ભેજા ફ્રાય – કૌશિક મહેતા

ચરબી, ઓબેસિટી ‘ને ઝીરો ફિગર

સ્ત્રીના જીવનમાં સૌથી વધુ એકસાઇટમેન્ટ કયું ? તમે પેલી જાહેરખબર જોઈ હશે કે , જેમાં એક સ્ત્રી બીજી સ્ત્રીની સાડી વધુ સફેદ હોવાના કારણે જલે છે? મેરી સાડી સે ઉસ કી સાડી જ્યાદા સફેદ કૈસે? આ વાતને જરા જુદી રીતે મુકીએ તો મોટાભાગની સ્ત્રી એવી ચર્ચા કરતી હોય છે કે મારા કરતા તો પેલી જાડી છે.....તમે જોજો કોઈ સ્ત્રીને તમે જાડી કહેશો એટલે એમનું મો બગડી જશે. અને એમાં ય કરીના કપૂરની ઝીરો ફિગરની ચર્ચા એટલી થઇ કે હવે કોઈ સ્ત્રી કે યુવતી જાડી થવા ઇચ્છતી નથી. અને હવે તો નરેન્દ્ર મોદીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે ગુજરાતની યુવતીઓ દૂધ પીવાની એની મમ્મીને ના પાડે છે,એને એના ફિગરની ચિંતા છે. વાત સાચી છે.બધાને કરીના કપૂર કે કેટરીના કેફ બનવું છે, દેખાવું છે.

જાડા લોકોની આમે ય કોઈ કીમત કરતુ નથી.અને છતાં ય દુનિયામાં જાડા લોકોની વસ્તી વધતી જાય છે.અમેરિકાને આ સમસ્યા સાથી વધુ સતાવે છે.ત્યાં એક સર્વે મુજબ ૪૨ ટકા લોકો જાડા છે.અને એમાંય ૩૪ ટકા તો વધુ પડતા જાડીયા છે. અને જાડીયાપણાના કારણે અનેક રોગ થાય છે.હાર્ટ એટેક આવે છે , બ્લડ પ્રેસર વધુ રહે છે.ગોઠણના દુખાવા થાય છે.ડાયાબીટીસ – ૨ થાય છે અને આના કારણે વર્ષે સારવાર પાછળ ૯૦ બિલિયન ડોલર તો માત્ર અમેરિકામાં ખર્ચાય છે. ભારતમાં પણ જાળીયા લોકો જોવા મળે છે પણ આ મુદે અમેરિકા કરતા આપણી હાલત સારી છે.ચાલો એકાદ બાબતે તો આપણે અમેરિકા કરતા માથું ઊંચું કરી શકીએ એવી સ્થિતિમાં તો છીએ!

ખબર નહિ આ જાડાપણું આવે છે ક્યાંથી?કોઈ કહે છે જીન્સમાં હોય છે.વંશ પરમ્પરાગત હોય છે. એમ તો એમ પણ કહેવાય છે કે જાડાપણું દરેકના મેટાબોલીઝમ પર આધારિત છે. એટલે કે વ્યક્તિ વ્યક્તિએ વાત જુદી જુદી લાગુ પડે છે. તમે જોતા શો કે ઘણા માણસો ખાતા બહુ હોય છે પણ એમનું શરીર એકવડિયું હોય છે.અને જાડા માણસો બિચારા ખાય છે ઓછું પણ છતાય એમનું શરીર વધતું જ રહે છે. કોઈ કહે છે ખાન પાન બદલાયા એટલે લોકોમાં ચરબી વધી છે.આજે રવિવાર હોય કે રજાના દિવસો લોકો ઘેર ખાતા જ નથી.હોટેલમાં ડાબે છે.અને ફાસ્ટ ફૂડ કે પછી જંક ફૂડ ખવાય છે.કહે છે કે આજના સુપર માર્કેટમાં ૮૦ ટકા ચીજ એવી હોય છે જે ૧૦૦ વર્ષ પહેલા હતી જ નહિ.

કારનો ઘણા છે અને ઉપાયો એના કરતા ય વધુ છે.અમેરિકામાં તો એમ કહેવ્બાય છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ હવે ઓબેસિટી સામે જ થવાનું છે.અરે! ફીડ યોર બ્રેઈન, લૂઝ યોર બેલીના લેખક લેરી મેક્લેરીએ તો એમ કહ્યું છે કે આ ગ્લોબલ વોર્મિંગ માટે જાડીયા લોકો જ જવાબદાર છે.ગુજરાત કુપોષણ માટે વગોવાય છે પણ અમેરિકા માટે કહેવાય છે કે ત્યાં લોકો કુપોષણના કારણે નથી મારતા એટલા તો વધુ પડતા ખાનપાનથી મરે છે.તો કોઈ કહે છે કે આ વોર ઓન ઓબેસિટી એ ડાયેટ કંપનીઓનું તૂત છે. વાત તો સાચી છે ડોક્ટર હવે બહુ બીવડાવે છે .કોઈ સામાન્ય દર્દ માટે દવા લેવા જઈએ એટલે તુરંત કહે કે ભાઈ શરીર ઘટાડો....અને ટીવી પર એડમાં પણ આવી જ શિખામણો અપાતી હોય છે.ડાયેટ વસ્તુ ખાવા માટે લોકો બહુ પૈસા ખર્ચે છે અને સરવાળે શરીર તો ઘટતું જ નથી.અને દર્દ કરતા દવા મોંઘી પડે છે.

