hello.

=''સંભારણા'' Augest -૨૦૦૩

સ્વીમીંગ પૂલ માં થી બહાર નીકળતા જ કાંડા પર કેસરી રંગ ના ધાબા જોયા ! ત્રણ દિવસ પહેલા પડોશ માં રહેતા ગુજરાતી બહેને
રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધેલી તેનો કાચો રંગ કાંડા પર રેલાયો હતો.મને થયું શરીર લુછી ,ઘર માં જાઈ રાખડી કાઢી નાખવી પડશે ,પરંતુ શરીર લુછતા જ
રાખડી તૂટી ગઈ !અહીં અમેરિકામાં સ્થાપિત થયેલા નવા નવા સંબંધો આવા કાચા દોરા જેવા કે કાચા રંગ જેવા તકલાદી તો નહિ નીવડે ને? એવો અણગમતો
વિચાર મન માં આવી ગયો.ઘર માં જાઈ ને જોયું તો ઇન્ડિયા થી આવેલી ટપાલ માં એક કવર હતું, ખોલી ને જોયું તો પિત્રાઈ બહેને મોકલાવેલ રાખડી હતી !
થયું ત્રણ દિવસ મોડી કેમ મળી? મન મનાવ્યું ચાલશે -પરંતુ કાગળ સાથે એકાદ બે લીટી નો પત્ર પણ નહિ! આશ્ચર્ય તો થયું પણ મન ને મનાવ્યું કે બિચારી ભૂલી
ગયી હશે. એમ પણ બને કે અમારા સગપણ કરતા પણ સંબંધો ના તાણાવાણા ને કદાચ હવે વિસરી ગયી હશે. એકાએક મને બેબી યાદ આવી ગયી! બેબી મારી બહેન મારા થી સાત વર્ષ મોટી -એકાએક મારું હૃદય આળુ થઇ ગયું . ઇન્ડિયા થી લાવેલી બેગ ખોલી
એમાંથી એક લીલા કલર ની ફાઈલ શોધી . એના પર લખેલ હતું ''બેબી ના પત્રો'' .કેટલા જતન થી હું આ ફાઈલ સાંચવી રહ્યો છું! એમાંથી એક પત્ર Augest ૧૯૬૫
નો સાચવી ને બહાર કાઢ્યો . કવર માં એક બ્લુએ રંગ ના પ્લાસ્ટિક ના પતંગિયા વાળી રાખડી અને બેબી નો પત્ર સાચવી ને બહાર કાઢ્યો .મારું મન ઝડપ થી
અતીત ના પાના ઉથલાવવા લાગ્યું . બેબી એ લખેલું કે સાતમ આઠમ ની રજા માં જામનગર થી રાજકોટ આવવા નો હો તો અહીં રૂબરૂ રાખડી બાંધીશ
નહીતર આ રાખડી તું બાંધી લે જે. અને તે રક્ષા બંધન પર હું રાજકોટ ગયેલો એથી જ તો આ રાખડી સાથે નું કવર અકબંધ રહ્યું છે.

બેબી મારાથી સાત વર્ષ મોટી હતી પરંતુ મારા વિદ્યાર્થી જીવન ના ગમા અણગમા ,પ્રવાસ સાહસો .શોખો
સંગીત કળા કે તોફાનો બધાજ ની એક માત્ર સાક્ષી એટલે બેબી! સ્કૂલ ના પ્રવાસ દરમ્યાન ભાતા ના ડબ્બા માંથી બેબી ની ચિટ્ઠી અચૂક નીકળે
''પ્લાસ્ટિક ના ડબ્બા માં અથાણું છે જમવામાં ભૂલતો નહિ''

બેબી ને શ્વાસ ની તકલીફ હતી. ડોક્ટર એ નિદાન કરેલું કે હૃદય નો વાલ્વ સાંકડો છે એટલે ઓપરેશન કરાવવું
પડશે .પરંતુ ૫૦- ૬૦ ના દાયકા માં હૃદય ની શસ્ત્રક્રિયા મુબઈ જેવા મોટા શહેર માં જ થતી એટલે પિતાજી એ સમજી ને એવી મોટી શસ્ત્રક્રિયા
નું જોખમ ટાળ્યું હશે., અને આયુર્વેદ નો આશરો શોધ્યો હશે .બેબી માટે તેવો તપેલું ભરી ને દ્રાક્ષાસવ ઓસડીયાવાળો બનાવતા અને મને કહેતા કે આ પીવાથી બેબી
નું લોહી વધશે અને એનો વાલ્વ ખુલી જશે.આજે એક તબીબ તરીકે હું વિચારું છું કે કેટલી બાલીશ હતી એ કલ્પના!

