Made in India
ટ્રાફિકની રેડ સિગ્નલ ઉપર ઊભાં આજુબાજુમાં ડાફોળિયાં મારતી વખતે કોઇ આકર્ષક અજનબી સામે નજર ચોંટી જાય છે ... અને એ પછી કયો રસ્તો ઘર તરફ લઇ જાય છે?
ધસમસતા જીવનની ઝડપ સાથે જાણીતા - અજાણ્યા ચહેરાઓનો ટ્રાફિક પણ તમારી સાથે દોડતો રહે છે ...
હેલ્મેટ પહેરેલાં ,રુમાલ થી બાંધેલાં, બુકાનીની જેમ દુપટ્ટાથી ઢાંકેલા સનગ્લાસીસના ગ્લેરેથી ચળકતાં, પરસેવાથી લથબથતાં, નાજુક, નમણાં, હળવા, ભારે, રુપાળા, કદરુપા, જુવાન, ઘરડાં, સુંદર દાંતથી ચમકતાં, સ્મિતવાળા., ખિલ્ખિલાટ અને બોખા દાંતે બાંકડે ઉજાણીએ કરતાં ચહેરાં., સોનેરી ઝુલ્ફોંવાળા અને સ્ટાઇલિશ હેરકટ સાથે હવામાં લહેરાતા જાત ભાતનાં ચહેરાં તમારી સાથે, તમારી સામે,તમારી આગળ-પાછળ-આજુ-બાજુ દોડતાં રહે છે.તમારી સામે આછડતી નજર નાંખી આગળ વધતાં રહે છે.વાહનના સાઇડ ગ્લાસમાંથી તમને તાકતાં રહે છે ... તમારાં મનમાં અજુગતી લાગણીને જન્મ આપી ડાબે જમણે વળતાં રહે છે ...
ટ્રાફિક સિગ્નલ પર ઘણાં નક્શીદાર, રુપાળા, નશીલા, ધીર, ગંભીર ચહેરાં ગમતાં રહે છે અને તેમના નૈન-ઓ-નકશ કોઇ ઔર ચહેરાની યાદ અપાવતાં રહે છે ...
જમણી બાજુ વળવા માંગતી કારની ઝબકતી પીળી લાઇટમાં એક સુંદર ચહેરા પર નજર થીજી ગઇ ત્યારે જીવનની ડાબી બાજુથી ગાડી કાઢવાનું મન થયું ....પેલા સુંદર ચહેરાએ જ્યારે સતત પડતી પીળી લાઇટથી આંખો પર આડો અને ઊંધો હાથ ઢાંક્યો ત્યારે પાછો બીજો ચેહેરો યાદ આવ્યો ... અચાનક પાછળથી હોર્નની બૂમરાણ થઇ ત્યારે સમજાયું કે ચહેરા પણ ચહેરાના કનેક્શન હોય છે.... અને જીવનની રેડ સિગ્નલે મને કાનમાં કહ્યું .."અટકી જા !!"... કારણ કે બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી.....
ટ્રાફિકની રેડ સિગ્નલ ઉપર ઊભાં આજુબાજુમાં ડાફોળિયાં મારતી વખતે કોઇ આકર્ષક અજનબી સામે નજર ચોંટી જાય છે , એ પછી ખરેખર કોઇ પણ રસ્તો ઘર તરફ લઇ જતો હોય છે ?
You can listen to the same just by clicking this on sound cloud:
ટ્રાફિક સિગ્નલ ..ચહેરા ... અને..... !!
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com