુષાર્થ કરવાની જરૂર ઊભી થઇ છે.
આ વાત એમણે ૨૦૦૩-થી પણ પહેલાં ઉચ્ચારી હતી. એ વાતને દસકો વીતી ગયો છે અને એ દરમ્યાન ક્ષેત્ર એટલું બધું વણસી ચૂક્યું છે કે એ પુરુષાર્થને કેટલો તો પ્રચણ્ડ કલ્પવો તેની સમજ નથી પડતી. મારી લાગણી છે, મારું મન્તવ્ય છે, કે મારા સમાં દાઝીલાં આપણે સૌ સાહિત્યકારો અને અધ્યાપકો આજે વિદ્યાવિલાપને માર્ગે છીએ. વિદ્યાક્ષેત્રની પ્રવર્તમાન દુર્દશા વિશે વિલાપ કરી રહ્યાં છીએ.
વિલાપના વિષયો છે : સૅમિસ્ટર સિસ્ટમ. અભ્યાસક્રમો. અભ્યાસક્રમ-સંલગ્ન સાહિત્યના અધ્યયન-અધ્યાપનને માટેની સામગ્રીની અછત. વૈકલ્પિક પ્રશ્નોના ઝુકાવવાળી પરીક્ષાપદ્ધતિ. સાહિત્યના ઇતિહાસને વિશેનો અણગમો. એની સૂઝબૂઝ વગરનાં ફૅંકાફૅંક વિધાનોની બોલબાલા. સંશોધન વિશે અચરજ, કે એ શી બલા છે ? અસજ્જ પીઍચડી-પદવીધારીઓ. એ માટેના સ્કૅમ. યુજીસી-આધારિત કાર્યક્રમોમાં નાણાંની ઉચાપત. ગુણવત્તાની સરેઆમ મશ્કરી. સાહિત્યના કાર્યક્રમોનો ફુગાવો છતાં સર્વત્ર હાજરી પાંખી. પરિસંવાદોમાં નિષ્ણાતોની ખોટ. એમાં સગવડવાદ. વધતાં જતાં સામયિકો, ઑનલાઇન પણ, છતાં વધતો જતો અસંતોષ. વાચનને વિશે વધતી જતી ઉદાસીનતા. અઘરાં પણ અનિવાર્ય ગ્રન્થોનાં અવલોકનોની અછત. જોડણી અને લિપિની એકવાક્યતાને વિશેની ઉદાસીનતા. વિવેચન અને અવલોકનકામને ઊતરતાં ગણવાની દૂષિત માનસિકતા --તેની શી જરૂર છે –નામનું બીમાર મનોવલણ. સંસ્કૃત અને પશ્ચિમની સાહિત્યવિચારધારાઓ સાથે પૂરો થવા આવેલો વિચ્છેદ. માતૃભાષાને વિશેનો લગાવ, પ્રશ્નાર્થ હેઠળ. વગેરે વગેરે...
SUMAN SHAH
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com