Made in India
ડેઝ ગ્રિમ નામની એક કવિયત્રી પોતાની એક કવિતામાં લખેછે કે " જે પ્રેમ હતો જ નહિ એ પ્રેમને માટે હું ખૂબ આભારી છું . જે સ્મૃતિઓ આપણે ક્યારેય સાથે બેસીને શેર નથી કરી એ સ્મૃતિઓ માટે હું ખૂબ આભારી છું .જે સત્ય આપણે એકબીજાને કહ્યું જ નથી એ સત્ય માટે હું ખૂબ જ આભારી છું . કેટલા જુઠ્ઠાણા અને કેટલી બધી ઇજાઓએ મને સંપૂર્ણ બનાવી છે .તે મને ક્યારેય પ્રેમ નથી કર્યો એ માટે હું હૃદયથી આભારી છું ." આ નાનકડી કવિતામાં તમે એક પરિપક્વ પ્રેમનો અહેસાસ કરી શકોછો . પ્રથમ પ્રેમની વાત કરીએ તો તો એ પ્રેમ પહેલા વરસાદના છાંટા જેવો હોય છે પણ લોરેન નામની યુવાન લેખિકા પ્રથમ પ્રેમ વિષે લખેછે : My first love. He was my first favorite mistake" મારો પ્રથમ પ્રેમ એ મારી ફેવરિટ ભૂલ છે . તો વળી મેન્ડી મૂરે જેવો સંગીતકાર કહેછે કે " music is my first love " શેક્સપિયર તો પ્રથમ પ્રેમને musical કહેછે . પ્રેમ એ બીજું કાઈ નથી પણ અન્ય વ્યક્તિઓમાં પોતાની જાતને પામવાની શોધયાત્રા છે .
.પહેલા પ્રેમની વાત કરીએ તો યુવાનીમાં કોઈની સાથે પહેલો પ્રેમ થઇ ગયો .પણ સંજોગો એવા ઊભા થયા કે પ્રેમી બીજે પરણી ગયો .છોકરી બિચારી ઝૂરતી રહી .આ વાતને વર્ષો વીતી જાય .બે પ્રેમીઓ એકબીજાને વર્ષો સૂધી એકબીજાને મળતા નથી આખરે જીવનની સંધ્યાએ ઓચિંતા અકસ્માતે જ આ વિખૂટો પડેલો પ્રેમી હવે છોકરીમાંથી પ્રૌઢા થઇ ગયેલી એની પૂર્વ પ્રેમિકાને મળે છે ત્યારે પ્રેમિકા શું ફિલ કરેછે એનું અતિસુંદર કાવ્ય પોલેન્ડની વિખ્યાત કવિયત્રી શિમ્બોર્સ્કાએ લખ્યું છે .શિમ્બોર્સ્કાને 1996માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું .આ કવિતાનું શીર્ષક " આકસ્મિક મુલાકાત " છે કાવ્યમાં જૂનો પ્રેમી આકસ્મિક રીતે પ્રેમિકા સામે આવીને ઉભો રહેછે ત્યારે કાવ્યનાયિકા શું ફિલ કરેછે ? શિમ્બોર્સ્કાની આ કવિતા એન્જોય કરો . વો ભૂલી દાસ્તા લો ફિર યાદ આ ગઈ "
અમે મળ્યા ખૂબ જ સલુકાઈથી
સંસ્કારી શિષ્ટાચાર સાથે
અમે એકબીજાને કહ્યું
તમને ઘણા વર્ષો પછી જોઇને ખૂબ આનંદ થયો
પણ અમારી ભીતર ઘણું બધું થાકીને સૂઈ ગયું હતું
સિંહ ઘાસ ખાતો હતો
બાજ પક્ષીએ એની ઉડાન છોડી દીધી હતી
માછલીઓ ડૂબી ગઈ છે
અમારા સર્પોએ પણ પોતાની કાંચળી બદલી લીધી છે
મયુંરોની પાંખ ખરી ગઈ છે
રાતે હવે ચામાચીડિયા પણ ઉડતા નથી
અમારા વાક્યો હવે તૂટી તૂટીને ખામોશ થઇ ગયા છે
અમારી ઈન્સાનિયત બેસહારા મુસ્કાનમાં ખોવાઈ ગઈ છે
વાક્યો તૂટી રહ્યા છે
ખબર પડતી નથી કે આગળ શું કહેવું?
my weekly column in Divybhaskar
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com