Made in India
માનવીએ સંબંધોના ટ્રસ્ટી તરીકે વર્તવું જોઇએ. સંબંધોમાં લોચા ત્યારે જ થાય છે જ્યાં માલિક તરીકેનું પઝેશન આવે.
આજે વહેલી સવારે બલ્ગેરિયાના કવિ ગિઓર્ગી ગસ્પદીનવની એક કવિતા વાંચીને હું પોતે જ એક સન્નાટો થઇ ગયો. મને થયું કે સ્ત્રી અને પુરુષના સંબંધો એટલી હદ સુધી આકસ્મિક અને ઔપચારિક બની ગયા છે કે પછી કવિનું આ ભવિષ્યનું ક્રાંતદર્શન છે? સમજ નથી પડતી. કવિ ગિઓર્ગી ગસ્પદીનવ અત્યારે બલ્ગેરિયાના વિખ્યાત કવિ, વાર્તાકાર, નાટયકાર છે, ૧૯૬૮માં જન્મેલા આ કવિવર એક સાહિત્યિક સામયિકના સંપાદક છે અને ન્યૂ બલ્ગેરિયાની યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. આ કવિતાનું ર્શીષક 'સસલાપ્રેમ’ છે. આખી કવિતામાં સસલું તો એક પ્રતીક છે, પણ એ પ્રતીક દ્વારા પ્રેમની ઊછળકૂદ અને ચંચળતાને અનોખી અભિવ્યક્તિ મળે છે.
પહેલા તો આ કવિતાની સિચ્યુએશન સમજવી પડે. રજાના દિવસે ઘરમાં પતિ-પત્ની રિલેક્સ મૂડમાં છે. પત્ની રસોડામાં રસોઇ બનાવે છે અને સાફસફાઇ કરી રહી છે. પત્નીએ ગેસ ઉપર એક સસલું બાફવા મૂક્યું છે. પતિદેવ એના કામમાં બિઝી છે. સમય સવારનો છે. એવામાં પત્નીને એકાએક કૈક યાદ આવ્યું હોય એમ કહીને ઓચિંતી નાઇટ ડ્રેસમાં 'હમણાં આવું છું.’ એમ કહીને બહાર જાય છે. અહીંથી કવિતા શરૂ થાય છે કવિતા વાંચો :
જતાં જતાં તે બોલી : 'હમણાં પાછી આવું છું
આમ ગઇ ને આમ આવી.’
દરવાજાને પણ અધખુલ્લો છોડીને એ ગઇ
રસોડામાં ગેસ ઉપર ધીમે તાપે સસલું બફાતું હતું
એણે ડુંગળી અને લસણ પણ બારીક કાપીને રાખ્યાં હતાં
અને ગાજરના ગોળ ટુકડાઓ પણ કાપીને તૈયાર રાખ્યા હતા
જતાં જતાં એણે ન તો લિપસ્ટિક લગાવી કે ન તો વાળ બાંધ્યા
એમ ને એમ ભાગી પહેરેલે લૂગડે
મેં પૂછ્યું પણ નહીં કે તું ક્યાં જાય છે?
એ પહેલેથી જ એવી જ છે
એને સમયનું કોઇ ભાન રહેતું નથી
દરેક બાબતમાં એને મોડું જ થાય છે
બહાર જાય ત્યારે એમ જ કહીને જાય કે
મને પાછી આવતાં વાર નહીં લાગે... વાજોવાજ આવું છું
આ વાતને છ વર્ષ વીતી ગયાં, પણ એ પાછી આવી નથી
મને જોતાંવેંત જ એને કૈંક યાદ આવ્યું હોય એમ ચિંતાતુર અવાજે પૂછે છે
'અરે હું ગઇ ત્યારે ઇસ્ત્રીનો પ્લગ કાઢવાનું ભૂલી ગઇ હતી
ગેસ ઉપર સસલું બફાતું હતું તમે ગેસ બંધ કર્યો કે નહીં?
ગાર્બેજની થેલી બહાર મૂકી કે નહીં?
ગાજર, ડુંગળી અને લસણ મેં કાપીને તૈયાર રાખ્યાં હતાં
ગેસનો ચૂલો તમે બંધ કર્યો કે નહીં? સસલું બળી જશે.’
મેં ફક્ત એટલું જ કહ્યું : 'ગેસ હજી ચાલુ છે, સસલાં બહુ સખત હોય છે.’
