Made in India
લગ્નના નામ સાથે ભડકવાને બદલે સહજીવનનુ માધુર્ય પણ ઓળખો.
બધાના લગ્ન જીવનો ખરાબ નથી હોતા, પૃથ્વી પરનું સ્વર્ગ પણ દામ્પત્ય જીવનમાં જ છે
કભી જિંદગીમેં કિસી કે લીયે મત રોના,
કયુકી વો આપકે આંસુઓ કે કાબિલ નહિ હોગી
ઔર જો આપકે આંસુઓ કે કાબિલ હોગા,
વો કભી આપકો રોને હી નહિ દેંગા.
બિઝનેસમાંતમે માલીક હો કે મેનેજર હો પણ વ્યવસ્થાના ભાગરૂપે જ તમારે કામ કરવુ જોઇએ.
મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં તમે જે કોઇ નીતિ-નિયમો કર્મચારીઓ માટે નકકી કર્યા હોય તેનુ તમારે પણ પાલન કરવુ જોઇએ. ગોઠવાયેલી વ્યવસ્થાને તોડવામાં આવે તો લાંબા ગાળે ધંધાને નુકસાન થાય છે અને વ્યવસ્થાનુ કંપનીના તમામ લોકો, બોસથી માંડીને બાબુલાલ સુધીના લોકો પાલન કરે તો જ ધંધાનો વિકાસ શકય બને છે.
સંસારમાં લગ્ન એ સોનાનુ પીંજરૂ નહિ પણ અમૂલ્ય મોતી ચારો છે.
એક ભાઇએ કહ્યુ, 'મારી પુત્રી યુવાન છે. તેના માટે અનેક લગ્નના માંગા પણ આવે છે. તે કોઇના પ્રેમમાં પણ નથી. પણ ગમે તે કારણોસર તેને લગ્નના નામથી નફરત છે. લગ્ન કરવાની વાત આવે એટલે તે ઘસીને ના પાડી દે છે. તે લગ્ન નહિ કરે તો પણ હું આખી જિંદગી તેને પ્રેમથી રાખીશ પણ લગ્નસંસ્થા અંગે તેના મગજમાં ખોટા ખ્યાલો છે તે મારે દુર કરવા છે હું શું કરૂ?’
લગ્ન માટે કોઇપણ વ્યકિતને દબાણ કરવુ એ તેનુ અહિત કરવા બરાબર છે. માટે તમારી પુત્રીને લગ્ન કરવા માટે દબાણ નહિ કરીને તમે ઉચિત પગલુ ભર્યુ છે. લગ્ન અંગેની ના પાડવા પાછળ તેની ઇચ્છીત વ્યકિત સાથે લગ્ન કરવાની મહેચ્છા હોય પણ તમારા કિસ્સામાં એવુ નથી. આ સંજોગોમાં તમારી પુત્રીને લગ્નસંસ્થા પ્રત્યે જ નફરત થઇ જાય તેવો નજીકના કોઇનો કિસ્સો તેના મન પર અસર કરી ગયો હોય તેવુ બને.
આજે મોટાભાગના જુવાનીયા, ખાસ કરીને યુવતીઓને લગ્ન એ બંધન અથવા સોનાનુ પીંજરૂ લાગે છે. લગ્નના નામથી ભડકતા આ લોકોને સહજીવનનુ માધુર્ય સમજાવાની જરૂર છે. લગ્ન નહિ કરવાથી તમારા યૌવનકાળમાં તમને બંધન નહિ નડે પણ જતી જિંદગીમાં જરૂરી એવી હુંફ પણ તમને નહિ મળે. એક વાત ખાસ સમજી લ્યો કે એકલ દોકલના લગ્નજીવનમાં ચાલતા ખટરાગને કારણે બધાના લગ્નજીવનો ખરાબ જ હોય છે. એવુ માની લેવાની જરૂર નથી. અરે જિંદગીમાં જીવનસાથી પાસેથી મળતો પ્રેમ એ અમૂલ્ય હોય છે. દામ્પત્ય જીવન એ તો પૃથ્વી પરનુ સ્વર્ગ છે.
લગ્ન કરવા માટે ઘસીને ના પાડતી એ યુવતીને પ્રસન્ન દામ્પત્ય જીવનવાળા બે ચાર યુગલોના સંપર્કમાં લાવો. લગ્નજીવનની મહત્વતા એને સમજાશે. અને લગ્ન કરશે ત્યારે જિંદગી જીવવા જેવી લાગશે ગેરેંટીથી...
બ્રેક ફાસ્ટ
બે પ્રેમીઓએ પહાડી પરથી કુદીને આત્મહત્યા કરવાનુ નકકી કર્યુ. પ્રેમી પહેલા કુદી ગયો પણ પ્રેમીકા કુદી નહિ.
બસ ત્યારથી એક રીવાજ શરૂ થયો લેડીઝ ફર્સ્ટનો..
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com