Made in India
સૌથી જે મહત્વની વાત તો એ છે કે દિલ રેડીને કોઈપણ કામમાં લાગી જવું એ જ જિંદગીની ઉત્તમ દવા છે ! આપણે ‘લક્ષ્મી’ને ‘સુખ-સાહ્યબી’ને માણસનું ‘સદભાગ્ય’ સમજીએ છીએ, પણ આ સંસારમાં પૈસાથી દૂર થઈ ન શકે એવાં દુઃખોની યાદી અનંત છે ! પણ ગમે તેવા સુખ દુઃખની વચ્ચે પણ જે માણસ કોઈક મનપસંદ કામ શોધીને આત્મવિશ્વાસનું છત્ર ઓઢી લે છે તેને સમજાઈ જાય છે કે, જિંદગીની અનેક પરીક્ષાઓમાં પાસ થઈએ કે નાપાસ થઈએ, નાસીપાસ તો ન જ થવું નાપાસ થવું પણ નાસીપાસ તો ન જ થવું.
ઈંગ્લેન્ડના સુપ્રસિદ્ધ નાટ્યકાર અને વાર્તાકાર સમરસેટ મોમની એક વાર્તા કંઈક આવી છે : લંડનમાં એક બેંકના વડા આતુરતાથી એક અતિ ધનાઢ્ય ઉદ્યોગપતિની રાહ જોઈ રહ્યાં છે. બેંકના બધા કર્મચારીઓએ ઉદ્યોગપતિનાં દર્શન કરવા તત્પર છે. ઉદ્યોગપતિ આવી પહોંચ્યાં બેંકના સર્વોચ્ચ અધિકારી એ એમની આગતા-સ્વાગતા કરી. તેમણે કહ્યું ‘સાહેબ, મને માફ કરજો ! આ એક વિધિ જ છે ! આપની સહી અહીં બેંકની કચેરીમાં મારી હાજરીમાં જ થયેલી હોવી જોઈએ એટલા ખાતર આપને તસ્દી આપવી પડી છે ! આ તો ખાલી વિધિ છે ! બસ આપે અહીં સહી કરવાની છે ! હું આપનો કિંમતી સમય બગાડવા નથી માગતો ! આપ અહીં સહી કરો એટલે પત્યું !
આમ કહી બેંકના અધિકારીએ ઉદ્યોગપતિને ફાઉન્ટન પેન આપી. ઉદ્યોગપતિએ કહ્યું ‘તમારે મને ઈન્ડિપેન નહીં, સ્ટેમ્પિંગ પેડ આપવું પડશે ! મને સહી કરતાં નથી આવડતી ! હું તો મારા અંગૂઠાનું નિશાન આપી શકીશ’ બેંકના અધિકારીએ માન્યું કે, શેઠ માત્ર મજાક કરી રહ્યાં છે ! આટલો મોટો માણસ-આટલો સફળ માણસ-એને શું સહી કરતાં ન આવડે એવું બને ખરું ? એટલે અધિકારીએ કહ્યું : ‘અરે સાહેબ, ઈટ ઈઝ એ ગુડ જોક ! પણ હું ન માનું કે આપને સહી કરતાં નથી આવડતી ! પ્લીઝ ! આપ જેવી ટૂંકી સહી કરતાં હો એવી સહી અહીં કરી આપો….!’
ત્યારે ઉદ્યોગપતિએ કહ્યું કે : ‘હું ખરેખર મજાક નથી કરતો, સાચું જ કહું છું કે, મને સહી કરતાં નથી આવડતી. પણ સાચી વાત એ છે કે, મને જો સહી કરતાં આવડતી હોત તો હું ઉદ્યોગપતિ બન્યો જ ન હોત ! હું તો પાદરી હતો. એક સામાન્ય પાદરી ! અને સુખી હતો ! પણ દેવળના વડાએ હુકમ બહાર પાડ્યો કે છ સપ્તાહમાં તમામ અભણ પાદરીઓએ લખતાં-વાંચતાં કે છેવટે પોતાની સહી કરતાં શીખી લેવું નહીંતર તમને છૂટા કરવામાં આવશે ! મારા હોશકોશ ઊડી ગયા. દિલ જ ભાંગી ગયું હતું. હું સહી કરતાં શીખી ન શક્યો. મને છૂટો કરવામાં આવ્યો. મારા માટે કોઈ રસ્તો જ રહ્યો નહીં. મેં પરચૂરણ ધંધો શરૂ કર્યો અને એમ કરતાં કરતાં અહીં સુધી પહોંચી ગયો ! કોઈ કોઈ વાર તાજુબી થાય છે કે, હું આટલાં બધાં પગથિયાં કેઈ રીતે ચઢી ગયો…
Comment
Awesome...
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com