કહેવત ભંડાર
કહેવતો અને રૂઢિ પ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમુનો. જે વાત સમજાવતાં જીભના કુચા વળી જાય તે વાતને થોડાં શબ્દોમાં વધુ સચોટ રીતે ગળે ઉતારવાનું કામ કહેવતો અને રૂઢિ પ્રયોગ કરી શકે. અત્રે જમા કરવામાં આવેલો કહેવતો, રૂઢિ પ્રયોગો અને તળપદા શબ્દોનો ભંડાર જાણવા ને માણવા જેવો છેઃ




અક્કરમીનો પડીઓ કાંણો
અક્કલ ઉધાર ન મળે
અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
અચ્છોવાના કરવાં
અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ
અજાણ્યો અને આંધળો બેઉ સરખા
અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડાં ન ભરાય
અતિ ચીકણો બહુ ખરડાય
અતિ લોભ તે પાપનું મૂળ
અણીનો ચૂક્યો સો વરસ જીવે
અધૂરો ઘડો છલકાય ઘણો
અન્ન અને દાંતને વેર
અન્ન તેવો ઓડકાર
અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
અવળા હાથની અડબોથ
અવળે અસ્ત્રે મુંડી નાખવો
અંગૂઠો બતાવવો
અંજળ પાણી ખૂટવા
અંધારામાં પણ ગોળ તો ગળ્યો જ લાગે
અંધારામાં તીર ચલાવવું
અંધેરી નગરી ગંડુ રાજા

આ-ઈ

આકાશ પાતાળ એક કરવા
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
આજ રોકડા, કાલ ઉધાર
આજની ઘડી અને કાલનો દી
આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
આદુ ખાઈને પાછળ પડી જવું
આપ ભલા તો જગ ભલા
આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા
આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
આપ સમાન બળ નહિ
આપણી તે લાપસી અને બીજાની તે કુસકી
આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
આફતનું પડીકું
આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો
આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
આમલી પીપળી બતાવવી
આરંભે શૂરા
આલાનો ભાઈ માલો
આલિયાની ટોપી માલિયાને માથે
આવ પાણા પગ ઉપર પડ
આવ બલા પકડ ગલા
આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ
આવ્યા'તા મળવા ને બેસાડ્યા દળવા
આવી ભરાણાં
આળસુનો પીર
આંકડે મધ ભાળી જવું
આંખ આડા કાન કરવા
આંખે જોયાનું ઝેર છે
આંગળા ચાટ્યે પેટ ન ભરાય
આંગળી ચીંધવાનું પુણ્ય
આંગળી દેતાં પહોંચો પકડે
આંગળીથી નખ વેગળા જ રહે
આંગળીના વેઢે ગણાય એટલાં
આંતરડી કકળાવવી/દૂભવવી
આંતરડી ઠારવી
આંધળામાં કાણો રાજા
આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા
આંધળી દળે ને કૂતરા ખાય
આંધળે બહેરું કૂટાય
આંધળો ઓકે સોને રોકે
ઈંટનો જવાબ પથ્થર



ઉકલ્યો કોયડો કોડીનો
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
ઉતાવળે આંબા ન પાકે



ઊગતા સૂરજને સૌ નમે
ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનુ નહિ
ઊઠાં ભણાવવા
ઊડતા પંખીને પાડે તેવો હોંશિયાર
ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
ઊતર્યો અમલદાર કોડીનો
ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે
ઊંચે આભ ને નીચે ધરતી
ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો
ઊંટના અઢારે અંગ વાંકા જ હોય
ઊંટના ઊંટ ચાલ્યા જાય
ઊંટની પીઠે તણખલું
ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
ઊંડા પાણીમાં ઊતરવું
ઊંદર બિલાડીની રમત
ઊંદરની જેમ ફૂંકી ફંકીને કરડવું
ઊંધા રવાડે ચડાવી દેવું
ઊંધી ખોપરીનો માણસ
ઊંબાડિયું કરવાની ટેવ

એ-ઐ

એક કરતાં બે ભલા
એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
એક કાંકરે બે પક્ષી મારવા
એક ઘા ને બે કટકા
એક ઘાએ કૂવો ન ખોદાય
એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
એક નકટો સૌને નકટાં કરે
એક નન્નો સો દુ:ખ હણે
એક નૂર આદમી હજાર નૂર કપડાં
એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
એક બાજુ કૂવો અને બીજી બાજુ હવાડો
એક ભવમાં બે ભવ કરવા
એક મરણિયો સોને ભારી પડે
એક મ્યાનમાં બે તલવાર ન રહે
એક સાંધે ત્યાં તેર તૂટે
એક હાથે તાળી ન પડે
એકનો બે ન થાય
એના પેટમાં પાપ છે
એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
એરણની ચોરી ને સોયનું દાન
એલ-ફેલ બોલવું

ઓ-અઃ

ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય
દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય
ઓછું પાત્ર ને અદકું ભણ્યો
ઓડનું ચોડ કરવું
ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે



કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી
કજિયાનું મોં કાળું
કડવું ઓસડ મા જ પાય
કડવો ઘૂંટડો ગળે ઊતારવો
કપાસિયે કોઠી ફાટી ન જાય
કપાળ જોઈને ચાંદલો કરાય
કમળો હોય તેને પીળું દેખાય
કમાઉ દીકરો સૌને વહાલો લાગે
કમાન છટકવી
કરમ કોડીના અને લખણ લખેશરીના
કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી
કરો કંકુના
કરો તેવું પામો, વાવો તેવું લણો
કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
કર્યું કારવ્યું ધૂળમાં મળી જવું
કાકા મટીને ભત્રીજા ન થવાય
કાકો પરણ્યો ને ફોઈ રાંડી
કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
કાખલી કૂટવી
કાગડા ઊડવા
કાગડા બધે ય કાળા હોય
કાગડો દહીંથરું લઈ ગયો
કાગના ડોળે રાહ જોવી
કાગનું બેસવું ને ડાળનું પડવું
કાગનો વાઘ કરવો
કાચા કાનનો માણસ
કાચું કાપવું
કાજીની કૂતરી મરી જાય ત્યારે આખું ગામ બેસવા આવે પણ
કાજી મરી જાય ત્યારે કાળો કાગડો ય ખરખરો કરવા ન આવે
કાટલું કાઢવું
કાતરિયું ગેપ
કાન છે કે કોડિયું?
કાન પકડવા
કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
કાનખજુરાનો એકાદ પગ તૂટે તો શું ફરક પડે?
કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ
કાનાફૂંસી કરવી
કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ
કામ કામને શિખવે
કામ પતે એટલે ગંગા નાહ્યા/જાન છૂટે
કામના કૂડા ને વાતોના રૂડા
કામનો ચોર
કારતક મહિને કણબી ડાહ્યો
કાલાં કાઢવાં
કાળજાની કોર/કાળજાનો કટકો
કાળજાનું કાચું/પાકું
કાળા અક્ષર ભેંશ બરાબર
કાળા માથાનો માનવી ધારે તે કરી શકે
કાળી ટીલી ચોંટવી
કાળી લાય લાગવી
કાંચિડાની જેમ રંગ બદલવા
કાંટો કાંટાને કાઢે
કાંડાં કાપી આપવાં
કાંદો કાઢવો
કીડી પર કટક ન ઊતારાય
કીડીને કણ અને હાથીને મણ
કીડીને પાંખ ફૂટે એ એના મરવાની એંધાણી
કીધે કુંભાર ગધેડે ન ચડે
કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય
કુલડીમાં ગોળ ભાંગવો
કુંન્ડુ કથરોટને હસે
કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે
કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે
કૂતરું કાઢતા બિલાડું પેઠું
કૂવામાં હોય તો અવેડામાં આવે
કેટલી વીસે સો થાય તેની ખબર પડવી
કેસરિયા કરવા
કોઈની સાડીબાર ન રાખે
કોઈનો બળદ કોઈની વેલ ને બંદાનો ડચકારો
કોઠી ધોયે કાદવ જ નીકળે
કોઠે જઈ આવ્યો ને કથા કરવા બેઠો
કોડિયા જેવડું કપાળ અને વચ્ચે ભમરો
કોણીએ ગોળ ચોપડવો
કોણે કહ્યું'તું કે બેટા બાવળિયા પર ચડજો ?
કોથળામાં પાનશેરી રાખીને મારવો
કોથળામાંથી બિલાડું કાઢવું
કોના બાપની દિવાળી
કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે
કોપરાં જોખવાં
કોલસાની દલાલીમાં કાળા હાથ
ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?



ખણખોદ કરવી
ખરા બપોરે તારા દેખાડવા
ખંગ વાળી દેવો
ખાઈને સૂઈ જવું મારીને ભાગી જવું
ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
ખાડો ખોદે તે પડે
ખાતર ઉપર દીવો
ખાલી ચણો વાગે ઘણો
ખાળે ડૂચા અને દરવાજા મોકળા
ખાંધે કોથળો ને પગ મોકળો
ખિસ્સા ખાલી ને ભભકો ભારી
ખીચડી પકવવી
ખીચડી હલાવી બગડે ને દીકરી મલાવી બગડે
ખીલાના જોરે વાછરડું કૂદે
ખેલ ખતમ, પૈસા હજમ
ખેંચ તાણ મુઝે જોર આતા હૈ
ખોટો રૂપિયો કદી ન ખોવાય
ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર



ગઈ ગુજરી ભૂલી જ જવાની હોય
ગઈ તિથિ જોશી પણ ન વાંચે
ગગા મોટો થા પછી પરણાવશું
ગગો કુંવારો રહી જવો
ગજ વાગતો નથી
ગજવેલના પારખાં ન હોય
ગતકડાં કાઢવા
ગધેડા ઉપર અંબાડી ન શોભે
ગધેડાને તાવ આવે તેવી વાત
ગરજ સરી એટલે વૈદ વેરી
ગરજવાનને અક્કલ ન હોય
ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે
ગંજીનો કૂતરો, ન ખાય ન ખાવા દે
ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગાડવાની ને પછી ખાઈ જવાની
ગાજ્યા મેઘ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ
ગાડા નીચે કૂતરું
ગાડી પાટે ચડાવી દેવી
ગાડું ગબડાવવું
ગાડું જોઈને ગુડા ભાંગે
ગાભા કાઢી નાખવા
ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય
ગામના મહેલ જોઈ આપણાં ઝૂંપડાં તોડી ન નખાય
ગામના મોંએ ગરણું ન બંધાય
ગામનો ઉતાર
ગામમાં ઘર નહિ સીમમાં ખેતર નહિ
ગાય દોહી કૂતરાને પાવું
ગાંજ્યો જાય તેવો નથી
ગાંઠના ગોપીચંદન
ગાંડા સાથે ગામ જવું ને ભૂતની કરવી ભાઈબંધી
ગાંડાના ગામ ન વસે
ગાંડી માથે બેડું
ગાંડી પોતે સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે
ગાંધી-વૈદનું સહીયારું
ગેંગે-ફેંફે થઈ જવું
ગોટલાં છોતરાં નીકળી જવા
ગોર પરણાવી દે, ઘર ન માંડી દે
ગોળ ખાધા વેંત જુલાબ ન લાગે
ગોળ નાખો એટલું ગળ્યું લાગે
ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર
ગોળથી મરતો હોય તો ઝેર શું કામ પાવું?
ગ્રહણ ટાણે સાપ નીકળવો

