Made in India
ખેર છેવટેતો આગની તીખી સુગંધ છાતીમાં ભરી દુનિયામાંથી આપણી દુર્ગંધને નાબૂદ કરી દેવાની હોય છે તો પણ જીવન આખું સુગંધનો સરવાળો જ હોય છે.
સુગંધના ફેલાવાની સાથે જીવન પણ લંબાઇ પહોળાઇમાં વિસ્તરતું જાય છે.સુગંધ સમયના તબક્કાઓમાં વહેંચાઇ જાય છે.... સુગંધ સરનામું બની જય છે.
વતનના મોટા ઓરડાઓ વાળા ઘરના ઉપલા મેડે મોટાકાકાના હીંચકાવાળા ઓરડામાં દાદાના દાદાની તિલકવાળી તસ્વીર નીચે હંમેશા હેરિટેજ બ્રાંડની અગરબતી જલતી રહેતી ... માસીબાના લાલજી રોજ મોગરા અને મધુમાલતીના લીલા પાનની બનાવેલી વેણી જેવો હાર પહેરતાં ... મોગરાની એ સુગંધ અને મધુમાલતીની વેલ ...કલેડા પર શેકાતી ભાખરી ... ચૂલા ઉપર બનેલી ચા ... મમ્મીની સુખડની સુગંધવાળી સાડી ... અને પોંડસનો જુનો જમાનાનો પાઉડર .... પપ્પાની બારી પર લટકતી ખસની ટટ્ટી અને નાસ્તાની ડીશમાં મઘમઘતી સુખડી ...મોટી બહેનની જાનમાં છાંટેલું ગુલાબજળ ... નાની બેનની નોટમાંથી નીકળેલું ચાર્લીના સ્પ્રેવાળું કાર્ડ ....અને વાદળી પેનની શાહીની ગુલાબી સુવાસથી મહેંકતા અક્ષર ... ચોરખાનામાં મૂકી દીધેલો એક ભીની માટીની સુગંધવાળો રુમાલ ...દ્રેસિંગ ટેબલમાં મહેંકતા ડિઓ ... અને પહેલી રાતે મળેલું અત્તર - સ્પ્રે .......
દરેક સુગંધ પર એકાદ દિવસનું નામ અને આજની નવી મહેંકનું નામ Green Jasmine Tea ...મોગરાની ખૂશ્બોવાળી ચા... એક નવી મુલાકાતની નવી સુગંધ અને નવી સુગંધનું સરનામું કોઇક કોફી બાર ....
નવા દિવસે નવી સુગંધ જીવનમાં ઉમેરાતી રહે છે અને કોઇ ખાસ વ્યક્તિ, વસ્તુ કે ઘટનાની યાદ અપાવતી રહે છે અને આ પંક્તિઓને નવેસર થી સમજાવતી રહે છે ...કે ..." આપકો ભૂલ જાયે હમ ઇતને તો બેવફા નહિ "...
Comment
waahh saras .. :) (Y)
aapse kya gila karein , aapse kuch gila nahi..aapko bhul jaye hum itne to bewafa nahi.:)
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com