Made in India
ભરતની અછાન્દસ રચનાઓ*
સુમન શાહ
ગુજરાતી કવિતા-સાહિત્યમાં આજે ગઝલ લગભગ સર્વપ્રિય કાવ્યપ્રકાર છે. એટલે, લખે તો માણસ ગઝલ લખે. અહીં, જોઇ શકાય છે કે ભરત ત્રિવેદીએ પણ ગઝલ લખી છે. પણ, કોઇ આજે છાન્દસ કાવ્યો કરે ? ભલો હોય તે કરે. કોઇ અછાન્દસ કાવ્યો લખે ? અહીં, જોઇ શકાય છે કે ભરતે અછાન્દસ લખ્યાં છે. વાતાવરણમાં અછાન્દસ જ્યારે વિરલ છે ત્યારે એ દિશામાં આટઆટલી સક્રિયતા દાખવવા બદલ એને શાબાશી આપવી ઘટે છે.
ભરત સાથેનો મારો સમ્બન્ધ ૪૪-૪૫ વર્ષ જેટલો જૂનો છે. ૧૯૬૬-૭૨ દરમ્યાન હું કપડવણજમાં પ્રાધ્યાપક હતો. ત્યારે એનો વિદ્યાર્થીકાળ ચાલતો’તો. એનો આ પૂર્વેનો કાવ્યસંગ્રહ, કલમથી કાગળ સુધી ૨૦૦૪માં પ્રકાશિત થયેલો. ભરતનો આગ્રહ કે મારે એ વિશે પ્રતિભાવાત્મક કંઇક લખવું. ૨૦૦૬માં એણે લવ પોએમ્સ ટુ ધ ટાઇગ્રેસ શીર્ષકથી પોતાનાં અંગ્રેજીમાં લખાયેલાં કાવ્યોનો સંચય પ્રકાશિત કરેલો. બ્રૂક્સ હોફમન એવું કવિ-નામ ધારણ કરેલું. એ સંચય વિશે તો મારે સવિશેષ ભાવે લખવું હતું. પણ અનેક કારણે એમાનું એકે ય નહીં થઇ શકેલું. વિ-દેશવટો-ના આ પ્રકાશન-પ્રસંગે એનો એવો જ આગ્રહ; બલકે આગ્રહ અદકેરો ય ખરો –એ રીતે કે, મારે એની આખેઆખી હસ્તપ્રત જોઇ જવી ને ન-કામી રચનાઓ પર ચૉકડા મારવા. મારા સ્વભાવ વિરુધ્ધની વાત. એવું કામ હું કરું નહીં ને અગાઉ કોઇએ કરાવ્યું ય નથી. એટલે પછી મેં માત્રએ બી સી ડી એમ ગ્રેડેશન કર્યું. કહ્યું કે જે રચનાઓને રદ્દ કરવી હોય તેને તું રદ્દ કર, હું નહીં કરું. અનેક રચનાઓને ફટાફટ ડીલીટ કરતો હું એને જોતો’તો ત્યારે એ હસતો’તો ને મારાથી પણ સ્મિત થઇ જતું’તું. છતાં એની એ નિર્મમતાની મનમાં નોંધ લેવાયા કરતી’તી. એની એવી નિષ્ઠા પણ શાબાશીને પાત્ર ગણાય..........
......................................................................................................
, વિ-દેશવટો-ની સમગ્ર કવિતાને હું એક જુદા જ દૃષ્ટાન્ત રૂપે જોઉં છું : વિદેશવસવાટથી સંભવ છે કે જીવન ખારું લાગે, ન પણ લાગે; સારું લાગે, ન પણ લાગે. વિદેશવસવાટનો અતીતરાગ અને વિદેશ-લગાવ સાથેનો એવો દ્વિવિધ સમ્બન્ધ હવે બહુ જાણીતો છે. એ સંવેદનાને વાચા આપતી વાર્તાઓનું કે એવી કાવ્યકૃતિઓનું મૂલ્ય પણ હવે ઘણી ચવાઇ ચૂકેલી વસ્તુ છે. પણ એથી ભરત ત્રિવેદી જેવી વ્યક્તિને કાવ્ય કે લેખન માત્ર બનાવટ ભાસે, આગળ વધતાં, પોતાની સર્જકતા કે લેખન ચ્હૅરાઇ ગયેલાં, ખોડાઇ ગયેલાં, કે વંઠી ગયેલાં લાગે, એ ઘાતક સંવેદનને હું રેખાન્કિત કરવા ચાહું છું,એટલે કે, વધારે ધ્યાનપાત્ર ગણું છું. એ સંવેદનનું બીજું નામ છે, સ્વકીય કવિતાની સંભવિતતા અને તેની સાર્થકતાને વિશેનો પ્રશ્નાર્થ. જાણે એ ભરતનો સ્થાયી ભાવ છે. કલમથી કાગળ સુધી-માં એ છે અને અહીં ચાલુ છે. જુદી જુદી રીતે ઘુંટાયા કરે છે. નોંધવા સરખું એ છે કે એ મનોભાવને એણે કાવ્યશબ્દમાં વ્યક્ત કર્યો છે. કવિતાની કળા નામની રચનામાં કહે છે : કશું જ નહીં / કલમ અને કાગળ હાથવગાં હોય છે / ને / પંખી નીકળી પડે તેમ / નીકળી પડું છું / કોરા કાગળના અંતરીક્ષમાં / ક્ષિતિજની સીમાઓને / આંબી જવાના મનસૂબા સાથે…હું આશા રાખું છું કે આ ભરત ત્રિવેદી નામના વિ-દેશી પંખીના એ મનસૂબા ફળે…
(*ભરત ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત ‘વિ-દેશવટો’ કાવ્યસંગ્રહનો આમુખ)
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com