Made in India
ઘરનો એક મારો ખૂણો ,
આકાશ અને ચાંદની અચાનક ફ્રેન્ડસ પાર્ટી માં ભેગા થયા ,ઓહ ,આપણે તો સાથે બેડમિન્ટન ટુર્નામેન્ટમાં હતા .વગેરે વગેરે ...ફરી ઓળખાણ નીકળી અને દોસ્તી -પ્રેમ .એકાદ વર્ષનાં પરિચય બાદ ઘરે લગ્ન વિષે વાત કરી .ઘરેથી કોઈનો વિરોધ નહોતો .લગ્ન બાદ ધીરે ધીરે સેટ થઇ રહ્યા હતા .પ્રેમ ભરેલા દિવસો અને ઘરમાં બધા સાથે ભળી ગઈ હતી ચાંદની .આકાશ ની પરિણીત બેન નાનકડા દીકરા સાથે ડિવોર્સ લઇ ઘરે પાછી આવી હતી .થોડા સમય માં અનેક નાની બાબતો ને લઇ મનદુઃખ થવા લાગ્યું…
Added by Manisha joban desai on June 30, 2016 at 10:39pm — No Comments
આંખ જો આ ઢળે તો શું કરું ?
પ્રેમમાં જો શર્મ ભળે તો શું કરું ?
એકલા જે હોય છે આ જગમાં ,
કોઈને એ જો નડે તો શું કરું ?
વાત સૌ એ સાંકળી લે ને પછી ,
સાવ ખોટા સો અર્થો લેય શું…
Added by Manisha joban desai on June 30, 2016 at 9:30pm — 2 Comments
એક ખાલી સાંઝની વાત માંડી,
એક તારા રાઝની વાત માંડી.
શક્યતાઓ માં હતી શૂન્યતાઓ,
ને વળી ભરપુરતા ની વાત માંડી.
તું જ છે આ હાથની સૌ રેખામાં ,
મેં નથી બીજા કશાની વાત માંડી .
એક ક્ષણ કેવી થઇ ગઈ છે સદીઓ,
જો અહી મેં ઇન્તઝારની વાત માંડી.
આપવાનાં હોય છે પુરાવા પ્રેમના,
એટલે તો વિરહે આ…
Added by Manisha joban desai on June 29, 2016 at 7:09pm — No Comments
એમ રોજેરોજ એવી ગઝલો લખું ,
એકલતાના જંગલોની નઝમો લખું.
વાત તારી કે પછી હું મારી લખું,
સંબંધો ની બધી સારાસારી લખું.
આવ તું જો એક દિન ધોધમાર,
ભીંજાતી વર્ષાદી મુલાકાતો લખું .
સાવ તારા એ બહાના ખોટા છે,
ચાલ મારા સાવ સાચા વચનો લખું .
વાંચી લીધા આંખમાંના સૌ શબ્દો,
અર્થ એના સાવ અણધાર્યા લખું.
વૃક્ષની વેલો તડકે કેવી છે રાતી,
પાંદડામાં કેટલીયે લીલાશ લખું.
-મનીષા જોબન દેસાઈ
Added by Manisha joban desai on June 29, 2016 at 5:30pm — No Comments
લાગણી નાં નિર્ણયો ,
નિશ્ચિંત અને દુર્વાનો રોજનો રાતે બાલ્કનીમાં બેસી કોફી પીવાનો નિયમ .સુખી દામ્પત્યનાં ૩2 વરસઅને ધીરે ધીરે સેટલ થઇ રહેલા ૨ દીકરાઓ સાથે નાનકડા બંગલામાં રહે .દુર્વાકહે,
' હવે દોડાદોડ કરવા કરતા રીટાયર થઇ આરામ કર .'
નિશ્ચિત કહે,' નેક્સ્ટ યર વિચારીલઉ .આ વરસે તો આપણું ભારતયાત્રા ફરવાનું પ્લાનીંગ થઇ ગયું છે અને એડવાન્સ પૈસા પણ ભરી દીધા છે .અને ગામનું ઘર સેલ થયું છે તે મારો વર્ષોનો એક શોખ છે નાની આયુર્વેદિક સ્કુલ શરુ કરવાનો છે અમારા ગામમાં તો એવી કોઈ સગવડ નથી.'…
Added by Manisha joban desai on June 28, 2016 at 8:30pm — 2 Comments
વાર્તા
મારો દોસ્ત
.......,
"એક એવી છે અસર આપની આંખમાં ,
તરસ્યાની તરસ છીપે આપની આંખમાં ."
ગઝલ નો છેલ્લો શેર વાંચ્યો અને તાળીઓ નાં ગડગડાટ વચ્ચે મીત્રાંગને બધાએ અભિનંદન આપ્યા . કોલેજનાં જુના મિત્રોએ મળી ઇન્વાઇટ કર્યો હતો. ખૂબ મોટા ગજાનાં શાયર તરીકે દેશ- વિદેશમાં નામનાં મેળવી હતી. પોતાના C .A નાં પ્રોફેશન સાથે પણ સાહિત્ય સાથેનો પ્રેમ અકબંધ હતો. આટલી ભીડ વચ્ચે સફળતાનાં આનંદ સાથે દિલમાં કંઈ આછું આછું ચમકતું હતું .અને કૈરવીને જોતાં એ ચમક…
Added by Manisha joban desai on June 24, 2016 at 10:30pm — No Comments
સમય છે કે આ વહેતું પાણી હાથમાં ,
છોડતું જાય છે ઉઝરડા ખાલી હાથમાં.