ઘ-ઙ

ઘડો-લાડવો કરી નાખવો
ઘર ફૂટે ઘર જાય
ઘર બાળીને તીરથ ન કરાય
ઘરડા ગાડા વાળે
ઘરડી ઘોડી લાલ લગામ
ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
ઘરના ભુવા ને ઘરના ડાકલાં
ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ
ઘરની ધોરાજી ચલાવવી
ઘરમાં વાઘ બહાર બકરી
ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
ઘરે ધોળો હાથી બાંઘવો
ઘા પર મીઠું ભભરાવવું
ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
ઘી ઢોળાયું તો ખીચડીમાં
ઘી-કેળાં થઈ જવા
ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
ઘેર ઘેર માટીના ચૂલા
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય
ઘોડે ચડીને આવવું
ઘોરખોદિયો
ઘોંસ પરોણો કરવો



ચકલાં ચૂંથવાંનો ધંધો
ચકલી નાની ને ફૈડકો મોટો
ચકીબાઈ નાહી રહ્યાં
ચડાઉ ધનેડું
ચપટી ધૂળની ય જરૂર પડે
ચપટી મીઠાની તાણ
ચમડી તૂટે પણ દમડી ન છૂટે
ચમત્કાર વિના નમસ્કાર નહિ
ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
ચા કરતાં કીટલી વધારે ગરમ હોય
ચાદર જોઈને પગ પહોળા કરાય
ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા
ચાલતી ગાડીએ ચડી બેસવું
ચીભડાના ચોરને ફાંસીની સજા
ચીંથરે વીંટાળેલું રતન
ચેતતો નર સદા સુખી
ચોર કોટવાલને દંડે
ચોર પણ ચાર ઘર છોડે
ચોરની દાઢીમાં તણખલું
ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ
ચોરની માને ભાંડ પરણે
ચોરની વાદે ચણા ઉપાડવા જવું
ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે
ચોરને ઘેર ચોર પરોણો
ચોરનો ભાઈ ઘંટીચોર
ચોરી પર શીનાજોરી
ચોરીનું ધન સીંકે ન ચડે
ચોળીને ચીકણું કરવું
ચૌદમું રતન ચખાડવું



છક થઈ જવું
છક્કડ ખાઈ જવું
છક્કા છૂટી જવા
છકી જવું
છછૂંદરવેડા કરવા
છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું
છાગનપતિયાં કરવા
છાજિયા લેવા
છાણના દેવને કપાસિયાની જ આંખ હોય
છાતી પર મગ દળવા
છાપરે ચડાવી દેવો
છાશ લેવા જવી અને દોણી સંતાડવી
છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય
છાસિયું કરવું
છિનાળું કરવું
છીંડે ચડ્યો તે ચોર
છેલ્લા પાટલે બેસી જવું
છેલ્લું ઓસડ છાશ
છોકરાંને છાશ ભેગા કરવા
છોકરાંનો ખેલ નથી
છોકરીને અને ઉકરડાને વધતાં વાર ન લાગે
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય



જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે ?
જનોઈવઢ ઘા
જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ
જમવામાં જગલો અને કૂટવામાં ભગલો
જમાઈ એટલે દશમો ગ્રહ
જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું
જશને બદલે જોડા
જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો
જા બિલાડી મોભામોભ
જા બિલ્લી કૂત્તે કો માર
જાગ્યા ત્યાંથી સવાર
જાડો નર જોઈને સૂળીએ ચડાવવો
જાતે પગ પર કુહાડો મારવો
જીભ આપવી
જીભ કચરવી
જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે
જીભે લાપસી પીરસવી તો મોળી શું કામ પીરસવી?
જીવ ઝાલ્યો રહેતો નથી
જીવતા જગતિયું કરવું
જીવતો નર ભદ્રા પામે
જીવવું થોડું ને જંજાળ ઝાઝી
જીવો અને જીવવા દો
જીવ્યા કરતાં જોયું ભલું
જે ગામ જવું હોય નહિ તેનો મારગ શા માટે પૂછવો?
જે ચડે તે પડે
જે જન્મ્યું તે જાય
જે જાય દરબાર તેના વેચાય ઘરબાર
જે નમે તે સૌને ગમે
જે ફરે તે ચરે
જે બોલે તે બે ખાય
જે વાર્યા ન વરે તે હાર્યા વરે
જે સૌનું થશે તે વહુનું થશે
જેસલ હટે જવભર ને તોરલ હટે તલભર
જેટલા મોં તેટલી વાતો
જેટલા સાંધા એટલા વાંધા
જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું લાગે
જેટલો બહાર છે તેથી વધુ ભોંયમાં છે
જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ
જેના લગન હોય તેના જ ગીત ગવાય
જેના હાથમાં તેના મોંમા
જેની લાઠી તેની ભેંસ
જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ બહુ
જેનું ખાય તેનું ખોદે
જેનું નામ તેનો નાશ
જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે
જેને રામ રાખે તેને કોણ ચાખે
જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં
જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
જેવા સાથે તેવા
જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
જેવી સોબત તેવી અસર
જેવું કામ તેવા દામ
જેવો ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર
જેવો દેશ તેવો વેશ
જેવો સંગ તેવો રંગ
જોશીના પાટલે અને વૈદના ખાટલે
જ્યાં ગોળ હોય ત્યાં માખી બમણતી આવે જ
જ્યાં ચાહ ત્યાં રાહ
જ્યાં સંપ ત્યાં જંપ
જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ

ઝ-ઞ

ઝાઝા રસોઈયા રસોઈ બગાડે
ઝાઝા હાથ રળિયામણા
ઝાઝા હાંડલા ભેગા થાય તો ખખડે પણ ખરા
ઝાઝી કીડી સાપને ખાઈ જાય
ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે
ઝેરના પારખા ન હોય



ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ
ટલ્લે ચડાવવું
ટહેલ નાખવી
ટાઢા પહોરની તોપ ફોડવી
ટાઢા પાણીએ ખસ ગઈ
ટાઢું પાણી રેડી દેવું
ટાઢો ડામ દેવો
ટાયલાવેડાં કરવાં
ટાલિયા નર કો'ક નિર્ધન
ટાંટીયાની કઢી થઈ જવી
ટાંટિયો ટળવો
ટાંડી મૂકવી
ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય
ટૂંકું ને ટચ
ટેભા ટૂટી જવા
ટોટો પીસવો
ટોણો મારવો
ટોપી પહેરાવી દેવી
ટોપી ફેરવી નાખવી



