Made in India
આમ જોવા જઇયે તો હું કોઈ ફિલ્મ ક્રિટીક નથી, ફિલ્મોમાં રસ ખરો, જોવા જેવી ફિલ્મો બમણા ભાવ દઈને પણ જોયેલી છે પરંતુ એવું નહિ કે રિલીઝ થાય એ સીધી જોઈ જ નાખવાની. પણ હા જે થિયેટરમાં ના જોઈ શકાય હોઈ એ ઘરે ડાઉનલોડ કરીને જોવાની..એટલે એવરેજ વ્યક્તિ કરતા થોડી ઘણી વધુ ફિલ્મો જોઈ છે એમ કહી શકાય. ખાસ તો આવડું તોતિંગ બજેટ, ફોરેન લોકેશનસ, કાસ્ટ અને કૃ, પ્રોમોશનલ ઈવેન્ટ્સ, માર્કેટિંગ બધું જ કર્યું હોઈ તો થોડુંક તો જોવા જેવું બનાવ્યું જ હોઈ.. કેમ કે કોઈ આખે આખી ફિલ્મ બકવાસ બનાવે એ માટે તો લેજેન્ડરી RGV જેવી સ્કિલ જોઈએ. ટૂંકમાં જેમ ગમે તેવો ખરાબ વ્યક્તિ હોય એ એંટાયરલી ખરાબ ના હોઈ શકે કંઈક તો એવો ગુણ એનામાં હોઈ જ કે જે આપણે પોઝિટિવ લઇ શકીયે. સી ધ બ્રાઇટ સાઈડ ની જેમ બસ આપણું ફોકસ પોઝિટિવ રાખવાનું. આપણે પણ એવું સર્વ ફિલ્મ સમભાવ.. આ બૉલીવુડ અને આ હોલીવુડ આપણે મન સરખા. એ તો ઠીક ટોલીવુડ અને ઢોલીવુડ પણ જોવાના.
વેલ જીવનના અમુક અરસા સુધી એ ખ્યાલ જ નહોતો કે બૉલીવુડ થી અલગ પણ ભારતમાં ફિલ્મો બને છે,સમજણા થયા ત્યાર પછી એકેય ખાન કે કપૂરો વિનાના હીરો વાળી ફિલ્મો જોઈ ત્યારે ભાન થયું કે આપણે તો અત્તાર લગી કુવામાં હતા બાપલીયા. પછી જાણવા મળ્યું કે આ તો બધી સાઉથની ફિલ્મો, ઉપરથી આ એચ.ડી ના ખેલ શરુ થયા એટલે જે કેબલ કનેક્શનમાં એચ.ડી લીધેલું હોઈ ત્યાં જ બૉલીવુડ કે હોલીવુડ ફિલ્મો દેખાડે બાકી સાદા કનેશનવાળાને સ્ટાર ગોલ્ડ થી માંડીને ઝી સુધી બધામાં સાઉથના મુવી જ દેખાડે.
