Featured Blog Posts (841)

ભાવવિશ્વ - કભી અલવિદા નાં કહેના : Anil Joshi

મુંબઈ છોડીને વડોદરા રહેવા આવ્યો ત્યારે મનમાં એક જ વિષાદ હતો કે વડોદરામાં મને મુંબઈ જેવો વાતવિસામો મળશે ખરો ? પરંતુ ભારતના વિખ્યાત ભાષાશાસ્ત્રી અને એમ એસ વિશ્વવિદ્યાલયમાં વર્ષો સુધી અંગ્રેજીના પ્રોફેસર તરીકે સેવા આપી ચૂકેલા ગણેશદેવી હવે થોડા દિવસમાં વડોદરા છોડીને ધારવાડ જતા રહેશે એનાથી મન થોડુક ખિન્ન થઇ ગયું છે.ગણેશદેવીને ગુજરાતે બહુ ઓળખ્યા નથી. મહાત્મા ગાંધીના ભાવવિશ્વ સાથે ગણેશદેવીનો આત્મીય રિશ્તો હતો જીવતા જીવન સાથે એમને સતત નિસ્બત હતી. હજી…

Continue

Added by Facestorys.com Admin on February 10, 2016 at 11:34am — No Comments

Modern vs. Western

મોર્ડન અને વેસ્ટર્ન

મોર્ડન અને વેસ્ટર્ન -- બન્ને શબ્દ લગભગ એક બીજાના પર્યાયવાચી લાગે; પરંતુ શું ખરેખર બન્નેનો અર્થ એક જ થાય? આપણે જો તેમનું ગુજરાતી અનુવાદ કરિએ તો તેનો અર્થ આધુનિક અને પશ્ચિમી એમ થાય. આધુનિક એટલે આજના સમયનો અને પશ્ચિમી એટલે પશ્ચિમનો; પરંતુ શું પશ્ચિમનું બધું આધુનિક જ હોય એવું જરુરી છે? જવાબ છે ના.

જો કે જન સામાન્યમાં આવી ગેરસમજ સકારણ છે અને તે કારણ આપણા ઇતિહાસમાં રહેલો છે. મધ્યકાલિન ભારતમાં

ગેરમાન્તાઓ અને કુરીવાજો ખૂબ વધી ગયા હતા, જે કારણસર બુધ્ધીગમ્યતા…

Continue

Added by Hiral on January 29, 2016 at 7:07pm — No Comments

મતદાર હર દિન રાજા

ગુજરાતમાં હાલમાંજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઆો પાર પડી છે …

Continue

Added by Hiral on November 30, 1999 at 5:30pm — No Comments

મારી વાત ૭૯ “જાણવા કરતાં માણવું સારું’’

મારી વાત ૭૯

“જાણવા કરતાં માણવું સારું’’

વર્તમાન સમયમાં માહિતી આપતા સ્ત્રોતની કોઈ કમી નથી. આધુનિક ટેકનોલોજીની મદદથી માહિતીનું આદાનપ્રદાન ઝડપી બન્યું છે. માણસ વધુ ને વધુ માહિતી એકત્ર કરવા લાગ્યો છે. લોકો માહિતીના ભંડાર સમ બની ગયા છે. આર્થિક, સામાજિક, રાજકીય માહિતીના ગંજ ખડકાયેલા…

Continue

Added by Ketan Motla on December 28, 2015 at 7:09pm — No Comments

મધ્ય શિશિર

મારાં વસ્ત્રોમાંથી

પ્રસ્ફુટિત થાય નીલ આભા.       

મધ્ય શિશિર.    

 

ખણખણતી ખંજરી હિમની.

હું આંખ મીંચું છું.  

એક મુલક સૂમસામ 

ત્યાં એક તિરાડ  

જેમાંથી, સીમાની પેલે પારથી

ચોરી છૂપીથી ઘુસાડવામાં આવે છે

મુએલાંને,

આણીમેર.

 

 

તોમસ ત્રોન્સ્ત્રમરની કાવ્યરચના Midwinter.   તેનો અનુવાદ : મહર્ષિ મહેતા

Added by Maharshi Mehta on December 12, 2015 at 1:02pm — No Comments

ભૂરું મકાન



આ છે રાત્રી ઝળહળતા સૂર્યપ્રકાશની. રાન વચાળે ઊભો રહી નીરખું મારું મકાન જેની દીવાલો છે ઝાંખી ભૂરા રંગની. જાણે કે હું તાજો તાજો જ ના મૃત્યુ પામ્યો હોંઉં અને ના જોતો હોઉં તે મકાનને એક નવી જ દૃષ્ટિથી.

