માણસ ખુદને વફાદાર બનતાં ક્યારે શીખશે? - શાંડિલ્યા

શું તેઓ ખુદ નહીં જાણતા હોય કે તે ખરેખર કેટલાં પાણીમાં છે! પોતાની ક્ષમતા અને ખરી લાયકાત કેટલી છે! પણ પોતાની ભીતરમાં વસતા પ્રામાણિક આત્માને તે ક્યારેય વફાદાર બની શકતા નથી. બે એકડા અગિયાર થતાં હોય ને લાભ મળતો હોય તો એક વત્તા એક બે શું કામ કરવાના...!

જો એવા સમયે તેને અહેસાસ થાય કે તે લોકોને દેખાડવા જે કાંઈ બોલ્યો કે વર્ત્યો તે ખોટું હતું અને ભૂલો સુધારવા તે તૈયાર થાય ત્યારે જાતને વફાદાર બન્યો ગણાય

ઘણી બધી સિદ્ધિઓ મેળવવામાં સફળ રહેલા માણસે એક નવીન કળા પણ વિકસાવી લીધી છે તે જાત છેતરામણીની કળા. આના માટે તેને માસ્ટર્સ ડિગ્રી પણ આપી શકાય તેમ છે.

બહારથી પ્રામાણિક, સંસ્કારી અને સત્યવાદી લાગતી વ્યક્તિના મનમાં પણ ચોર ભરાઈને બેઠો હોય છે જે તેની ઇચ્છા હોય કે નહીં સતત તેને કામચોર, આળસુ, જુઠાબોલો, અપ્રામાણિક, વ્યભિચારી બનાવવા તત્પર રહે છે.

વફાદાર શબ્દનો અર્થ કરીએ તો પોતાના માલિકને દગો ના કરે તેવો, કોઈનો વિશ્વાસઘાત ન કરે તેવો અને પોતાનું ભલું કરનાર પરત્વે કૃતજ્ઞાતા ધરાવતો હોય તેવો. અબોલ ગણાતા પ્રાણીઓ માટે વફાદાર શબ્દ શોભતો હશે, પણ માણસ જાત વફાદાર બનવામાં ક્યારેય રાજી નથી હોતી. ત્યાં સુધી કે તે તેના લાગતાં-વળગતાં ઉપરાંત ખુદ પોતાને પણ વફાદાર રહી શકતો નથી.

એનું કારણ કે તે સતત પોતાના લાભનું જ વિચારતો હોય છે. તેના માટે તે મનને છેતરવું પડે તોયે અચકાશે નહીં.

એક માણસ ચીજવસ્તુ લેવા દુકાનમાં જાય છે. બધું લેવાયા પછી દુકાનદાર હિસાબ કરે છે ત્યારે એક-બે વસ્તુની કિંમત લખવાનું તેના ધ્યાન બહાર જ રહી જાય છે. ગ્રાહક તે જોતો હતો. તે પૈસા આપીને ઝટ નીકળી જાય છે. તે ખુશ થયો કે દુકાનદારની સરતચૂકમાં મને ફાયદો થયો.

આમાં ભૂલ દુકાનદારની હતી. છેતરાયો તે હતો, પણ હકીકતમાં પેલો ગ્રાહક જ છેતરાયો ગણાય. દુકાનદાર તો એ બાબતથી અજાણ હતો, પણ પોતે તો જોતો અને જાણતો હતો! પણ તે સમયે તે ફોડ પાડીને કંઈ બોલ્યો નહીં, કેમ કે તેમાં તેને ફાયદો થતો હતો. તેણે પોતાની પ્રામાણિકતાને છેતરી હતી, મનને દગો દીધો હતો.

આ જ રીતે કોઈ વેપારી ગ્રાહકને જે-તે ચીજવસ્તુની નિયત કિંમત કરતાં વધારે ભાવ કહીને છેતરી લેતો હોય છે ત્યારે તે તો થોડાં વધુ રૂપિયા મેળવીને ગ્રાહકને નહીં, પણ ખોટું બોલીને છેવટે પોતાના મનનો જ દ્રોહ કરતો હોય છે.

નવાઈની વાત એ છે કે, આવા દરેક પ્રસંગે વ્યક્તિ પોતાને ગુનેગાર નથી સમજતો, કેમ કે ત્યાં તેને તેનો દંભ નડી જાય છે. તેની પાસે તેના બનાવ માટે દર વખતે બહાનાં તૈયાર હોય છે. જેમ કે એ દુકાનદારે માગ્યા તેટલા પૈસા તો મેં આપી દીધા છે. એણે વસ્તુ બરાબર ગણી નહીં તેમાં હું શું કરું?

