Kaajal Oza Vaidya's Blog (7)

ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધહજીયે જતી નથી !લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબનીકચડાયેલી પાંદડીના ડાઘ !ચોળી ચોળીને નાહ્યા છતાંસતત વીંતળાયેલા એ સર્પીલાસ્પર્શની ધ્રુજારી ઘટતી નથી !લીલા સાપ સરકવા માંડે…

ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધ

હજીયે જતી નથી !

લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબની

કચડાયેલી પાંદડીના ડાઘ !



ચોળી ચોળીને નાહ્યા છતાં

સતત વીંતળાયેલા એ સર્પીલા

સ્પર્શની ધ્રુજારી ઘટતી નથી !



લીલા સાપ સરકવા માંડે છે

મારાં સ્તનોની વચ્ચે ગમે ત્યારે !



લાલ રંગને જોઈને ઊબકા આવે છે

અને, લગ્નના ઢોલ

સીધા મારી છાતી…

Continue

Added by Kaajal Oza Vaidya on November 27, 2013 at 6:33pm — 1 Comment

આથમતી સાંજે એક જૂની ખાતાવહી લાગી હાથ. એકલતાનો હિસાબ કાઢતાં મળ્યાં ફેરા સાત. સંબંધો બધા જ ઉધાર, જમા માત્ર ઉઝરડા ! આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ ને, વાયદા બધા માંડી વાળેલા, સપનાં વિશે વિગત નથી ખાસ. આટલું જ…

આથમતી સાંજે

એક

જૂની ખાતાવહી લાગી હાથ.

એકલતાનો હિસાબ

કાઢતાં મળ્યાં ફેરા સાત.



સંબંધો બધા જ ઉધાર,

જમા માત્ર ઉઝરડા !

આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ

ને,

વાયદા બધા માંડી વાળેલા,

સપનાં વિશે વિગત નથી ખાસ.

આટલું જોયું માંડ,

ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ.



ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા,…

Continue

Added by Kaajal Oza Vaidya on November 22, 2013 at 10:30pm — 6 Comments

મૈંને જઝબાત નિભાયે હૈં, ઉસૂલોં કી જગહ...

મહાભારતના શાંતનુથી લઇને ગઇ કાલે સાંજે કરવામાં આવેલા નાનકડા સમાધાન સુધી દરેક માણસે પોતાની ઇચ્છા, આકાંક્ષા, ઝંખના અને સિદ્ધાંતને બાજુએ મૂકીને હૃદયની વાત સાંભળી છે ત્યારે અંતે એને એ મળ્યું છે જેની અપેક્ષા લગભગ છોડી દીધી હોય મરણિયા થઇને પ્રયાસ કરનારા લોકો ખોટા છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ ક્યારેક વહેતા પ્રવાહમાં હાથ-પગ હલાવ્યા વિના પડયા રહેવાથી એ પ્રવાહ આપણને મંઝિલે પહોંચાડી દે એવું પણ બને છે. નરસિંહ મહેતા, મીરાં, કબીર કે જેસલ-તોરલના દાખલામાં…

Continue

Added by Kaajal Oza Vaidya on November 18, 2013 at 2:26pm — 1 Comment

બધાંય દોડે છે અહીં, તુંય દોડ ઉંદરડા! (Part 1)

- આપણું મન બરડ બની ગયું છે - નાના એવા ધક્કાથી પણ તૂટી જાય એવું. આની પાછળ જવાબદાર છે, સતત દોડતાં રહેવા અને જીતતા રહેવા માટેની હરીફાઇનો સ્ટ્રેસ.

- કોઇ પણ ભોગે જીતવા માટે સતત દોડતા લોકો ઉંદરડા જેવા બની જાય છે. તેઓ ભૂલી જાય છે કે પોતે કેમ દોડી રહ્યાં છે?



૧૯ વર્ષની એક છોકરી કાઉન્સેલરની સામે બેઠી છે. એણે ત્રીજી વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નેટ પર આવેલી સ્યુસાઇડની વેબસાઇટ એ સતત ફંફોસ્યા કરે છે. ઊંઘની ગોળીઓ અને બ્લેડ એના રૂમમાં સતત એના…

Continue

Added by Kaajal Oza Vaidya on October 17, 2013 at 10:07pm — 3 Comments

બેઝિક... પાયાનું... અને જમીન સાથે જોડાયેલું

- બાળકને નાનપણથી જ શીખવવામાં આવે છે કે 'જેવાં હોઇએ તેવાં નહીં દેખાવાનું.’ પોતાની નહીં, બીજાની ઇચ્છાનુસાર જીવવું

- આજે લોકો વાતવાતમાં બેઇમાની, અપ્રામાણિકતા આચરતા અને બીજા સાથે ગમે એ રીતે વર્તે છે, ત્યારે સરળતાથી, સહજતાથી વર્તતાં સફળ માણસોને મળીએ તો ખ્યાલ આવે કે તેઓ આટલા સફળ કેમ છે?



થો ડા વખત પહેલાં વિદાય લઇ રહેલા મેયરને ત્યાં નાનકડી પાર્ટી હતી. સાહિ‌ત્યકારો એકઠા થયા હતા. સૌએ પોતાનો પરિચય આપવાનો હતો. રઘુવીર ચૌધરીએ પોતાના પરિચયમાં એક જ…

Continue

Added by Kaajal Oza Vaidya on September 21, 2013 at 6:23pm — 1 Comment

પ્રત્યેક ક્ષણ લાગ્યા કરે, તું જઈશ કે જાય છે,હું નિઃશબ્દ આમ જ તને બસ આંખથી રોક્યા કરું.તું વજનદાર મૌનના ખડક નીચે દબાયેલો -હું તને ઉગારવા સતત કંઈને કંઈ બોલ્યા કરું.ઈંટ-પથ્થરના મકાનોમાં તને વસવું ગમે,રે…

પ્રત્યેક ક્ષણ લાગ્યા કરે, તું જઈશ કે જાય છે,
હું નિઃશબ્દ આમ જ તને બસ આંખથી રોક્યા કરું.

તું વજનદાર મૌનના ખડક નીચે દબાયેલો -
હું તને ઉગારવા સતત કંઈને કંઈ બોલ્યા કરું.

ઈંટ-પથ્થરના મકાનોમાં તને વસવું ગમે,
રેતીના હું,ઘર- પછી ઘર ચણતી રહું…તોડ્યા કરું

કેટલી સદીઓ સુધી હજી પ્રતિક્ષામાં રહું !
આ જ પ્રશ્ન કેટલી સદીઓ સુધી પૂછ્યા કરું ?

- કાજલ ઓઝા-વૈદ્ય

Continue

Added by Kaajal Oza Vaidya on September 3, 2013 at 9:58pm — 2 Comments

અંગત અંગત..

લીટા બધા લૂછી નાખું.
કોરો કડકડતો કાગળ લઈએ,
એક-બીજાની સાથે રહીને,
નવી જ કોઈ રચના કરીએ.

તૂટેલા-ફૂટેલા ટુકડા,
કોઈક કાળા-કોઈક ઊજળા
એક પેટીમાં મૂકી દઈને
ઊંડી ઊંડી નામ વિનાની એક નદીમાં વહેવા દઈએ.
સાંજને ઉંબર આવ,
આપણે રમીએ થોડું અંગત અંગત…..

Added by Kaajal Oza Vaidya on August 27, 2013 at 2:18pm — 6 Comments

Latest Blog Posts

Most Popular Blog Posts

Monthly Archives

2013

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service