Made in India
પ્રેમની વાતો જાહેર ના કરશો ક્યારેય પણ ,
ચાંદની રાતો યાદ ના કરશો ક્યારેય પણ .
કામિની, રસિલી, ચંચળ, મધુભાષિની પ્રિયે તું,
પાણીયારી આંખોમાં જળ ના ભરશો ક્યારેય પણ .
તારા પડછાયામાં લાગે નિરાંત ના જાણું કેમ ,
ગ્રહોની જેમ જીવનમાં ના ન્ડશો ક્યારેય પણ .
૭-૪-૧૩
Added by Darshita babubhai on April 16, 2013 at 3:50pm — No Comments
એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !
એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !
એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !
તો ય તે ના રંજ કૈં મનમાં રહે -
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…
Added by Stuti Shah on April 16, 2013 at 3:45pm — 3 Comments
Added by Ashok Vavadiya on April 16, 2013 at 3:28pm — No Comments
તારી દીધેલી છે સોગાત કોને કહું ?
આવી તારી યાદ એ વાત કોને કહું ?
રહીશ જીવન ભર સાથ સાથ કહી .
અધવચ્ચે છોડી ગયો તું હાથ કોને કહું ?
ચઢ્યા મેં કપરા ચઢાણ જીવન ના ..
કિસ્મત સાથે ભીડી મેં બાથ કોને કહું ?
સજે છે તારી હરેક રાત મહેફિલ માં ...
એકલતા ની સુરાહી ની સાંજ કોને જાહુ ?
તું તો બની ગયો ફનકાર પ્રકાશ નો ..
મારી જુલ્ફો ની કાળી રાત કોને કહું ?
વરસો વહી ગયા ઝેર અમે પી ગયા .
હવે ખુલતી નથી આ ગાંઠ કોને કહું ?
દર્દ ભરેલા દિલ માં ગીતો છે…
ContinueAdded by smita parkar on April 16, 2013 at 1:21pm — 2 Comments
"ખબર"
ક્યાં જઈ રહ્યો છું મને નથી ખબર
હતોત્સાહ થયેલા મન ની છે અશર
ક્યાં જઈ અટકશે રસ્તો કોને ખબર
રસ્તા માં આવેલા વણાંકો ની છે અશર
યુવાની ને વૈદિક વિચારધારા ની ક્યાં ખબર
ભોગવિલાસ માં રાચતી દુનિયા ની અશર
લોહી લાલ શુકામ બને છે કોય ને ખબર
છતાં છે નાસ્તિકોની જગ માં અશર
ભાંગતી રહેલી કુટુંબ વ્યવસ્થા ની ક્યાં કોય ને ખબર
રીયાલીટી શો અને સીરીયલો ની છે અશર
ખબરદાર છે જો કોયને કરી ખબર
ભ્રષ્ટાચાર માં પીગળેલી દુનિયા ની…
Added by dhaval Sathwara's Page on April 16, 2013 at 9:32am — No Comments
કાળા મુલાયમ વાળ અને શોભે તેમા ફુલ રંગબેરંગી,
જોવ તને જ્યારે પણ ,મારા દિલ માં ઉઠે વિચારો પચરંગી...
સાત સુરોની મહેફીલ જામે,જો છેડે તું ઍક સાદ,
લલચાય જાય આ કોયલ પણ,તો મારી શું વિસાત..
આખિયે ધરા ને પોષણ આપે,જો તારૂં ઍ સ્મિત રેલાય,
ખીલી ઉઠે સવાર, બપોર ને સાંજ, તો મુજથી કેમ રહેવાય...
આંખ ઉઘડતી જોવા કાજે , પક્ષીઓ બારીઍ ડોકાય,
ઉભો રહું હું તેની પાછળ, તો મને પણ (બહું) થોડું દેખાય...
નિત-નવા શૃંગાર કરી ને,…
ContinueAdded by BIHAG TRIVEDI on April 16, 2013 at 9:31am — No Comments
ક્યાં સુધી વણમાંગ્યા આવરણો ને માન આપીએ .
પ્રચંડ પ્રતિકાર તણી અગ્નિ જ્વાળા ને ચાલોને આચરણ માં લાવીએ.
અત્યાર સુધી સંજોગોનેજ દોષ આપ્યો માનવીએ .
ગુણ દોષો ના પોટલા પડ્યા જો તો ખરી મન ના માળીયે.
Added by dhaval Sathwara's Page on April 16, 2013 at 9:29am — 1 Comment
સિતાર બંધનોથી બંધાયેલી છે,
એટલે એમાંથી મધુર સુર નિકળે છે.
નરઘું બંધનોથી બંધાયેલુ છે,
એટલે એમાંથી મનહર રણકો નિકળે છે.
કુટુંબ બંધનોથી બંધાયેલુ છે,
એટલે એમાંથી પ્રેમવાત્સલ્ય નીતરે છે.
હોડી બંધનોથી બંધાયેલી છે,
એટલે એ ધારી દિશામાં દોટ મુકે છે.
