બે જવાનીના મિલનની હોય એક રંગીન પળ, રૂપ શરમાતું હતું ને પ્રેમ ગભરાતો હતો.

બપોરના બે વાગ્યે સૂટ-બૂટ ચડાવીને ‘હોટલ આલિશાન’ના કાચના બનેલા દ્વારમાંથી બહાર નીકળ્યા, ત્યારે પચાસ વરસના અમેરિકન જેરી પટેલ પચીસ વરસના જયકૃષ્ણ બની ગયા. પીઢ પુરુષ મટીને પાગલ પ્રેમી બની ગયા. જયકૃષ્ણ પણ શાના? માત્ર જય જ. એમની પ્રિયંવદના જય.ટેકસીવાળાએ પૂછ્યું, ‘કયાં જવું છે, સાહેબ?’ ત્યારે પણ એમનાથી તો બોલી જ જવાયું, ‘પ્રિયાના ઘરે.’ પણ પછી તરત જ એમને સમજાઇ ગયું કે બફાટ થઇ ગયો છે એટલે ભૂલ સુધારી લીધી, ‘ગાંધી ચોક પાસે. ખોડિયાર માતાના મંદિરે જવું છે.’ પછી મનોમન હસી પડયા. દર્શન તો અવશ્ય કરવા છે, પણ પ્રિયાના, ખોડિયાર માતાના નહીં. કેવી લાગતી હશે? એ પણ અત્યારે પચાસના આળે-ગાળે તો પહોંચી જ હશે ને? એમનાથી બે-એક વરસ નાની હતી. રૂપ જરૂર ઝાંખું પડયું હશે. ચામડીની ચમક ઓસરી ગઇ હશે. આંખોનું તેજ પણ કરમાયું હશે. ચશ્મામાં પ્રિયા કેવી લાગતી હશે? દાંતનું ચોકઠું તો હજુ નહીં જ આવ્યું હોય. ભવિષ્યમાં પણ નહીં આવે. બહુ મજબૂત દાંત હતા પ્રિયાના. તીક્ષ્ણ પણ.

આ સાથે જ જયકૃષ્ણ મલકી ઉઠયા. એક વાર કિસ કરતાં-કરતાં પ્રિયાએ કેવું બચકું ભરી લીધું હતું?! અત્યારે પણ એ પીડા જાણે હોઠો ઉપર ભરી આવી! કેવી રહી હશે પ્રિયા અત્યાર સુધી? તાજમહેલ જેવો તાજમહેલ પણ ધૂળ, ધુમાડો અને ધુમ્મસ ખાઇ-ખાઇને ઝાંખો થઇ ગયો છે, તો પછી પ્રિયાનો રૂપમહેલ સમયની થપાટો કયાં સુધી ઝીલી શકયો હશે?

ટેકસી આશ્રમરોડ પર થઇને દોડતી રહી. જયકૃષ્ણ વર્તમાનની આંખે અતીતનાં દૃશ્યોને નિહાળી રહ્યો. એક હણહણતા તોખાર જેવો પ્રેમી એક વછેરી જેવી પ્રેમિકા એની નજરમાં રમી રહ્યાં. જયકૃષ્ણે કાન સરવા કર્યા, તો આજથી પચીસ વરસ પહેલાંના એ બંને વરચેના સંવાદો જે હજુ સુધી હવામાં ઘૂમરાયા કરતા હશે એ પણ એને સાંભળવા મળી શકયા.

‘લગ્ન પછી મારી પાસેથી તારી અપેક્ષા કઇ વસ્તુની હશે?’ પ્રિયાએ પૂછ્યું.

‘એક કરોડ આલિંગનો, બે કરોડ ચુંબનો, સાંઠ-પાંસઠ વર્ષનું દામ્પત્ય અને…’

‘અને?’

‘ત્રણ બાળકો.’ જયકૃષ્ણના કાન ‘પપ્પા-પપ્પા’ની કિલકારીઓથી ભરાઇ ગયા.

‘ના, ત્રણ નહીં, માત્ર બે જ! એક દીકરો અને એક દીકરી.’

‘સારું! તું કહે છે તો બે જ બસ. પણ દીકરો મારા જેવો હોવો જૉઇએ; ભલો,ભોળો, સીધો-સાદો, નિર્દોષ અને બુદ્ધિશાળી!’

‘અને દીકરી?’

‘તારા જેવી; રૂપાળી પણ નખરાળી. લુરચી, અભિમાની, ફેશનેબલ, મિજાજી અને…’

‘બસ! બસ હું એવી છું તો તું મારા પ્રેમમાં શા માટે પડયો?’ પ્રિયાએ ગુસ્સાથી મોં ફુલાવ્યું.

‘કારણ કે હું ભલો-ભોળો છું ને! એટલા માટે!’

