Made in India
દેશના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને સામે પડકાર ઊભો કરનાર અરવિંદ કેજરીવાલ અને તેની આમ આદમી પાર્ટી પર એવો આક્ષેપ કર્યો છે કે તેને ચૂંટણી લડવા માટે વિદેશમાંથી ગેરકાયદે ફંડ મળ્યું છે, સરકારે તેના વિશે તપાસ હાથ ધરી છે. વેલ, કયો પક્ષ એવો છે જે દેશ-વિદેશમાંથી ફંડ નથી ઉઘરાવતો? ઇસ હમામ મેં બધા નિર્વસ્ત્ર જ છે. ફંડ વગર રાજકારણ શક્ય જ નથી. સાચો હિસાબ કોઇ આપતું નથી,કારણ કે મોટાભાગનું 'બે નંબરી' જ હોય છે. રાજકીય પક્ષો એટલે તો આરટીઆઇથી બચતા રહે છે.
ચૂંટણી ફંડનો ઇસ્યૂ અત્યારે વધુ એક વખત ચર્ચામાં છે. દેશના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ સરાજાહેર આક્ષેપ કરતાં કહ્યું કે આમ આદમીને પાર્ટીને વિદેશમાંથી ગેરકાયદે ફંડ મળે છે અને સરકાર તેની તપાસ કરવાની છે. અરવિંદ કેજરીવાલ અને તેની આમ આદમી પાર્ટી દેશમાં બીજે ક્યાંય ભલે કંઇ મોટું ગજુ કાઢી શકી ન હોય પણ એટલિસ્ટ દિલ્હીમાં તો તેણે કોંગ્રેસ અને ભાજપ માટે'થ્રેટ' ઊભી કરી છે.
દિલ્હી ઇલેકશન રિલેટેડ જે સર્વે આવી રહ્યા છે, એમાં એવું બહાર આવે છે કે આમ આદમી પાર્ટીને ઇગ્નોર કરવા જેવી નથી. ભલે એ ત્રીજા નંબરે આવે પણ સારી એવી બેઠકો આંચકી લેશે અને જો સ્થિતિ ત્રિશંકુ જેવી થઇ તો આમ આદમી પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી જશે. સર્વે સાચા જ પડે એવું જરૂરી નથી પણ જે રીતે અરવિંદ કેજરીવાલને મતદારોનો સાથ મળી રહ્યો છે એ જોઇને રાજકીય પક્ષો ચિંતામાં તો ચોક્કસપણે મૂકાયા જ છે. એટલું જ નહીં, આમ આદમી પાર્ટી કોના અને કેટલા મત કાપશે તેના હિસાબ-કિતાબ પણ થવા લાગ્યા છે. અરવિંદ કેજરીવાલ ધીમુ પણ ઝીણું કાંતે છે. એ વાત જુદી છે કે તેની સાથે પણ ઘણા વિવાદો અને સવાલો જોડાયેલા છે.
આમ આદમી પાર્ટીના જ રાકેશ અગ્રવાલે અરવિંદ કેજરીવાલ સામે આપખુદ નીતિરીતિનો આક્ષેપ કર્યો છે. અરવિંદ કેજરીવાલ બધુ જ પોતાના હાથમાં રાખે છે અને પોતાનુ ધાર્યું જ કરે છે. પક્ષમાં લોકશાહી પ્રક્રીયાથી કોઇ નિર્ણયો લેવાતા નથી એવું કહી તેણે અરવિંદ કેજરીવાલ સામે આંગળી ચીંધી છે. આમ અરવિંદ કેજરીવાલ સામે અંદરથી અને બહારથી બંને બાજુથી પડકારો ઊભા થવા લાગ્યા છે.
જ્યાં સુધી ફંડની વાતને લાગેવળગે છે ત્યાં સુધી તો અરવિંદ કેજરીવાલે સોય ઝાટકીને કહી દીધું છે કે, બધો જ હિસાબ અમારી વેબસાઇટ પર છે, જેને જોઇ લેવો હોય એ જોઇ લે. હા, અમને વિદેશમાંથી ફંડ મળ્યું છે પણ એમાં કંઇ ગેરકાયદે નથી! એક હિસાબ મુજબ આમઆદમી પાર્ટીને ૬૩ હજાર લોકો પાસેથી કુલ ૧૯ કરોડથી વધુ રકમ મળી છે. આમાંથી ૬.૨૦ કરોડ દેશમાંથી અને બાકીની રકમ વિદેશમાંથી મળી છે. હોંગકોંગ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સ્વીટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ આરબ અમીરાત અને સાઉદી અરબથી આમ આદમી પાર્ટીને ફંડ મળ્યું છે.
