Made in India
મુંબઈ છોડીને વડોદરા રહેવા આવ્યો ત્યારે મનમાં એક જ વિષાદ હતો કે વડોદરામાં મને મુંબઈ જેવો વાતવિસામો મળશે ખરો ? પરંતુ ભારતના વિખ્યાત ભાષાશાસ્ત્રી અને એમ એસ વિશ્વવિદ્યાલયમાં વર્ષો સુધી અંગ્રેજીના પ્રોફેસર તરીકે સેવા આપી ચૂકેલા ગણેશદેવી હવે થોડા દિવસમાં વડોદરા છોડીને ધારવાડ જતા રહેશે એનાથી મન થોડુક ખિન્ન થઇ ગયું છે.ગણેશદેવીને ગુજરાતે બહુ ઓળખ્યા નથી. મહાત્મા ગાંધીના ભાવવિશ્વ સાથે ગણેશદેવીનો આત્મીય રિશ્તો હતો જીવતા જીવન સાથે એમને સતત નિસ્બત હતી. હજી થોડા દિવસ પહેલા 30 જાન્યુઆરીએ અમે "સર્વભાષા સંવાદ "ના નેજા હેઠળ " દાંડીયાત્રા 'નો પ્રારંભ કર્યો એમાં ભારતના ખૂણે ખૂણેથી 500 જેટલા સાહિત્યકાર, કવિઓ,ફિલ્મકારો, નાટ્યકારો અને ચિત્રકારો પોતાના ખર્ચે આવીને જોડાયા એ મોટો ચમત્કાર હતો. આ દાંડીયાત્રા સરકાર સામે નહોતી પરંતુ સમાજમાં જે અસહિષ્ણુતા જીવિત છે એનો અહિંસક પ્રતિકાર કરવા માટે હતી.આપણા રાષ્ટ્રપતિએ પણ એના પ્રવચનમાં કહ્યું હતું કે અસહિષ્ણ પરિબળો સામે લડત આપવી પડશે ગણેશદેવીનો આ પોઝેટિવ વિચાર દાંડીમાં સાક્ષાત થયો. ગણેશદેવી હમેશા કહેછે કે "સર્વભાષા સંવાદ " આજની તારીખનો એજન્ડા હોવો જોઈએ જેનાથી ભારતની ભાવાત્મક એકતા મજબૂત બનશે ભાષા જ સહુને જોડે છે.દરેક રાજ્ય અને ભાષા એકસાથે બેસીને અભિવ્યક્તિનો મોકળો મંચ ઊભો થાય એ બહુ જરૂરી છે. ગણેશદેવીએ આ સંકલ્પનાને દાંડીયાત્રામાં મૂર્તિમંત કરી બતાવી એ મોટી ઘટના છે
ગણેશદેવીનું સહુથી મોટું પ્રદાન તો છોટાઉદેપુર પાસે આવેલું તેજગઢ ગામ છે. ગણેશદેવીએ ત્યાં આદિવાસી એકેડમીની સ્થાપના કરીને એ વિસ્તારના આદિવાસીઓ માટે અદભૂત કામ કર્યું છે. વિખ્યાત બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીએ પોતાના વસિયતનામા લખ્યું છે કે "હું મૃત્યુ પામું ત્યારે મારી રાખ તેજગઢમાં વેરી દેવી " આદિવાસીઓ સાથેની આવી નિસબત હોવી એ અનન્ય ઘટના છે. તેજગઢના આ આદિવાસી સંકુલમાં માં એક સર્વભાષા નિશાળ પણ ચાલે છે જેમાં આદિવાસી બાળકોની અભિવ્યક્તિને મોકળું આકાશ મળે છે.અહીં વિદેશથી આવીને અભ્યાસીઓ થીસિસ લખે છે. કાનજી પટેલ જેવા કવિ આદિવાસીની ભાષાને આત્મસાત કરીને દર વર્ષે કલેશ્વરીનો મેળો ભરે છે.ગણેશદેવીએ સ્થાપેલી આદિવાસી એકેડમી એ માત્ર છાપરું નથી પણ આકાશ છે એની પ્રતીતિ મને પોતાને થઇ છે.અહીં સહુથી મોટી પોઝેતિવ હકીકત એ છે આ એકેડમી સરકાર સાથે સંવાદ રાખીને કાર્યરત છે. સરપંચ કે જિલ્લા અધિકારીઓ નો સહયોગ બેનમૂન છે.આદિવાસી સંસ્કૃતિનું મ્યુઝિયમ તમને તેજગઢમાં જોવા મળે છે.અહીં આદિવાસી દીકરીઓ ભણવા આવે તો એને માટેનું છાત્રાલય પણ છે આદિવાસીઓના આરોગ્યની અહીં ખાસ કાળજી લેવાય છે. એલોપથી અને આયુર્વેદના સહયોગથી નિષ્ણાત ડોકટરો શહેર છોડીને આદિવાસીઓને થતા રોગોનો અભ્યાસ કરીને એની સારવાર કરે છે. મેં સંથાઓ તો અનેક જોઈ છે પણ તેજગઢમાં રહ્યા પછી મને ફિલ થયું કે ગણેશદેવી જેવા સમર્થ ભાષાશાસ્ત્રી અંગ્રેજીના અધ્યાપકને જીવતા જીવન સાથે કેટલી મોટી નિસબત છે.
ગણેશદેવી જન્મે મરાઠી છે પણ એમણે પોતાની જિંદગીનો સહુથી મોટો હિસ્સો ગુજરાતમાં વિતાવ્યો છે. એમનો સ્વભાવ સાવ લો પ્રોફાઈલ છે। એમની સંગતિમાં તમને ઈન્સાનની ખુશ્બૂ આવે. એમણે પોતે અંગ્રેજીમાં અનેક પુસ્તકો લખ્યા છે. દેશવિદેશના અનેક વિદ્વાનો આજે પણ તેજગઢ આવીને રહે છે. આ ગણેશદેવી હવે ગુજરાત છોડીને કર્નાટકના ધારવાડમાં સ્થાયી થવા જી રહ્યા છે ઈમોશન ઉપર અંકુશ રાખીને એટલું જ ફિલ કરું છે. ગણેશદેવી પોતે બહુ બોલતા નથી પણ એમનું કામ બોલે છે. એમનું તપ બોલે છે ગણેશદેવી નિર્ભય છે. કોઈવાર ભય એમની સામે આવ્યો છે ત્યારે એમણે ચાણક્યનું આ વિધાન જીવી બતાવ્યું છે As soon as the fear approaches near you, attack and destroy it દોસ્ત, કબી અલવિદા નાં કહેના
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com