તેણે જોયા છે એંશીથી પણ વધુ ઉનાળા. તેનાં કાષ્ટમાં આધાન થયું ચાર વાર આનંદનું અને ત્રણ વાર શોકનું. ઘરમાં રહેનારા કોઈનું મૃત્યુ થાય ત્યારે રંગાય છે ઘર ફરીથી. મૃતક પોતે તેને રંગે છે, રંગે છે તેને ભીતરથી; કોઈ પીંછી વિના.

ઘરની પેલી બાજુ ખુલ્લો વિસ્તાર. પહેલાં જે હતી…

Continue

Added by Maharshi Mehta on December 30, 2015 at 11:50pm — No Comments

એક મરણ પછી

આઘાત

જે છોડી ગયો હતો અલપઝલપ ઝબૂકતી પ્રલંબ ધૂમકેતુ પુચ્છ.  

જે રાખતો આપણને આપણી ભીતર

જેનાં લીધે ટીવી પરનાં શબ્દ, ચિત્ર ભાસતાં અસ્ફુટ

બાઝતો જે ટેલીફોનના તાર પર

ટાઢાબોળ ટીપાં થઈને. 

શિયાળાના તડકામાં હું હજુ પણ નીસરું મારી સ્કી પર

અને પસાર પણ થાઉં

ધીરે ધીરે તે કાંટ્યમાંથી,

જેનાં ઝાડ ઝાંખરાં પર બચ્યાં છે

હવે બહુ ઓછાં પાંદડાં.

તે તો લાગે જૂની ટેલીફોન ડિરેક્ટરીઓમાંથી ફાડેલાં પૃષ્ઠો જેવી,  

જેનાં સઘળાં નામ…

Continue

Added by Maharshi Mehta on December 5, 2015 at 8:56am — 3 Comments

આઈસલેન્ડનું વાવાઝોડું

નથી આ કઈં  ધરા ધ્રુજી, આ તો આકાશકંપ.

ટર્નરને પણ તેનું ચિત્ર દોરવા, બાંધવું પડ્યું હોત તેને દોરડાંઓ વડે મુશ્કેટાટ.

એક હાથમોજું, તે જે હાથમાં પહેરાયું હતું તેનાથી

કેટલાય માઈલ દૂર, પસાર થઈ ગયું સડસડાટ

મારી પાસેથી હજુ હમણાં જ.

 

મેદાનની પેલી બાજુ આવેલા મકાન તરફ જવા

હું તોફાનમાં સામી છાતીએ આગળ વધું છું.

વાવાઝોડામાં હું ઊડાઊડ કરું છું આમથી તેમ.

લેવાય છે મારો એક્સ-રે, મારું અસ્થિપંજર છૂટા થવાની આપે છે…

Continue

Added by Maharshi Mehta on November 28, 2015 at 11:29am — No Comments

મારી વાત -૭૪ ‘’ જીવન જીવવાની કળા..’’

મારી વાત -૭૪

‘’ જીવન જીવવાની કળા..’’

માનવ જીવન અનેક વિપરીત સંજોગો, મુશ્કેલીઓ અને અનિશ્ચતતાઓ થી ભરેલું હોય છે. જીવનમાં ડગલે ને પગલે દુઃખો, સંકટો આવતા રહે છે. જીવનમાં આવતી સમસ્યાઓની ચિંતા કરવી એ હાર છે. પ્રત્યેક વ્યક્તિની પોતાની અલગ વિચારધારા હોય છે. તે પોતાના મનના વલણને આધારે સમસ્યા ને જુએ છે અને સંકટ ઉકેલવા પ્રયત્ન કરે છે.



સફળ માણસ તેમના જીવનમાં આવતી સમસ્યાને હકારાત્મક અભિગમ રાખી કુનેહ પૂર્વક ઉકેલ મેળવી લે છે. હકારાત્મક દ્રષ્ટિકોણ થકી રોજિંદા જીવનની મુશ્કેલીઓ દુર કરી વિકાસ… Continue

Added by Ketan Motla on November 21, 2015 at 7:03pm — 1 Comment

રેલપથ

રાતના બે-નો સુમાર. અજવાળી રાત.

