My first story..""ABALAAO''--For your coment please..

....

  અબળાઓ'' -મારો વાર્તા લખવા નો પ્રથમ પ્રયાસ છે-''ABALAO''--my first story

    Posted by Dr Pravin Sedani on September 10, 2010 at 9:30am
    View My Blog

મિત્રો,
''અબળાઓ'' -મારો વાર્તા લખવા નો પ્રથમ પ્રયાસ છે.નારી શક્તિ ને મેં હમેશા ઉંચી મુલવી છે.
આપ ના ભાવો- પ્રતિભાવો -સલાહ સૂચનો -જેણે હમેશા મારા કાર્ટુનો -મારા સંગીત -મારા પેન્ટિંગ
વગેરે માં મારો ઉત્સાહ વધાર્યો છે- તેની હું રાહ જોઇશ જ .
આભાર.
ડો સેદાની

''અબળાઓ ''

મધર ટેરી ના વારંવાર ખાંસવા ના અવાજથી વ્યથિત થયેલી થેલ્માં એ સૂચિત
નજરે યેલ્માં સામું જોયું . મધર ટેરી ના ડાયપર બદલવા નો સમય થાય ત્યારે અચૂક તે આ રીતે ખાંસતા .
આ વખતે તેનું ડાયપર કોણ બદલે એ બંને બહેનો એકબીજા તરફ જોઈ આંખો વડે નક્કી કરતા. અંતે પોતાના દુખતા
ડાબા પગના ઘુટણ પર હાથ રાખી યેલ્માં ડાયપર બદલવા માટે ઉઠી. ટોમ હાજર હોત તો કદાચ તેણેજ આ કાર્ય
કર્યું હોત,પરંતુ આજે ૨૫ ડીસેમ્બર - ક્રિસમસ ના દિવસે પણ ટોમ નો ફોન હજુસુધી નહોતો આવ્યો. ક્રિસમસ ની
બરફ આચ્છાદિત શેરી પર નજર નાખી દુખતા ગોઠણ સાથે યેલ્માં મધર ટેરી પાસે આવી.


