Made in India
વાત સ્ત્રી પુરુષમાં કોણ ચઢિયાતું છે તેની નથી પણ મારો અનુભવ એવું કહે છે કે સ્ત્રી દરેક તબક્કે, દરેક રીતે ,દરેક અવસ્થાએ, દરેક વ્યવસ્થાએ સંબંધને તૂટતા બચાવી લેતી હોય છે. ચાહે રૂઢીચુસ્ત હોય, ચાહે મોર્ડેન, ચાહે ભીરુ હોય ,ચાહે હોશિયાર., સ્ત્રી સંબંધને પોતાની ચામડીના રેષે રેષા સુધી પરોવી લેતી હોય છે અને પછી તેને દરેક બનતી કોશિશે તૂટવા દેતી નથી ... વ્હાલ અને વ્હેણને વહેતા રાખવાની તેમાં અજીબ આવડત હોય છે અને એ આવડત નાં કારણેજ એ જીવનના જળને વહેતું રાખી શકે છે.સ્ત્રી આંખોથી, ઇશારાથી ,સ્પર્શથી, સહારાથી, સમજણથી ,દિલાસાથી વળી જતા માણસને પાછા વાળી લેતી હોય છે ... સ્ત્રીના માળખાને સ્ત્રી તરીકે સમજવું પણ અઘરું હોય છે ત્યારે પુરુષ તરીકે એ કોશિષ સંપૂર્ણ રીતે નાકામિયાબ થવાની સો ટકા શક્યતાઓ છતાં દરેક પુરુષે એ કોશિષ ક્યારેક કરવા જેવી છે ....
સંબંધ સાચવતા બુઝાઈ જતા પહેલા સ્ત્રી પોતાની દરેક ઊર્જાથી પ્રગટતી હોય છે અને પછી ખુદમાં સમાઈ જતી હોય છે ....
ભસ્મ થતા પહેલા સ્ત્રી ભભકતી હોય છે અંદર જલી રહેલા વ્હાલથી કે વેરથી ....
સ્ત્રી બુઝાતા પહેલા ખરેખર બમણા જોરથી પ્રગટતી હોય છે ...!!
Tune in to Aapni Mehfil with Rj Naishadh 93.5 Red FM every saturday night 9-12 only on Red FM 93.5 Bajaate Raho (Ahmedabad) .... Bajaate Raho !!
Comment
khubj saras...
**કલાપી જી એ હૃદય સામ્રાજ્ઞી શોભાનાબા ને લખેલા એક પ્રેમ પત્ર **
વ્હાલી શોભના,,
સ્ત્રી ને પુરુષ શા માટે ચાહે છે ??? કારણકે સ્ત્રી પુરુષ ને ચાહે છે . માટે જ ..આ ચાહત છે . શું એ સ્ત્રી વિદ્વાન છે ?? હોંશિયાર છે?? પુરુષ ના શોખ માં ભાગીદાર થયી શકે છે માટે?? ના ,, એ પુરુષ ને ચાહે છે ,,એટલું જ બસ છે ..સ્ત્રી - પુરુષ બંને એક બીજા ને ચાહે છે,, અને આ ચાહવા ની પ્રક્રિયા એટલે આપણે જેને ચાહિયે છીએ એના જેવું બની જવું તે ,,,અમે બને એક છીએ " એવો આત્મીયતા નો અનુભવ ,,, આ જ ખરું લગ્ન ,, હું નું તું માં વિગલન ,,, ત્યાં સ્ત્રી પુરુષ નો સ્થુળ જાતી ભેદ હોય જ નહિ ,,પુરુષ એ જ્ઞાન છે ,,સ્ત્રી એ સ્નેહ છે .. પ્રેમ ની આ ભૂમિકા એ જ્ઞાન સ્નેહમય બને ,,સ્નેહ જ્ઞાનમય બને ....સ્નેહ અને જ્ઞાન એક બીજા ને આલીન્ગયા જ કરે ,,, આ પળ જ સ્વર્ગ છે ....શોભાના ,, સ્ત્રી પુરુષ બંને સખા ની કોટી એ હોવા જોઈએ ,,બસ .. આપણે એક બીજા ને આમ અનંત સુધી આનંદ મય પ્રેમ કરતા રહીએ ,,આવો પ્રેમ મળે એટલે પ્રભુતા મળી જાય ...પ્રેમ રસ વગર જ્ઞાન ભક્તિ નકામી ,,પ્રેમ હીન મોક્ષ હોય જ નહિ અન્યોઅન્ય નું સ્વાર્પણ ..સાચા અને શુદ્ધ પ્રેમ માં બધી નીતિ સમય જાય છે ,,પ્રેમ સમાધી કક્ષા એ પહોચે , ત્યારે સ્થૂળ શરીર પણ સુક્ષ્મ બની જાય છે ,,ત્યારે કોઈ લાગણી , કોઈ ઈચ્છા કોઈ ભાવના ,, કે ત્યાં કોઈ પવિત્ર અપવિત્ર તા ના ભેદ રહેતા નથી ...બધું પુણ્યમય અને પ્રભુમય બની જાય છે.. લી : તમારો સુરસિંહ ..
ભસ્મ થતા પહેલા સ્ત્રી ભભકતી હોય છે અંદર જલી રહેલા વ્હાલથી કે વેરથી ....
સ્ત્રી બુઝાતા પહેલા ખરેખર બમણા જોરથી પ્રગટતી હોય છે ...!!...true...
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com