Made in India
મારી વાત -68
''વન પ્રવેશની વાળાએ...''
જીવનના પચાસ વર્ષ સફળતમ રીતે પૂર્ણ કર્યા હોય. તમને તમારા જીવનમાં બધા ઈચ્છિત લક્ષ્યો પ્રાપ્ત થયા હોય અને સમાજમાં પદ, પ્રતિષ્ઠા, ધન પરિવાર બધું મળ્યું હોય. સમાજમાં તમારું નામ પ્રતિષ્ઠિત વ્યક્તિની યાદીમાં લેવાતું હોય.
જીવનના ઉત્તમ પચાસ વર્ષ પુરા કરી એકાવનમાં પ્રવેશ કરીએ ત્યારે ,ખરેખર વનમાં પ્રવેશ એટલે જંગલમાં જવાનું નથી પણ વનમાં પ્રવેશ એટલે મનમાં પ્રવેશ.
હવે તમારે મન, ઇન્દ્રિય, વાણી,જીભ પર સંયમ રાખવો હિતાવહ છે. મન રૂપી ઘોડાને સંયમ રૂપી લગામ રાખવી. તમારા કામ ધંધા ના આર્થિક વ્યહ્વારો પરથી ધીરે ધીરે કારભાર તમારા સંતાન ભાઈ ભાંડું ને સોપી દેવો.
જીવનમાં ઘણા વર્ષો સુધી ખુબ સારી રીતે કુટુંબ પરિવારની ફરજ બજાવ્યા પછી આપણા અંતર આત્માના આનંદ માટે મનને ગમતું કાર્ય કરવું. જીવનના પચાસ વર્ષો સુધી એકનું એક કાર્ય કે નોકરી કર્યા પછી આપણે નિવૃત્તિ લેવાનું વિચારીએ છીએ. પણ નિવૃત્તિ એટલે કઈ ન કરવું એવું નહિ પણ જીવનમાં જે મનગમતું કામ બાકી રહીગયું હોય તેને પૂરું કરવું અને ગમતા કાર્ય કરવાનો આનંદ લેવો.
ઈશ્વરે તમને જે આપ્યું છે, જેટલું આપ્યું હોય જેવું આપ્યું હોય તેમાં સંતોષ માની લેવો કારણકે માણસને પોતાની લાયકાત મુજબ મળી જ જતું હોય છે.તેથી વધુ અપેક્ષા ન રાખવી.
મનને ગમતી પ્રવૃત્તિ કરો. પ્રકૃતિના સાનિધ્યમાં રહો.સાથે સમાજને ઉપયોગી કાર્ય કરતા રહો, સેવા સત્કર્મ અને તમારી આવડતને માનવ સેવામાં લગાવી દો. જીવનમાં સેવા,સત્કર્મ અને સત્યને સાચા સાથીદાર માની પરમાત્મા નું ચિંતન કરવાથી આપણો માનવ ફેરો સાર્થક થશે.
ટહુકો :
જો મારામાંથી 'હું' નીકળી જાય તો,
જીવનના બધા દાખલા સાચા પડી જાય.
કેતન મોટલા'રઘુવંશી'
07/08/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com