ઠણઠણગોપાલ
ઠરડ કાઢી નાખવી
ઠરીને ઠામ થવું
ઠરીને ઠીંકરું થઈ જવું
ઠાગાઠૈયા કરવા
ઠેકાણે પડવું
ઠેરના ઠેર
ઠોઠ નિશાળિયાને વૈતરણા ઝાઝા
ઠોકર વાગે ત્યારે જ અક્કલ આવે

ડ-ઢ-ણ

ડબ્બો ગુલ કરી નાખવો
ડહાપણની દાઢ ઊગવી
ડાકણેય એક ઘર તો છોડે
ડાગળી ખસવી
ડાચામાં બાળવું
ડાચું વકાસીને બેસવું
ડાફરિયાં દેવા
ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે
ડાબા હાથનો ખેલ
ડાબા હાથે ચીજ મુકી દેવી
ડારો દેવો
ડાહીબાઈને બોલાવો ને ખીરમાં મીઠું નખાવો
ડાંગે માર્યા પાણી જુદા ન પડે
ડાંફાં મારવા
ડીંગ હાંકવી
ડીંડવાણું ચલાવવું
ડુંગર દૂરથી રળિયામણા
ડૂબતો માણસ તરણું પકડે
ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે
ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર
ઢાંકો-ઢૂંબો કરવો



તમાચો મારી ગાલ લાલ રાખવો
તમાશાને તેડું ન હોય
તલપાપડ થવું
તલમાં તેલ નથી
તલવારની ધાર ઉપર ચાલવું
ત્રણ સાથે જાય તો થાય ત્રેખડ ને માથે પડે ભેખડ
ત્રાગું કરવું
ત્રેવડ એટલે ત્રીજો ભાઈ
તારા જેવા તાંબિયાના તેર મળે છે
તારા બાપનું કપાળ
તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?
તારું મારું સહિયારું ને મારું મારા બાપનું
તાલમેલ ને તાશેરો
તાંબિયાની તોલડી તેર વાના માંગે
તીરથે જઈએ તો મૂંડાવું તો પડે જ
તીસમારખાં
તુંબડીમાં કાંકરા
તેજીને ટકોરો, ગધેડાને ડફણાં
તેલ જુઓ તેલની ધાર જુઓ
તેલ પાઈને એરંડિયું કાઢવું
તોબા પોકારવી
તોળી તોળીને બોલવું



થાક્યાના ગાઉ છેટા હોય
થાબડભાણા કરવા
થાય તેવા થઈએ ને ગામ વચ્ચે રહીએ
થૂંકના સાંધા કેટલા દી ટકે?
થૂંકેલું પાછું ગળવું



દયા ડાકણને ખાય
દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે
દળી, દળીને ઢાંકણીમાં
દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે
દાઝ્યા પર ડામ
દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
દાણો દબાવી/ચાંપી જોવો
દાધારિંગો
દાનત ખોરા ટોપરા જેવી
દામ કરે કામ અને બીબી કરે સલામ
દાળમાં કાળું
દાંત કાઢવા
દાંત ખાટા કરી નાખવા
દાંતે તરણું પકડવું
દી ફરવો
દી ભરાઈ ગયા છે
દી વળવો
દીકરી એટલે સાપનો ભારો
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીવા તળે અંધારું
દીવાલને પણ કાન હોય
દુકાળમાં અધિક માસ
દુ:ખતી રગ દબાવવી
દુ:ખનું ઓસડ દહાડા
દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
દુબળાં ઢોરને બગાં ઝાઝી
દૂઝણી ગાયની લાત ભલી
દૂધ પાઈને સાપ ઉછેરવો
દૂધ, સાકર, એલચી, વરીઆળી ને દ્રાક્ષ
જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ
દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ
દે દામોદર દાળમાં પાણી
દેખવું નહિ અને દાઝવું નહિ
દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
દોડવું હતું ને ઢાળ મળ્યો
દોમ દોમ સાયબી
દોરડી બળે પણ વળ ન છૂટે
દ્રાક્ષ ખાટી છે



ધકેલ પંચા દોઢસો
ધણીની નજર એક, ચોરની નજર ચાર
ધનોત-પનોત કાઢી નાખવું
ધરતીનો છેડો ઘર
ધરમ કરતાં ધાડ પડી
ધરમ ધક્કો
ધરમના કામમાં ઢીલ ન હોય
ધરમની ગાયના દાંત ન જોવાય
ધાર્યું ધણીનું થાય
ધીરજના ફળ મીઠા હોય
ધુમાડાને બાચકા ભર્યે દહાડો ન વળે
ધૂળ ઉપર લીંપણ ન કરાય
ધૂળ કાઢી નાખવી
ધોકે નાર પાંસરી
ધોલધપાટ કરવી
ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
ધોયેલ મૂળા જેવો
ધોળા દિવસે તારા દેખાવા
ધોળામાં ધૂળ પડી
ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે
ધોળે ધરમે