હવે તો આ પરાણનું થયું, સિરિયલો મગજમાં ઉતરે નહિ એટલે ફરજીયાત મુવી જોવા જ પડે, મન મારીને આપણે જોવાનું શરુ કર્યું, બે -ત્રણ ફિલ્મો સુધી તો એમ જ લાગ્યા કર્યું કે શું સાલા ફેંકે છે પણ ધીમે ધીમે રસ પડવા લાગ્યો કેમ કે કોપી પેસ્ટ બૉલીવુડ કરતા એમની સ્ટોરીઝ ઘણી ઇન્ટરેસ્ટિંગ હતી અને ફાયટ સીન પણ મોજ આવી જાય એવા. હા મેલ ડોમિનેન્ટ સોસાયટી હોવાને લીધે એમાં મોટા ભાગના મૂવીઝમાં હિરોઇનનું ખાસ કઈ કામ હોય નહિ. બાપડી બિચારી હીરોને કાં તો લડવા મોકલતી હોય અથવા રોકતી હોય. સ્ટોરી, એક્ટિંગ, એક્શન, ઈમોશન, બધી રીતે આ ફિલ્મો ખરા અર્થમાં ટિપિકલ બૉલીવુડ મુવીઝ કરતા ઘણા દરજ્જે આગળ હોય છે. આપણે એ લોકોના ફાયટ સીનની મસ્તી કરતા હોઈએ છે કે ટપ્પા પડે એવી રીતે મારે જે ઇમ્પોસિબલ છે, પણ રોહિત શેટ્ટી જે રીતે કાર્સ ઉડાડે છે એ પણ ઇમ્પોસિબલ જ છે ને છતાં આપણને એ સીન ગમે છે, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફ્રેન્ચાઈઝમાં વિન ડીઝલ દ્વારા કરવામાં આવતા સ્ટન્ટ પણ કોમ્પ્યુટરાઈઝ્ડ હોઈ છે તો પણ ડોમ હીરોઇક લાગે છે. બસ આ જ તો જાદુ છે ફિલ્મોનો કે સામાન્ય માણસ જે વસ્તુ પોતાની રોજિંદી લાઈફમાં કરી ના શકે એને પડદા પર ઉજાગર કરી એનો ઈગો સેટિસફાય કરવો, સેમ વે છોકરીઓને ડ્રિમી પ્રપોઝલ કે જીવ આપી દે એવા મેલ પાર્ટનર ની ફેન્ટસિ હોય છે જે ફિલ્મો દ્વારા એમને જીવવા મળે છે. બાકી મોટા ભાગના ઇન્ડિયન મેલ્સ માટે રોમાન્સ એટલે સહશયન.. એનાથી આગળ એમનું મગજ ના ચાલે. ભલા માણસ રોમાન્સ એ કોયડો છે, જેમ છોકરીઓને સમજવી અઘરી પડે એમ આ વસ્તુ પણ એમ ઝટ દઈને મગજમાં ના ઘૂસે. સ્ટોકીંગ(પીછો કરવો) થી માંડીને પ્રોપોઝલ સુધી, કેન્ડલ લાઈટ ડિનર થી માંડીને સરપ્રાઈઝ ગિફ્ટ સુધી, લોન્ગ ડ્રાઈવથી માંડીને સ્ટાર ગેઝીંગ સુધી બધે જ આ રોમાન્સ નામક વાઇરસના હાથ ફેલાયેલા છે. તમારી પ્રેયસીને ક્યાં વાઇરસથી ચેન પડશે એ તો જાતે જ નક્કી કરવું પડે. હવે જો કે ગુગલ મહારાજની બદોલત ઘણા યુવાનોની પ્રેમ નય્યા તરી જાય છે. બાકી મોટાભાગના ચીઝી આઈડિયાઝ ફિલ્મોને આભારી છે.
મૂળ વાત છે સાઉથના ઢીન્ચાક, ફાડુ, ધાંસુ મુવીઝની કે જેમાં બધા જ પ્રકારના સ્વાદના તડકા લાગેલા હોય છે. ખાટો,મીઠો,તીખો,તૂરો,ખારો બધા જ રસ એમાંથી મળે અને વીર રસ તથા સૌંદર્ય રસ તો બેનમૂન હોઈ છે. બીજા એક અવલોકન મુજબ ત્યાંની ફિલ્મો ટેક્નિકલી પણ બૉલીવુડ કરતા ઘણી આગળ છે. વી.એફ.