Made in India
બોલપેનમાંથી
રીફીલ ખલાસ થઇ જતા ...
જેટલી સહજતા થી
જૂની કાઢી, નવી નાખીએ..
કાશ,
એટલું જ સહજ હોત ..
મારામાંથી
તને ને તારી યાદોને ..કાઢી,
જીવન પુસ્તક આગળ લખવું ...
ગીતા
Added by Geeta doshi on April 29, 2013 at 4:14pm — 1 Comment
Added by Geeta doshi on April 27, 2013 at 6:03pm — No Comments
ચિતા ભડભડ સળગી રહી હતી. જુવાન લાશ બળી રહી હતી. વાતાવરણમાં દબાયેલો ડૂમો હતો. ગમગીની હતી. કયાંક કયાંક સંભળાઈ રહેલા ડૂસકાં હતાં. લબકારા મારતી જવાળાઓની આંચ આકરી થઈ, એટલે કુટુંબના એક દૂરના વડીલે સુદર્શનને જરા પાછળ ખેંચી લીધો. બે-ચાર અનુભવી જુવાનિયા ચિતાનાં લાકડાં સંકોરવામાં પડયા હતા. એક અડધું બળેલું લાકડું પડી ગયું અને લાશનો ચૂંદડી ઢાંકેલો પગ દેખાઈ ગયો.રત્નાનો પગ. એની પ્રેમિકાનો પગ અને પત્નીનો પગ. જે પગને એણે પ્રેમવશ અને કામવશ સેંકડો વાર ચૂમ્યો હતો એ પગ. રત્ના જયારે જયારે હથેળીમાં મેંદી મૂકતી,…
ContinueAdded by Geeta doshi on April 27, 2013 at 5:01pm — No Comments
સુખ એટલે કે .........
એક કવિએ બહુ સુંદર લખ્યું છે ..
"સુખ નથી કોઈના ચહેરામાં ;
સુખ નથી ફૂલોના સહેરામાં ;
સુખ તો સમાયેલું છે તમારી;
બે માસુમ પાપણોના પહેરામાં ..!"
આપણા દરેક કર્મ પાછળનો હેતુ જોવા જઈએ તો એ સુખ ..અપરંપાર સુખ મેળવવાનો હોય છે. પણ સવાલ એ છે કે ચિરંતન સુખ છે ક્યાં ..?નામ મેળવવામાં ..? દામ મેળવવામાં ? કામ મેળવવામાં ? અને આપણે આ બધા જ પાછળ મહામુલી જિંદગીનો કિમતી સમય આપી દઈએ છીએ . શું આ બધું મળતા જ આપણને સુખની અનુભૂતિ થાય છે ખરી? પૈસા મળ્યાં પછી પણ આપણને વધુ…
Added by Geeta doshi on April 27, 2013 at 4:49pm — No Comments
તમે બઘા કોણ?
અમે?
અમે આંસુ.
તો અહીંયા કેમ આવ્યા?
અમને પોતપોતાની ઓળખ જોઈએ છે.
ઠીક છે,અહી લાઈનમાં આવી પોતપોતાનો પરિચય આપો.
એક રડમસ આંસુ આવી બોલ્યું:
હું રુમાલથી લુછેલું આંસુ,મારુ અસ્તિત્વ રુમાલમાં જ રહી જાય છે...!
તેના પછી લાઈનમાં વૃધ્ધ લાગતુ આંસુ લાકડીના ટેકે આવ્યું:
હું નોધારું છું, ટપ કરીને માટી પર પડી જાઉ છું ને એટલી માટી ખારી બસ એટલું જ...!
એક આંસુ તો ભીનો તકીયો નાચોવીને કહે:
હું છું પણ કોઈને…
Added by Geeta doshi on April 27, 2013 at 4:45pm — No Comments
" શું વાત છે .."
જીંદગી તો આમ ચાલ્યા જ કરે ...
પણ કઈ અલગ થઇ જાય તો.. " શું વાત છે .... "
નથી પૂરવા રંગ અમારે ભાત-ભાત ના ...
પણ કોઈ મેઘધનુષ બનાવી જાય તો.. " શું વાત છે ....."
નથી કહેવું કોઈ ને કઈ ...
પણ કહ્યા વગર જ કોઈ સમજી જાય તો .. " શું વાત છે .. "
અલગ અલગ ચહેરાઓની છે આ દુનિયા ..
પણ કોઈ ઓચિંતું અજાણ્યું જ હસી જાય તો.. " શું વાત છે .."
જિંદગી એ પ્રેમ નું બીજું નામ છે ..
પણ .. " તમે જ પ્રેમ છો .. " એમ કહી જાય તો .. " શું વાત…
Added by Geeta doshi on April 25, 2013 at 7:09pm — 2 Comments
ખજાનો ...
તો શું થયું,
જો આજે તને મારી ફરિયાદ છે..?
તારી યાદ તો મારી સાથે છે...
તો શું થયું,
જો તું ચુપ-ચાપ છે..?
તે કરેલી વાતો તો મારી સાથે છે ....
તો શું થયું,
જો તને લાગે તારો દિવસ મજાનો છે ..?
આપણે સાથે વિતાવેલો સમય તો મારો ખજાનો છે ....
તો શું થયું,
જો તારી લાગણીનો સ્તોત્ર બંધ છે ...?
તારો ને મારો આજ પણ સંબંધ છે ...
ગીતા
Added by Geeta doshi on April 25, 2013 at 1:18am — No Comments
જેમાં ખૂબ જ ગળપણ હોય, બસ તારું એવું વળગણ હોય,
મારો ચહેરો ધારું, ને દિસે તારો ચહેરો એવું એક દપૅણ હોય.
કાશ ! આપણું આવું એક સગપણ હોય.
- રાહુલ શાહ
Added by Geeta doshi on April 20, 2013 at 2:56pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service