વેલ, કયો પક્ષ એવો છે જેને વિદેશમાંથી ફંડ નથી મળતું? બધા જ પક્ષો એકસરખા છે. અને હા, બહુ ઓછી રકમ કાયદેસર અને ચોપડે નોંધાયેલી હોય છે. રાજકીય પક્ષો અને ખમતીધર ઉમેદવારો પણ દેશ-વિદેશમાંથી ફંડ પેટે મોટી રકમ મેળવે છે. દેશમાં બ્લેક મની ફંડ તરીકે અપાય છે અને વિદેશથી હવાલા મારફતે રકમ મળે છે. જંગી ફંડ વગર ઇલેકશનના તોસ્તાન ખર્ચાઓ શક્ય જ નથી. તમે શું માનો છો? માત્ર એક જાહેરસભા યોજવા પાછળ કેટલો ખર્ચ થતો હશે? કરોડો રૂપિયા! ભવ્ય મંડપ, સ્ટેજ,કટઆઉટ, લોકોને જવા-આવવા માટે વાહનની સગવડથી માંડી બીજા ખર્ચાનો ટોટલ વધુ મોટો હોય છે. ઇલેકશન સમયે રાજકારણીઓ ટચૂકડાં વિમાન અને હેલિકોપ્ટરમાં ઊડાઊડ કરતા રહે છે. ઘણાં રાજકારણીઓ એવા છે જે પોતે ભ્રષ્ટાચાર નથી કરતાં પણ સારી ભાષામાં એવું કહી દે છે કે તમારે જે આપવું હોય એ પાર્ટી ફંડમાં આપી દેજો. પાર્ટી ફંડનો હિસાબ પણ ઉચ્ચક જ હોય છે. દરેક પક્ષ પાસે દેશ-વિદેશમાંથી નાણાં ઉઘરાવી લાવી તેવા એક્સપર્ટ લોકો પણ હોય છે. ભાજપના નેતા સ્વ.પ્રમોદ મહાજન એના માટે ખૂબ જ જાણીતા હતા. એક સમયે સમાજવાદી પાર્ટીના અમરસિંહની ગણના પણ એ જ રીતે થતી હતી. અમરસિંહને સમાજવાદી પાર્ટીએ હાંકી કાઢયા તેનું એક કારણ એ પણ બતાવાઇ રહ્યું છે કે એ ફંડ લાવવાની કિંમત માંગતા હતા.
ફંડના મુદ્દે ઊહાપોહ ચાલી રહ્યો છે ત્યારે જ એક પુસ્તકમાં છપાયેલી વિગતો પણ છાપરે ચડી છે. સીબીઆઇના ભૂતપૂર્વ વડા એ.પી. મુખરજીએ હમણાં જ એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. 'અનનોન ફેક્ટસ ઓફ રાજીવ ગાંધી, જ્યોતિ બસુ એન્ડ ઇન્દ્રજીત ગુપ્તા'નામના આ પુસ્તકમાં પાર્ટી ફંડ માટે પણ ચોંકાવનારી વિગતો છે. એ.પી.મુખરજીએ લખ્યું છે કે તેઓ જુન-૧૯૮૯માં સ્વ. રાજીવ ગાંધીને મળ્યા હતા. એ વખતે ચૂંટણી ફંડ વિશે ઘણી વાતો થઇ હતી. પુસ્તકમાં જે વિવાદાસ્પદ નોંધ છે એ એવી છે કે સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધી હથિયારોના કમિશનમાંથી મળેલી રકમ પાર્ટી ફંડમાં વાપરવાનું વિચારતા હતા!
ભાજપ સામે પણ પાર્ટી ફંડ મુદ્દે અનેક આક્ષેપો થતાં આવ્યા છે. ભાજપના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બાંગારૂ લક્ષ્મણ તો ભાજપની ઓફિસમાં જ રૂપિયા લેતા રંગેહાથ એક સ્ટીંગ ઓપરેશનમાં ઝડપાઇ ગયા હતા. કહેવાનો મતલબ એ છે કે કોઇ પક્ષ દૂધે ધોયેલો નથી.
