ડિજિટલ મર્ડર - હાઈ એલર્ટ -એ સી પી સૂજ્મસિંગ શ્રેણીનો પાંચમો મણકો....
કેટલાક અગત્યના પેપર પર રિમાર્ક કરતા એ.સી.પી સૂજ્મસિંગને અચાનક કંઈ યાદ આવ્યું અને હેડઓફીસ ફોન જોડી જાહેર સ્થળો પર મહિલાઓ અને યુવતીઓની છેડતીને રોકવા માટે પબ્લિક અવેરનેસના કાર્યક્રમનું શિડ્યુલ મંગાવ્યું.
"દિવસે ને દિવસે શહેર કેમ ઓર ભયભીત થવા માંડ્યું?"વિષય પર યોજાયેલ પરિસંવાદની વિડિઓ ફરી જોઈ અને લોકોનાં આક્રોશભર્યા નિવેદનોએ એને વ્યથિત કરી મુક્યો.સીસીટીવીમાં કેદ થયેલા ગુનેગારોને પકડી લેવા એ તો જરૂરી જ છે પણ,ઘટના બનતી રોકવા માટેના દિલ્હી પોલીસના સઘળા પ્રયત્નો પર ગુનેગારો જાણે અટ્ટહાસ્ય કરતા હતા.વિચારોમાં તલ્લીન થઇ ગયેલા સૂજ્મસિંગની કેબિનમાં 'ગુડ આફ્ટરનૂન સર' કહેતા ગિરિરાજે ફાઈલ ટેબલ પર મૂકી અને નવા કેસ ઇન્વેસ્ટિગેશનની પ્રાઈમરી વિગતો જણાવતા કહ્યું,
"સર,આજે વહેલી સવારે મોર્નીગ વોકમાં ગયેલા મી.વિકાસજીત સાદાની હજુ સુધી ઘરે પહોંચ્યા નથી અત્યારે ૧૨;૩૦ થવાના બે કલાક પહેલા એમના દીકરાએ ફરિયાદ નોંધાવેલી.હું ઘરે જઈ બધી વિગતો જાણી લાવ્યો છું.જો કોઈ પૈસાની માંગણી માટે અપહરણ થયું હશે તો થોડા સમયમાં ખબર પડી જશે.બધા ફોન રેકોર્ડ પર છે અને એમનો મોબાઈલ બંધ આવે છે.લાસ્ટ લોકેશન ઘણું દૂર બતાવે છે એટલે એટલું તો ચોક્કસ છે કે કોઈ સાથે વાહનમાં બેસી દૂર ગયા હોય.બીઝ્નેસમેન છે,આલીશાન ઓફિસ છે,પત્ની ડિવોર્સ લઇ શહેરમાં જ જુદી રહે છે,દીકરી પરણિત છે,જમાઈ પણ સાથે જ ઓફિસમાં છે."
સાંજ થવા આવી પણ કોઈ સમાચાર નહીં આવવાને લીધે વારંવાર તપાસ માટે ફોન આવવા માંડયા.બીજા દિવસથી એસીપી સુજમસિંગ અને ટીમે ઘર અને ઑફિસના ડ્રોવર વગેરેની ઝીણવટભરી તપાસ આદરી.ઘણું મટીરીઅલ મી.સાદાનીની રંગીન તબિયતના પુરાવા સમ હતું.જમાઈ ત્રીકેશ ખાસ શંકાસ્પદ નહિ જણાયો વર્તન પરથી અને એની જનરલ ઇમેજ પણ ઓફિસ અને ઘરે શાંત વ્યક્તિ તરીકેની હતી.
"ગિરિરાજ,એમના અંગત વર્તુળો અને બીઝ્નેસ રિલેટેડ લોકો પાસે હજુ થોડી વિગતો કઢાવો.એનો પાર્ટનર સીતેશ ગગલાની ફોરેન ટુર પર છે.આજુબાજુના બંગલાઓમાં પણ કોઈ કંઈક તો ખબર હશે.'
