Made in India
મારી વાત -15
"પ્રેમરોગ થી પ્રેમયોગ સુધી "
સંસાર રૂપી મહાસાગરમાં માનવ મનના પડેલા અદ્ભુત રત્નો માં પ્રેમ નામે જાદુઈ તત્વ પડેલું છે. પ્રેમને ક્યારેય શબ્દોમાં વર્ણન કરી ન શકાય બસ અનુભવી જ શકાય. યુવાનીમાં વિજાતીય પાત્રોને થતો પ્રેમ, માતાનો બાળકને પ્રેમ,પિતા પુત્ર કે ભાઈ -બહેન ના પ્રેમના આદર્શ છે.
પ્રેમ એટલે સમર્પણ, પ્રેમ એટલે સત્ય અને પ્રેમ એટલે અનપેક્ષિત ચાહના.પ્રેમ માનવ જીવનને અદ્ભુત આનંદ આપનારી કળા છે.
તમે કોઈ પાત્રને દિલોજાનથી ચાહો તો તેમનું સન્માન કરવાની સાથે મર્યાદા અને સમર્પણની ભાવના રાખવી. પ્રેમમાં કઈ લેવાનું હોય નહિ બસ નિસ્વાર્થ ભાવે આપતા જ રહેવું. એવું કહેવાય છે કે પ્રેમ માં પડ્યા પછી આસપાસની દુનિયા રંગીન બની જાય છે.
તમારો પ્રેમ સામેની વ્યક્તિ માટે બોજ ન બને તેનો ખ્યાલ રાખવો, પ્રેમ બંધન નહિ પણ મુક્તિ આપે છે. પ્રેમ એટલે સામે ની વ્યક્તિને સમજવાની કળા.
જીવનમાં જે ચાહીએ તે પામી ન પણ શકીએ તેવું પણ બને તેમ છતાં સામેની વ્યક્તિ ને ખુશી ખાતર સમય અને સંજોગો અનુસાર રસ્તો કરી આપવો એ પ્રેમનું સાચું સન્માન છે
માનવ માનવ ને પ્રેમ કરે એ સારી વાત છે પણ માનવ પ્રભુને પ્રેમ કરતા શીખી જાય તો એ ભક્તિ બની જાય. ભક્તનો ભગવાન પ્રત્યેનો પ્રેમ એક અહ્લાદક અનુભૂતિ છે.વ્રજની ગોપીઓનો કૃષ્ણ ને ચાહવું, રાધાજીનો સમર્પિત પ્રેમ અને મીરાંબાઈ નો કૃષ્ણ ભક્તિ રૂપી પ્રેમ અંતરને આનંદ આપનારા છે.
પ્રેમ નામના અમૃતરસને શ્રધ્ધા, ભક્તિ અને સમર્પણના ભાવથી પામી જનારનું જીવન ધન્ય છે.
ટહુકો : સંસાર રૂપી સમુદ્રનું મંથન કરતા પ્રેમ રસને
પામવાનો અવસર ગુમાવનાર નો ફેરો ફોગટ છે.
કેતન મોટલા "રઘુવંશી"
લખ્યા તા. 30/04/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com