Made in India
સુખ એટલે કે .........
એક કવિએ બહુ સુંદર લખ્યું છે ..
"સુખ નથી કોઈના ચહેરામાં ;
સુખ નથી ફૂલોના સહેરામાં ;
સુખ તો સમાયેલું છે તમારી;
બે માસુમ પાપણોના પહેરામાં ..!"
આપણા દરેક કર્મ પાછળનો હેતુ જોવા જઈએ તો એ સુખ ..અપરંપાર સુખ મેળવવાનો હોય છે. પણ સવાલ એ છે કે ચિરંતન સુખ છે ક્યાં ..?નામ મેળવવામાં ..? દામ મેળવવામાં ? કામ મેળવવામાં ? અને આપણે આ બધા જ પાછળ મહામુલી જિંદગીનો કિમતી સમય આપી દઈએ છીએ . શું આ બધું મળતા જ આપણને સુખની અનુભૂતિ થાય છે ખરી? પૈસા મળ્યાં પછી પણ આપણને વધુ ને વધુ મેળવવાનો લોભ જાગે છે ..ખબર છે કે વાપરી શકાય તે કરતાં પણ વધુ છે તો પણ .કીર્તિ મેળવવા ગમે તેવા હવાતિયા મારશે .પાંચ ,પચીસ ,પાંચસો કે પાંચ હજાર માણસો આપણને જાણે એટલા માટે જ ...અહમ સંતોષવાની એક ભૂખ જાગે છે .મનગમતું કામ કરવાને બદલે આ બધું જ મેળવવા આપણે કોઈ પણ કામ કરીને ખરેખર તો કામના ગુલામ થઇ જઈએ છીએ .
જે તમારો શોખ હોય ,જેના માટે તમને પેશન હોય એ જો તમારી આજીવિકાનું સાધન બને તો એના જેવું સુખ એક પણ નહિ . એટલે જ કલાકારો ,વિજ્ઞાનીઓ ,રમતવીરો સાચા સુખની ખુબ જ નજીક હોય છે .
એક વાર એક ખેડૂત લીમડાના ઝાડ નીચે બપોરે નિદ્રા માણતો હોય છે.ત્યાંથી એક વેપારી પસાર થાય છે .એને આ બિચારા ગરીબ માણસની દયા આવી . એને થયું ચાલ આ માણસને વેપારની બે ચાર વાત સમજાવી એની ગરીબી દુર કરીને સુખી કરું .
વેપારીએ કહ્યું : તું આમ બેસી રહે એના કરતાં થોડી ગાયો રાખ. એના દૂધ માંથી તને ઘણા પૈસા મળશે .પછી તું ઘણી બધી ગાયો ખરીદી ને મોટો તબેલો રાખ . દુધની ડેરી બનાવ . પછી ઘણી બધી જમીન ખરીદી શકશે .અને માણસો અને મશીન રાખીને ખેતી કરાવવાની .તારી પાસે મોટો બંગલો અને જમીનો હશે ..બસ પછી લીલાલહેર ......
ખેડૂતે પૂછ્યું : શેઠ પછી શું કરવાનું ?
શેઠ : બસ પછી નિરાંતે લાંબા પગ રાખી આરામ ફરમાવવાનો ..!
ખેડૂત : શેઠ ...અત્યારે એ જ તો હું કરી રહ્યો છું .આ બધું કર્યા પછી પણ અંતે તો શાંતિ થી આરામ જ કરવાનો છે ને ..!અને શેઠ તમને હું પૂછું કે ,શું તમે આ બધું મેળવ્યા પછી શાંતિ અને સુખથી રહી શકો છો ખરા ?
શેઠે કહ્યું :નાં
તો પછી સુખ માટે આટલા બધા વલખા શા માટે ?
મોટા ભાગના લોકો માને છે કે પૈસાથી બધાજ સુખ ખરીદી શકાય છે .
પરંતુ ,
પૈસા કદાચ તમને સારી કોલેજમાં એડમીશન અપાવી શકશે... પણ જ્ઞાન તો નહિ જ .