એક્સ અને થ્રિડી નો ઉપયોગ એ લોકો બખૂબી જાણે છે અને સારો એવો ખર્ચો પણ કરે છે. ( બાહુબલી નું ઉદાહરણ ના આપતા, એ પણ સાઉથની જ ફિલ્મ છે ફક્ત હિન્દી માં ડબ કરવામાં આવી છે.) પોતાનું લૂંગી તથા મુંડૂ વાળું મૂળ ક્લચર છોડ્યા વિના ટેક્નિકલી ક્લાસ અપાર્ટ ફિલ્મો બનાવી છે. ‘ભાઈ’ કાં ફેન બની ને ફરતા વૉન્ન બી સલમાન્સ ને પણ જણાવી દઉં કે ‘ભાઈ’ ની જે ફિલ્મો કરોડોની ક્લબોમાં આવી છે એ મોટા ભાગની સોઉથની રીમેક હતી. ત્યાંના ડી.એન.એ માં જ કાંઈક વાત છે. સાઉથથી આવેલી એક્ટ્રેસીસ જ જોઈ લો. ત્યાંના હીરો પણ હીરો જેવા લાગે અને વિલન પણ પર્સનાલિટી વાળા હોય (પ્રકાશ રાજ (ગનીભાઈ) ત્યાંની જ ઉપજ છે). ફુલ એન્ટરટેઇન્મેન્ટ નો ડોઝ હોવા છતાં કહેવાય શું કે રિજિયોનલ ફિલ્મ છે. ઓછામાં પૂરું એમને આપણા જેવું અભેમાન નઈ કે થિયેટરમાં જોવા જાવ તો જ મેળ પડે. ગમે તેવી બ્લોક બ્લસ્ટર ફિલ્મ હોઈ એ યુટ્યુબ પર એચ.ડી ક્વોલિટીમાં ઉપલબ્ધ હોય. લોક ભોગ્ય રાખવામાં પણ એ લોકો બૉલીવુડ કરતા ઉદાર તો ખરા જ. જો કે એનો મતલબ એમ નથી કે બૉલીવુડની ફિલ્મો જોવા લાયક નથી હોતી, ઑફ બીટ કે આર્ટ ફિલ્મોમાં બોલીવુડનો તોટો જડે એમ નથી. પરંતુ બાલાજીની મસાલા વેફરમાં જે મજા આવે એ ઘરે બનાવેલી વેફરમાં ના આવે.
છેલ્લા એક દાયકામાં ભારતની પ્રાદેશિક ફિલ્મોએ ઘણી લાંબી મજલ કાપી છે. મરાઠી ફિલ્મ ‘સેઈરાટ’, ‘નટસમ્રાટ’, પંજાબી ‘ચૌથી કુટ’, આસામી ‘કોથાનોડી’, બંગાળી ‘શંખચિલ’, ગુજરાતી ‘રોન્ગ સાઈડ રાજુ’, ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ જેવી ફિલ્મો દ્વારા પોતાની ફિલ્મ સર્જનશક્તિના દર્શન કરાવ્યા છે. મેઈન સ્ટ્રીમ બોલીવુડે પણ જેની નોંધ લેવી પડે એવી આ ફિલ્મો છે. હવે ધીરે ધીરે લોકો પણ પોતાની ભાષા વાળી ફિલ્મો જેવા માટે આકર્ષાયા છે, બજેટ ટાઈટ હોવા છતાં રિજિયોનલ ફિલ્મ્સ ઠીક ઠાક પ્રમોશન કરી જાણે છે. દિવસે ને દિવસે પ્રેક્ષકોની વધતી સંખ્યા એમની સફળતા પુરવાર કરે છે.
બોલીવુડે જો પોતાનું આધિપત્ય જાળવી રાખવું હોય તો ક્રિયેટિવ થયા સિવાય છૂટકો નથી. દર બીજી ફિલ્મમાં જુના સોન્ગ્સ ને રીમેક કરીને સંભળાવી દેવાથી નહિ ચાલે. લિરિક્સના નામે નર્સરી રાઇમ્સ અને સ્ટોરીની જગ્યા એ કોઈ હીરો પર ફિલ્મો તારી દેવાનો કીમિયો અસ્તાચળ ઉપર છે જે ‘ટ્યુબલાઈટ’ની નિષ્ફળતાએ સાબિત કરી આપ્યું છે. હોલીવુડ ફિલ્મો પર થી પ્રેરણા લેવી પૂરતી ના હોય તેના માટે એ લેવલ મુજબનું કામ પણ ફિલ્મમાં દેખાવું જોઈએ.
કયો કી યે પબ્લિક હે યે સબ જાનતી હે…
-જાનકી રાવલ જાની
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com