અહીં કવિતા પૂરી થાય છે. તમે જુઓ કે એકાએક 'હમણાં આવું છું’ એમ કહીને ઘર છોડીને ચાલી ગયેલી પત્ની છ વર્ષ પછી પતિને આકસ્મિક રીતે પાછી મળે છે ત્યારે પત્ની વાતની શરૂઆત એણે ઘર છોડયું ત્યારની સિચ્યુએશનથી જ કરે છે. બીજો કોઇ સંવાદ થતો જ નથી. વાતનો વિષય માત્ર એ જ ગેસનો ચૂલો, એ જ બફાતું સસલું. એ જ કાપેલી ડુંગળી અને ગાજર. એ જ ગાર્બેજ બેગ.. પતિ માત્ર એટલું જ કહે છે કે 'સસલાં બહુ સખત હોય છે.’ આખા કાવ્યમાં પ્રેમની એક ચીસ અને તેની અનિશ્ચિતતાની વ્યંજના ભાવકના દિમાગમાં એક સન્નાટો મૂકી જાય છે.
આ કવિતા માનવીય સંબંધોને સંકોરતી એક કવિતા છે. અહીં સસલાનું બફાવું અને ઘરગથ્થુ રસોડાની પ્રક્રિયા એ તો પ્રતિબિંબ છે, પણ કાવ્યનાયિકા છ વર્ષે પાછી મળે છેત્યારે એને ચિંતા પોતે બાફવા મૂકેલા સસલાની છે. ગેસના ચૂલાની છે. આખી કવિતામાં અતીત અને વર્તમાન જ્યારે ભેગો થાય છે ત્યારે એને બખિયો મારવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેતો નથી. આ કવિએ એક બીજી પણ નાનકડી કવિતા લખી છે. એનું ર્શીષક મરઘી અને ઈંડું છે : 'શરૂઆતમાં મરઘી અને ઈંડું એકબીજાની સામે જોઇને ચૂપચાપ બેઠા છે. બેમાંથી કોઇને ખબર નથી કે કંઈક પહેલો શબ્દ બોલવો જોઇએ કદાચ પહેલા શબ્દનું અસ્તિત્વ જ નથી.
મરઘી અને ઈંડું મૂંગાં બેઠાં છે. કોઇ બોલતું નથી. આપણે હંમેશાં એક સવાલ પૂછયા કરીએ છીએ કે પહેલા મરઘી કે ઈંડું? એનો એક જ જવાબ હોઇ શકે છે : 'એ નામ જે ગેરહાજર છે.’ બલ્ગેરિયાના કવિ ગિઓર્ગી ગસ્પદીનવનું આ ભાવવિશ્વ છે. મોરક્કોના એક કવિ અહમદ બરકતે પણ એક આવા જ મિજાજની કવિતા લખી છે. આ કવિ મોરક્કોના એક અખબારમાં કામ કરતા હતા. કવિ ગિઓર્ગી ગસ્પદીનવની પહેલી કવિતામાં પત્ની એકાએક ચાલી જાય છે અને અહમદ બરકતની કવિતામાં પતિ આ જ રીતે ચાલ્યો જાય છે.
'હું બજારમાં જાઉં છું હું પાછો આવું ત્યાં સુધી મારી રાહ જોજે. તને કંટાળો આવે તો મારાં-તારાં કપડાં ધોઇ નાખજે. તને દરવાજો પરેશાન કરે તો એને તોડી નાખજે. અરીસાની પાછળ તારો ચહેરો સંતાડતી નહીં. આપઘાત કરવાની તને ટેવ છે. આપઘાત કરતી નહીં. મારી પ્રતીક્ષા કરજે.’ આ બડી કવિતાઓ વાંચતાં એવું લાગે છે કે પ્રતીક્ષા એ જ માનવીની નિયતિ છે.
સાચું એ લાગે છે કે દરેક માનવીએ સંબંધોના ટ્રસ્ટી તરીકે વર્તવું જોઇએ. માલિક તરીકે નહીં. સંબંધોમાં લોચાલાપસી ત્યારે જ થાય છે જ્યાં માલિક તરીકેનું પઝેશન આવે. માનવીય સંબંધોનો બેઝ આત્મગૌરવ અને ઉપકાર પર આધારિત હોવો જોઇએ. આખરે તો વિજ્ઞાનના શબ્દોમાં કહેવું હોય તો જુંગને યાદ કરવા પડે. The meeting of two presonalities is like the contact of two chemical substances : if there is any reaction, both are transformed.’
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com