ન આવડે ભીખ તો વૈદું શીખ
ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં
ન બોલ્યામાં નવ ગુણ
ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
ન મામા કરતા કહેણો મામો સારો
નકલમાં અક્કલ ન હોય
નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
નજર ઉતારવી
નજર બગાડવી
નજર લાગવી
નજરે ચડી જવું
નજરે જોયાનું ઝેર છે
નથ ઘાલવી
નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય
નબળો ધણી બૈરી પર શૂરો
નમાજ પડતા મસીદ કોટે વળગી
નરમ ઘેંશ જેવો
નવ ગજના નમસ્કાર
નવરો ધૂપ
નવરો બેઠો નખ્ખોદ કાઢે
નવાણિયો કૂટાઈ ગયો
નવાણુંનો ધક્કો લાગવો
નવી ગિલ્લી નવો દાવ
નવી વહુ નવ દહાડા
નવે નાકે દિવાળી
નવો મુલ્લો બાંગ વધુ જોરથી પોકારે
નવો મુસલમાન નવ વાર નમાજ પઢે
નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા વાગે
નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે
નસીબનો બળિયો
નાક ઊંચું રાખવું
નાક કપાઈ જવું
નાક કપાવી અપશુકન ન કરાવાય
નાક લીટી તાણવી
નાકે છી ગંધાતી નથી
નાગાની પાનશેરી ભારે હોય
નાગાને નાવું શું અને નીચોવવું શું ?
નાચવું ન હોય તો આંગણું વાંકુ
નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
નાણું આવશે પણ ટાણું નહિ આવે
નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
નાના મોઢે મોટી વાત
નાનો પણ રાઈનો દાણો
નીર-ક્ષીર વિવેક
નેવાના પાણી મોભે ના ચડે
નોકર ખાય તો નફો જાય, શેઠ ખાય તો મૂડી જાય



પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
પગ કુંડાળામાં પડી જવો
પગ ન ઊપડવો
પગ લપસી જવો
પગભર થવું
પડતો બોલ ઝીલવો
પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
પડ્યા પર પાટું
પડ્યો પોદળો ધૂળ ઉપાડે
પઢાવેલો પોપટ
પત્તર ખાંડવી
પથ્થર ઉપર પાણી
પરચો આપવો/દેખાડવો
પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ ને
પવન પ્રમાણે સઢ ફેરવવો
પહેલું સુખ તે જાતે નર્યા
પહેલો ઘા પરમેશ્વરનો
પહેલો સગો પાડોશી
પહોંચેલ માયા/બુટ્ટી
પ્રસાદી ચખાડવી
પ્રીત પરાણે ન થાય
પંચ કહે તે પરમેશ્વર
પાકા ઘડે કાંઠા ન ચડે
પાઘડી ફેરવી નાખવી
પાઘડીનો વળ છેડે આવે
પાટિયાં બેસી જવાં
પાટો બાઝવો
પાઠ ભણાવવો
પાડા ઉપર પાણી
પાડા મૂંડવાં
પાણી ઉતારવું
પાણી ચડાવવું
પાણી દેખાડવું
પાણી પહેલા પાળ બાંધી લેવી સારી
પાણી પાણી કરી નાખવું
પાણી પીને ઘર પૂછવું
પાણી ફેરવવું
પાણી માપવું
પાણીચું આપવું
પાણીમાં બેસી જવું
પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય
પાણીમાંથી પોરા કાઢવા
પાનો ચડાવવો
પાપ છાપરે ચડીને પોકારે
પાપડતોડ પહેલવાન
પાપડી ભેગી ઈયળ બફાય
પાપનો ઘડો ભરાઈ જવો
પાપી પેટનો સવાલ છે
પારકા કજિયા ઉછીના ન લેવાય
પારકા છોકરાને જતિ કરવા સૌ તૈયાર હોય
પારકી આશ સદા નિરાશ
પારકી છઠ્ઠીનો જાગતલ
પારકી પંચાતમાં શું કામ પડવું
પારકી મા જ કાન વિંધે
પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈ
પારકે પાદર પહોળા થવું
પારકે પૈસે દિવાળી
પારકે પૈસે પરમાનંદ
પારકે ભાણે લાડુ મોટો દેખાય
પાશેરામાં પહેલી પૂણી છે
પાંચમની છઠ્ઠ ક્યારે ન થાય
પાંચમાં પૂછાય તેવો
પાંચે ય આંગળી ઘીમાં
પાંચે ય આંગળી સરખી ન હોય
પાંચે ય આંગળીએ દેવ પૂજવા
પાંસરુંદોર કરી નાખવું/થઈ જવું
પિયરની પાલખી કરતાં સાસરિયાની સૂળી સારી
પીઠ પાછળ ઘા
પીળું તેટલું સોનું નહિ, ઊજળું તેટલું દૂધ નહિ
પુણ્ય પરવારી જવું
પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી
પુરાણ માંડવું
પેટ કરાવે વેઠ
પેટ ચોળીને શૂળ ઊભું ન કરાય
પેટ છે કે પાતાળ ?
પેટછૂટી વાત કરવી
પેટનો બળ્યો ગામ બાળે
પેટમાં પેસીને પગ પહોળા કરવા
પેટમાં ફાળ પડવી
પેટિયું રળી લેવું
પેટે પાટા બાંધવા
પૈસા તો ડાબા હાથનો મેલ છે
પૈસાનું પાણી કરવું
પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ
પોચું ભાળી જવું
પોત પ્રકાશવું
પોતાના પગ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડે
પોતાની ગલીમાં કુતરો પણ સિંહ
પોતાનો કક્કો જ ખરો કરવો
પોતિયા ઢીલા થઈ જવા
પોતિયું કાઢીને ઊભા રહેવું
પોથી માંહેના રીંગણા
પોદળામાં સાંઠો
પોપટીયું જ્ઞાન
પોપાબાઈનું રાજ
પોબારા ગણી જવા
પોલ ખૂલી ગઈ



ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય
ફના- ફાતિયા થઈ જવા
ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે
ફસકી જવું
ફટકો પડવો
ફણગો ફૂટવો
ફનાફાતિયા થઈ જવું/કરી નાખવું
ફાચર મારવી
ફાટીને ધુમાડે જવું
ફાવ્યો વખણાય
ફાળિયું ખંખેરી નાખવું
ફિશિયારી મારવી
ફીંફાં ખાંડવાં
ફુલ નહિ તો ફુલની પાંખડી
ફૂલાઈને ફાળકો થઈ જવું
ફૂટી બદામના ભાવે
ફોદેફોદા ઊડી જવા
ફાંકો રાખવો
ફૂંકી ફૂંકીને પગ મૂકવો