હજુ થોડો સમય અગાઉ જ દેશના બધા રાજકીય પક્ષોને રાઇટ ટુ ઇન્ફર્મેશન હેઠળ લેવાનો મુદ્દો ચગ્યો હતો આરટીઆઇની આફત પોતાના ગળામાં આવી ન જાય એટલે જ બધા રાજકીય પક્ષો સાથે મળી ગયા હતા અને કાયદો બનવા દીધો ન હતો. જો રાજકીય પક્ષો આરટીઆઇ હેઠળ આવી જાય તો તરત જ લોકો પૂછે કે આ કાર્યક્રમનો ખર્ચ કેટલો થયો અને રૂપિયા ક્યાંથી આવ્યા?આવા પ્રશ્નનો જવાબ આપવો રાજકીય પક્ષો માટે ભારે પડી જાય એટલે બધાએ સાથે મળી કુલડીમાં ગોળ ભાંગી લીધો.
આપણે ત્યાં રાજકારણની વાત નીકળે ત્યારે એક વાત ચોક્કસપણે થાય છે કે સારા લોકો રાજકારણમાં આવતાં નથી. આવે ક્યાંથી? એની પાસે એટલા રૂપિયા તો હોવા જોઇએ ને કે એ ચૂંટણી લડી શકે. હવેના સમયમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણી પણ એટલી ખર્ચાળ થઇ ગઇ છે કે જેવા તેવાને તો પોસાય જ નહીં. ધારાસભા અને લોકસભા તો કરોડોનો ખેલ છે. ચૂંટણીમાં જે રીતે નાણાં ખર્ચાય છે એ જોઇને એવું જ લાગે કે આટલા બધા રૂપિયા આવતા ક્યાંથી હશે?
દેશના અર્થતંત્ર અંગે હમણાં થોડાક નિષ્ણાતો વાતો કરતા હતા એ જાણવા જેવી છે. તેઓનું કહેવું હતું કે ૨૦૧૪ પછી અર્થતંત્રને થોડો બુસ્ટ મળશે. કારણકે ઇલેકશનના નાણાં બજારમાં ઠલવાશે ને! જે લોકો ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે એ અત્યારથી જ નાણાં એકઠા કરવામાં લાગી ગયા છે.
ચૂંટણીમાં થતાં ખર્ચનો હિસાબ ચૂંટણી પંચને કાયદેસર રીતે આપવાનો હોય છે. આમ તો આ હિસાબ માત્ર દેખાડવા પૂરતો હોય છે. ચૂંટણી પંચે ખર્ચ માટે બાંધેલી રકમ તો ચણા-મમરા જેવી છે. લોકસભાની ચૂંટણી માટે જેટલી રકમ વાપરવાની હોય છે એટલામાં તો કોર્પોરેશની ચૂંટણી પણ લડી શકાય નહીં!
એક ઉમેદવારે તો એવું કહ્યું હતું કે અમુક ખર્ચ તો એવા હોય છે જેનો હિસાબ આપવો હોય તો પણ ન આપી શકાય. ચૂંટણીની આગલી રાતે ખાણી-પીણીની પાર્ટીઓ થતી રહે છે, એનો હિસાબ કેવી રીતે આપવો? ચૂંટણી હવે અમીરોનું જ કામ થઇ ગયું છે. આપણ દેશમાં ભ્રષ્ટાચારનું એક કારણ ચૂંટણીમાં થતો ખર્ચ પણ છે. જંગી ખર્ચ કરીને ચૂંટાઇ આવ્યા પછી એ રકમ કેવી રીતે વસૂલ કરવી તેના વેંતમાં જ બધા હોય છે. ખરેખર સેવા કરવા આવનારા નેતાઓ તો હવે દીવો લઇને શોધવા જતા પણ મળે એમ નથી! આવા સમયમાં ચૂંટણી ફંડના નામે વિવાદ સર્જી માત્ર 'નાટક' જ થાય છે, બાકી આ કોઠી એવી છે જેને ઉલેચવાથી માત્ર કાદવ જ નીકળવાનો છે!
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com