નેવેડા ના ઉત્તરીય ભાગ માં આવેલા આ નાના એવા ગામ ની સવાર હજુ આળસ
મરડી નેઉભી થઇ રહી હતી. અમેરિકા ના ઘણા નાના ગામો ની ભૂગોળ ભૂમિતિ સમયાંતરે બદલાતી નથી,
એવુજ આ ટર્કી ગામ હતું.,જેમાં છેલ્લા ઘણા વર્ષો થી કશો મોટો ફેરફાર થયો ન હતો. પરંતુ ગામના પ્રજાજનોએ
આજે ક્રિસમસ કરતા પણ આવતીકાલ ૨૬ ડીસેમ્બર ને પૂરી ધામધૂમ થી ઉજવવાનું નક્કી કરેલું.,કારણકે મધર ટેરી
આવતીકાલે ૧૦૦ વર્ષ પુરા કરશે. આજ ગામ માં જન્મી ને અહીજ ૧૦૦ વર્ષ પુરા કરેતેવી વ્યક્તિ અહીંના લોકોની યાદશક્તિ
માં કોઈ ન હતી. એટલે જ મધર ટેરી નાં જન્મદિવસ નો ઉત્સાહ ગામનાલોકો માં હતો.
પરંતુ મધર ટેરી ના ઘર માં જાણે જીવન થંભી ગયું હતું .તેની બંને પુત્રીઓ
યેલ્માં અને થેલ્માં ૮૨ વર્ષ વટાવી ચુકી હતી,બંને જોડિયા બહેનોએ લગ્ન
કર્યાં નાં હતા. ૨૫ વર્ષ પહેલા તો બંને બહેનો એક ગ્રોસરી સ્ટોર માં નોકરી
કરતી હતી, જે ઘર થી બહુ દુર ન હતો .અમેરિકાના જીવનધોરણ ની પાયારૂપ
કાર ની પણ તેમને જરૂર લાગી ન હતી. તેમના જીવન ના દિવસો મહિનાઓ અને વરસો
કોઈ પણ જાત ના ફેરફાર વગર પસાર થતા જતા હતા. ૨૨ વરસ પહેલા તેઓના જીવનમાં
એક નવો વણાંક આવ્યો.તેઓએ બાજુ ના ગામ માંથી એક અનાથ નીગ્રો બાળક ને
દત્તક લેવાનું નક્કી કર્યું. નસીબજોગે બંને ની સંયુક્ત આવક એટલી તો હતી જ કે
થોડી ઓપચારિક વિધિ બાદ તેમને તે બાળક દત્તક લેવાની મંજુરી મળી ગયી .
ત્રણેય વ્યક્તિ ને જીવન જીવવાનું એક નવું લક્ષ્ય નવું ધ્યેય મળી ગયું.
સાગર ર્મીલન નું ધ્યેય પ્રાપ્ત થતા સરિતા જેમ વેગ પકડે તેમ ટેરી યેલ્માં
અને થેલ્માં ની જીવન સરિતા એ વેગ પકડ્યો.ટોમ ના કપડા, ટોમ ના તોફાન,
ટોમ નું ભણતર ,ટોમ નો ખોરાક , આ બધાની આસપાસ જ તેઓની દિનચર્યા
ફર્યા કરતી .૨૫ ડીસેમ્બર ના દિવસે ટોમ ને દત્તક લીધેલો એટલે તેજ દિવસ ને ટોમ ના
જન્મદિવસ તરીકે તેવો ઉજવતાં.ક્રિસમસ ના દિવસે ઘેર જ બનાવીલી કેક
અને મીણબત્તી વડે ટોમ નો જન્મદિવસ ઉજવાતો. સાંજે તેઓ ચારેય એક ચર્ચ
માં સાથે જતા.
ટોમ ૧૦ વરસ નો થયો ત્યારબાદ તો બંને બહેનો એ નોકરી પણ છોડી દીધી હતી.
ત્રણ વ્યક્તિ ના સોશ્યલ સિક્યુરીટી ના પૈસા માંથી વ્યવસ્થિત ગુજરાન ચાલતું. નાનું પણ
પોતાનું ઘર તો હતું જ .સંતોષી માનવી ને વધુ આવશ્યકતા હોતી નથી. જોકે અમેરિકા નું
મોંઘુ ભણતર ટોમ ને આપી ના શકાયું છતાં પણ તેને સારો ડ્રાયવર -એક સારો મિકેનિક
અને તે કરતા પણ એક સારો અને સંસ્કારી પુરુષ તો બનાવી જ શક્યા. એટલુજ નહિ ૨૨ વર્ષ
