Made in India
મોર્ડન અને વેસ્ટર્ન
મોર્ડન અને વેસ્ટર્ન -- બન્ને શબ્દ લગભગ એક બીજાના પર્યાયવાચી લાગે; પરંતુ શું ખરેખર બન્નેનો અર્થ એક જ થાય? આપણે જો તેમનું ગુજરાતી અનુવાદ કરિએ તો તેનો અર્થ આધુનિક અને પશ્ચિમી એમ થાય. આધુનિક એટલે આજના સમયનો અને પશ્ચિમી એટલે પશ્ચિમનો; પરંતુ શું પશ્ચિમનું બધું આધુનિક જ હોય એવું જરુરી છે? જવાબ છે ના.
જો કે જન સામાન્યમાં આવી ગેરસમજ સકારણ છે અને તે કારણ આપણા ઇતિહાસમાં રહેલો છે. મધ્યકાલિન ભારતમાં
ગેરમાન્તાઓ અને કુરીવાજો ખૂબ વધી ગયા હતા, જે કારણસર બુધ્ધીગમ્યતા લગભગ લુપ્ત થઈ ગઈ હતી. તેવા સમયમાં
અંગ્રેજોનું આગમન થયું અને તેમણે ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરી; જો કે તેની પાછળ તેમનો અંગત સ્વાર્થ જ હતો;
પરંતુ તે શિક્ષણથી લોકોની વિચાર શક્તિ ખીલી અને તેઓ પ્રશ્ન કરતાં થયાં. તેથી જ આપણે પશ્ચિમ સંસ્કૃતી તરફ અકર્ષાયા અને સ્વાભાવિકપણે પશ્ચિમને આધુનિક માની બેઠાં.
પરંતુ હવે સમય બદલાઈ ચુક્યો છે; અંગ્રેજો જતાં રહ્યા તેને ઘણા વર્ષો થઈ ગયા છે પણ એવુ લાગે છે કે આપણે તેમના આકર્ષણ થી હજુ મુક્ત નથી થયા. આપણે તેમનાથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે હજુ સુધી સમજ્યા
વિચાર્યા વગર તેમનું અનુકરણ કર્યા કરીએ છીએ. એટલું જ નહિં, તેના પર ગર્વ પણ કરીએ છીએ અને પોતાને મોર્ડન ગણાવીએ છીએ. પરંતુ આમ કરવાથી આપણે આપણી નાસમજ દેખાડીએ છીએ કેમકે જે મોર્ડન હશે,તે વિચારશીલ હશે અને કોઈ પણ
સંજોગોમાં આંધણા અનુકરણનું સમર્થન નહિ કરે. મોર્ડન તો તે છે જે પોતાના સમાજની બદીઓ ને દૂર કરે પરંતુ તેમ કરવા બીજા સમાજની બદીઓનો સ્વીકાર ન કરે. હા, બિજા સમાજની સારી બાબતોને જરુર અપનાવી શકાય.અરે હવે તો એવો સમય આવી ગયો છે કે વેસ્ટર્ન દેશના લોકો પણ પોતાના સમાજની બુરાઈઓ દૂર કરી અને ઈસ્ર્ટર્ન સંસ્કૃતીની ઘણી બાબતોનો સ્વીકાર કરે છે.
આપણે જો ખરી રીતે મોર્ડન થવું હોય તો વિચારશીલ બનવું પડે, સમાજમાં રહેલા કુરીવાજો પર પ્રશ્નો કરવા પડે તેમજ તેનો વિરોધ કરવો પડે. જ્યારે આપણે આપણી અંધશ્રધાઓ, આપણા ડર, આપણા કુરીવાજો વગેરેથી મુક્ત થશું; જ્યારે આપણે કોઈ પણ વિચાર, આચાર, વ્યક્તિ, વસ્તુ, પરિધાન વગેરે સમય અને જરુરીયાત પ્રમાણે સવિનય વિચારીને તેનો સ્વીકાર કે અસ્વીકાર કરશું ત્યારેજ ખરા અર્થમાં મોર્ડન થયા કહેવાશું.
આ બાબતને લગતુ સૌથી સરસ ઉદાહરણ જો કોઈ આપી શકાય તો તે છે રાજા રામ મોહન રાયનું. તેમણે ભારતીય સંસ્કૃતીમાં રહેલી ઘણી પ્રથાઓનો વિરોધ કર્યો;અંગ્રેજોને થયું કે રાય પશ્ચિમ તરફી છે, પરંતુ તેમણે પશ્ચિમ સંસ્કૃતીનો અંગીકાર ક્યારે પણ ન કર્યો અને તેની પર પણ પ્રશ્નો કર્યા;પણ હા સાથે પશ્ચિમ શિક્ષણ,જેને કારણે બુધ્ધીગમ્યતા તથા વિચારશીલતા ઉદભવી, તેનો સ્વીકાર કર્યો. તેઓ ખરા અર્થમાં આપણને મોર્ડનની પરિભાષા સમજાવી ગયા.
તો ચાલો આપણે પણ આંધણું અનુકરણ છોડી, ફક્ત વેસ્ટર્ન થવાને બદલે મોર્ડન થઈએ.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com