ચિતા ભડભડ સળગી રહી હતી. જુવાન લાશ બળી રહી હતી. વાતાવરણમાં દબાયેલો ડૂમો હતો. ગમગીની હતી. કયાંક કયાંક સંભળાઈ રહેલા ડૂસકાં હતાં. લબકારા મારતી જવાળાઓની આંચ આકરી થઈ, એટલે કુટુંબના એક દૂરના વડીલે સુદર્શનને…

ચિતા ભડભડ સળગી રહી હતી. જુવાન લાશ બળી રહી હતી. વાતાવરણમાં દબાયેલો ડૂમો હતો. ગમગીની હતી. કયાંક કયાંક સંભળાઈ રહેલા ડૂસકાં હતાં. લબકારા મારતી જવાળાઓની આંચ આકરી થઈ, એટલે કુટુંબના એક દૂરના વડીલે સુદર્શનને જરા પાછળ ખેંચી લીધો. બે-ચાર અનુભવી જુવાનિયા ચિતાનાં લાકડાં સંકોરવામાં પડયા હતા. એક અડધું બળેલું લાકડું પડી ગયું અને લાશનો ચૂંદડી ઢાંકેલો પગ દેખાઈ ગયો.રત્નાનો પગ. એની પ્રેમિકાનો પગ અને પત્નીનો પગ. જે પગને એણે પ્રેમવશ અને કામવશ સેંકડો વાર ચૂમ્યો હતો એ પગ. રત્ના જયારે જયારે હથેળીમાં મેંદી મૂકતી, ત્યારે સુદર્શન જીદ કરીને એના પગ ઉપર પણ લીલાં પાનનો રાતો રંગ પ્રસરાવડાવતો. એક વાર આ જ પગ ઉપર કપાસી થઈ હતી, સુદર્શને ડૉકટર પાસે રત્નાને લઈ જઈને એ દૂર કરાવી હતી.

‘પણ છોને રહી? મને નથી નડતી એ કપાસી.’ રત્નાની આનાકાની અને સુદર્શનનો તોફાની ઉત્તર : ‘મને નડે છે.’

આ એ જ પગ જે એક વાર બૂઝાઈ ગયેલા તારામંડળ ઉપર પડી ગયેલો અને રત્ના ચીસ પાડી ઠેલી. દિવાળીનો ફટાકડો બુઝાયેલો હતો, પણ એનો તાર જેવો પાતળો સળિયો ગરમ-ગરમ હતો. ગુલાબી પાનીમાં કાપો – લકીર પડી ગઈ હતી. અને રત્ના દર્દની મારી રડી રહી હતી. એ જ પગ અત્યારે ચૂપચાપ સળગી રહ્યો હતો. ન કોઈ પીડા, ન ચીસ, ન શિકાયત, ન સારવાર. મોતથી વધારે ખામોશ બીજું કશું જ નથી આ જગતમાં.

સુદર્શનની આંખો છલકાઈ ઠી. એ જૉઈને બાજુમાં ઉભેલા વડીલે એના કાનમાં ફૂંક મારી : ‘રડીશ નહીં, બેટા! બે મહિના સુખે-દુ:ખે કાઢી નાખ. પછી પાછો તને હસતો કરી દઈશ. આ એક હતીને, એવી જ બીજી લાવી દઇશ.’

સુદર્શનને ઝાળ લાગી ગઈ. એણે વડીલની સામે જૉઈને આંખો ફાડી : ‘આ હતી એ માત્ર એક નહોતી, મારે મન એ એકની એક હતી, એક માત્ર હતી. ખબરદાર, ફરી વાર જો આ વાત કરી છે તો!’

વડીલ બોલ્યા નહીં, પણ એમનું મન બોલી ઠયું : ‘મર વાંઢો ત્યારે! મારે શું?’

વિધુરને વાંઢો ન કહેવાય. પણ વાંઢો ગણવામાં પ્રેકિટકલી કંઈ વાંધોય ન ગણાય. વાસ્તવમાં વિધુરની દશા વાંઢા કરતાંયે ભૂંડી હોય છે. ભૂખ્યો વાઘ અને પત્નીસુખ ચાખી ચૂકેલો વાઘ, આ બે વરચે અંતર છે. વિધુરને બિચારાને દિનમેં અપને ઔર રાતમેં સપને સતાયા કરતે હૈ.

સુદર્શનની પણ એ જ સ્થિતિ હતી. અગિયાર વર્ષનું હર્યું-ભર્યું દાંપત્ય, ત્રણ દીકરાઓ અને જીવનભર ચાલે એટલું સંભારણાનું ભાથું મૂકીને રત્ના ચાલી ગઈ. માત્ર બે દિવસની માંદગી જીવલેણ નીવડી. ડૉકટર પણ થાપ ખાઈ ગયા. ફાલ્સિપેરમ મલેરિયા છે એ વાતની ખબર પડી, ત્યાં સુધીમાં તો રત્નાને બ્રેઇન હેમરેજ થઈ ચૂકયું હતું.