ના ટોમ ને એક જૂની મોટરકાર પણ અપાવી દીધી જેમાં બે ક્રિસમસ સુધી તેઓ ચારેય સાથે
ટોમ ના જન્મદિવસે ફરવા જતા.
જીવન ના પલટાતા પ્રવાહે ફરી એક વાર ધીર ગંભીર વહેણ પકડ્યું.ટોમ ને
દુર ના એક ગામ માં નોકરી મળતા પોતાનું ગામ છોડવું પડ્યું.છેલી ત્રણ ક્રિસમસ
ટોમ ની ગેરહાજરી ને લીધે તેઓ સાદાઈ થી ઉજવતાં જોકે ૨૫ ડીસેમ્બર ના રોજ
સવારે ૧૦ વાગે અચૂક ટોમ નો ફોન આવતો,પણ તેની ગેરહાજરી સાલતી મધર ટેરી ની હાલત દિન પ્રતિદિન નાજુક થતી જતી હતી.દસ વર્ષ પહેલા
દ્રષ્ટી અને પાંચ વર્ષ પહેલા સાંભળવાની શક્તિ ગુમાવી દીધેલ.તે ઓછું હોય તેમ ગયા વરસે પક્ષઘાત
ના હુમલા ને લીધે તેનું ડાબું અંગ ખોટું પડી ગયું હતું. ઈશ્વર આવી વ્યક્તિ ને કોઈ ને કોઈ વિચીક્ષણ શક્તિ-
છટ્ઠી ઇન્દ્રિય -આપે છે. તેની સુઘવાની -ઘ્રાનેદ્રીય અજબ હતી. યેલ્માં અને થેલ્માં જોડિયા બહેનો ની
સુરત એટલીબધી સરખી હતી કે ગામલોકો ઘણીવાર ઓળખવા માં ભૂલ કરીબેસતા, પરંતુ મધર ટેરી ગંધ થી બને
દીકરીઓ ને ઓળખી સકતા હતા.
પક્ષઘાત ના હુમલા બાદ મધર ટેરી પથારીવશ હતા પરંતુ બે મહિના પહેલા
''મેડીકેર '' ની મદદ થી એક અત્યંત આધુનિક કહીશકાય એવી ઇલેક્ટ્રિક વિલ્હ ચેર તેમને મળી.
થોડા પ્રયત્નો બાદ યેલ્માં તેમને આ ચેર પર ફરતા કરી શકી.મધર ટેરી એ પણ એના સાબુત
જમણા હાથ ની મદદથી તેનું સંચાલન શીખી લીધું. નાના એવા ઘર માં ફરી એક વાર જીવ આવ્યો.
સંધ્યા ના આછા અજવાસ માં ગામલોકો મધર ટેરી ને ઘર માં ચેર પર હરતી ફરતી નિહાળતા.
અલબત્ત તેના ભીના ડાયપર ને યેલ્માં કે થેલ્માં બદલી આપતા.
આજે ક્રિસમસ નો દિવસ હતો .ગમેત્યારે ટોમ નો ફોન આવશે
એ આશા માં એ બંને બહેનો ફોન ને તાકી ને બેઠી હતી. મધર ટેરી પોતાના નાક ના ફોયણા
ઊંચા કરી પોતાની ઘ્રાનેદ્રીય દ્વારા પરીશ્તિતી નો તાગ લેવાની કોશિશ કરી રહી હતી.
તેમના આશ્ચર્ય વચ્ચે ફોન ની ઘંટડી ને બદલે બહાર મોટર નું હોર્ન સંભળાયું. ટોમ એક મોટું વાન
લઇ ને બહાર આવી ઉભો હતો. ત્રણેય ના આનંદ નો પાર ના રહ્યો .ફરી એકવાર આ નાના ઘર માં
આનંદ છવાયો. ઘરે બનાવેલ કેક અને મીણબત્તી ઉત્સવ ના પ્રતિક રૂપે હતા જ .
ટોમે કહ્યું આજે આપણે નજીક ના લેક તાહો પર ફરવા જઈશું .બંને બહેનો એ
દુખતા ઘૂંટણ અને મધર તેરી ના ડાઈપર ની સમસ્યા ને લીધે બહાર જવાની ના પડી. પરંતુ
ટોમ મક્કમ હતો. તે વિલ ચેર આવી શકે તેવી મોટી વાન લાવ્યો હતો. ઘણી આનાકાની બાદ મધર ટેરી
તૈયાર થયા . ચેર સહીત ચારેય જણા લેક તાહો જવા માટે નીકળ્યા. ગામલોકો એ કુતુહલતા થી આ બધું જોયું.