ટેકસી આગળ દોડી ગઇ. દૃશ્ય પાછળ છૂટી ગયું. બે પ્રગાઢ પ્રેમીઓની પ્રેમભરી વાતચીત હવાના ઝોકામાં ઓગળી ગઇ. એક આઇસક્રીમ પાર્લર દેખાયું. પચીસ વર્ષ પહેલાં ત્યાં એક દાળવડાની લારી ભી રહેતી હતી. ત્યાં પાસે પડેલા લાકડાના બાંકડા પર બેસીને પ્રિયાએ એને કહ્યું હતું, ‘સોરી, જય! હું તારી સાથે લગ્ન નહીં કરી શકું.’

‘કારણ?’

‘પપ્પાનો માર, ભાઇની ધમકી, મમ્મીનાં ત્રાગાં. મારે એમના બતાવેલા મુરતિયા સાથે ઘરસંસાર માડવો પડશે.’

‘પણ શા માટે? એ મુરતિયામાં એવું શું છે જે મારામાં નથી?’

‘પૈસો, જય, પૈસો! સૃષ્ટિના આરંભથી લગ્ન નામની સુપર માર્કેટમાં રૂપની સોદાબાજી માલદાર ઘરના છોકરાઓ સાથે થતી આવી છે, જે આજે પણ અટકી નથી. મને હવે એક પણ સવાલ વધારે ન પૂછીશ.’ પ્રિયંવદા રડી પડી.

‘ઠીક છે, તને શુભેરછા આપું છું. સુખી થજે…’

‘તું પણ પરણી જજે… અને સુખી થજે…’

છેલ્લું દૃશ્ય. છેલ્લું મિલન. છેલ્લો સંવાદ. એ પછી જયકૃષ્ણે ઝડપ કરી. પ્રિયંવદા પરણે એ પહેલાં અમેરિકાના એન.આર.આઇની દીકરી સાથે એ પરણી ગયો. અમેરિકા પહોંચી ગયો. ત્યાં ગયા પછી ડતી હવા પ્રિયંવદાના સમાચાર લઇને એને આપી ગઇ કે એ પણ માલદાર છોકરાનું ઘર વસાવીને બેસી ગઇ હતી. એ પછી આજની ઘડીને કાલનો દી’!

‘સાહેબ, મંદિર આવી ગયું, હવે ટેકસી આગળ નહીં જઇ શકે.’ ટેકસી ડ્રાઇવરેના અવાજે જયકૃષ્ણને પાછો વર્તમાનમાં લાવી દીધો.

‘હેં? હા! તું અહીં જ ઉભો રે’જે. મારા માટે ‘વેઇટ’ કરજે. આપણે બીજે ઠેકાણે જવાનું છે. અહીં તો હું ખાલી સરનામું પૂછવા જ આવ્યો છું.’ આટલું કહીને જયકૃષ્ણ ટેકસીમાંથી ઉતરી ગયા.

આ એ વિસ્તાર હતો જયાં પ્રિયંવદાનાં મા-બાપનું મકાન હતું. એ પરણીને કયાં રહેતી હશે એની જયકૃષ્ણને માહિતી ન હતી. કદાચ એના પિયરમાંથી એ માહિતી મળી જાય. હવે આ પીઢ ઉંમરે બીજી તો શી અબળખા હોય કે જેના કારણે કોઇને એની ઉપર શંકા પડે? કદાચ પ્રિયાનાં મા-બાપ જીવતાં ન હોય એવું પણ બને. તો એનાં ભાઇ કે ભાભી પાસેથી જાણકારી મળી શકશે. અરે, કોઇ પાસ-પાડોશી પણ…!

‘કોનું ઘર શોધો છો, ભાઇ?’

‘હેં?!’ જયકૃષ્ણ વિચારસમાધિમાંથી જાગ્યા. એક આધેડ મહિલા સામે ઉભી હતી અને મદદ કરવાના આશયથી પૂછી રહી હતી.

