Manisha joban desai's Blog (128)

રાધા નું મળવું કૃષણને......

Added by Manisha joban desai on July 11, 2016 at 10:10pm — No Comments

એક તરહી ગઝલ

કવિશ્રી વિપુલ માંગરોલીયા ની પંકિત... 'હવે એ વાત.... 'ની તરહી ગઝલ



હવે એ વાત પર તારી બધો આધાર રાખે છે,

હજું રાખે મધ દરિયે મને કે પાર રાખે છે.



દર ઉપર આપનાં બેસી આ સૌએ લોક વિચારે,

કરે છે તાત કૈ સંહાર દુઃખોનો કે ભાર રાખે છે.



ગયાં છે સાવ છૂટી આપણાં પ઼ેમાળ મિલન,

ફક્ત આ દિલ જે સપનાં અહીં સાકાર રાખે છે.



સમાવી રાખશું સૌ એ દર્દો મનમા જ દુન્યવી

અહીં તું એ મન મહીં દુઃખ ,સ્મીતો બા'ર રાખે છે.



થતી નાં એકપણ રાતો તમારા વિરહે… Continue

Added by Manisha joban desai on July 10, 2016 at 4:00pm — No Comments

વેલેન્ટાઇન

આ વેલેન્ટાઇન ડે શું છે .......

ક્લાસરૂમ માં થી નીકળી રેસ્ટોરાંમાં પીધેલી ગરમ કોફી .....

કે પછી ......

તીખાં તીખાં મરચા પર તેં પીવા આપેલું પાણીનું ગ્લાસ ..

નાં... કદાચ ....

પાંખ ફફડાવી ખભે અડીને ઉડતી ચક્લીથી ડરી તને હગ કરવું .......

અથવા તો ...........

મારી ઉડી ગયેલી ઓઢણીને લેવા તારું દોડી જવું તે ......

એવું પણ હોય ....

બસ -સ્ટેન્ડનાં મેટલ -રોડ ઉપર બેસી તારી ગોગલ્સ ઉતારવાની સ્ટાઈલ .........

એથી વધારે તો.......

વિન્ટર જેકેટ વેઇસ્ટ પર બાંધી…

Continue

Added by Manisha joban desai on July 9, 2016 at 7:41pm — No Comments

આપણું

સાવ અમસ્તું  ચાહવું  આપણું,

રોજ મનને  મારવું     આપણું .

તું અને હું મૃગજળ રણ   વચ્ચે ,

તરસ થઈને  જાણવું    આપણું .

એમ કઈ આ સાંજ નાં  આથમે,

ઝગમગે નાંજો આંગણું આપણું,

હર્દયમાં કૈ લાગણીઓ વાવવી ,

ને ફરીથી દર્દ લણવું    આપણું .

રોકતા રહ્યા છે પળો     પ્રેમની ,

સમય  …

Continue

Added by Manisha joban desai on July 8, 2016 at 7:18pm — 1 Comment

વાતાૅ

લાઇફ

હજું તો છેલ્લું સેમેસ્ટર ચાલતું હતું ને ,ઘરમાં બધાએ માત્રાનાં લગ્નની વાત શરૂ કરી દીધી. ડોક્ટર છોકરા સાથે નક્કી પણ કરી નાંખ્યુ. 6 મહીનાં પછી લગ્ન ગોઠવ્યાં

માત્રાએ થોડોવિરોધ કયોઁ.પણ વિદેશનાં મોહમાં ઘરનાં બધાં જ 'આવું સરસ ન્યાતમાં ફરી નહીં મળે ' કહી ગોઠવી દીધું.દીપાંગ સીવાય એને કોઇ ગમતું નહતું. 3 વર્ષ પહેલાંએન્જીનયરીંગ પાસ કરી સેટલ થઇ રહયો હતો.લગ્ન માટે બે-ત્રણ વષઁનો સમય માંગ્યો હતો. માત્રાએ રીઝલ્ટ આવી ગયા બાદ ચૂપચાપ આઇ.ટી કંપનીમાં જોબ…

Continue

Added by Manisha joban desai on July 7, 2016 at 10:08pm — No Comments

કેવી રીતે

આજ આ આખું શહેર તરબતર વરસાદમાં ,

વાદળો છે આભમાં દરબદર     વરસાદમાં .

આપણા આ વિરહ તણી  ઉદાસ  સાંજમાં,

લાગતાગમગીન ઘર- આંગણ    વરસાદમાં .

