Made in India
પુરુષ અને સ્ત્રીઓ બાયોલોજીકલી બંને એકબીજાથી અલગ છે. પુરુષનો બાંધો અને સ્નાયુઓ વધુ મજબુત અને સ્ત્રીઓનો બાંધો કોમળ હોય છે…આવું ધારી લેવામાં આવે છે. તાકાતવર એ મહાન લેખે પહેલેથી વિશ્વમાં પુરુષ પ્રાધાન્ય જોવા મળે છે. એટલે સુધી કે આખા જગતને ઘેલું લગાડનાર ફિલ્મ ‘હેરી પોર્ટર’ અને તેની શ્રેણીના લેખક જોઆને કેથલીન રોલિંગે પોતાના પ્રથમ પુસ્તકને પબ્લીશ કરતા સમયે પોતાનું ટૂંકાક્ષરી નામ ‘જે.કે.રોલિંગ’ છપાવેલું જેથી ત્યારનો મેલ ઓબ્સેસ્ડ સમાજ તેની નવલકથા વાંચે. કેમ કે ત્યારે સ્ત્રીