Feeling of Missing of the country by the Immigrants.

 

એક પ્રશ્ન છે, 
દેશની બહાર રહેનાર વ્યક્તિઓમાં દેશને Miss કરવાની જે લાગણી થાય છે એને માટે કોઈ શબ્દ ખરો? વિરહ કે વિયોગ અર્થમાં કશે બેસતા નથી, આ miss કરવાની લાગણી છે, જેમાં દુખ કે શોકની આગની નથી, ફક્ત યાદો અને સંસ્મરણો, મિત્રો વ, ના સંપર્કનો અભાવ જ છે, મારા જાણવા પ્રમાણે અંગ્રેજીમાં પણ કોઈ શબ્દ નથી, મેં સુશ્રી આરતીબેનને પણ પૂછ્યું, તેઓએ online પણ તપાસ કરી પરંતુ યોગ્ય  ભાવ  એક શબ્દ મળ્યો  નહિ, આપ શું આ વાત પર કોઈ પ્રકાશ પાડી શકશો? 
આને લાગતો કોઈ શબ્દ પ્રયોજી શકાય? 
આવા શબ્દો અને ચર્ચા માટે કોઈ ગ્રુપ બનાવી શકાય?
તસ્દી માફ કરશો,
આભાર,
કાવ્યેન્દુ ભચેચ 

Views: 194

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Upendra on May 25, 2013 at 2:00pm

તમારા જેવા માણસોની ખાસ જરૂર છે. http://www.gujaratilexicon.com એ લોકકોશ શરૂ કર્યો છે. તેમાં તમારા શબ્દો ઉમેરો. પણ જો પૂરેપૂરી સફળતા જોઈતી હોય તો હું ફરી એજ કહીશ "આ પ્રયોગ માટે મારા મતે સાર્થ જોડણી કોશ યોગ્ય છે, પણ એ શરતે કે સરકાર તેને નાણાબળ પૂરું પાડે. ભાષા માટે કોઈ મફતમાં કામ કરવા તૈયાર  નહીં થાય."

ઉપેન્દ્ર

Comment by Kavyendu Bhachech on May 25, 2013 at 1:21am

I am quite novice in the field. સ્યાહી માં એક ગ્રુપ બનાવીને ચર્ચા શરુ કરીએ તો કેવું? હું દેશ બહાર રહેતો માણસ છું, કોઈના સમ્પર્કમાં નથી, આપ ગ્રુપ શરુ કરો તો મારો સો ટકા ફાળો આપું, અંતર એક અવરોધ છે માટે વિનંતી,

Comment by Upendra on May 25, 2013 at 1:08am

કોઈ વિકલ્પ ન હોય ત્યારે શબ્દ પ્રયોજવો જોઈએ, એમાં પણ કોઈને વાંધો ન હોવો જોઈએ, ફક્ત કોણ નેતાગીરી લે એટલો પ્રશ્ન છે, આશા રાખીએ કે સાહિત્યકારો/ભાષાવિદો આગળ આવીને પ્રયોગ હાથ ધરે, 

આ પ્રયોગ માટે મારા મતે સાર્થ જોડણી કોશ યોગ્ય છે, પણ એ શરતે કે સરકાર તેને નાણાબળ પૂરું પાડે. ભાષા માટે કોઈ મફતમાં કામ કરવા તૈયાર  નહીં થાય. 

ઉપેન્દ્ર

Comment by Kavyendu Bhachech on May 24, 2013 at 11:32pm
 શ્રી ઉપેન્દ્રભાઈ,
આપની વાત સાથે સંપૂર્ણતઃ સહમત છું, એક જ વાત છે કે અર્થસભર હોય અને સામેવાળાને સમજાય, કર્ણકઠું ન હોય અને બિનજરૂરી ન હોય, અને તેનો સાદો શબ્દ ગુજરાતીમાં ઉપલબ્ધ હોય, આપે જણાવ્યું તેમ સ્વાહીલીના ડીઝીને ગુજરાતમાં કોઈ સમજવાનું નથી તથા અમદાવાદમાં કેરીને બદલે મેંગો કહેવું તે થોડું બિનજરૂરી છે, પણ આ તો થઇ શબ્દ અપનાવવાની વાત અને એ પ્રક્રિયા ઈચ્છો ના ઈચ્છો પણ ચાલુ રહેશે, 
કોઈ વિકલ્પ ન હોય ત્યારે શબ્દ પ્રયોજવો જોઈએ, એમાં પણ કોઈને વાંધો ન હોવો જોઈએ, ફક્ત કોણ નેતાગીરી લે એટલો પ્રશ્ન છે, આશા રાખીએ કે સાહિત્યકારો/ભાષાવિદો આગળ આવીને પ્રયોગ હાથ ધરે, 
આભાર,
 કાવ્યેન્દુ ભચેચ 
Comment by Upendra on May 24, 2013 at 2:21am

 જો કોઈ અપનાવી શકાય એવો શબ્દ ન મળે તો પ્રયોજવો જરૂરી છે એમ નથી લાગતું?

બેશક. ગુજરાતી ભાષાને હાલના યુગ સાથે કદમ મિલાવીને ચાલવું હોય તો ઘણાં નવા શબ્દો અપનાવવા પડશે. આવો વિચાર હું અવારનવાર પ્રગટ  કરું છું. જેમ કે જે જે ગુજરાતીઓએ પરદેશને પોતાનો દેશ બનાવ્યો છે અને તે દેશની ભાષના શબ્દો પોતાના રોજિંદા વ્યવહારમાં ઉતાર્યા છે તેવા શબ્દો ગુજરાતી ભાષાએ અપનાવવા જોઈએ. દા.ત. પૂર્વ આફ્રિકાનાં ગુજરાતીઓએ કિસ્વાહીલી ભાષાનાં શબ્દો પોતાના રોજિંદા વ્યવહારમાં એવા તો વણી લીધા છે કે તેઓની નવી પેઢીને પોતે જે શબ્દો વાપરે છે તેનું ગુજરાતી શું છે તે જ ખબર નથી. તેઓ જ્યારે તેઓના સગાઓને મળવા ગુજરાત જાય ત્યારે અમુક મુશ્કેલીઓ જરૂર ઊભી થાય છે. એક બાળકે તેના ફોઈને કહ્યું, "મને ડીઝી ખાવું છે." ફોઈએ તો મૂંઝાઈ ગયાં. (ડીઝી=કેળું). આરબ દેશો, અમેરિકા, વિલાયત, જ્યાં જ્યાં ગુજરાતી વસ્તી વધારે છે તેઓ આમાં મદદ કરી શકે? 

હું તો કહું છું કે શબ્દ અપનાવો અને તેનું ગુજરાતીકરણ પણ કરો તો આપણું શબ્દભંડોળ વિશાળ થશે. અંગ્રેજીનો એક સામાન્ય શબ્દ એવો છે કે તેની જોડણી બધે એક જ છે પણ અર્થ જુદા છે. "ગેસ". અમેરીકામાં=પેટ્રોલ, યરોપમાં બળતણ ગેસ, અમારા ગુજરાતી માજી  માટે પેટમાં થતી મૂંઝવણ.

ઉપેન્દ્ર

Comment by Kavyendu Bhachech on May 23, 2013 at 8:23pm

ઉપેન્દ્રભાઈ, નવો શબ્દ જે કોઈ પ્રયોજાય, તે સ્પષ્ટ અર્થ વ્યક્ત કરે તે ઇચ્છનીય છે, ભલે એનો વિરોધી શબ્દ પણ પ્રયોજો, જો કોઈ અપનાવી શકાય એવો શબ્દ ન મળે તો પ્રયોજવો જરૂરી છે એમ નથી લાગતું?
અને જે વગોવે છે, તેની પાછળ મારા માનવા પ્રમાણે વધારે તો " દ્રાક્ષ ખાટી છે" જેવી વૃત્તિ છે, જે મિસ્સ કરે છે તે કબુલ કરી શકાતું નથી માટે જ નકારાત્મક વલણ બની જાય છે, એમની દયા ખાવ,

Comment by Upendra on May 23, 2013 at 2:30am

જો એવો નવો શબ્દ બનાવવો હોય તો સાથો સાથ એનો વિરોધી શબ્દ પણ બનાવવો જરૂરી નથી લાગતો? દા.ત. જેઓ એક વાર પોતાનો દેશ છોડીને બીજે વસે અને જ્યારે પોતાના સ્વદેશની વાત નીકળે ત્યારે તેને વગોવવાની કચાશ રાખતો નથી?

ઉપેન્દ્ર

Comment by Kavyendu Bhachech on May 22, 2013 at 4:28pm

શ્રી ઉપેન્દ્રભાઈ, homesick શબ્દ જયારે વ્યક્તિ પરદેશ ગઈ હોય અને અણગમો આવી જાય,અને ક્યારે દેશ ભેગો થઇ જાવું એવું થાય ત્યારે એવી અવસ્થાને કહે છે, આ મિસ્સિંગની લાગણી માં ન તો દુખ છે, ન તો આનંદ છે, પણ જયારે દેશ્ભેગા થઈએ છીએ ત્યારે વસંતમાં જેમ વનસ્પતિ નવપલ્લવિત થાય છે એમ ફ્રેશ થઇ જવાય છે, આ લાગણીને શું કહેશો? અને એનું નામ શું આપશો એ પ્રશ્ન છે, - ક્ષમા કરશો પહેલા વિગતે ચોખવટ ન થઇ, == આરતીબેન વધારે સ્પષ્ટતાથી કહી શકશે,

Comment by Upendra on May 22, 2013 at 12:22pm

Home-sick? Is normally used in England's English.

Upendra

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service