ડોક્ટરો પાતળા થવા માટે જાતજાતની પદ્ધતિ સમજાવે છે.શરીર ઘટાડવા માટે ટેબ્લેટ આવે છે, ચા આવે છે અને બીજી કેટલીક દવા આવે છે પણ એનાથી કેત્લાનુઈ શરીર ઉતર્યું? કેટલાક સાધનો પણ બજારમાં મળે છે.એનાથી પણ ચરબી ઘટતી નથી. કસરતથી થાકી ગયા છો તો આ સાધન ઘરમાં વસાવો , રોજ દસ મીનીટ ફાળવો અને થઇ જાવ પાતળા.આવા દાવા કરનારા કદી સાચા ઠરતા નથી.અમ તો આયુર્વેદમાં પણ પાતળા થવા માટેના અનેક નુશખા છે.મેદોહર ગુગલથી શરીર ઉતરે છે પણ પરેજી બહુ પાડવી પડે છે.અને અહી જ બધા બસ ચુકી જાય છે.ડોકટર કે વૈદ્ય જે ના ખાવાનું કહે એ જ ખાવાનું મન થાય છે. એક સલાહ બધા આપે છે કે રોજ સવાર એચાલ્વા જાવ.એમાં વાંધો નથી પણ ચાલીને આવ્યા પછી કકડીને ભૂખ લાગે છે અને નાસ્તો કરતા હોય એનાથી વધુ ખવાઈ જાય છે અને પછી ગાડી આવી જાય છે ઠેરની ઠેર.

નેચરોપથીની પણ બોલબાલા છે.કોઈ કહે છે સવારમાં કોઈ અનાજ ના લેવું.સલાડ ખાવ કે પછી ફ્રુટ ખાવ. જમવામાં ખાતું અને મીઠું એ બંનેથી પરહેઝ રાખો.આ ના ખાવ તે ના ખાવ ...અરે ભલા માણસ તો પછી ખાવું શું? આ તેલ ના ખાવ અને પેલું જ તેલ ખાવ.દિવસમાં ત્રણ ચમચી જ તેલ ખાવ. ક્યારેક તો લાગે કે આ ડોક્ટરો આપણા ગયા જન્મના દુશ્મન તો નહિ હોય ને? લેખિકા ઓલિવિયા મૂને તો જાડીયાઓની ઠેકડી ઉડાડતા કહ્યું છે કે મારું ચાલે તો હું જાળીયા લોકો માટે મોટર ટ્રાન્સપોર્ટ જ બંધ કારાવી દઉં.અને ખાસ ફેટ ટનેલ બનાવું જેમાં જાળીયા લોકો ચાલીને જ જાય.આનાથી બે ફાયદા થશે.એક તો જાળીયા લોકોની ચરબી ઉતરશે અને બીજું ટનેલ બનાવવાના કારણે સેંકડો લોકોને રોજીરોટી મળશે.

જાડીયા લોકોની મજાક બહુ ઉડાવાય છે.ફિલ્મોમાં પણ જાડીયા લોકો હાસ્યને પાત્ર હોય છે. ઘણા કલાકારો જાડા હતા અને છે એના કારણે એમણે કોમેડી રોલ મળ્યા , મળતા રહે છે.અને આમે ય કહેવાય છે કે જાડીયા લોકો મજાકિયા હોય છે, એમની સેન્સ ઓફ હ્યુમર સારી હોય છે.પણ એ બિચારા બીજું કરી શું ય શકે? બહુ બહુ તો હસી શકે! જો કે હસવું અને હસાવવું એ સહેલું કામ નથી, બલકે અઘરું કામ છે.

એક વાત બહુ ખટકે છે, આ રાજકારણીઓને ચરબી બહુ ચઢી જાય છે છતાં એમણે એ નડતી કેમ નથી? બાહુબલીઓના કિસ્સામાં પણ એવું જ બને છે.એ ચરબી કઈક જુદા પ્રકારની હશે.ડોક્ટર કહે છે અમુક ચરબી ય શરીર માટે જરૂરી છે.એમ તો તમે જોજો સાધુઓ મોટાભાગે ભારે શરીરવાળા હશે,સંયમી જીવન છતાં ચરબી કેમ વધતી હશે? અમે એકબ્વાર લખેલું કે....ધર્મગુરુઓને એક ધાર્મિક પ્રશ્ન , તમારા પેટ આટલા મોટા કેમ? અને એક પંક્તિ એવી હતી કે રાજકારણીઓને એક રાજકીય પ્રશ્ન, તમારી ચામડી આટલી જાડી કેમ?

અને છેલ્લે વાંચકો માટે પાતળા થવાની સૌથી સહેલી ટીપ: વજન ઘટાળવા તમારે બસ આટલું જ કરવાનું છે.... પહેલા તમારે માથું ડાબી તરફ ફેરવવાનું.પછી જમણી તરફ ફેરવવાનું. આવું રોજ બે વાર કરો.તમે કહેશો કે શું આટલું કરવાથી શરીર ઉતરી જશે? એમ ઉતાવળા ના થાવ, પહેલા ટીપ પૂરી સાંભળી લોં.ઉપર મુજબની કસરત તમને જમવાની ઓફર થાય ત્યારે કરવાની છે!

દોઢ ડહાપણ : ભૂગોળના સરે પૂછ્યું:આયાત અને નિકાસનું એક ઉદાહરણ આપો.

નટુ બોલ્યો: સોનિયા અને સાનિયા 

 

Views: 310

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Anil Joshi on March 20, 2013 at 9:14pm

Kyaa baat ...

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service