એકાદ કલાક માં તેઓ લેક તાહો આવી પહોચ્યા. અમેરિકા ને કુદરતે પુષ્કળ સૌન્દર્ય
આપ્યું છે .તેમાં શિરમોર સમું આ લેક તાહો -ફરતા બરફ ના પહાડો અને બરફ ઢંકાયેલ ચાદર માં લપેટાયું હતું.
સાત નદીઓ તેમાં પારદર્શક બ્લુ પાણી ઠાલવે છે .તેના સ્વચ્છ પાણી માં પડતું પહાડો નું પ્રતિબિબ અદભુત લાગતું
હતું.આ સુંદરતા ને શબ્દ માં વર્ણવી અશક્ય છે. તેના બરફ આચ્છાદિત કિનારા પર એક એકાંત જગ્યા એ ટોમે
ગાડી પાર્ક કરી. અમેરિકા માં એકાંત શોધવું નથી પડતું. વિસ્તાર ના પ્રમાણ માં લોકો ની વસ્તી ઓછી છે.
સ્વચ્છતા અહીં નિયમ છે અપવાદ નહિ.બંને બહેનો એ મધર ટેરી ની વિલ્હ ચેર ઉતારવા માં ટોમ ને મદદ કરી.
વાતાવરણ માં ઠંડી સખત હતી. આજુબાજુ કોઈ માણસ કે મકાન ના હતું.આશરે અડધો માઈલ દુર એક
નાની લાકડા ની કેબીન દેખાતી હતી.કદાચ કોઈ નું વેકેશન હોમ હશે.
બે ફોલ્ડીંગ ચેર ખોલી ને બંને બહેનો મધર ટેરી ની આજુ બાજુ ગોઠવાઈ ગઈ.
ટોમ માછલી પકડવાના ગલ સાથે દુર કિનારા પર ગયો. બરફ આચ્છાદિત ખડક કિનારાથી લગભગ
ત્રણેક ફૂટ ઉંચો હતો. તેના કિનારા પર ઉભા રહીને ટોમે ગલ પાણી માં ફેંકી.બંને બહેનો તેનાભારવ્દાર શરીર ને
નિહાળી રહી. આ વખતે ટોમ માટે ગામ માંથી એક સારી છોકરી શોધવી તેવું મનો મન નક્કી કરી લીધું.
તેના લગ્ન ના વિચાર થીજ બંને બહેનો ના મુખ મલકી ઉઠ્યા.
અચાનક ધબ્બ અવાજ આવ્યો, અને ટોમ દેખાતો બંધ થયો.બંને ને સમજતા
વાર ના લાગી કે કિનારા નો બરફ તુટતા ટોમ પાણી માં પડી ગયો છે.બંને બહેનો એક સાથે કિનારા તરફ દોડી.
પથ્થર સાથે માથું ટકરાતા ટોમ ના માથા માંથી લોહી વહેતું હતું. સખત ઠંડા પાણી ને લીધે ટોમ ભાન ગુમાવતો
જતો હતો. થેલ્માં યેલ્માં.૧૫૦ પાઉંડ ના ટોમ ને શી રીતે ખેંચી શકે? વિચારવાનો બહુ સમય ના હતો.
આજુબાજુ થી કોઈ મદદ મળે એવી શક્યતા ઓછી હતી. એક પળ માજ વિચાર કરી ને યેલ્માં એ પોતાનું
જીન્સ નું પેન્ટ કાઢી તેનો એક ભાગ ટોમ તરફ પાણી માં ફેક્યો.લગભગ બેભાન થતા ટોમ ના હાથ માં
પેન્ટ નો છેડો તો આવી ગયો પણ એને ખેચવો શી રીતે.?
દુર મધર ટેરી ને કશુક અજુગતું બનવાની ગંધ આવી. તેણે પાણી ની દિશા માં
પોતાની અંતરસુઝ થી વ્હીલ ચેર ધકેલી.સેલ્માં આશ્ચર્ય થી આ જોઈ રહી. વિલ્હ ચેર કિનારા નજીક પહોચતા
જ સેલ્માં એ પેન્ટ નો બીજો છેડો તેમાં ભરવી દીધો. મધર ટેરી એ ચેર ની સ્વીચ ચાલુ કરી દીધી.
જોકે ચેર નું એટલું જોર ના હતું કે એ મધર ટેરી સાથે ટોમ ને ખેચી શકે.પણ બંને બહેનો એ પણ તેણે કિનારાથી દુર
ધક્કા મારવાનું શરુ કરી દીધું.પળવાર માં આ બધું બની ગયું. ઇંચ ઇંચ કરી ને ધીરે ધીરે ટોમ નું શરીર બહાર કિનારા