બકરું કાઢતા ઊંટ પેઠું
બગભગત-ઠગભગત
બગાસું ખાતા પતાસું મળ્યું
બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા
બધો ભાર કન્યાની કેડ પર
બલિદાનનો બકરો
બળતાંમાં ઘી હોમવું
બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
બળિયાના બે ભાગ
બાઈ બાઈ ચારણી
બાઈને કોઈ લે નહિ ને ભાઈને કોઈ આપે નહિ
બાડા ગામમાં બે બારશ
બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા
બાપ શેર તો દીકરો સવા શેર
બાપના કૂવામાં ડુબી ન મરાય
બાપના પૈસે તાગડધીન્ના
બાપનું વહાણ ને બેસવાની તાણ
બાપે માર્યા વેર
બાફી મારવું
બાર ગાઉએ બોલી બદલાય
બાર બાવા ને તેર ચોકા
બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડશે
બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી
બારે મેઘ ખાંગા થવા
બારે વહાણ ડૂબી જવા
બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે
બાવા બાર ને લાડવા ચાર
બાવાના બેઉ બગડ્યા
બાવો ઉઠ્યો બગલમાં હાથ
બાંધી મુઠ્ઠી લાખની, ઉઘાડી વા ખાય
બિલાડીના કીધે શીંકુ ન ટૂટે
બિલાડીના પેટમાં ખીર ન ટકે, બૈરાંના પેટમાં વાત ન ટકે
બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ?
બિલાડીને દૂધ ભળાવો તો પછી શું થાય ?
બીજાની ચિતા પર પોતાની ભાખરી શેકી લેવી
બીડું ઝડપવું
બે ઘરનો પરોણો ભૂખે મરે
બે પાડા લડે તેમાં ઝાડનો ખો નીકળે
બે પાંદડે થવું
બે બદામનો માણસ
બે બાજુની ઢોલકી વગાડવી
બેઉ હાથમાં લાડવા
બેઠાં બેઠાં ખાધે તો કુબેરના ભંડાર પણ ખૂટી જાય
બૈરાંની બુદ્ધિ પગની પાનીએ
બોકડો વધેરવો
બોડી-બામણીનું ખેતર
બોલે તેના બોર વેંચાય
બંધ બેસતી પાઘડી પહેરી લેવી
બ્રાહ્મણી વંઠે તો તરકડે જાય



ભડનો દીકરો
ભણેલા ભીંત ભૂલે
ભરડી મારવું
ભરાઈ પડવું
ભલભલાને ભૂ પાઈ દેવું
ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ
ભાગતા ભૂતની ચોટલી ભલી
ભાગ્યશાળીને ભૂત રળે
ભાંગરો વાટવો
ભાંગ્યાનો ભેરુ
ભાંગ્યું તો ય ભરુચ
ભાંડો ફૂટી ગયો
ભીખના હાંલ્લા શીંકે ન ચડે
ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે
ભૂત ગયું ને પલિત આવ્યું
ભૂતનું સ્થાનક પીપળો
ભૂતોભાઈ પણ ઓળખતો નથી
ભૂલ્યા ત્યાંથી ફરી ગણો
ભૂંડાથી ભૂત ભાગે
ભૂંડાને પણ સારો કહેવડાવે તેવો છે
ભેખડે ભરાવી દેવો
ભેજાગેપ
ભેજાનું દહીં કરવું
ભેંશ આગળ ભાગવત
ભેંશ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ
ભેંશના શીંગડા ભેંશને ભારી
ભોઈની પટલાઈ



મગ જે પાણીએ ચડતા હોય તે પાણીએ જ ચડાવાય
મગજમાં રાઈ ભરાઈ જવી
મગનું નામ મરી ન પાડે
મગરનાં આંસુ સારવા
મણ મણની ચોપડાવવી
મણનું માથું ભલે જાય પણ નવટાંકનું નાક ન જાય
મન ઊતરી જવું
મન ઢચુપચુ થઈ જવું
મન દઈને કામ કરવું
મન મનાવવું/મારીને રહેવું
મન મોટું કરવું
મન હોય તો માળવે જવાય
મન, મોતી ને કાચ, ભાંગ્યા સંધાય નહિ
મનનો ઊભરો ઠાલવવો
મનમાં પરણવું ને મનમાં રાંડવું
મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા
મરચા લાગવા
મરચાં લેવા
મરચાં વાટવા
મરચું-મીઠું ભભરાવવું
મરતાને સૌ મારે
મરતો ગયો ને મારતો ગયો
મસાણમાંથી મડા બેઠા કરવા
મસીદમાં ગયું'તું જ કોણ?
મહેતો મારે ય નહિ અને ભણાવે ય નહિ
મળે તો ઈદ, ન મળે તો રોજા
મંકોડી પહેલવાન
મા કરતાં માસી વહાલી લાગે
મા તે મા, બીજા બધા વગડાના વા
મા તેવી દીકરી, ઘડો તેવી ઠીકરી
મા મૂળો ને બાપ ગાજર
માખણ લગાવવું
માગુ દીકરીનું હોય - માગુ વહુનું ન હોય
માણસ માત્ર ભૂલને પાત્ર
માણસ વહાલો નથી માણસનું કામ વહાલું છે
માથા માથે માથું ન રહેવું
માથાનો મળી ગયો
માથે દુખનાં ઝાડ ઉગવા
માથે પડેલા મફતલાલ
માના પેટમાંય સખણો નહિ રહ્યો હોય
મામા બનાવવા
મામો રોજ લાડવો ન આપે
મારવો તો મીર
મારા છગન-મગન બે સોનાના, ગામનાં છોકરાં ગારાના
મારે મીર ને ફૂલાય પીંજારો
માંગ્યા વિના મા પણ ન પીરસે
માંડીવાળેલ
મિયાં ચોરે મૂઠે ને અલ્લા ચોરે ઊંટે
મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી
મિયાં મહાદેવનો મેળ કેમ મળે
મિયાંની મીંદડી
મીઠા ઝાડના મૂળ ન ખવાય
મુલ્લાની દોડ મસીદ સુધી
મુવા નહિ ને પાછા થયા
મુસાભાઈના વા ને પાણી
મૂઈ ભેંશના ડોળા મોટા
મૂછે વળ આપવો
મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય
મૂરખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો
મૂરખના ગાડાં ન ભરાય
મેથીપાક આપવો
મેરી બિલ્લી મૂઝસે મ્યાઉં
મેલ કરવત મોચીના મોચી
મોટું પેટ રાખવું
મોઢાનો મોળો
મોઢામાં મગ ભર્યા છે?
મોઢું જોઈને ચાંદલો કરાય
મોઢું કટાણું કરવું/બગાડવું
મોતિયા મરી જવા
મોરના ઈંડાને ચીતરવા ન પડે
મોસાળમાં જમણ અને મા પીરસનાર
મોં કાળું કરવું
મોં ચડાવવું
મોં તોડી લેવું
મોં બંધ કરવું
મોં પરથી માંખી ઉડતી નથી
મોં માથાના મેળ વિનાની વાત
મોંકાણના સમાચાર