વેપારી એવું બહાનું કાઢી શકે કે, અમે પણ કમાવા બેઠા છીએ. બે-પાંચ રૂપિયાનો તો અમારો નફો હોય છે તો એમાં ખોટું શું છે? જો કે આ બધી મન મનાવવાની વાતો હોય છે. તે ખુદ મનોમન તો સમજતો જ હોય છે કે દોષ મારો છે.

એક પુરુષ તેની પત્નીથી છૂપાવીને તેની પ્રેમિકા સાથે લગ્નેતર સંબંધ રાખતો હતો. તેના એક મિત્રએ તે વાતની જાણ થતાં મિત્રદાવે તેને ટોક્યો અને એવું ના કરવા સમજાવ્યો ત્યારે સંકોચ અનુભવવાના બદલે એ પુરુષે મિત્રને તેની પત્નીનો સ્વભાવ કેટલો કચકચિયો છે, તે પોતાને સરખો પ્રેમ નથી કરતી, તેની સંભાળ લેવામાં કેટલી બેદરકારી રાખે છે વગેરે કહીને સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ કર્યો. પેલો મિત્ર વાત માની પણ ગયો. ઉપરથી તારી જગ્યાએ હું હોઉં તો કદાચ આવું જ કરું એવું કહી નાખ્યું.

શું ખરેખર આવાં કારણ હોય તો લગ્નબાહ્ય સંબંધો યોગ્ય ગણાય? તે માણસ ખુદ જાણતો હતો કે તેની પત્ની ખરેખર એવી નહોતી. તેને બધી રીતે સાચવતી અને પ્રેમાળ પણ હતી, પણ માનવસ્વભાવ જ એવો રહ્યો છે કે, પોતાના કોઈપણ વર્તન-વાણીને સાચી ઠેરવવા તેની પાસે બહાનાં હાજર જ હોય છે. તે આવા બહાનાં અને દલીલોથી કદાચ સામેવાળાને બે ઘડી ભ્રમમાં નાખી શકશે,તેને છેતરી લીધાનો સંતોષ મળશે, પણ પોતાના માંહ્યલાને જવાબ આપી શકશે?

ખૂબ ઘમંડી અને દંભી માણસ બીમાર પડે છે. તે પોતાનો કક્કો કાયમ ખરો જ કરવા માટે જગમશહૂર હતો. તેના મિત્રો, સ્વજનો,પત્ની, સંતાનો એમ બધાં તેનાથી નારાજ રહે. બને તેટલું તેનાથી દૂર જ રહેતાં ટેવાઈ ગયેલા. બીમારી દરમિયાન પથારીમાં પડયા પડયા તે રોજ પોતાનો ભૂતકાળ વાગોળતો રહેતો અને તેમાં તેને અહેસાસ થયો કે પોતે કેટલું તોછડું વર્તન કરતો, અન્યોને અપમાનિત કરતો, પોતાનો જ સ્વાર્થ જોતો અને તે માટે કોઈનેય ગણકારતો નહીં. તેનો અંતરઆત્મા પસ્તાય છે. કેમ કે તે હમણાં સુધી એવું જ માનતો આવેલો કે બધાને દાબમાં અને ધાકમાં રાખવાથી જ મોટપ મળે. એ જાતછેતરામણી હતી.

તે તેના તોછડા વર્તન અને કડવી જીભના પ્રતાપે બધાથી દૂર થઈ ગયો હતો. તેનો અહેસાસ તેને હતો ખરો, પણ તે તેની મોભીપણાની માનસિકતા છોડવા તૈયાર નહોતો.

પછી મરણપથારીએ પડેલો એ માણસ સૌને ભેગા કરે છે. આંખમાં આંસુ સાથે બે હાથ જોડીને સૌની માફી માગે છે ત્યારે તેની પત્ની કહે છે : "તમે માત્ર તમારા જ રહેવાના મોહમાં અમારા કદી ના બની શક્યા. તમે અમારા તરફથી મળનારા સ્નેહ, માન અને ખરા આદરથી પણ વંચિત રહ્યા. તમે અમારા પ્રેમનો નહીં, તમારા હકનો જ દ્રોહ કર્યો છે. તમારા મનને ખોટા વિચારો થકી છેતર્યું છે. અમારા કરતાં વધારે તમે ગુમાવ્યું છે."

સતત મન સાથે તકરાર કરતો. અન્યના બહાને જાતને જ છેતરતો રહી આમ માનવી અંતે જિંદગી પૂરી કરી નાખતો હોય છે.

હાલમાં રાજકીય દોષારોપણની સિઝન પૂરબહારમાં ચાલી રહી છે. દરેક રાજનેતા પોતાને પ્રામાણિક, મહેનતુ અને સાચાબોલો સાબિત કરવા મનતોડ મચી પડે છે અને સામેની પાર્ટીના નેતાગણને કે રાજકીય હરીફને તે કેટલો ભ્રષ્ટ છે, ખરાબ છે અને જે-તે પદ કે ખુરશીને લાયક તો જરા પણ નથી તેવા પ્રચારમાં કાદવ લઈને મચી પડતાં જોવાય છે.

