Made in India
જીવન નામનો એક શેરડીનો સાંઠો એક ખેતરમાં રહેતો હતો. તેની સાથે બીજા પણ અનેક સાંઠાઓ રહેતા હતા. બધા માણસો રોજ શેરડીના સાંઠા ખાવા આ ખેતરમાં આવતા હતા. ક્યારેક જુદાં જુદાં પ્રાણીઓ પણ આ શેરડીના ખેતરમાં સાંઠા ખાવા આવી ચડતાં.
શેરડીના સાંઠાઓ ખૂબ જ રસદાર અને સ્વાદિષ્ટ હતા. બધાને આ સાંઠાઓ ખાવાની ખૂબ જ મજા આવતી, પણ એક તકલીફ પડતી. માંડ મજા આવતી ત્યાં વચ્ચે ગાંઠ આવી જતી. ગાંઠમાં સ્વાદ કંઈ ના મળતો ને ઊલટાની મહેનત વધારે પડતી. એટલે જ્યારે પણ સાંઠો ખાવામાં વચ્ચે ગાંઠ આવતી ત્યારે ખાનાર વ્યક્તિ શેરડીના સાંઠાને ભાંડવા લાગતી. આનાથી શેરડીના સાંઠાને ખૂબ જ દુ:ખ થતું.
એક દિવસ એણે ખેતરને કહ્યું- “તમે મને ગાંઠ વગરનો ઉગાડો, તો કંઈ તકલીફ જ ના પડે. લોકોને ખાવાની પણ મજા આવે અને મારો દેખાવ પણ સુંદર અને સીધો-સપાટ લાગે.”
ખેતરે તેને તે પ્રમાણે ન કરવા મનાવ્યો, પણ શેરડીનો સાંઠો ખૂબ જ જીદે ચડ્યો હતો. આખરે ખેતરે તે પ્રમાણે કર્યું. પછી જે કંઈ નવા સાંઠા ઊગ્યા તે બધા જ કોઈ પણ ગાંઠ વિનાના સીધા સપાટ ઊગ્યા. આનાથી શેરડીનો સાંઠો તો રાજીનો રેડ થઈ ગયો; પણ આનાથી વળી એક તકલીફ એવી થઈ કે શેરડીનો સાંઠો ઊભો ન રહી શકતો. થોડો ઊંચો થતો કે તરત જ તે નીચે ઢળી પડતો. આથી નીચેની પાણીવાળી જમીન અડવાને લીધે તે ઝડપથી ખરાબ થઈ જતો અને સડી પણ જતો. વળી અગાઉની જેમ એક ચીરમાં જીવાત આવતી તે બીજી ચીર સુધી પહોંચે ત્યાં ગાંઠ આવી જતી. આથી તે રોગ આગળ વધતો નહીં, પણ હવે તો એક જગ્યાએ જીવાત પડતી તો આખો સાંઠો જ બગડી જતો.
શેરડીના સાંઠા સંપૂર્ણપણે મોટા થતા થતા તો સાવ સડી જતા. ધીરે ધીરે શેરડીના સાંઠાને ખાવા આવનારા પણ સાવ ઓછા થઈ ગયા. શેરડીમાં રોગચાળો પણ વધવા લાગ્યો. આથી વળી શેરડીના સાંઠાએ ખેતરને વિનંતી કરી કે પ્લીઝ, મને હતો એવો ને એવો ઉગાડો.
ખેતરે કહ્યું, “મેં તને પહેલાં જ કહ્યું હતું, જીવનમાં માત્ર બધું સીધું, સપાટ અને સરળ જ રહે તે જરૂરી નથી, અમુક ગાંઠો કે માઠા પ્રસંગો પણ જરૂરી છે, જીવન ટકાવવા માટે.”
- અનિલ ચાવડા
http://www.anilchavda.com/archives/1044
‘’એક હતી વાર્તા’’માંથી
કિંમત : ૧૨૫/- રૂ.
પ્રકશક : નવભારત સહિત્ય મંદિર
૨૦૨, પેલિકન હાઉસ, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના કમ્પાઉંડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
ફોન : (૦૭૯) ૨૬૫૮૩૭૮૭, ૨૬૫૮૦૩૬૫
Comment
Beautiful description the way of writing and explaining was amazing. Truely magnificient got to learn many things from this article thank you very much for sharing this
Thank You
Syahee.com
Thank You
Tejal Nanavati Solanki
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com