ટ્રેન થોભી છે એક ખુલ્લા મેદાનની વચ્ચે.    

દૂરનાં શહેરની બત્તીઓનાં તેજ-બિંદુ ટમટમે ક્ષિતિજે ઠંડાંગાર.  

જેમ માણસ સ્વપ્નમાં એટલો ગરકાવ થઈ જાય કે

તેમાંથી બહાર આવ્યા પછી તેને યાદ પણ ન રહે

કે તે તેમાં હતો;

    

અથવા મંદવાડમાં કોઈ એવું પટકાય કે પસાર થતા દિવસો

ભાસે તેને, ટમટમતાં તેજ-બિંદુ સમાં,

જાણે તેજ-બિંદુનું ઝુંડ ક્ષિતિજે,

ક્ષીણ અને ઠંડુંગાર.  

 

ટ્રેન ઊભી છે સાવ જ…

Continue

Added by Maharshi Mehta on November 21, 2015 at 9:02am — No Comments

ફરિયાદ

જયારે ખુશ્બુ રિસાઈ જાય તો,
ફૂલ ને શું ફરિયાદ કરવી?
જયારે કલમ રિસાઈ જાય તો,
શબ્દો ને શું ફરિયાદ કરવી?
જયારે પવન રિસાઈ જાય તો,
શ્વાસ ને શું ફરિયાદ કરવી?
જયારે ધબકારા રિસાઈ જાય તો,
દિલ ને શું ફરિયાદ કરવી?
જયારે ખુશ્બુ રિસાઈ જાય ‘અનેરી’
તો ભગવાન ને શું ફરિયાદ કરવી?

Added by Grishma Gajjar on November 16, 2015 at 2:58pm — No Comments

દબાણ હેઠળ

નીલ આકાશનો

પડઘાતો, એંજિન - ઘેરો, કાન ફાડી નાખતો અવાજ.

અમારો મુકામ સમુદ્રની વચ્ચોવચ,

આ સતત કંપતી, ધ્રૂજતી એવી અમારી કામ કરવાની જગા

જ્યાં મહાસાગરનાં ઊંડાણમાં

પ્રસ્તર ખૂલી પણ શકે અચાનક

ને ટેલિફોનો મારવા લાગે ફુંફાડા.

 

રમણીયતા પર નજર નાખવાનું બને અલપ ઝલપ

માત્ર બાજુમાંથી પસાર થતાં   

ઉતાવળે ઉતાવળે.   

ખેતરનાં મબલખ મોલ,

પીળા વહેળામાં ભળેલા અગણીત રંગ.  

મારા મસ્તકમાં રહેલી ઉદ્વિગ્ન પ્રતિછાયા ખેંચાય…

Continue

Added by Maharshi Mehta on November 14, 2015 at 10:15am — No Comments

એપ્રિલ અને નિ:સ્તબ્ધતા

 

વસંત પડી છે ત્યજાયેલી. 

ઘેરી મખમલી ખાઈ

સરકતી મારી બાજુમાં થઈને

પરાવર્તિત કર્યા વિના કશુંપણ. 

 

ઝગમગે છે

માત્ર પીળાં ફૂલો.

 

મારૂ વહન કરે મારો પડછાયો,

જે રીતે કાળી પેટીમાં વહન થાય વાયોલિનનું.

 

જે એક વાત હું કહેવા ચહું

ઝબકીને ચાલી જાય મારી પહોંચની બહાર

નાણાં ધીરનારની દુકાનમાં રહેલી રૂપાંની જણસની માફક.

 

કવિ : તોમસ ત્રોન્સ્ત્રમર          અનુવાદ : મહર્ષિ…

Continue

Added by Maharshi Mehta on October 31, 2015 at 2:25pm — No Comments

હવે સમય મારો છે

હવે સમય મારો છે 

થયો હું હેરાન ઘણો, કરવાને કંઈક નવું 

કર્યાં હેરાન બધાને ,કરવાને કંઈક નવું 

જોવડાવી રાહ ઘણી ,જોવાને સમય મારો

સાથ ના મળ્યો નસીબ નો ,જોવાનો સમય મારો

હવે છે સમય મારો................ હવે છે સમય મારો................

