અંધારું અંધારે બાંધી
અજવાળે અજવાળું,
ચાલ ખોલીએ કૂંચી લઈને
વાદળ નામે તાળું,
તાળું ખોલી ધીમું બોલી ઝરમર ઝરમર થઈએ,
મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો…
Made in India
એક વ્યક્તિ ક્યારેય એક જ જગ્યાએ આખી જિંદગી વિતાવી દેતી નથી. દરેક વ્યક્તિ પ્રવાસી છે. શબ્દનું પણ આવું જ છે. શબ્દ પ્રવાસી છે. અર્થનો પ્રવાસી. અર્થના રસ્તા પર એ પ્રવાસ કરે છે. અર્થ શબ્દમાં રંગોળી પૂરે છે. અર્થ એ શબ્દોનું રૃપ છે, શબ્દોની શોભા છે. અર્થ શબ્દને રૃપ આપે છે, આકાર આપે છે, ગંધ આપે છે, ઓળખ આપે છે. શબ્દ અર્થના પ્રવાસે નીકળતો હોય છે.
શબ્દોને વસ્ત્રો હોય છે. તે અર્થનાં જુદાં જુદાં વસ્ત્ર પહરે છે. કોઈ પણ શબ્દને ક્યારેય એક જ અર્થના વાઘા ન પહેરાવી શકાય. આપણે આખી જિંદગી એક જ કપડાં…
ContinueAdded by Anil Chavda on December 6, 2013 at 10:55am — No Comments
(પુસ્તકનું નામ : સવાર લઈને,
પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ)
સવાર લઈને
સંપાદકોના મોટા ચાળણામાંથી સામયિકોમાં વેરાતી ગઝલો અને છાશવારે ફૂટી નીકળતાં ગઝલનાં ગ્રંથ-પ્રકાશનોએ ગુજરાતી સાહિત્યમાં એવી ઊબ પેદા કરી છે કે એક સામયિકને જાહેર કરવું પડ્યું કે ‘ગઝલ પાઠવશો નહીં.’ હમણાં હમણાં એક સાથે ઘણા ગઝલસંગ્રહોમાંથી પસાર થવાનું બન્યું ત્યારે એમ લાગ્યું કે જાણે કોઈ ભયંકર કંટાળાના દુઃસ્વપ્નમાંથી પસાર થઈ રહ્યા છીએ. ઉર્દૂ ગઝલમાં પણ એવા તબક્કા આવ્યા છે કે કલીમુદ્દીન અહમદ જેવાએ…
ContinueAdded by Anil Chavda on November 11, 2013 at 2:44pm — No Comments
use your syahમાત્ર દોઢ-બે મહિનામાં જ 'એક હતી વાર્તા' પુસ્તકની બધી જ નકલો ખલાસ થઈ ગઈ.
આ પુસ્તકને ટૂંક સમયમાં પુનઃમુદ્રિત કરાવવા બદલ ગુજરાતી વાચકોનો દિલથી આભાર...
આ જ પુસ્તકની એક સાવ ટચુકડી-નાનકડી માત્ર એક મિનિટમાં વંચાઈ જતી વાર્તા... આશા છે આપને ગમશે...
મિટિંગ
http://www.anilchavda.com/archives/1241ee here...
Added by Anil Chavda on August 8, 2013 at 5:10pm — No Comments
અંધારું અંધારે બાંધી
અજવાળે અજવાળું,
ચાલ ખોલીએ કૂંચી લઈને
વાદળ નામે તાળું,
તાળું ખોલી ધીમું બોલી ઝરમર ઝરમર થઈએ,
મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો…
Added by Anil Chavda on July 5, 2013 at 11:30am — 1 Comment
જીવન નામનો એક શેરડીનો સાંઠો એક ખેતરમાં રહેતો હતો. તેની સાથે બીજા પણ અનેક સાંઠાઓ રહેતા હતા. બધા માણસો રોજ શેરડીના સાંઠા ખાવા આ ખેતરમાં આવતા હતા. ક્યારેક જુદાં જુદાં પ્રાણીઓ પણ આ શેરડીના ખેતરમાં સાંઠા ખાવા આવી ચડતાં.