"સર,વિકાસજીત કોઈ સાથે બહુ ભળતા નહોતા.સાંજે ક્લબ પર પાના રમવા જતા રહેતા.ત્યાં એમનું વિશાળ મિત્રવર્તુળ છે.ગગલાની સાથે એક પ્રાઇવેટ યૉટમાં રોકાણ કરેલું અને મધદરિયે ફ્રેશન શો પણ આયોજિત કરેલો.ઓફિસમાં બે વર્ષ પહેલા આવેલી નવી સેક્રેટરી પરીશા
બહુ ડીટેલમાં ફાઇનાન્શ્યલ પોઝિશન વિષે નથી જાણતી.સર,એવું નહિ બને કોઈક કારણસર એજ કશે જતા રહયા હોય.?"
"હા,પણ કોઈ નક્કર કારણ તો જોઈએ ને?બેન્કના નાણા ભરવાના બાકી છે. પણ એક પ્રોપટી સેલ થઇ છે એમાંથી એના જમાઈએ કહ્યું ઘણું વ્યવસ્થિત થઇ ગયું છે મુખ્ય બિઝનેસ એક્સપોર્ટ-ઈમ્પોર્ટ છે અને દિલ્હીની બહાર એક હાઇવે પર રનિંગ રિસોટનો પણ સોદો કર્યો છે."
"સર,વાઈફ સાથેના ડિસ્પ્યુટને કારણે તો હતાશ નહિ હોય ને?"
"એ વાતનેતો પંદર વર્ષ થઇ ચુક્યા છે.એમની વાઈફ ખુબ ભણેલી અને પોતાનું ઍક ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે.બંનેના વિચારોના મતભેદ અને સાદાનીની રંગીન તબિયતથી કંટાળી એણે ઘર છોડી દીધેલુ."
બપોરે ફોનની રિંગ વાગી અને ગિરિરાજે ,"તરત મને ફોટો વોટ્સએપ કરો"ની સૂચના આપી.મોબાઈલ પર આવેલી લાશના ફોટા જોઈ, ,"સર,ખૂની એનું કામ કરી ગયો.મી.વિકાસજીત સાદાનીની લાશ હાઇવેના એક પેટ્રોલ પમ્પ પાછળથી મળી છે."
"ઓહ,લેટ્સ ગો "
સ્થળ પર પહોંચ્યા ત્યાં ઇન્સ.સારિકાએ ફોરેન્સિક ટિમ સાથે આવી ને ઝીણવટ પૂર્વક વિગતો ભેગી કરવા માંડયા.ખુબ ખરાબ રીતે મારવામાં આવ્યા હતા આ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ખુબ નફરત અને ગુસ્સામાં ઘા કરવામાં આવ્યા છે. ઇન્સ. સારિકા અને એની ટીમે સાદાનીના સર્કલની સઘન તપાસ શરૂ કરી માહિતી ભેગી કરવા માંડી.
ફરી ઓફિસ પર ડિસ્કસ કરતા ઇન્સ. સારિકાએ જણાવ્યું,
"સર,એક રસપ્રદ વાત જાણવા મળી છે કે વિકાસજીત સાદાનીની પર્સનલ ખુબ મોટી રકમની પોલિસીઓ હતી અને તિજોરીમાં ગોલ્ડનું કલેક્શન રાખતા જેથી ઇમર્જન્સીમાં બીઝ્નેસમાં કોઈ મોટી રકમની જરૂર પડે તો અર્જન્ટમાં વેચી શકાય.ઇન્સ્યોરન્સમાં નોમીની તરીકે દીકરો અને દીકરી બંને છે.અને સેક્રેટરી પરીશા દેખાય છે એટલી અજાણ નથી,થોડા સમયમાં સાદાનીની ખુબ નજીકમાં આવી ગયેલી.એક બે વાર ફોરીન ટ્રિપ પર પણ સાથે લઇ ગયેલા.જો કે કોન્ફરન્સ હતી એટલે એનું જવું યોગ્ય હતું પણ મને જરા વધુ એના વિષે જાણવું જરૂરી લાગે છે."