આવ્યા દુખો જીંદગી માં ઘણા,માણી ના શક્યો સુખ જીંદગી માં 

કહી દિલ ની વાત થોડી,કહી નાશક્યો વધારે

કરજે ઈચ્છા પૂરી મારી,કરજે સુખી બધાને

બનજે એન્જીનીયર સારો,કરી…

Continue

Added by Hingu Vikram Ashokbhai on October 31, 2015 at 6:30pm — No Comments

એક દ્રુત રચના



ગોરંભાયેલા એક દિવસના અંતે,

મેં છેડી હાયડનની એક રચના

અને મારા હાથે અનુભવ્યો થોડો ગરમાવો. 

પિયાનોની કળો છે તૈયાર.

તેની સુખદાયીની મોગરીઓ કરે આઘાત. 

ઓજસ્વી, લીલોછમ, અને નીરવતાથી પરિપૂર્ણ ધ્વનિ.

ધ્વનિ તો એમ વદે, અસ્તિત્વ છે

મુક્તિનું 

અને કોઈક છે જે ભૂપને વેરા નથી ભરતું.

મારા હાયડન ગુંજામાં હાથ ઘાલીને

ડોળ કરું છું હું

પરિસ્થિતી વિષે સ્થિતપ્રજ્ઞ હોવાનો.

હું ફરકાવું મારો હાયડન વાવટો.

સંકેત…

Continue

Added by Maharshi Mehta on November 7, 2015 at 10:50am — No Comments

पता नहीं?_21-10-2015

पता नहीं?

नदिया के पास कभी गया ही नहीं,

'किनारा' क्या होगा, पता नहीं?

 

दुनिया की भीड़ मे गहरा उतरता गया,…

Continue

Added by chirag koshti on October 22, 2015 at 11:16am — 3 Comments

તને વારંવાર માંગ્યા કરુ છું

તને ના મળવાના સમ ખાઈનેય,
દરેક ગલીમાં તને શોધ્યા કરું છું.

તને પ્રેમ નથી કરતો તેમ કહીનેય,
ફક્ત તને જ હું પ્રેમ કર્યા કરું છું.

તારી યાદ નથી આવતી મને કદી,
સેંકડોવાર આ વાક્ય બોલ્યા કરું છું

કદાચ હથેળીમાં તારી રેખા જ નથી,
તેટલે તે રેખા હથેળીમા રચ્યા કરું છું

ભલે ના સાંભળે પ્રાર્થના ઈશ્વર કદી,
કાયમ તને વારંવાર માંગ્યા કરુ છું

Added by Multani Aslam on October 12, 2015 at 9:39pm — No Comments

કોરા પાને

 

કોરા પાને લાગણીઓ ઘૂંટી છે ,
હૈયા પાને માગણીઓ ઘૂંટી છે 

તારી છું ને તારા માટે છું કહી ,

ચાર હાથે લાગણીઓ લૂંટી છે .

 

આંખમાં આંખોને તારી આંજી મેં ,

મ્હેંદી હાથે લાગણીઓ ચૂંટી છે .

 

ચાર નજરો એકબીજાને મળી ,

નીર આંખે લાગણીઓ ઘૂંટી છે .

 

પ્રેમ જેવો પાંગર્યો ત્યાં બીજ જેમ ,

તનની વાડે લાગણીઓ ફૂંટી છે .

Added by DARSHITA BABUBHAI SHAH on October 7, 2015 at 3:21pm — No Comments

પ્રેમલ જવાળાઓ

 

પ્રેમની પ્રેમલ જવાળાઓ ઊઠી છે ,

લાગણીઓમાં અમીને દીઠી છે .

 

નામ નીકળશે જ મારું એમાંથી ,

ડાયરીમાં આશા રાખી બેઠી છે .

 

છંદ, માત્રા, તાલમાં તોલીને જો ,

શાયરીમાં કવિતાઓ તો એઠી છે .

૧૮-૧-૨૦૧૩       

Added by DARSHITA BABUBHAI SHAH on September 30, 2015 at 4:50pm — No Comments

ભલે ના સાંભળે પ્રાર્થના ઈશ્વર કદી......

તને ના મળવાના સમ ખાઈનેય,

દરેક ગલીમાં તને શોધ્યા કરું છું.…

Continue

Added by Naresh Barot on September 29, 2015 at 12:32pm — 5 Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service