બેઉ તરફે એ વાત જાણતાં હોય છે કે, આ માત્ર એકમેકને નીચા દેખાડવા, જનતાને મૂર્ખ બનાવવાની જ કવાયત છે. જે છે તે બધું સાફ છે, કશુંયે છૂપું નથી. છતાં 'ભોળી અને અજ્ઞાની' હોય તેથી પ્રજાને ઘણા અંશે છેતરી શકવા તેઓ સામ-દામ વાપરે છે.

શું તેઓ ખુદ નહીં જાણતા હોય કે તે ખરેખર કેટલાં પાણીમાં છે! પોતાની ક્ષમતા અને ખરી લાયકાત કેટલી છે! પણ પોતાની ભીતરમાં વસતા પ્રામાણિક આત્માને તે ક્યારેય વફાદાર બની શકતા નથી. બે એકડા અગિયાર થતાં હોય ને લાભ મળતો હોય તો એક વત્તા એક બે શું કામ કરવાના! દરેક માણસ અનેક બહાને પોતાની જાતને છેતરે છે, દગો આપે છે. જ્યારે તે જુઠું બોલે છે,સાચું જાણતો હોવા છતાં અકળ કારણોસર મૌન રહે છે અથવા ખોટું બોલીને લાભ મેળવી લે છે. જ્યારે તે ફક્ત પોતાના અહંને પંપાળવામાં ભવિષ્યનો વિચાર નથી કરતો તે જાતને છેતરે છે. તે હમણાં જે કરી રહ્યો છે તેનાથી તેનું ભાવિ બગડી શકે છે તે જાણવા છતાં તે અભિમાનપૂર્વક વર્તીને બાજી બગાડી નાખે છે.

માણસની ખરી પરખ તેના એકાંતમાં થતી હોય છે. કોઈ ના જુએ ત્યારે માણસ જે કંઈ કરે તે તેનું અસલી ચરિત્ર હોય, કેમ કે એકાંતમાં તે બધાં મહોરાં, બધાં બહાનાં બાજુએ મૂકીને વર્તતો, વિચારતો હોય છે. જો એવા સમયે તેને અહેસાસ થાય કે તે લોકોને દેખાડવા જે કાંઈ બોલ્યો કે વર્ત્યો તે ખોટું હતું અને ભૂલો સુધારવા તે તૈયાર થાય ત્યારે જાતને વફાદાર બન્યો ગણાય.

ઓફિસમાં કામ કરતી એક વ્યક્તિ સતત પોતાને પ્રામાણિક અને સાચાબોલો સાબિત કરવા મથતી. તેના બોસે તેની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેને કેબિનમાં બોલાવ્યો. તે ગયો, પણ ત્યાં કોઈ નહોતું. માત્ર એક સાઈડના ટેબલ પર રૂપિયાની થપ્પી પડી હતી. પેલા માણસે તે લઈને ઝટ ખિસ્સામાં મૂકી દીધી અને ચૂપચાપ પોતાની જગ્યાએ જઈને બેસી ગયો, મનોમન હરખાતો રહ્યો.સાંજે બોસે તેને કેબિનમાં બોલાવ્યો. તે હંમેશ મુજબ સ્ટાફની બૂરાઈઓ કરવા લાગ્યો. પોતે બીજાથી ચડિયાતો છે તેમ કહી પ્રમોશનની માગણી પણ કરી નાખી.

બોસે હસીને તેને એક વીડિયો દેખાડયો, જેમાં તે પેલી રૂપિયાની થપ્પી ઉપાડીને ખિસ્સામાં મૂકતો હતો. તે માફી માગવા લાગ્યો. એકાંતમાં માણસની ભીતરનો અસલી ચહેરો બહાર આવતો હોય છે જેનાથી બચવું અઘરું હોય છે.

ડોક્ટર કે ડાયેટિશિયને કશુંક ખાવાની સાફ મનાઈ કરી હોય ત્યારે દર્દી તેમની ગેરહાજરીમાં બે બુકડા મારી લે તો એવું કરીને તે ડોક્ટરને નથી છેતરતો, પણ પોતાના જ મનને અને શરીરને છેતરી રહ્યો હોય છે. તે દ્વારા પોતાના આત્માને દગો આપી રહ્યો હોય છે. કાશ, માણસ આવી નાદાન કોશિશો છોડીને માણસાઈપૂર્વક જીવતા શીખે! કોઈને, કોઈપણ બહાને છેતરવાનું છોડીને જાત પ્રત્યે પણ વફાદાર રહીને જીવતાં શીખે....!

 

Views: 132

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service