ચાંદો-સુરજ બંધનોથી બંધાયેલા છે,
એટલે દિવસ-રાત્રીના ખેલ ખેલાય…
Added by Aarti Bhadeshiya on April 16, 2013 at 8:23am — 1 Comment
Added by Vinay on April 16, 2013 at 6:34am — No Comments
કવિતા છે આપણી.....!
એમ કર, તુ તારૂ કર હું મારૂ…! ખોટી ફરીયાદ ના કર. અર્થોના અનર્થ ના કર, શબ્દોને બેહાલ ના કર. કવિતા છે આપણી ! ગમે તો તુ પ્યાર કર, મને ગમે તો હુ કરૂ. સપનામાં રાતને હેરાન ના કર, સવારને એની જાણ ના કર. લયનાં ઝૂમખાં દબાવ્યા ના કર, પંક્તિઓને તું રડાવ્યા ના કર. કવિતા છે આપણી ! ગમે તો તુ પ્યાર કર, મને ગમે તો હુ કરૂ. નજરની સફર રોક્યા ના કર, ચિત્રોને એના ટોક્યા ના કર. રંગોને જેમતેમ ઢોળ્યા ના કર, સેંથાને તુ વગોવ્યા ના કર. કવિતા છે આપણી ! ગમે તો તુ પ્યાર કર, મને ગમે તો હુ કરૂ.…
ContinueAdded by S.k.solanki on April 16, 2013 at 4:51am — No Comments
છંદ-શિખરિણી
ઉમટ્યા વ્યોમે આ, પવન લહરે, વાદળ ધસી
છવાયા ગાજીને, વન ગિરિશૃંગે, સ્નેહ ધરવા
વરસ્યો ખાંડે એ, ખળખળ વહે, મસ્ત…
Added by Rameshchandra Javerbhai Patel on April 16, 2013 at 4:01am — No Comments
ડૂબે છે એમાં કોઈ, કોઈ માત્ર સ્પર્શે છે,
કદી શરાબ ગઝલ છે, કડી છે જામ ગઝલ !
- મરીઝ
posted by Max Babi 15th April 2013
Added by Max Babi on April 15, 2013 at 11:09pm — No Comments
khuda ko apna mehboob bana kabhi, dekh phir mohobbat kya rang lati hai, wo ruthta bhi nahi, usey manana bhi nahi, wo tera hai aur tere liye hi khush hota hai
ContinueAdded by Chital manish Gandhi on April 15, 2013 at 10:45pm — No Comments
દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,
કે મુજને મુફલીસીમાં પન માલામાલ રાખે છે.
નથી એ રાખતા કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે,
નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે?
મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતુ,
મને લાગે છે મારો જીવ ઝદપિ ચાલ રાખે છે.
જમાનો કોણ જાણે વેર વાળે છે ક્યા ભવનુ?
મલે છે બે દિલો ત્ય મધ્યમા દીવાલ રાખે છે.
જીવન નુ પુછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
છતા હિમ્મત જુઓ ક નામ અમૃતલાલ રાખે છે.
Added by Komal Bhatt on April 15, 2013 at 9:48pm — No Comments
ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.
‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.
Added by Komal Bhatt on April 15, 2013 at 9:47pm — No Comments
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું…
Added by Komal Bhatt on April 15, 2013 at 9:47pm — No Comments
મિત્રો આવકાર છે આપનો ગુજરાતીમાં ,
વાચો,વિચારો અને લખો ગુજરાતીમાં .
ગુજરાતી આપને આપની અભિવ્યક્તિ
બહાર લાવવામાં મદદરૂપ થશે. આપ
ગીત-ગઝલ -શેર -શાયરી અને ચર્ચા
દ્વારા આપ મસ્ત મઝા માણી શકશો.
તો ઉઠાવો કલમ અને આપને આવડે
તેવું ગીત-ગઝલ કે શેર-શાયરી લખી
બીજાને પણ આપનું કૌવત દેખાડો.
આવકાર છે- =આગમન છે આપનું
ગુજરાતી== ગુજરાતીના આંગણે.===
Added by Komal Bhatt on April 15, 2013 at 9:34pm — No Comments
Added by Ashvini Chopra on April 15, 2013 at 7:41pm — 5 Comments
ફરી એક સાંજે ...
આજે,
ગરજતાં વાદળો અને ચમકતી વીજળી ને પણ ઠગી
વરસતાં મુશળધાર વિચારોમાં "લાગણીઓનાં" છંદો પધાર્યા .
કોરી કોરી હું ભીંજાવાની રાહ જોતી
હે .. આસમાન ,
તને શું ખબર કે મેં લાગણીઓનો સાગર ભર્યો છે
"મારી ભીતર"
--શ્રીદા-
Added by Shreeda Doctor on April 15, 2013 at 7:29pm — No Comments
Added by Jaydeep B. Gusai, "Zakham" on April 15, 2013 at 7:24pm — 1 Comment
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service