સ્વપ્ન તો જો વહેતા જાય કેવાં    વહેણમાં,

પાંપણો માંગે છત   વરસતાં     વરસાદમાં .

લાલ પીળા   વીખરાતાં   વૃક્ષનાં    રંગમાં ,

છે જ સંતાયેલ  પાનખર ભર    વરસાદમાં .

સાથ તારો તો   હવે   છૂટી ગયો    પ્રેમમાં,

થાય સફર અહીં  એકલાં કેમ    વરસાદમાં .

-મનીષા"જોબન "…

Continue

Added by Manisha joban desai on July 6, 2016 at 8:30pm — No Comments

પ્રેમ નો પહેલો વરસાદ

પ્રેમ નો પહેલો વરસાદ... 

સાંજનું આછું આછું અજવાળું

ટેબલ મેટની ડીઝાઇન જોઈ રહી

કુકર ની સીટી....ઓહ ... બસ તૈયારી જ છે 

ગાડી પાર્ક કરતો હશે 

ફોનની રીંગ ,

પાછી એકદમ નીરવ સાંજનો અહેસાસ 

એક યાદનો શેરડો ચમક્યો 

લગ્ન ના શરૂઆતનાં દિવસો 

કિચન ટોપ પર બેસી બોલ્યો, 

ચાલ' દાળમાં ચમચો ફેરવું.... 

હસ્યો ....બીજું કઈ આવડતું નથી 

.બાજુનાં સેલ્ફ પરથી હર્બ્સની બોટલ લઉં છું 

ત્યાંતો ઓઢણી છેડો એનાંં હાથમાં ને 

કમ્મ્રરે…

Continue

Added by Manisha joban desai on July 5, 2016 at 8:30pm — No Comments

વરસાદ

વરસાદ...

 

વરસતાં વરસાદ માં ફરતાં  જઇએ,

તરસતાં મનસાદ માં સરતાં જઇએ.

મોરનાં જે   આ   ટહૂકાં       હરખે

સાથમાં એની   ટહૂકતાં      જઇએ.

મન ફરી જો ઉઘડતું કૈ      આભસું 

ને,નવાં ગીતો ગણગણતા   જઇએ.

ઉછળતાં છે  આ   દરિયા   અપાર, 

પ્રેમ   હોડી  થૈ   તરવરતાં  …

Continue

Added by Manisha joban desai on July 4, 2016 at 8:30pm — No Comments

ક્યાં છે...

જે નથી ખોલી એ વાતોક્યાં છે,
ને,નથી બોલી એ રાતો ક્યાં છે.

સાવ છોડી દીધેલા જે સંગાથો,
એ મળે તોલી. હવે નાતો ક્યાં છે.

તે પડે,ને મારતાં એને પાટુ બધાં,
સાચવે જે,એ બધી જાતો ક્યાં છે.

છે,હજુએ એ સલામત પાસમાં
દૂર કરતી જે મને એ ઘાતો ક્યાં છે.

છે,રમતમાં શતરંજે કૈ સોગઠાં
તું ,મને માત કરે એ હાથો ક્યાં છે.

રંગ છૂટી જાય પળમાં પ્રેમનાં
જો, મહેંદીનો રંગ રાતો કયા છે.

-મનીષા "જોબન"

Added by Manisha joban desai on July 4, 2016 at 3:30pm — 1 Comment

વષાઁઋુતુ ને રાધા -કૃષ્ણ સંવાદ

હે કૃષ્ણ ....

આમ તાકતા રહો છો

ને આંખ વાંચતા રહો છો

ભીંજાતી વર્ષાએ મારી હથેળી

વાંસળી મૂકી જરા ઝાલતા હો તો ....

હે રાધા...

આંખ તો સરકતી જાય

તમારા કોમલ ગાલે

ટપકતા નીર સંગ

તમે જરા ઓરા આવી

આ આંખલડીને સમજાવતા હો તો .

હે કૃષ્ણ...

આ વર્ષા ની વાછટે હૈયું

લેતું હિલોળા સંગ

મધુર સ્વર ડોલાવે

કેમ કરી પાછી જઈશ ઘેર

કંઈ કહેતા હો તો

હે રાધા ...