ય-ર

યથા રાજા તથા પ્રજા
રંગ ગયા પણ ઢંગ ન ગયા
રાઈના પડ રાતે ગયા
રાજા, વાજા ને વાંદરા, ત્રણેય સરખા
રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી
રાત ગઈ અને વાત ગઈ
રાત થોડી ને વેશ ઝાઝા
રાતે પાણીએ રોવાનો વખત
રામ રમાડી દેવા
રામ રાખે તેને કોણ ચાખે
રામ બોલો ભાઈ રામ થઈ જવું/રામશરણ પહોંચવું
રામના નામે પથ્થર તરે
રામનું રાજ
રામબાણ વાગ્યા હોય તે જાણે
રામાયણ માંડવી
રાંડ્યા પછીનું ડહાપણ
રાંધવા ગયા કંસાર અને થઈ ગયું થૂલું
રાંધેલ ધાન રઝળી પડ્યા
રીંગણાં જોખવા
રૂપ રૂપનો અંબાર
રેતીમાં વહાણ ચલાવવું
રોકડું પરખાવવું
રોગ ને શત્રુ ઉગતાં જ ડામવા પડે
રોજ મરે એને કોણ રોવે
રોજની રામાયણ
રોટલાથી કામ કે ટપટપથી
રોતો રોતો જાય તે મુવાની ખબર લઈ આવે
રોદણા રોવા



લખણ ન મૂકે લાખા
લગને લગને કુંવારા લાલ
લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય
લંકાની લાડી ને ઘોઘાનો વર
લંગોટીયો યાર
લાકડાના લાડુ ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય
લાકડાની તલવાર ચલાવવી
લાકડે માંકડું વળગાવી દેવું
લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો
લાગ્યું તો તીર, નહિ તો તુક્કો
લાજવાને બદલે ગાજવું
લાલો લાભ વિના ન લોટે
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય
લીલા લહેર કરવા
લે લાકડી ને કર મેરાયું
લેતાં લાજે ને આપતાં ગાજે
લોઢાના ચણા ચાવવા
લોઢું લોઢાને કાપે
લોભને થોભ ન હોય
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે
લોભે લક્ષણ જાય



વખાણેલી ખીચડી દાઢે વળગે
વટનો કટકો
વઢકણી વહુ ને દીકરો જણ્યો
વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો
વર રહ્યો વાસી ને કન્યા ગઈ નાસી
વરને કોણ વખાણે? વરની મા!
વરસના વચલા દહાડે
વહેતા પાણી નિર્મળા
પહેતા પાણીમાં હાથ ધોઈ લેવા
વહેતી ગંગામાં ડુબકી લગાવવી
વહેમનું કોઈ ઓસડ નથી
વહોરાવાળું નાડું પકડી ન રખાય
વા વાતને લઈ જાય
વાઘ પર સવારી કરવી સહેલી છે પણ નીચે ઉતરવું અઘરું છે
વાઘને કોણ કહે કે તારુ મોં ગંધાય છે
વાડ ચીભડા ગળે
વાડ વિના વેલો ન ચડે
વાણિયા વાણિયા ફેરવી તોળ
વાણિયા વિદ્યા કરવી
વાણિયાની મૂછ નીચી તો કહે સાત વાર નીચી
વાણિયો રીઝે તો તાળી આપે
વાત ગળે ઉતરવી
વાતનું વતેસર કરવું
વાતમાં કોઈ દમ નથી
વારા ફરતો વારો, મારા પછી તારો, મે પછી ગારો
વાર્યા ન વળે તે હાર્યા વળે
વાવડી ચસ્કી
વાવો તેવું લણો, કરો તેવું પામો
વાળંદના વાંકા હોય તો કોથળીમાંથી કરડે
વાંઢાને કન્યા જોવા ન મોકલાય
વાંદરાને સીડી ન અપાય
વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે
વિદ્યા વિનયથી શોભે
વિના ચમત્કાર નહિ નમસ્કાર
વિનાશકાળે વિપરીત બુદ્ધિ
વિશ્વાસે વહાણ તરે
વીસનખી વાઘણ
વીંછીના દાબડામાં હાથ નાખીએ તો પરિણામ શું આવે?
વેંત એકની જીભ



શંકા ભૂત અને મંછા ડાકણ
શાંત પાણી ઊંડા હોય
શાંતિ પમાડે તે સંત
શિયા-વિયા થઈ જવું
શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી
શિયાળો ભોગીનો ઉનાળો જોગીનો
શીરા માટે શ્રાવક થવું
શીંગડા, પૂંછડા વિનાનો આખલો
શેક્યો પાપડ ભાંગવાની તાકાત નથી
શેઠ કરતાં વાણોતર ડાહ્યાં
શેઠની શિખામણ ઝાંપા સુધી
શેર માટીની ખોટ
શેરના માથે સવા શેર
શેહ ખાઈ જવી
શોભાનો ગાંઠિયો
શ્રી ગણેશાય નમઃ કરવું

