Made in India
અમોન તો ભૈ'સાબ આ સરકાર ફાવસે,
રોમરાજમોં ત્ ઊંઘેય કેમની આવસે,
વોકાચુંકા રસતાએ લેક્સાસ ફાવસે,
હાત ઘોડે બોંધેલો રથ કેમનો આવસે,
મસીને ધોયલા લૂગડા-વાહણ ફાવસે,
પેલા ધોબ્કાન હારે ત્ મુસીબત આવસે,
ગોંધીટોપીન વટાવતા લેભાગુ ફાવસે,
રોમ ભેગો મારો હારો રાવણ્યો આવસે,
એકતાન્ સિરયલ જેવી હાહુ ફાવસે,
સીતા થૈસ્ તો તૈણ તૈણ હાહુઓ આવસે!!
~ધૃતિ...
Added by Dhruti Sanjiv on March 14, 2013 at 10:26am — 4 Comments
પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?
પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?
છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?
દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?
શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે…
Added by Gitesh Mehta on March 14, 2013 at 9:34am — No Comments
પગલાં પગલાં બરફમાં ધોળી ચાદર ધરણી
રટણ પરોઢ પઠણ મધ્હ્યાન જોઈ કણે હરણી
મમતા મિઠ્ઠી ભગિનિ …
Added by Rekha Shukla on March 14, 2013 at 8:40am — No Comments
આ માયા આ કાયા આ પલદોપલ ની છાયા તમે એને શું કેહ્શો?
ખુશીઓના ફિલ્ડિંગ ભરે કોઈ …
Added by Rekha Shukla on March 14, 2013 at 8:37am — 1 Comment
Added by Rekha Shukla on March 14, 2013 at 8:36am — No Comments
Added by Rekha Shukla on March 14, 2013 at 8:35am — No Comments
મ્યાનમાં રાખી મૌન રહ્યો, ને તલવારે મને જ કાપ્યો
મૌન રહ્યો પણ યુદ્ધ ભીતરમાં, તે યુદ્ધથી આજે થાક્યો …. જનક
ભીતરે છે જે ઘુઘવાટ,
એની ક્યાં કરું હું વાત ?
મોજાઓ જ્યાં મોકલ્યા,
ત્યાં પટ પર થયો પછડાટ ... જનક
Added by Janak Desai on March 14, 2013 at 12:41am — No Comments
આજે સવારે
ઘેરથી નીકળ્યો જ્યારે
જે સ્મિત જોયું, ચહેરે તમારે
તે ...કેવું મીઠું લાગ્યું ત્યારે !
ને શેરી પરથી
ગાડીની બારીમાંથી દેખાતા
લાગણી ઉછાળતા તમારા હાથ ને
સાથ આપવા,
મેં પણ જે હાથ-સાદ આપ્યો
તે ...પડઘાઈ ને પાછો આવ્યો
જેમાં વણબોલ્યું તમારું
‘આવજો' સંભળાયું
..’ને મને સંભળાયું
કે “વહેલા ઘેર ‘આવજો' “
ને દ્રશ્ય દેખાયું
આવતી સાંજનું
ઉંબરે ઉભી…
ContinueAdded by Janak Desai on March 13, 2013 at 10:48pm — No Comments
હુંજ મને ના મળતી તો , તુજને ક્યાંથી શોધું ?
આ મૃગજળ કેરી માયા માં ઝરણા ને ફમ્ફોળું!
અંગે ઓઢું અલખ ચુંદડી હ્રીદયે તારું નામ--
મીરાં થઇ ને દર દર ભટકું ગોતું ગોકુલ ગામ !
રાધા રણ ની રેત રઝળતી ગોકુલ ના ગોવાળ
તને નથી શું નજરે ચઢતી કૈક તો લે સંભાળ !
ઓ કણ કણ ના રહેવાશી તુજને માની ને ભરથાર
કલી કાળ માં ઓગળતી આ રાધા રણ મજધાર !
હ્રિદય નથી એક સ્મરણ ચૂકતું કૃષ્ણ કનૈયા લાલ!
તારા નામ નું સિંદુર ચમકે હૈયું લાલમ…
Added by Hardik Vora on March 13, 2013 at 10:39pm — 3 Comments
એક મીઠો મધુર વાયરો આવીને સમી ગયો
પળભરમાં જીવનભરના તોફાનો રમી ગયો
....જનક
Added by Janak Desai on March 13, 2013 at 9:56pm — 1 Comment
શબ્દોના વાવાઝોડા જોને કેવા તોફાની!
કે તોફાને ચઢે ત્યારે જ તું મને દેખાય છે.