જેને કયારેય છાતીએથી અળગી કરી નહોતી એની ચિતાની રાખને કપડાં ઉપર, માથાના વાળમાં અને આંખોની લાલાશમાં ભરીને સુદર્શન ઘરે આવ્યો, ત્યારે ઘરમાં રડારોળ મચી હતી. સગાંની સ્ત્રીઓ રડતી હતી, વૃદ્ધ મા રડતી હતી, ત્રણ બાળકો રડતાં હતાં. દુનિયાદારી પતાવીને ટોળું વિદાય થયું. એ પછી સુદર્શનને તફાવત સમજાયો. રૂદન-રૂદનમાં ફરક હોય છે. મોટેરાં રડતાં હતાં એ મોતને રડતાં હતાં, ત્રણ દીકરા એમના અંગત કારણોને રડતાં હતા.

નવ વર્ષનો પૂર્વજ મમ્મી વગર હોમવર્ક કોણ કરી આપશે એની ચિંતામાં હતો. છ વર્ષનો હર્ષ એના અધૂરા રહી ગયેલા સ્વેટરને રડતો હતો અને ત્રણ વર્ષનો અનુજ, એને ભૂખ લાગી હતી. મેગી ખાવી હતી. પપ્પા તો મેગીનું નામ સાંભળીને ઉશ્કેરાઈ જતા, પણ મમ્મી છાની-છપની મેગી બનાવી આપતી હતી.

‘બેટા, વરસી વળાઈ જાય એટલે બીજી વહુ લાવવી પડશે.’ મા ઘરડી થવા આવી હતી, નાનાને છાનો રાખતાં એણે વાત ચાલુ રાખી : ‘મારા તો હવે પગ ભાંગી ગ્યા, દીકરા! આ ત્રણ ભટુરિયાંને હું કેવી રીતે ઉછેરું?’

સુદર્શને સ્મશાનવાળો સંવાદ તો ન ઉરચાર્યો, પણ માની સામે આંખ માંડી એ તો પેલી મસાણવાળી જ જોઈ લ્યો! બિચારી મા પણ ડરી ગઈ.

બેન્કની નોકરી હતી. કેટલા દિવસ ઘરે બેસી રહેવાય? પત્નીની કારજક્રિયા પતાવીને સુદર્શન નોકરીમાં હાજર થઈ ગયો. સાથી કર્મચારીઓએ પહેલી નજર હમદર્દીની બતાવી, પછી બીજી નજરમાં શિખામણ રજૂ કરી : ‘પંદર જ દિવસમાં આવી હાલત? મહેતા, તું લગ્ન ભલે છ મહિના પછી કરે, પણ છોકરી શોધવાનું તો આજથી ચાલુ કરી દે.’

‘અરે, શોધવાનીયે કયાં જરૂર છે? સાસરીપક્ષમાં હાજર જ છે.’ કેશિયરના ચોપડામાં બધાંનો હિસાબ હાજર હતો : ‘રત્નાભાભીની બહેન. રચનાને જૉઈ છે તમે? સીતા ઔર ગીતા જોઈ લ્યો.’

‘શટ અપ, પંડયા! પૈસા ગણવામાં ઘ્યાન રાખ. આ મહિનેય બે-પાંચ હજાર મૂકવા પડશે.’ સુદર્શને મિત્રને શાંત પાડી દીધો.

પણ ગણગણાટ ધીમે-ધીમે તાપણામાંથી ઠતા ધુમાડાની જેમ ફેલાઈ રહ્યો હતો. સુદર્શનની સાળી ઉપર લગભગ સો ટકા સ્નેહીજનોની સંમતિનો સિક્કો વાગી ચૂકયો હતો. અધૂરું હતું એ સુદર્શનની ઘરડી માએ પૂÊરું કર્યું.

‘બા, બે જ દીકરા કેમ છે ઘરમાં? નાનકો કયાં?’ સાંજે બેંકમાંથી ઘરે આવ્યા પછી સુદર્શને પૂછયું.

‘એની માસી આવીને તેડી ગઈ. મારાથી સચવાતો નહોતો. મેં તો કહી દીધું કે ત્રણેયને લઈ જા ને! તને દત્તક આપ્યાં!’

‘બા, ગાંડી તો નથી થઈ ગઈને? બિચારી કાચી-કુંવારી છોકરીને આમ ત્રણ છોકરાંની મા તે બનાવી દેવાતી હશે?’

બાનો અવાજ ભીનો થઈ ગયો : ‘તો પછી દીકરા, રચનાનો છેડો ઝાલી લેને! લગન કરી લે એની હારે. તારા ત્રણ દીકરાનેય સાચવી લેશે અને ભેળાભેળો મારા એક દીકરાને પણ….

સુદર્શન ઉઠીને બીજા રૂમમાં ચાલ્યો ગયો : ‘મારી ભૂલ થઈ ગઈ, તારી સાથે વાત કરી. હવેથી આ વાત કાઢે એ બીજા.’