બેબી ને શ્વાસ ની તકલીફ હતી એટલે હું તેને સાયકલ પર બેસાડી ને કોલેજ મુકવા જતો. ૧૦ વર્ષ નો હું
મારા પગ સાયકલ માં પહોચે નહિ એથી લંગડી સાયકલ ચલાવી ને તેને મુકવા જતો.એક વખત મેં તેને પછાડી સારું એવું લોહી તેને નીકળ્યું.
મને તેણે કહ્યું ઘરે તને કોઈએ ખીજાય નહિ એટલે કહીશ કે રમતા રમતા પડી ગયી.


દિવાળી ના દિવસો માં એ સરસ રંગોળી કરે એમાં હું મારા નાના નાના હાથો થી રંગ ભરું અને પાડોશી
રંગોળી જોવા આવે ત્યારે અચૂક કહે કે દિનેશ વગર આ રંગોળી ના થઇ શકે! મારી દરેક મુસીબતો ,મુશ્કેલીઓ હું બેબી ને કહી શકું અને તુરત તે
મને માથા પર હાથ ફેરવી ને કહે ઈશ્વર સૌ સારાવાના કરશે -અને મને તુરત હિંમત આવી જતી .વાત્સલ્ય નો આ હાથ માતા નો હોય બહેન નો હોય પત્ની
નો હોય કે કોઈએ વખત પુત્રી નો પણ હોય. મમતા કે વહાલ ની વર્ષાને સંબંધો ના સરનામાં ની જરૂર નથી હોતી.

પંડિત નેહરુ ના અવસાન વખતે તેણે લખેલું કે દિનેશ મહાન વ્યક્તિ કદી મરતી નથી એના કાર્ય ને લઇ
ને અમર બની જાય છે. મેટ્રિક પાસ થયા બાદ મારી ઈચ્છા એક Taysokoto એટલેકે બેન્જો લેવાની હતી પરંતુ મારી પાસે ભેગા કરેલા ફક્ત ચાર રૂપિયા
હતા અને બેન્જો ૧૪ રૂપિય નો હતો. બેબી એ એના ભેગા કરેલા બધાજ -૧૦ રૂપપિયા મને આપી દીધા -આજે પણ હું એજ બેન્જો વગાડું છું! એના લગ્ન
નો દિવસ ૨૦ June હું શી રીતે ભૂલું -ત્યારે હું સેકંડ M . B .,B .S . માં હતો.પણ બેબી ના લગ્ન માં હું શું ભેટ આપું ?મારી પાસે હાજર સીલીક માં રોકડા રૂપિયા
૨૦ હતા,અને મારે તેને એક એલ્યુ મિનીંઅમ નું ૪૦ રૂપિયા વાળું કુકર ભેટ દેવું હતું .બેબી એ મારીમૂંઝવણ જાણી મને કહે હું તની ૨૦ રૂપિયા આપીશ
પરંતુ આ રીતે તેની પાસે થી આ પ્રસંગે રૂપિયા લેવા મને યોગ્ય ના લાગ્યા એટલે મેં એક લોટ દળવાની મિલ વાળા બચુભાઈ પાસેથી ઉછીના
૨૦ રૂપિયા લઇ ને તેને સમયસર કુકર આપેલું. લગ્ન પછી બેન બનેવી બંને ની જામનગર બદલી થઇ અને હું જામનગર મેડીકલ કોલેજ માં હતો
મારી ખુશી નો પાર ના હતો. પરંતુ એ ને શ્વાસ ની તકલીફ વધતી જતી હતી . હું ફાઈનલ M .B ,B .S . માં આવ્યો ત્યારે મને તેના રોગ ની ગંભીરતા
સમજાણી.જો કે ત્યારે પણ હૃદય ની સસ્ત્રક્રિયા એટલી સહેલી ના હતી. છતાં હિંમત કરી ને એના હૃદય ના વાલ્વ ની શસ્ત્રક્રિયા માટે હું તેને
અમદાવાદ ની વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ માં લઇ ગયો.