જનક
Added by Janak Desai on March 13, 2013 at 9:26pm — No Comments
રજઝ છંદમાં - ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
આવો, તમે જે પણ સ્વરૂપે આવશો, ગમશે મને,
ખુલ્લાં રહ્યાં આ દ્વારને ખખડાવજો, ગમશે મને.
બેઠો સજીને સાજ, હું તૈયાર છું, ક્યાં છો તમે ?
જો આવવામાં વાર ના થૈ જાયતો, ગમશે મને.
તૈયાર છે આ સાજ, ‘ને છે તાર સૌએ સૂર માં,
છેડી હ્રદયના તાર, જે ગવરાવશો, ગમશે મને.
તું આભ, હું ધરતી રહ્યો, વાતાવરણ બનશે અહીં,
વાતાવરણ તું જે ધરે, સૌ મોસમો…
Added by Janak Desai on March 13, 2013 at 7:30pm — 2 Comments
એક માણસે એક શિલ્પકારને પૂછ્યું :
"તું પાષાણમાંથી આવી સુંદર પ્રતિમાઓ કઈ રીતે બનાવે છે?"
શિલ્પકારે જવાબ આપ્યો :
"ચિત્ર અને પ્રતિમાઓ તો પાષાણમાં જ છૂપાયેલી હોય છે.
હું તો માત્ર બિનજરૂરી પથ્થરને કોતરી કાઢી દૂર કરું છું!"
...તમારું સાચું સુખ તમારી અંદર જ છૂપાયેલું છે,
માત્ર ચિંતાઓ દૂર કરી (છોડી) દો...!!!
Added by Vijay Paun on March 13, 2013 at 3:43pm — No Comments
જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ
એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ
આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ
શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ
એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ
કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ
- ઉર્વીશ વસાવડા
ContinueAdded by Gitesh Mehta on March 13, 2013 at 3:15pm — 1 Comment
છુપાવ્યા છે ભલે શ્રધ્ધા ને શંકાની તિજોરીમાં,
ખુલે નૈ જો, એ તાળાને પછી તો તોડવાનું હોય !
એ જિંદગી આપે છે એમ
કે લોઢું જાણે ને લુહાર !
-મેહુલ ભટ્ટ
ContinueAdded by Mehul A. Bhatt on March 13, 2013 at 3:12pm — No Comments
સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી
ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી
એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી
વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.
વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી
ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી
કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી
વેબ પેજે અવરોધે અહંકારી ફાયરવૉલ આકરી.
“યુ હૅવ ગૉટ મેઈલ” કેરી આકાશવાણી ત્યાં સાંભળી
લોગ ઑન “ગોકુલ” ને પાસવર્ડે “ગોપી”ની ખાતરી
વેબસાઈટે આવકારવા ઊભી રાધા લઈને…
Added by Gitesh Mehta on March 13, 2013 at 2:14pm — 3 Comments
કોઈ જાગે છે કોઈ ઊંઘે છે, દુનિયાની આ સફરમાં
ખપ જોતું સૌને મળે છે, સૌ ઉપરવાળાની નજરમાં
જાગે જલ્દી જેનો માહ્યલો એ અદભુત સુખમાં મ્હાલે
જે ઊંઘે એ પણ જુઓ એની આ દુનિયામાં ચાલે
છે જાગવાવાળા ઊંઘવાવાળા, સૌએ એની અસરમાં
ખપ જોતું સૌને મળે છે, સૌ ઉપરવાળાની નજરમાં
કેવી કમાલ કે સઘળા સુખો જગમાં એણે રાખ્યા
કર્મ મુજબના પ્રાપ્તિક્રમમાં રે આગળ પાછળ નાખ્યા
છે સઘળું સામે પણ ના મળે, રહે કર્મ વિના…
Added by Girishchandra H. Joshi on March 13, 2013 at 1:43pm — No Comments
એણે કહ્યું કે જરૂર મળશું, મારા મનમાં આશ છે
મેં કહ્યું કે ક્યારે મળશું, જેનું નામ છે એનો નાશ છે
એણે કહ્યું કે સુખી થશું, મને પ્રભુમાં વિશ્વાસ છે
મેં કહ્યું કે ક્યાં છે સુખ, અહીં તો દુખ ને ત્રાસ છે
એ કહે કે બધું પ્રભુ કરે છે, એ આપણી આસપાસ છે
મેં કહ્યું કે શું કરશે પ્રભુ, તું કાંઈ પ્રભુની ખાસ છે?
એણે માગ્યું પ્રભુ પાસે જન્મોજન્મનો સાથ દે
મેં કહ્યું કે શું આપશે પ્રભુ ! તારો પ્રભુ તારો…
Added by Girishchandra H. Joshi on March 13, 2013 at 1:38pm — No Comments
Added by Kuldeep Rajendrakumar Karia on March 13, 2013 at 1:00pm — 2 Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service