રાતનાં નીરવ સન્નાટા ધ્રુજાવે પવનને,
બસ રહી જાશે શબ્દો આ ખાલી વાતમાં.
એક મોસમમાં મહોરી ઉઠ્યું 'તું સ્વપ્ન,
એ થયું છે પાનખર અહી ઝૂરતી રાતમાં .
સાવ ખોવાઈ ન જવાય કદી જગતમાં,
સૌં ધરાવે છે એક ઓળખ અહીં જાતમાં.
એક તારો પ્રેમજ બન્યો છે સહારો…
ContinueAdded by Manisha joban desai on June 22, 2016 at 10:16pm — No Comments
એક એક શ્વાસે
આપું છું મૃત્યુને
હાથતાળી,
એ જીંદગી, તારી
સાથે રમત નીરાળી.
-મનીષા"જોબન "
Added by Manisha joban desai on June 22, 2016 at 9:19pm — No Comments
એક નવો સત્યાગ્રહ
વિકાસ પામી રહેલ ગામ માનપુરાની સ્કુલનાં આચાર્યા રાજલતાબેન નો રોજનો નિયમ તે લાઈબ્રેરી પર થતા જાય,વાંચવાનો ખુબ શોખ .શહેર થી પરણીને અહી આવ્યા ત્યારે તો ગામમાં બહુ થોડી મહિલાઓ શિક્ષિત .પણ જીદ કરીને શાળાનાં શિક્ષકની નોકરી એ જોડાયા અને ત્રણેક વર્ષથી આચાર્યા તરીકે .બધાંના વિરોધ છતાં સાસુજી અને પતિનો ખુબ સપોર્ટ .",હાય.... હાય આવા મોટા ઘર ની વહુ નોકરી કરે ".થોડો સમય ગામલોક માં ગણગણાટ ચાલ્યો.
ગામની લાઈબ્રેરી ને પણ કમ્પ્યુટરથી સજ્જ કરી…
Added by Manisha joban desai on June 22, 2016 at 9:14pm — No Comments
વિનયભાઈ સાંજ પડ્યે બારીમાં બેસીને રોજ સામેના બાગમાં રમતા બાળકોને જોયા કરતા .દીકરો અને દીકરી બંને વિદેશમાં સ્થાયી થયા હતા . પત્નીનાં અવસાન પછી બીઝનેસમાં મન પરોવી રાખ્યું હતું અને દીકરાનાં દીકરાને ઇન્ડિયા ભણવાં માટે ઘરે લઇ આવ્યા હતાં .૧૫ વરસનો નિર્વાક દાદાનો લાડકો અને વિનયભાઈ તો કહે ,"ઘરે પણ હેલ્પીંગ સ્ટાફ હોવા છતાં મારો નિર્વાક દાદાની દવા ને યોગાનો ટાઈમ બધું જ જાળવે . દાદા, સાથે બેડમિન્ટન રમવા ક્લબમાં પણ લઇ જાય."અભ્યાસમાં તેજસ્વી નિર્વાક કમ્પ્યુટર પર નવું…
ContinueAdded by Manisha joban desai on June 21, 2016 at 8:33pm — No Comments
સાવ સાદો એક નાનો માણસ છું,
શ્વસતો સંબંધો , જૂનો માણસ છું.
ભૂલ તારી હું સહેતો હોઉં સદા,
શું કરું ,કે લાગણી નો માણસ છું.
રાત દિવસની અવિરત દોડવચ્ચે,…
ContinueAdded by Manisha joban desai on June 21, 2016 at 8:19pm — No Comments
મજબૂરી
હોસ્ટેલની બારી પર મૂકેલા રેડીઓ પર ગીત વાગી રહ્યું હતું .અને જીગત ,કુણાલ અને શાર્દુલ પોત પોતાના વિષયના ડ્રોઈંગ કે લખવાનું તૈયાર કરી રહ્યા હતાં.ત્યાં બાજુના રૂમમાંથી રુસ્તમ આવ્યો .
"તે આંઈ બાવા બધા બેસીને શું ઘેલા જેમ વાંચવા મરી પડ્યા છો ?ચાલોની જરા પાનના ગલ્લે લટાર મારી આવીએ.સાલું સિગરેટ વિના તો ગલુ સુકાય છે " બધા થોડા મૂડમાં આવી ગયા .મસ્ત લાઈટ વાતાવરણમાં ભણવાનું ચાલતું હતું .હજુ તો એક આખું વર્ષ બાકી .
પાછા આવી વાતો કરતા બેઠા ત્યાં શા ર્દુલે પોતાની નવી શરુ થયેલી લવ…
Added by Manisha joban desai on June 15, 2016 at 7:25pm — No Comments
Added by Manisha joban desai on June 13, 2016 at 1:12pm — No Comments
Added by Manisha joban desai on June 12, 2016 at 6:07pm — No Comments
વાર્તા
પ્રેમનાં અસ્થી
યું રાત તન્હા સી ગુજરી ,આસમાં સે તુફાન બરસતા રહા ,જીંદગીકી મુશ્કિલોસે યે દિલભી સંભલતા રહા .........
ગીત પૂરું થયું ને સામેના ટેબલ પરથી ઉઠીને કવન પાસે પહોચી ગયો અને સિંગર માધુર્યાને ફૂલ આપતા...
"બહોત સુરીલી આવાઝ હે આપકી ".
તાળીઓનો ગડગડાટ ચાલુ હતો .માધુર્યા સામે બેઠેલા શ્રોતાઓને નમસ્તે…
Added by Manisha joban desai on June 12, 2016 at 5:30pm — 1 Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service