Made in India
hello..
Harindra Dave..[Late]
૧૯૮૦ ના દસકા માં નરસિંહ મેહતા ની જન્મ શતાબ્દી ના અવસરે મુબઈ માં ''ભક્ત નરસૈયો હરી નો'' નામના કાર્યક્રમ
નું આયોજન થયેલું .ઉદય મજમુદાર, કુમુદિની મુનશી ,વગેરે દ્વારા અદભૂત નરસી મેહતા ના ભજનો ગવાયેલા. આ કાર્યક્રમ
નો આસ્વાદ [કોમ્પેરીંગ] હરીન્દ્ર દવે દ્વારા થયેલું. સ્વ. હરીન્દ્ર ભાઈ ત્યારે બોલેલા કે જગત આખાં ના ગુજરાતી કવિ ઓ ની પરિષદ
કરીએ તો એનું પ્રમુખ સ્થાન આપણે કો ને આપીએ? અલબત નરસી મેહતા ને જ ને..આજે મને કોઈ આજ પ્રશ્ન પૂછે તો હું
બેધડક હરિદ્ર ભાઈ નુજ નામ આપું.કેટ કેટલા એમણે ગીત, ભજનો ,લેખો વાર્તાઓ અને નવલકથાઓ આપી છે ! કોને હું યાદ કરું.
ગુજરાતી ગીતો માં શબ્દો ની નજાકત તો કોઈ હરીન્દ્ર ભાઈ પાસે થી શીખે !એની કલમ માંથી નીકળેલા શબ્દો ધન્યતા અનુભવતા.
કોને કોને યાદ કરું.? ''જાણી બુજી ને તમે અળગા ચાલ્યા ને છતાં પાયલ અડક્યા નો મને વહેમ છે'' ''ફૂલ કહે ભમરા ને ભમરો વાત વહે ગુંજન માં''
''રૂપલે મઢી છે સારી રાત સજન એનું ધુકડું ના હોજો પરભાત''..પરંતુ શબ્દો નો વૈભવ તો એના આ ગીત માં ''એક રજકણ સુરજ થવાને શમણે''
કલ્પના તો જુઓ..''નિશાન ચૂક માફ પણ નહિ માફ નીચું નિશાન ''-રજકણ પણ શા માટે નીચું સ્વપ્ન જુએ..એને પણ સુરજ થવું છે !
કઈ રીતે થવું? -સૂર્ય ની ગરમી થી તપી સાગર નુંજળ લઇ આકાશ માં સૂર્ય તરફ જવું કે પછી સાગર માં પડતા સૂર્ય ના પ્રતિબિબ સાથે એકાકાર થઇ જવું?
આ બંને માંથી શું કરું એની મીઠી મુજવણ એ અનુભવે છે. ચાલ ને પ્રયત્ન તો કરી જોઈએ - સુરજ બનવા શું શું જોઈએ? પ્રકાશ , અગ્નિ ની જ્વાલા જેટલી ગરમી અને
વાવાઝોડા સરીખી ગતિ..એ જ્યોત પાસે થી દીપ્તિ-પ્રકાશ માંગે છે-અગ્નીપાસે થી જ્વાલા માંગે છે -લો હવે સુરજ થવા ને કેટલી વાર?-પણ..
રજકણ કદી સુરજ બની શકે? આકાશે થી જમીન પર પટકાઈ પડે છે-લોકો તેને ટળવળતી જોઈરહે છે!!!
હરીન્દ્ર દવે ના આ ગીત ને લતાજી એ ખુબજ સુંદર ન્યાય આપી ને ગાયું છે.મારા કંઠે થી શક્ય એટલો ન્યાય આપવાની કોશિશ કરી છે.
કદાચ આપને ગમશે...............................................................................................................ડો સેદાની....
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com