પર આવ્યું.બંને બહેનો તેના શરીર ને ઘસડાતા ઘસડતાં દુર દેખાતી લાકડા ની કેબીન તરફ જવા ના પ્રયત્નો
કરવા લાગી. સાંજ ના છ વાગી ચુક્યા હતા. ધીરે ધીરે બરફ પડવા લાગ્યો હતો. ઘણા સંઘર્ષ બાદ
આશરે દસેક મિનીટ માં તેઓ ટોમ ના બેભાન શરીર ને કેબીન સુધી પહોચાડી શકયા.
શક્ય તેટલા જોર થી પગથીયા પર ટોમ ના શરીર ને ખેચ્યું, પરંતુ પછી હિંમત હારેલી બહેનો એ બારણું જોર જોર થી
ખખડાવવા માંડ્યું. હેલ્પ હેલ્પ ની બુમો પડવા લાગી. શું ઘર માં કોઈ નહિ હોય? એવી આશંકા પણ જાગી.
પણ દસ પંદર સેકંડ ની શાંતિ બાદ કેબીન માં લાઈટ થઇ .અને બારણું ઉઘડ્યું. થેંક ગોડ-બંને સાથે જ
બોલી ઉઠી. -પણ સામે તેમનીજ ઉમર ની એક સ્ત્રી ઉભી હતી. પોતાનું વેકેશન હોમ ક્રિસમસ નિમિત્તે
સાફ કરવા તે આવી હતી .સદભાગ્યે તે એક રીટાયર નર્સ હતી.તેની ચકોર આંખે તુરત જ પરીસ્તિતી
પારખી લીધી.બે ને બદલે હવે ત્રણ વૃદ્ધ હાથો ની મદદ થી ટોમ ના બેહોશ શરીર ને તેઓ કેબીન ની અંદર
તાપણા સુધી લાવી શકયા.ટોમ ના ઠંડા અને બેહોશ શરીર પર તુરત સિસ્ટર મેરી એ બે ધાબળા નાખી દીધા.
ધા પર રૂ દાબી લોહી ને વહેતું બંધ કર્યું. મોઢા માં થોડી વિસ્કી રેડી દીધી.
બંને બહેનો એ નજીક પડેલા બે નેપકીન લઇ ને તાપણા પર ગરમ કરી ટોમ ના શરીર પર -હાથ પગ
પર ઘસવા લાગી ગયી.બધા ના સંયુક્ત પ્રયત્નો બાદ થોડી વાર માં ટોમ નો દેહ સળવળ્યો.
''તમે બંને આને અહીં સુધી શી રીતે ઘસડી લાવ્યા?'' સિસ્ટર મેરી નો પ્રશ્ન
સાંભળી ''ઓ બાપરે'' કહી બંને બહેનો દરવાજા તરફ દોડી. બારણાં ની બહાર ઠંડી માં ઠુંઠવાતી
મધર ટેરી બારણાં ની અંદર ની સ્થિતિ નો તાગ મેળવવા માંગતી હોય એમ સ્થિર અંધ આંખો એ ચેર પર
બેઠી હતી.તેના શરીર પર તાજો પડેલો બરફ છવાઈ ગયો હતો.પાછળ આવી પહોચેલા સિસ્ટર મેરી
એ મધર ટેરી ના નાડી ના ધબકારા જોઈ ને કહ્યું-સી ઇસ નો મોર -વેરી સોરી .
અંધારા આકાશ માં ક્રિસમસ નિમિત્તે કોઈ એ કરેલા લાલ તારા મંડળ નું લાલ પ્રતિબિંબ
બરફ પર પડતું હતું. અને તેનું પ્રતિ -પ્રતિબિબ મધર ટેરી ના મુખ પર પડ્યું .તેનો ચહેરો અત્યંત શાંત લાગતો હતો.
જીવન ની છેલ્લી ક્ષણો પૂર્ણતા થી જીવ્યા નો સંતોષ દેખાતો હતો.
અંદરથી ટોમ ના કણસવા નો અવાજ આવતો હતો.

...........................................................................ડો સેદાની. ૦૯/૦૯/૨૦11

Views: 207

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Tejal Gohil on March 7, 2013 at 11:16am

nice one..nt 'Abalao' but real 'sabalao'...

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service