અને ખરેખર સુદર્શને ફરી કયારેય એ વાત ન કાઢી. સગાં-સંબંધીઓ, અડોશી-પડોશી, અરે ખુદ એનાં સાસુ-સસરા સુદર્શનને મનાવીને થાકી ગયા. રત્નાની સગી નાની બહેન રચના પણ એની આંખમાંથી અને વર્તનમાંથી પૂરેપૂરી સંમતિ વરસાવતી રહી, પણ સુદર્શને લગ્ન નામની દિશામાં ખૂલતાં તમામ બારી-બારણાં જડબેસલાક બંધ કરી લીધાં.

પૂરાં આઠ વર્ષ નીકળી ગયાં. એ સમય સુદર્શને એક પ્રકારના ટ્રાન્સમાં જ પસાર કરી દીધા. જિંદગી શુષ્ક બની ગઈ અને એ યંત્રમાનવ. એની જીભનો ચટાકો આથમી ગયો, શરીર ઉપરથી ફેશન ગઈ, માત્ર કપડાં રહ્યાં, મગજ રહ્યું, પણ મિજાજ મરી ગયો.

બાળકો મોટા થયાં, ત્યારપછી બાપને ખબર પડી કે આ પોણો દાયકો કોના કારણે સહ્ય બની શકયો હતો! પૂર્વજ હવે સત્તર વર્ષનો થયો હતો. એણે એક દિવસ સુદર્શનને પૂછયું : ‘ડેડી, તમે રોજ સવારે ભગવાનની છબી સામે ભા રહીને હોઠ ફફડાવો છો એ શું કરો છો? કયારેય પૂજા કરતા નથી. નહીં દીવો, નહીં અગરબત્તી….’

‘ગાળો દઉં છું તારા ભગવાનને. એણે શા માટે તારી મા છીનવી લીધી મારી પાસેથી? દુનિયા આખી એને દયાળુ માને છે. એણે મને જ કેમ અન્યાય કર્યો?’

‘પપ્પા, ભગવાનની વાત છોડો. પણ તમે એક જણની સાથે સતત આઠ વર્ષથી અન્યાય કરતા આવ્યા છો એનું શું? તમારી જાતને ગાળો આપોને?’ પૂર્વજે લોઢું ગરમ જોઈને હથોડો ઝીંકયો.

‘કોની વાત કરે છે તું?’

‘મારી માસીની.’ પૂર્વજની આંખો રડી પડી. ચૌદ વર્ષનો હર્ષ અને નવ વર્ષનો અનુજ પણ એને વળગીને ભા હતા : ‘તમે એમ માનો છો કે અમે એમ ને એમ મોટા થઈ ગયા? દાદીથી તો ચલાતું પણ નથી. અમને રસોઈ બનાવીને જમાડયા કોણે? અમને નવડાવ્યા કોણે? વાર્તાઓ કોણે સંભળાવી? ઘરનાં કચરાં-પોતાં, ઠામ-વાસણ, કપડાં… કોણે કર્યા આ કામ? ઘરમાં એકેય નોકર-ચાકર તો હતાં નહીં. આ બધું રચનામાસી કરી જતાં હતાં. પપ્પા, તમે ઘરમાં જાવ એ પછી એ આવતાં અને તમે બેન્કમાંથી છૂટો એ પહેલાં એ ચાલ્યાં જતાં. તમે કયારેય અમારી પીરસાયેલી થાળીઓ જૉઈ છે? અમારાં કપડાં, નખ, વાળ જૉયા છે? અમારી માર્કશીટ્સ કદીયે તપાસી છે? એ તમામ ચીજૉમાં અમારી માસીનો હાથ ફરેલો છે. હાથ શાનો? હેત ઢળેલું છે. આજે અમારી માસી અઠ્ઠાવીસ વર્ષની થવા આવી. બે વર્ષ પછી એ લગ્નના બજારમાંથી બહાર ફેંકાઈ જશે. પપ્પા, તમે ક્રૂર છો. એક તમને પરણીને મરી, બીજી પરણ્યા વગર મરશે.’

બીજે જ દિવસે સુદર્શન રચના જોડે પરણી ગયો. લગ્નની પહેલી રાતે સુદર્શને પત્નીને પૂછયું : ‘આઠ-આઠ વર્ષ સુધી તને મેં રાહ જોવડાવી, એ પછી તને આશા હતી કે હું તારી સાથે લગ્ન કરીશ?’

રચનાની આંખોમાં રત્ન જેવી ચમક હતી : ‘આશા નહીં, ખાતરી હતી. આઠ વર્ષનો ઇંતઝાર એ ઇંતઝાર નહીં, પણ તપ હતું. અને તપની સામે હર કોઈએ ઝૂકવું જ પડે છે.’!!!!!!!!!1

(એક ગુજરાતી લેખક – મિત્રની જિંદગીમાં બની ગયેલી સત્ય ઘટના. લગ્નની પ્રથમ રાતે પત્નીએ પતિ પાસેથી માગેલું વચન : ‘મારે મારી કૂખેથી જન્મેલું એક પણ બાળક ન જૉઈએ. આ ત્રણ છે એ મારાં જ છેને!’)
dr.sharad thakar

Views: 124

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service