૨૦ જુને બેબી ના લગ્ન ની પ્રથમ વર્ષગાઠ હતી એટલે રાત્રીના ૧૨ વાગે મેં એને હોસ્પિટલ ના વોર્ડ
માં અભિનંદન પાઠવ્યા અને મેં લાવેલી કેક તેને બતાવી-કહ્યું કે સવાર કાપીશું ને? શસ્ત્રક્રિયા ને હજુ પાંચ દિવસ ની વાર હતી.
બેબી પાસે મારા સિવાય બીજા કોઈ ની હાજરી હતી નહિ બધા શસ્ત્રક્રિયા ના આગલા દિવશે આવશે એમ નક્કી કરેલું. બેબી ને શસ્ત્રક્રિયા પહેલા
લોહી પાતળું કરવાની દવા આપતા હતા.રાત્રે ૨ વાગે એને એકદમ જ ઉધરસ ચડી અને ઉધરસ માં લોહી પડવા લાગ્યું.મને કહે દિનેશ હું હવે નહિ જીવું તું
તારા બનેવી ને બોલાવી લે.. મેં કહ્યું બધા સારાવાના થશે તો મને કહે દરેક વખતે સારાવાના થાય તો ખરાબ વાના ક્યારે થાય ?થોડી વાર માં
લોહી નું પ્રમાણ વધી ગયું અને૧૦ થી ૧૫ મિનીટ તેણે મારા હાથ માં દેહ છોડો દીધો. લગ્ન ની પ્રથમ વર્ષગાંઠે!!

આજે એના મૃત્યુ ને ૩૭ વર્ષ થઇ ગયા !મારા હાથ માં એનો રક્ષાબંધન નો આ રાખડી સાથે નો પત્ર- જે ના અંત માં
તેણે લખેલ છે .....''શાયદ વો સાવન ભી આયે ,જો પહેલા સ રંગ ના લાયે ,બહેન પરાયે દેશ બસી હો અગર વો તુમ તક પહોચ ના પાયે
યાદ કા દીપક જલાના જલાના - ભૈયા મેરી રાખી કે. બંધન કો નિભાના''

હું કોને સમજવું કે યાદ નો દીપક અનેઅતીત ના સંભારણા સાથે હૈયા માં કેટ કેટલી વેદનાઓ ધરબાયેલી
હોય છે. અશ્રુબિંદુ થી એકાદ અક્ષર રેલાય ના જાય એ બીકે હું પત્ર સાચવીને પાછો ફાઈલ માં મુકુ છું!
-------ડો પ્રવીણ સેદાની.

Views: 424

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Anil Joshi on March 2, 2013 at 3:00pm

પ્રિય પ્રવીણભાઈ ,ખૂબ સંવેદનશીલ સ્મૃતિકથા તમે લખી છે .હજી વધુ ને વધુ તમે આવું સરસ લખતા રહો , બેબી સાથેના તમારા સંભારણા તીવ્ર સંવેદન જગાડે છે .ગયા ઓક્ટોબરમાં હું સાનફ્રાન્સિસ્કો હતો .આપણે મળી શક્યાં નહિ .રાજકોટ જાઉછું ત્યારે યાદ કરુછું ..

Comment by Sangini Sanjay Parekh on March 2, 2013 at 2:39pm

Sir,mari cousin pan aaj rite expire thai gayi hati.Mari closest,dearest sister.aa prasang vaachtaj mari aankho mathi eni yaad vahi rahi chhe.tamari bahen jya pan hashe haji pan tamne prem kari rahi hashej.chokkas.Sneh saathe J shri krishna.

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service