સુજમસિંગે ફરીથી પરીશા વિષે સર્કલમાં તપાસ કરતા એના બોયફ્રેન્ડ રિલય તલવાર ને પૂછપરછ આદરી.અને એક-બે ખબરીઓ પાસે જાણવા મળ્યું કે થોડા સમયથી એની લાઈફસ્ટાઇલમા ઘણો ચેન્જ આવ્યો હતો.ઈમ્પોર્ટેડ ગાડી લીધી હતી અને પરિશા સાથે સ્પેશ્યલ સીંગાપુર શોપિંગ ટ્રીપ પર ગયો હતો.એની તો નાનકડી ટ્રાવેલ એજન્સી હતી.પરીશાના વોર્ડરોબમાંથી ઘણા ગોલ્ડના કોઇન્સ મળી આવતા સુજમસિંહે બંનેને સઘન પૂછતાછ કરતા સત્ય બહાર આવ્યુ
"વિકાસજીત પરિશા પાછળ લટ્ટુ થઇ ગયા હતા.વારંવાર ગિફ્ટ આપતા અને કામને બહાને એકાંત જગ્યાઓ પર લઇ જઈ સમય ગાળતા.એમને ખુબ વિશ્વાસ મૂકી પરિશાના બોયફ્રેન્ડ રિલય તલવારના નામે ખાતું ખોલાવી બ્લેકના પૈસા "બિટકોન" મનીમાં ઈન્વેસ્ટ કર્યા હતા.જેમાં અનબિલીવેબલ પ્રોફિટ થયો હતો.જેમાંથી મોટું કમિશન મળતા રિલય રંગમાં આવી ગયો હતો અને પરીશાના વિકાસજીત સાથેના સઁબઁધો સામે આંખ આડા કાન કરતો રહ્યો.પરીશા પ્રેગ્નન્ટ છે એવા ખબર પડતા વિકાસજીત ગભરાઈને રિલયની બધી વાત માનતો રહ્યો.અને પરિશાએ એબોર્શન કરાવી નાખ્યું છતાં dna રિપોર્ટ્સના પેપર છે એવો ડર બતાવી વધુ બ્લૅકમેલ કરવા માંડ્યો હતો.અને એની દાનત 'બિટકોન મની' માટે પણ બગડી હતી.એને હવે પરીશામાં પણ ખાસ કઈ રસ રહ્યો નહિ હતો એટલે એણે પ્લાન ઘડીને સવારમાં જોગિંગ કરતા થોડી વાત કરવી છે એમ કહી કારમાં બેસાડી દૂર લઇ ગયો અને પેટ્રોલ પમ્પની પાછળ એક ફાર્મહાઉસ જોવાનું છે એમ કહી વિકાસજીતને મારીને ફેંકી દીધો હતો."
રિલય અને પરીશાની ધરપકડ કરી.
સુજમસિંહે ઉપરીને બધી વિગત જણાવતો ફોન કર્યો અને ગિરિરાજ સાથે કેસ ડિસ્ક્સ કરતાં,
"આ પ્રકારના સામાજિક અને બીઝ્નેસના ગુનાઓમા તો વ્યક્તિએ પોતેજ એલર્ટ રહેવું પડે અને વિશ્વાસ મુકવાનું આવું પરિણામ આવશે એવું તો વિકાસજીત જેવો ખેલાડી વેપારી પણ સમજી નહિ શક્યો.ખેર,આજે જરા વહેલા નીકળી કિનલને બહાર લઇ જવાનું છે.બહુ દિવસથી સમય આપી નથી શકતો એટલે ખિજવાયેલી રહે છે "
અને એટલામાં મોબાઈલની રિંગ વાગતા કિનલને સમજાવતો પાર્કિંગ તરફ પહોંચ્યો
-મનિશા જોબન દેસાઈ
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com