સ-ષ

સઈ, સોની ને સાળવી ન મૂકે સગી બેનને જાળવી
સઈની સાંજ ને મોચીની સવાર ક્યારે ય ન પડે
સક્કરવાર વળવો
સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ
સત્તર પંચા પંચાણું ને બે મૂક્યા છૂટના, લાવો પટેલ સોમાં બે ઓછા
સત્તા આગળ શાણપણ નકામું
સતી શાપ આપે નહિ અને શંખણીના શાપ લાગે નહિ
સદાનો રમતારામ છે
સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા
સળગતામાં હાથ ઘાલો તો હાથ તો દાઝે જ ને
સંઘર્યો સાપ પણ કામ આવે
સંતોષી નર સદા સુખી
સંસાર છે ચાલ્યા કરે
સાચને આંચ ન આવે
સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન
સાન ઠેકાણે આવવી
સાનમાં સમજે તો સારું
સાપ ગયા અને લીસોટા રહ્યા
સાપના દરમાં હાથ નાખવો
સાપને ઘેર સાપ પરોણો
સાપે છછુંદર ગળ્યા જેવી હાલત
સારા કામમાં સો વિઘન
સાંઠે બુદ્ધિ નાઠી
સીદીભાઈને સીદકાં વહાલાં
સીદીભાઈનો ડાબો કાન
સીધી આંગળીએ ઘી ન નીકળે
સીંદરી બળે પણ વળ ન મૂકે
સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ
સુતારનું મન બાવળિયે
સુરતનું જમણ ને કાશીનું મરણ
સૂકા ભેગુ લીલું બળે
સૂપડાં સાફ થઈ ગયાં
સૂળીનો ઘા સોયથી સર્યો
સેવા કરે તેને મેવા મળે
સો દવા એક હવા
સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો
સો વાતની એક વાત
સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રૂમઝૂમ
સોના કરતાં ઘડામણ મોંઘું
સોનાની જાળને પાણીમાં ન ફેંકાય
સોનાની થાળીમાં લોઢાનો મેખ
સોનાનો સૂરજ ઉગવો
સોનામાં સુગંધ મળે
સોનીના સો ઘા તો લુહારનો એક ઘા
સોનું સડે નહિ ને વાણિયો વટલાય નહિ
સોળે સાન, વીસે વાન
સ્ત્રી ચરિત્રને કોણ પામી શકે ?
સ્ત્રી રહે તો આપથી અને જાય તો સગા બાપથી

હ-ળ-ક્ષ-જ્ઞ

હરામના હાડકાં
હલકું લોહી હવાલદારનું
હવનમાં હાડકાં હોમવા
હવેલી લેતા ગુજરાત ખોઈ
હસવામાંથી ખસવું થવું
હસવું અને લોટ ફાકવો બન્ને સાથે ન થાય
હસે તેનું ઘર વસે
હળદરના ગાંઠીયે ગાંધી ન થવાય
હળાહળ કળજુગ
હાડકાં ખોખરાં કરવા/રંગી નાખવાં
હાથ ઊંચા કરી દેવા
હાથ દેખાડવો
હાથ ભીડમાં હોવો
હાથના કર્યા હૈયે વાગ્યા
હાથનો ચોખ્ખો
હાથમાં આવ્યું તે હથિયાર
હાથી જીવે તો લાખનો, મરે તો સવા લાખનો
હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
હાથીની અંબાડીએ ચડી છાણાં ન વિણાય
હાથીની પાછળ કૂતરા ભસે
હાર્યો જુગારી બમણું રમે
હિંમતે મર્દા તો મદદે ખુદા
હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો
હું પહોળી ને શેરી સાંકડી
હું મરું પણ તને રાંડ કરું
હું રાણી, તું રાણી તો કોણ ભરે પાણી ?
હુતો ને હુતી બે જણ
હૈયા ઉકલત
હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા
હૈયે છે પણ હોઠે નથી
હૈયે રામ વસવા
હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
હોળીનું નાળિયેર
ક્ષમા વીરનું ભૂષણ છે
આ બધી નીચે મુજબની હિન્દી કહેવતોને પણ ગુજરાતી ગણી તેને ગુજરાતી કહેવતોનો દરજ્જો આપવાની છે. શું થાય, બાવા બન્યા હૈ તો હિન્દી બોલ્યા વિના સૂટકા નહિ હૈ !


અપના હાથ જગન્નાથ
અબી બોલા અબી ફોક
એક પંથ દો કાજ
કાજી દૂબલે ક્યું તો બોલે સારે ગાંવકી ફીકર
ખેંચ-પકડ મુઝે જોર આતા હૈ
ખુદા મહેરબાન તો ગદ્ધા પહેલવાન
ઘાયલકી ગત ઘાયલ જાને
જાન બચી લાખો પાયે
તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ
તેરે માંગન બહોત તો મેરે ભૂપ અનેક
પંચકી લકડી એક કા બોજ
ભૂખે ભજન ન હોઈ ગોપાલા
મન ચંગા તો કથરોટમેં ગંગા
મફતકા ચંદન ઘસબે લાલિયા
માન ન માન મૈં તેરા મહેમાન
મિયાં-બીબી રાજી તો ક્યા કરેગા કાજી
મુખમેં રામ, બગલમેં છૂરી
રામનામ જપના પરાયા માલ અપના
લાતોંકે ભૂત બાતોંસે નહીં માનતે
લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ
વો દિન કહાં કિ મિયાં કે પાઉં મેં જૂતિયા
સર સલામત તો પઘડિયાં બહોત
સૌ ચૂહે મારકે બિલ્લી ચલી હજકો

Views: 1503

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Dolly on December 26, 2013 at 10:34pm
Thanks
Comment by દિપ @ એકલતા ના કિનારા on December 26, 2013 at 8:05am
Aapnu collection khub j saru che.

Hats off

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service