શેરડીના સાંઠાઓ ખૂબ જ રસદાર અને સ્વાદિષ્ટ હતા. બધાને આ સાંઠાઓ ખાવાની ખૂબ જ મજા આવતી, પણ એક તકલીફ પડતી. માંડ મજા આવતી ત્યાં વચ્ચે ગાંઠ આવી જતી. ગાંઠમાં સ્વાદ કંઈ ના મળતો ને ઊલટાની મહેનત વધારે પડતી. એટલે જ્યારે પણ સાંઠો ખાવામાં વચ્ચે ગાંઠ આવતી ત્યારે ખાનાર વ્યક્તિ શેરડીના…
ContinueAdded by Anil Chavda on June 17, 2013 at 6:15pm — 4 Comments
1.
મૃત્યુ
આપણને દરરોજ
તમાકુની જેમ
ધીમે ધીમે ચાવીને થૂંકી રહ્યું છે
એક દિવસ
એ આપણો
સંપૂર્ણપણે કોગળો કરી નાખશે.
2.
એક દિવસ
મૃત્યુ નામે એક અદૃશ્ય પંખી આવશે
આપણને એની તીક્ષ્ણ
અને ધારદાર ચાંચ વડે
ખોતરી કાઢશે
સમયના શરીરમાંથી
મરેલ પશુની આંખ ખોતરતા કાગડાની જેમ!
3.
એનાં લગ્ન થયાં હશે?
કોની સાથે?
કોઈ બાળક હશે…
Added by Anil Chavda on June 5, 2013 at 5:02pm — No Comments
http://www.anilchavda.com/archives/1032
મૃત્યુ (ત્રણ લઘુકાવ્યો)
1.
મૃત્યુ
આપણને દરરોજ
તમાકુની જેમ
ધીમે ધીમે ચાવીને થૂંકી રહ્યું છે
એક દિવસ
એ આપણો
સંપૂર્ણપણે કોગળો કરી નાખશે.
2.
એક દિવસ
મૃત્યુ નામે એક અદૃશ્ય પંખી આવશે
આપણને એની તીક્ષ્ણ
અને ધારદાર ચાંચ વડે
ખોતરી કાઢશે
સમયના શરીરમાંથી
મરેલ પશુની આંખ ખોતરતા કાગડાની જેમ!
3.
એનાં લગ્ન થયાં હશે?
કોની…
Added by Anil Chavda on June 3, 2013 at 2:13pm — 4 Comments
ખૂબ જાળવી તોય હાથથી છૂટી ગઈ રે લોલ,
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.
કઈ રીતે એ ફૂટી ગઈ
સૌ ચરચો ચરચો ચરચોજી,
કાચ તૂટતી વેરાઈ કંઈ
કરચો કરચો કરચોજી
કરચો વીણવામાં જ જિંદગી ખૂટી ગઈ રે લોલ;
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.
મનની આ અભરાઈ ખૂબ જ
ઊંચી ઊંચી ઊંચીજી,
અને અમે સંતાડી રાખી
કૂંચી કૂંચી કૂંચીજી
તોય કઈ ટોળી આવીને લૂટી ગઈ રે…
Added by Anil Chavda on May 9, 2013 at 4:10pm — No Comments
ખૂબ જાળવી તોય હાથથી છૂટી ગઈ રે લોલ,
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.
કઈ રીતે એ ફૂટી ગઈ
સૌ ચરચો ચરચો ચરચોજી,
કાચ તૂટતી વેરાઈ કંઈ
કરચો કરચો કરચોજી
કરચો વીણવામાં જ જિંદગી ખૂટી ગઈ રે લોલ;
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.
મનની આ અભરાઈ ખૂબ જ
ઊંચી ઊંચી ઊંચીજી,
અને અમે સંતાડી રાખી
કૂંચી કૂંચી કૂંચીજી
તોય કઈ ટોળી આવીને લૂટી ગઈ રે લોલ?
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.
- અનિલ ચાવડા…
ContinueAdded by Anil Chavda on May 7, 2013 at 1:19pm — 3 Comments
ધ્રુસકે ધ્રુસકે વૃક્ષ આપણી જેમ રડે? હેં મા?
ઊભા ઊભા ખાલી એને ચડે થડે? હેં મા?
હદથી ઝાઝી ક્યાંય વગાડે કા’ન વાંસળી,
એને પણ દાદાની માફક શ્વાસ ચડે? હેં મા?
દૂર આભમાં ધડબડ ધડબડ શું ગાજે છે?
મારી જેમ જ પ્રભુ સ્વર્ગમાં રમે દડે? હેં મા?