ભીંજાયેલ હૈયા નાં ધબકારે

મારા શ્વાસોશ્વાસમાં

ગુંજતા તમારા…

Continue

Added by Manisha joban desai on July 3, 2016 at 8:00pm — 1 Comment

ભક્તગણ

દશઁન
એકવાર દેશનાં જાણીતા મંદિરમાં ભાવિક ભકતોની ખૂબ ભીડ .મૂતિઁ પાસેની રેલીંગ પાસે બે મહારાજ હાથમાં રહેલાં મોટાં ટોવેલથી દશઁનાથીઁઓને 'આગળ વધો'નાં હાકોટાથી ઝાપટ મારતાં હતાં .વાગ્યું એટલે એક ભાઇએ વીરોધ કયોઁ .મહારાજ બૉલ્યાં 'જે થાય તે કરી લો'
પોતાનાં ભકતોનું અપમાન ભગવાન કેમ સાંખી લેતાં હશે?
- મનીષા જોબન દેસાઇ

Added by Manisha joban desai on July 2, 2016 at 8:41pm — No Comments

એક હાસ્ય રચનાં

એક હાસ્ય રચના.



છે સવાર અને રહેલું છાપું  હાથમાં ,

રાહ જોવાતી ગરમ ચા ની  સાથમાં.

ઝમઝમ થતી તેલની પેણી   અહી'

સાથમાંછે ગરમ લોચાસુગંધ નાકમાં.



તેજ તીખા કંઈ પ્રશ્નો પણ  ઉકેલું છું,

જે પત્ની પૂછતી -ગૂંચવતી  વાતમાં.

દેશની આ સમસ્યાઓ નું શું  કરું?

એમ કંઈ થોડી…

Continue

Added by Manisha joban desai on July 2, 2016 at 8:30pm — 1 Comment

પહેલો વરસાદ

પહેલો વરસાદ
મોસમનો પહેલો વરસાદ માણવાં નીકળેલાં કપલે ફૂટપાથ પર બે બાળમજૂરે ખાવાની થાળીમાં પડતાં ઘોઘમાર વરસાદને
રોકવાં મૂકેલી નાનકડી હથેળીઓ જોઇ.પોતાની છત્રી આપી ભીંજાતા ચાલી નીકળ્યા.
આંખથી વહેતાં આંસુ વરસાદ સાથે વહેતાં ગયા.

-મનીષા જોબન દેસાઇ

Added by Manisha joban desai on July 1, 2016 at 1:48pm — No Comments

ઘરનોં એક ખૂણો

ઘરનો એક મારો ખૂણો ,  

આકાશ અને ચાંદની અચાનક ફ્રેન્ડસ પાર્ટી માં ભેગા થયા ,ઓહ ,આપણે તો સાથે બેડમિન્ટન ટુર્નામેન્ટમાં હતા .વગેરે વગેરે ...ફરી ઓળખાણ નીકળી અને દોસ્તી -પ્રેમ .એકાદ વર્ષનાં પરિચય બાદ ઘરે લગ્ન વિષે વાત કરી .ઘરેથી કોઈનો વિરોધ નહોતો .લગ્ન બાદ ધીરે ધીરે સેટ થઇ રહ્યા હતા .પ્રેમ ભરેલા દિવસો અને ઘરમાં બધા સાથે ભળી ગઈ હતી ચાંદની .આકાશ ની પરિણીત બેન નાનકડા દીકરા સાથે ડિવોર્સ લઇ ઘરે પાછી આવી હતી .થોડા સમય માં અનેક નાની બાબતો ને લઇ મનદુઃખ થવા લાગ્યું…

Continue

Added by Manisha joban desai on June 30, 2016 at 10:39pm — No Comments

શું કરું

આંખ જો આ ઢળે તો શું  કરું  ?

પ્રેમમાં જો શર્મ ભળે તો શું કરું ?

એકલા જે હોય છે આ  જગમાં ,

કોઈને એ જો નડે તો  શું  કરું ?

વાત સૌ એ સાંકળી  લે  ને પછી ,

સાવ ખોટા સો અર્થો લેય શું…

Continue

Added by Manisha joban desai on June 30, 2016 at 9:30pm — 2 Comments

સાંજની વાત

એક ખાલી સાંઝની  વાત માંડી,

એક તારા રાઝની  વાત   માંડી.

શક્યતાઓ માં હતી  શૂન્યતાઓ, 

ને વળી ભરપુરતા ની વાત માંડી.

તું જ છે આ  હાથની સૌ  રેખામાં ,

મેં નથી બીજા કશાની વાત માંડી .

