Made in India
મારા દિમાગમાં હજી અમદાવાદ ભર્યું છે .ગ્રીષ્મનો તડકો ખીચોખીચ દિમાગમાં ભરેલો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત પુસ્તક મેળાનો આનદ ખુબ છે .અનેક સર્જક મિત્રોને મળવાનું થયું . નરેન્દ્ર મોદી સાહેબ પણ થોડીક સેકન્ડો માટે મારી તબિયતના ખબરઅંતર પૂછી ગયા એનો મને આનદ છે . પુસ્તકમેળાનું આયોજન ખુબ સુંદર હતું .નરેન્દ્રભાઈ પોતે કવિતા લખેછે એટલે એક કવિમિત્રના નાતે મારે પુસ્તક મેળામાં મને જે નાં ગમ્યું એની વાત મારે મિત્ર દાવે એમને કહેવી છે . પુસ્તકમેળો જે સ્થળે યોજાયો હતો એના વિરાટ સભાગૃહના બેકડ્રોપમાં આપની જે વિરાટ તસ્વીર મૂકવામાં આવી હતી તે નાં ગમ્યું .પુસ્તકમેળાનો આ મંચ સાહિત્યિક હતો .એ મંચના બેકડ્રોપમાં ગોવર્ધનરામ ,ઉમાશંકર ,સ્વામી આનંદની વિરાટ તસ્વીરો મુકાઇ હોત તો આપની ગરિમાને ચાર ચાંદ લાગી જાત .હું પોતે મુંબઈમાં મરાઠી સાહિત્યકારો વચ્ચે ઉછર્યો છું વિદુષી દુર્ગા ભાગવતને મેં જોયા છે . મરાઠી સાહિત્ય પરિષદમાં મુખ્યમંત્રી યશવંતરાવ ચવ્હાણ એકદમ લો પ્રોફાઈલ રહીને શ્રોતાઓની વચ્ચે ચૂપચાપ આવીને બેસી જતા મેં જોયા છે નરેન્દ્રભાઈ , તમે પોતે જ અમદાવાદના એક સાહિત્ય સમારંભમાં કહ્યું હતું કે " હું તો લિમિટેડ પોલિટીકસનો માણસ છું , સાહિત્યના ફૂલટાઈમ પોલિટિક્સમાં મારું ગજું નહિ " આપની પ્રામાણિકતાને મારી સલામ છે પણ સાહિત્યના મંચના બેકડ્રોપમાં ઝગારા મારતી આપની તસ્વીર મને અકળાવે છે .આ મારો ભિન્નમત છે . હમણાં જ મેં એક પુસ્તક વાંચ્યું એનું એક કવોટેશન આપને સાદર કરુછું "“Literature is not at the service of government; on the contrary, governments should do everything in their power to create a favourable climate for literature.” આ શબ્દો Murong Xuecunના પુસ્તક લિટરેચર એન્ડ પોલિટીકસના છે . આપ પણ પુસ્તકપ્રેમી છો એટલે જ આ બધા વિચારો આપની સાથે શેર કરુછું .જ્યોર્જ ઓરવેલે પણ સાહિત્ય અને રાજકારણ ઉપર ખૂબ લખ્યું છે .
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com