Made in India
આજનો ઈ મેઈલ – કૌશિક મહેતા
ડોક્ટર અને સારવાર
આજે બીમાર પડવું એ ગુનો કર્યા જેટલું ગંભીર ગણાવા લાગ્યું છે કારણ એ છે કે , દવા અને સારવાર બંને મોંઘા થઇ ગયા છે. દવાખાનામાં ગયા એટલે પાંચ – પચાસ હજારનું બિલ તો આવે જ. અને પૈસા દીધા પછી પણ યોગ્ય સારવાર મળશે કે કેમ એ નક્કી નહિ. અલબત્ત બધા ડોક્ટર અને હોસ્પિટલ એક સરખા નથી હોતા પણ સારવાર હવે મોંઘી તો થઇ જ ગઈ છે. હા, આજે અત્યાધુનિક સારવાના કારણે ગંભીર બીમારીમાંથી પણ છુટકારો મળે છે , નવજીવન મળે છે.
ઘણીવાર અકસ્માત કે મારામારીના કેસમાં દર્દી હોસ્પિટલ પહોચે ત્યારે જાતજાતની એકીધી કરવી પડે છે. પોલીસને જાન કરવાની અને પોલીસ આવે એ પછી નિવેદન લે અને પછી સારવાર થાય. આવા કિસ્સામાં દર્દીનું જીવન જોખમાય છે.પણ પોલીસની માથાકુત્ના કારણે મોટાભાગની હોસ્પીતલ કે ડોક્ટર આવા કેસ જલ્દી હાથમાં લેતા નથી.
પણ ડૉ અનીલ ગાંધી નોખા ડોક્ટર છે. એમણે ‘જેવું હું પામ્યો ‘ નામે પુસ્તક લખ્યું છે અને એની મરાઠીમાં ઘણી આવૃત્તિ થઇ છે.આ પુસત્કમાં એમણે પોતાના અનુભવ લખ્યા છે. એ લખે છે કે , એકવાર એક પેશન્ટ દવાખાનામાં આવ્યો.એના પર ચાકુના ઘા ઝીંકાયેલા હતા. એની સર્જરી કરી અને એને સાજો કર્યો. એના પર પોલીસ કેસ ચાલ્યો.મને સાક્ષી માટે બોલાવાયો.
આરોપીના વકીલે પૂછ્યું, પેશન્ટને તમારે ત્યાં કેટલા વાગે લાવવામાં આવ્યા?
મેં કહ્યું, આઠ વાગે.
‘તમે પોલીસમાં કેટલા વાગે જાન કરી?’
મેં કહ્યું, અગિયાર વાગે.
‘ત્રણ કલાક વીતી ગયા પછી કેમ?’
‘દર્દીનો ઈલાજ કરવાનો, એના પ્રાણ બચાવવા એ મારી પહેલી ફરજ છે. પોલીસમાં નોંધાવવું એ ત્યાર પછીની બાબત છે.’
‘ના, તમારે તરત જ જાન કરવી જોઈએ.’
‘ના, ડોક્ટરની પહેલી ફરજ દર્દીનો ઉપચાર કરવાની છે.’મેં મક્કમતાથી કહ્યું.
વકીલ માને નહિ.
આખરે ન્યાયાધીશે એને ચુપ બેસાડ્યો અને મારી વાતનું સમર્થન કર્યું.
આવા ડોક્ટરોની સમાજને જરૂર છે. એવા ડોક્ટરોની જરૂર છે જેનામાં સવેન્દના હોય અને એ દર્દીને દર્દી નહિ પણ એક જીવતો જાગતો માણસ સમજે. મોટા મકાનો અને એમાં મોટા મશીનોથી સારવાર થાય પણ એ દર્દીને જીવાડીને મારી નાખે છે.ડોક્ટર મૂળે માણસ હોય તો દર્દી જીવી જાય છે અને ડોકટરને દુઆ દે છે. આવા ડોક્ટરની જરૂર છે. પણ કમનસીબે આવા ડોક્ટરોની સંખ્યા ઘટી રહી છે એવું નથી લાગતું?
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com