Made in India
લગ્ન પ્રથાનો વિરોધ અધકચરો અર્થસભર સંબંધો જ ટકાઉ
- યૌવનમાં ઝઝુમવાનું અને ઘડપણમાં સધિયારાનું મળશે જોમ
ઊનકો યે શિકાયત હૈ હમસે,
કી હમ હર કીસીકો દેખકર મુસ્કુરાતે હૈ
ના સમજ હૈ વો ક્યાં જાને,
હમે તો હર ચેહરે મેં વોહી નજર આતે હૈ
બિઝનેસમાં મિશનરીને સતત અપગ્રેડ કરતા રહેવી જોઇએ.
મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં મિશનરીની માવજત જ જરૂરી નથી પણ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા તેને સતત અપગ્રેડ પણ કરતા રહેવી જોઇએ. નવી નવી ટેક્નોલોજીના ઉપયોગથી સમયમાં બચત અને માલની ગુણવત્તામાં સુધારો થાય છે. જેને કારણે ગ્રાહકોનો સંતોષ વધતા ધંધાનો વિકાસ શક્ય બને છે.
સંસારમાં દામ્પત્ય જીવન દ્વારા મળતા સુખ જેવું બીજુ એકપણ મોટુ સુખ નથી.
એક યુવતીએ કહ્યું, 'હું વેલ એજ્યુકેટેડ છું. બેંકમાં નોકરી છે અને મારો પોતાનો સ્વતંત્ર ફ્લેટ, ગાડી ધરાવું છું. ટૂંકમાં હું સ્વાવલંબી છુ અને મારી જિંદગીમાં ખુબ સુખી છુ પણ મારા ઘરના અને સમાજના લોકો મને લગ્ન માટે સતત દબાણ કરતા રહે છે. હું લગ્ન સંસ્થામાં માનતી જ નથી. બાળકો દત્તક મળી રહે છે. મારે અનેક પુરૂષ મિત્રો પણ છે. પણ કોઇ સાથે લગ્ન કરી હું પિંજરે પુરાઇ શા માટે જાવ ? મારા વિચારોને મારા વડીલો ઉદ્ધત ગણાવે છે પણ મારે લગ્ન નથી જ કરવા તો હું એમને એ વાત કેમ સમજાવું ?
લગ્ન પ્રથા એ સમાજે ઉભી કરેલી પ્રથા છે. કંઇક અંશે એની ત્રુટીઓ હશે પણ આ પ્રથા સદંતર ખોટી તો નથી જ. તમને લગ્ન એ જિંદગીભરની કેદ ભલે લાગતી હોય પણ હકિકતમાં એ કેદ નહી પણ સલામતિ છે.
વર્તમાન સામાજિક જીવનશૈલીને કારણે માત્ર પત્નીને જ નહી પતિદેવોને પણ લગ્ન એ બંધન જેવા લાગે છે પણ જો અરસપરસ સહકાર, સમજણ, વિશ્વાસ અને સંવેદના સાથે જીવવામાં આવે તો લગ્ન એટલે કે દામ્પત્ય જીવન દ્વારા જિંદગીનું સર્વશ્રેષ્ઠ સુખ તમે મેળવી
શકો છો.
સ્ત્રી પુરૂષ સમોવડી બની છે. આજે અનેક પરિવારોમાં પતિ-પત્ની બન્ને અઢળક કમાય છે. વ્યવસાય અને ગૃહજીવન વચ્ચે તાલમેલ મેળવનારા અનેક દંપતિઓ આજે સમાજમાં પ્રેરણારૂપ મોજુદ છે. લગ્ન સંબંધ એ માનવ જાતનો એક અતિ મહત્વપૂર્ણ અને અર્થસભર સંબંધ છે. તમે આર્થિક રીતે સદ્ધર છો એટલે તમને ભૌતિક સુખ સગવડો મળી જ રહેવાના પણ લગ્ન પ્રથા દ્વારા દામ્પત્ય જીવનમાં જે એકબીજા પ્રત્યે ફના થવાની સંવેદના જાગે છે એ સંવેદના પૈસા દ્વારા ક્યાંય મળી શકતી નથી.
તમારે પુરૂષ મિત્રો હશે કદાચ યુવાનીમાં તમારી આજુબાજુમાં ભમરાની જેમ જ ગણગણતા હશે પણ લગ્નજીવન દ્વારા એકબીજાની જે હુંફ સાપડે છે તે લગ્ન કર્યા સિવાય બંધાતા સંબંધોમાં મળતી નથી. જીવનસાથી વગરનું યૌવન ભલે પસાર થાય પણ વૃદ્ધાવસ્થા પસાર કરવી કઠીન છે.
જીવનસાથીનો ગાઢ, આત્મીય અને પ્રેમાળ સાથ તમને સંસારના જંગ સામે લડવા માટે પ્રેરણા અને બળ પુરૂ પાડે છે. આ સાથ યાૈવનમાં તમને ઝઝુમવાનું બળ આપે છે. જ્યારે ઉત્તર અવસ્થામાં તમને જીવવાનું બળ પુરૂ પાડે છે.
બન્નેએ સાથે કરેલા સંઘર્ષો-વિજયો અને આશા-નિરાશાની સ્મૃતિઓ તમારા જીવવાનું પ્રેરક બળ બની રહેશે.
લગ્ન કરવા એટલે પિંજરે પુરાય જવું એવા તમારા ખ્યાલો ખોટા છે. તમારા વિચારોને સમજી શકે અને તમારી સ્વતંત્રતાને પણ જાળવી શકે એવો એકાદ મુરતીયો શોધી કાઢો. ' આમ જ જોઇએ' અને 'આમ જ થવુ જોઇએ' એવો આગ્રહ છોડી કોઇની હૂંફ, લાગણી, વિશ્વાસ જેવા અમૂલ્ય ખજાનાને મેળવવો હોય તો સમયસર સુપાત્રને ગોતી લગ્ન કરી લ્યો. જિંદગી જીવવા જેવી લાગશે જ ગેરેંટીથી...
બ્રેક ફાસ્ટ
બોય : ડાર્લિંગ, તારૂ નામ હાથ પર લખુ કે દિલ પર
ગર્લ : અરે બેવકૂફ ઊધર-ઇધર કેમ લખે છે સાચો પ્યાર હોય તો તારી પ્રોપર્ટીના પેપર પર મારૂ નામ લખી નાખને...
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com