‘ના, કોઇનું નહીં, જે ઘરે જવું છે એ મેં જૉયેલું છે.’ કહીને જયકૃષ્ણ આગળ વધી ગયા. બધું એવું ને એવું જ હતું લગભગ. પચીસ વર્ષમાં ખાસ કશું બદલાયું ન હતું. શેરીના નાકે ઉભેલો પીપળો સહેજ વધુ ઘરડો થયો હતો. બે-ચાર દુકાનો જેમની તેમ જ હતી, અલબત્ત, એના પાટિયાં બદલાઇ ગયાં હતાં. સાઇકલ રિપેરિંગની જગ્યાએ હવે સ્કૂટર રિપેરિંગ ચાલતું હતું અને કરિયાણાની દુકાનમાં અત્યારે ફરસાણ વેચાતું હતું. બાકી રસ્તા ઉપરના ખાડાઓ, પાણીનાં ખોબોચિયાં અને ગંદકીના થર જેમના તેમ હતા. ગરીબ વસ્તીનો મહોલ્લો હતો. હવે પ્રિયા જયાં રહેતી હશે ત્યાં આવું નહીં હોય. સોદાબાજીની આ જ તો મજા છે, જેમની દેહકુંડળીમાં રૂપ નામનો ગ્રહ ઉરચ સ્થાને પડેલો હોય એવી છોકરીઓ વયમાં આવતાંની સાથે જ ઝૂંપડીમાંથી બંગલામાં ગોઠવાઇ જાય છે. શેરી ખતમ થવા આવી. પ્રિયંવદાના પિયરનું મકાન આવી ગયું. બારણાં ખુલ્લાં હતાં, પણ લોખંડની જાળી આડી કરેલી હતી. જયકૃષ્ણ ઉંચા ઓટલાવાળા એ મકાનની સામે ઉભા રહ્યા. આખી શેરીમાં સૌથી બિસ્માર હાલત એ મકાનની હતી. રંગ અને પ્લાસ્ટર ખડી ગયેલી બહારની દીવાલ અંદરની આર્થિક સ્થિતિ વિશે ચાડી ફૂંકી દેતી હતી. એક કિશોર ઓટલા ઉપર બેસીને અભ્યાસની ચોપડી વાંચી રહ્યો હતો. કદાચ પ્રિયંવદાના ભાઇનો દીકરો હોવો જૉઇએ. જો એનાથી જ કામ પતી જતું હોય તો ઘરમાં ન જવું એવું વિચારીને જયકૃષ્ણે સવાલ પૂછ્યો, ‘અહીં વરસો પહેલાં પ્રિયંવદા રહેતાં હતાં… મને ખબર છે કે એમનાં લગ્ન પછી એ બીજે કયાંક…. અમે કોલેજમાં સાથે હતાં… મને એમનું સરનામું મળી શકે…?’

જયકૃષ્ણ જોખી-જોખીને, છોકરો વહેમાય નહીં એ રીતે પૂછી રહ્યા હતા. પણ છોકરો હોમવર્કમાં મશગૂલ હતો. એણે માથું ચું કર્યા વગર જ જવાબ આપી દીધો, ‘સરનામું શા માટે પૂછો છો? ફોઇ ઘરમાં જ છે. મળી લો ને!’

સડક થઇ ગયા જયકૃષ્ણ. શરીરનાં રૂંવે-રૂંવે ઉત્તેજના વ્યાપી ગઇ. જેને મળવા માટે એ છેક કેલિફોર્નિયાથી અહીં સુધી લાંબો થયો હતો એ હવે હાથવંેતમાં હતી?! અસંખ્ય કલ્પનાઓ રોમાંચ બનીને દિમાગમાં ભરી આવી અને પછી એ હાડપિંજર બારણાં વરચે જ ભું રહી ગયું,

‘ઓહ! તું? તમે?’

‘ઓળખી ગઇ?’ જયકૃષ્ણ પૂછી બેઠા. પછી હાડપિંજરના દોરવાયા એ ત્રણ પગથિયાં ચડીને ખૂલેલી જાળીમાં થઇને ઘરમાં ગયા.

‘આવો! બેસો! આટલા વરસે યાદ કરવાની નવરાશ મળી.’

‘યાદ તો હું તને રોજે-રોજ કરતો હતો. પણ મારે તને ખલેલ નહોતી પહોંચાડવી. તું ખૂબ-ખૂબ સુખી હોઇશ એમ માનીને…’ જયકૃષ્ણ દરિદ્રતાના મૂર્તિમંત અવતાર જેવા ઓરડા તરફ અને એના જરીપુરાણા રાચ-રચીલા તરફ જૉઇ રહ્યા.

‘સુખ મારા નસીબમાં જ નહીં હોય. લગ્નના બીજા જ મહિને મારા પતિનું અકસ્માતમાં મોત થઇ ગયું. સસરો મેલી નજરનો હતો. મેં વશ થવાનો ઇન્કાર કર્યોએટલે મને તગેડી મૂકી. ત્યારથી બસ, આ જેલમાં જનમટીપ ભોગવી રહી છું. સંતોષ એક જ વાતનો છે કે મારો જય અમેરિકામાં સ્વર્ગ જેવું સુખ…’

‘ના, પ્રિયા, ના! મારી હાલત પણ તારા જેવી જ છે. મારી પત્ની ચેતના ઉર્ફે ચેલ્શી ચારિત્ર્યની બાબતમાં કોલગર્લ કરતાં પણ… ત્યાં ગયા પછી છ જ માસમાં અમારા ડિર્વોસ થઇ ગયા હતા. હું તારી પાસે આવું ધારીને પાછો ન આવ્યો કે તું તો સુખી હોઇશ ને? વાહ રે કિસ્મત! આપણે બંને એકબીજાને સુખી કરવા માટે જુદાં થયાં અને સુખી રાખવા માટે જુદાં રહ્યાં! નાહકની બબ્બે જુવાનીઓ સળગી ગઇ ને?’ બેવડા નિસાસાની આગ ઓરડામાં ફરી વળી.

(શીર્ષક પંકિત : અમૃત ‘ઘાયલ’..)

Views: 277

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Facestorys.com Admin on July 12, 2014 at 8:52pm

nice...

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service