પૈસાથી તમે મોંઘા બેડ ખરીદી શકશો... પણ ઊંઘ તો નહિ જ.
પૈસાથી તમે મોટું મકાન ખરીદી શકશો.. પણ ઘર તો નહિ જ.
પૈસા તમને સામાજિક મોભો અપાવી શકે ..કીર્તિ તો નહિ જ .
પૈસાથી તમે મોંઘી દવાઓ ખરીદી શકશો ..પણ તંદુરસ્તી તો નહિ જ .
પૈસાથી તમે ચમચાઓ ખરીદી શકો ....સાચા મિત્રો તો નહિ જ .
તો મિત્રો સાચું સુખ શેમાં છે ? એક અંગ્રેજ કવિએ સરસ લખ્યું છે
Those pleasure are the greatest which are the cheapest .
ચિરંતન ખુશીઓ તો નાની નાની બાબતો માં હોય છે .
માતાનાં ખોળામાં બાળક રમે છે એની ખુશી માતા,બાળક અને એ જોનારને અપ્રિતમ આનંદ આપે છે અને આ આનંદ જેવું બીજું સુખ શું હોઈ શકે ?
બાળપણમાં લખોટી જીતીને ભેગી કરવામાં જે આનંદ આવતો હતો એ શું અત્યારે પૈસા ભેગા કરવામાં આવે છે ?..લખોટીઓથી જયારે ખીસું ભરેલું રહેતું ત્યારે સૌથી ધનવાન હોવાનો અનુભવ થતો .
વહેલી સવારે ઉગતી ઉષાના કિરણોને જોવા સાથે જે નયનરમ્ય દશ્યો જોવા મળે છે એવો આનંદ પૈસા ખર્ચવાથી મળે એવી કોઈ જગ્યા ખરી ? કે આથમતી સંધ્યાના શૃંગારિક નવલાં રૂપ જેવા બીજા કોઈ સૌદર્યો હોઈ શકે ખરા ..?
સાગરના મોજાઓ જોડે મસ્તી કરતાં ડૂબકી મારો કે પછી નદીના વહેણ સાથે માઈલો સુધી વહી જાવ એવો આનંદ મર્સીડીઝ કે બી. એમ. ડબ્લ્યુની સવારીમાં આવે ..?
વહેલી સવારે ઉઠી પક્ષીઓના ગીતો સાંભળવા જેવું બીજું કોઈ સંગીત હોઈ શકે ખરું ?એકલા પહાડો અને જંગલોમાં ઘૂમી જે શાંતિનો અનુભવ થાય એવો એ. સી. ચેમ્બરની ઓફીસમાં બેસીને થઇ શકે ખરો ?
Happiness is the journey not the destination .
સુખ એ એક પ્રવાસ છે .જે સતત આનંદમાં રહી ,બીજાને આનંદમાં રાખી કરવાનો છે. ગમતાનો ગુલાલ કરવાનો છે . એટલે જ બાળપણ એ સૌથી સુખી અવસ્થા છે . એકદમ સહજ છે. જેમ જેમ બાળક માંથી મોટા થઈએ છીએ તેમ તેમ આડંબર અને અહંકારના ગુલામ થતા જઈએ છીએ
સુખ એટલે કે તમને મળેલા ફૂલોમાંથી ગજરો બનાવવાની કળા. એ ફૂલ ગુલાબ,મોગરો ,જુઈ ચમેલી કે કોઈ પણ હોઈ શકે .અને એ જ તો જિંદગી જીવવાની કળા છે .
તો દોસ્તો સુખ ખરેખર શેમાં છે? પોતે અને સમાજે પહેરાવેલા જાતજાતના મુખવટા કાઢીને જુઓ તો જ ખબર પડશે કે જે આપણી પાસે જ હતું તેને બહાર શોધવામાં આપણે જિંદગીનો કેટલો બધો સમય વેડફી નાખ્યો ? અંતે ખબર પડે કે ઈશ્વરે આ દુનિયામાં મને સુખ સાથે જ મોકલ્યો હતો પણ ...અફસોસ કે મને સાચવતા જ ન આવડ્યું ..!
-નિપુણ ચોકસી
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com