કાલ ‘પરી’ને સો રૂપિયાની નોટ જડી’તી,
એમ મને પણ સપનાંઓની બેગ જડે? હેં મા?
તેં કીધું’તું ત્રણ પગલે ત્રણ લોક સમાવ્યા,
હું…
Added by Anil Chavda on May 2, 2013 at 12:21pm — 2 Comments
પ્રિય મિત્રો
Added by Anil Chavda on April 26, 2013 at 11:17pm — No Comments
ઘડી ગોદમાં લે, ઘડી ગાલ ચૂમે;
ઘડી કાંખમાં લઈને ચોપાસ ઘૂમે.
ઘડી ડાળ પરનું એ પંખી બતાવે,
ઘડી મારી સાથે એ હળવેથી ઝૂમે.
ગયા વર્ષ વીતી ને થઈ હુંયે માતા,
હૃદયમાં ઉગાડી કળી જેમ શાતા,
ઘડી ગોદમાં લઉં, ઘડી ગાલ ચૂમું;
પરી કેવી સુંદર દિધી તે વિધાતા.
ફરી વર્ષ વીત્યાં થઈ પુત્રી મોટી,
ફરી આંગણામાંથી શરણાઈ દોટી.
ફરી કોઈ આવ્યું છે ટહુકાને લેવા,
ફરી ઘરની સઘળી…
Added by Anil Chavda on April 14, 2013 at 8:32pm — No Comments
પ્રિય મિત્રો,
તારીખ : 15-2-2013ના રોજ મારાં 3 પુસ્તકોનું વિમોચન એચ.કે. આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ યોજાઈ ગયું.
આ પ્રસંગની થોડી છબીમય લાગણીઓ આપની સાથે વહેંચવા માગું છું.…
Added by Anil Chavda on April 14, 2013 at 2:18am — 2 Comments
તારીખ : 15-2-2013ના રોજ મારાં 3 પુસ્તકોનું વિમોચન એચ.કે. આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ યોજાઈ ગયું.
આ પ્રસંગની થોડી છબીમય લાગણીઓ આપની સાથે વહેંચવા માગું છું.…
Added by Anil Chavda on April 12, 2013 at 6:50pm — 1 Comment
ઘડી ગોદમાં લે, ઘડી ગાલ ચૂમે;
ઘડી કાંખમાં લઈને ચોપાસ ઘૂમે.
ઘડી ડાળ પરનું એ પંખી બતાવે,
ઘડી મારી સાથે એ હળવેથી ઝૂમે.
ગયા વર્ષ વીતી ને થઈ હુંયે માતા,
હૃદયમાં ઉગાડી કળી જેમ શાતા,
ઘડી ગોદમાં લઉં, ઘડી ગાલ ચૂમું;
પરી કેવી સુંદર દિધી તે વિધાતા.
ફરી વર્ષ વીત્યાં થઈ પુત્રી મોટી,
ફરી આંગણામાંથી શરણાઈ દોટી.
ફરી કોઈ આવ્યું છે ટહુકાને લેવા,
ફરી ઘરની સઘળી મહેકને વળોટી.
પધારી છે પુત્રી નવું પુષ્પ લઈને,
ઘડી ગોદમાં લે, ઘડી ગાલ ચૂમે.
- અનિલ…
ContinueAdded by Anil Chavda on April 4, 2013 at 8:29pm — 1 Comment
અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે,
અને એમની આંખે જોયું એમાં પણ રંગોળી છે…
હું મઘમઘતો કેસૂડો એ ખળખળ વહેતું પાણી,
એકમેકમાં ભળી જઈને કરીએ ખૂબ ઉજાણી…
અને ઉજાણી કરવા આવી રંગોની કૈં ટોળી છે,
અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે…
યુગોયુગોથી સપનાંઓ પણ હતાં બ્લેક ને વ્હાઇટ,
રંગ તમારો ભળ્યો શ્વાસમાં થયું બધુંયે રાઇટ.
અડ્યા તમે તો લાગ્યું ઇચ્છા કેસર અંદર બોળી છે,
અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે…
- અનિલ ચાવડા
Added by Anil Chavda on March 29, 2013 at 3:24pm — No Comments
જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.
માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.
હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.
~ અનીલ ચાવડા
Added by Anil Chavda on March 19, 2013 at 6:31pm — 1 Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service