એક ક્ષણ કેવી થઇ ગઈ છે સદીઓ,

જો અહી મેં ઇન્તઝારની વાત માંડી.

આપવાનાં હોય છે  પુરાવા પ્રેમના,

એટલે તો  વિરહે આ…

Continue

Added by Manisha joban desai on June 29, 2016 at 7:09pm — No Comments

એમ થાય

એમ  રોજેરોજ એવી ગઝલો  લખું ,
એકલતાના જંગલોની નઝમો લખું.

વાત તારી કે પછી હું  મારી લખું,

સંબંધો ની બધી સારાસારી લખું.


આવ તું જો એક  દિન   ધોધમાર,
ભીંજાતી વર્ષાદી મુલાકાતો  લખું .

સાવ તારા એ  બહાના  ખોટા છે,
ચાલ મારા સાવ સાચા વચનો લખું .

વાંચી લીધા આંખમાંના સૌ શબ્દો,
અર્થ એના સાવ  અણધાર્યા  લખું.

વૃક્ષની વેલો  તડકે  કેવી છે રાતી,
પાંદડામાં  કેટલીયે  લીલાશ લખું.

-મનીષા જોબન દેસાઈ

Added by Manisha joban desai on June 29, 2016 at 5:30pm — No Comments

લાગણીનાં નીણૅયો

લાગણી નાં નિર્ણયો ,

નિશ્ચિંત અને દુર્વાનો રોજનો રાતે બાલ્કનીમાં બેસી કોફી પીવાનો નિયમ .સુખી દામ્પત્યનાં ૩2 વરસઅને ધીરે ધીરે સેટલ થઇ રહેલા ૨ દીકરાઓ સાથે નાનકડા બંગલામાં રહે .દુર્વાકહે,

' હવે દોડાદોડ કરવા કરતા રીટાયર થઇ આરામ કર .'

નિશ્ચિત કહે,' નેક્સ્ટ યર વિચારીલઉ .આ વરસે તો આપણું ભારતયાત્રા ફરવાનું પ્લાનીંગ થઇ ગયું છે અને એડવાન્સ પૈસા પણ ભરી દીધા છે .અને ગામનું ઘર સેલ થયું છે તે મારો વર્ષોનો એક શોખ છે નાની આયુર્વેદિક સ્કુલ શરુ કરવાનો છે અમારા ગામમાં તો એવી કોઈ સગવડ નથી.'…

Continue

Added by Manisha joban desai on June 28, 2016 at 8:30pm — 2 Comments

varta-મારો દોસ્ત

વાર્તા 

મારો દોસ્ત 

.......,

"એક એવી છે અસર આપની આંખમાં ,

તરસ્યાની તરસ છીપે આપની આંખમાં ."

ગઝલ નો છેલ્લો શેર વાંચ્યો અને તાળીઓ નાં ગડગડાટ વચ્ચે મીત્રાંગને બધાએ અભિનંદન આપ્યા . કોલેજનાં જુના મિત્રોએ મળી ઇન્વાઇટ કર્યો હતો. ખૂબ મોટા ગજાનાં શાયર તરીકે દેશ- વિદેશમાં નામનાં મેળવી હતી. પોતાના C .A નાં પ્રોફેશન સાથે પણ સાહિત્ય સાથેનો પ્રેમ અકબંધ હતો. આટલી ભીડ વચ્ચે સફળતાનાં આનંદ સાથે દિલમાં કંઈ આછું આછું ચમકતું હતું .અને કૈરવીને જોતાં એ ચમક…

Continue

Added by Manisha joban desai on June 24, 2016 at 10:30pm — No Comments

જીવનમાં....

સમય છે કે આ વહેતું પાણી   હાથમાં ,

છોડતું જાય છે ઉઝરડા ખાલી  હાથમાં.

રાતનાં નીરવ સન્નાટા ધ્રુજાવે  પવનને,

બસ રહી જાશે શબ્દો આ ખાલી વાતમાં.

એક મોસમમાં મહોરી ઉઠ્યું 'તું   સ્વપ્ન,

એ થયું છે પાનખર અહી ઝૂરતી રાતમાં .

સાવ ખોવાઈ ન જવાય કદી   જગતમાં,

સૌં ધરાવે છે એક ઓળખ અહીં જાતમાં.

એક તારો પ્રેમજ બન્યો છે સહારો…

Continue

Added by Manisha joban desai on June 22, 2016 at 10:16pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service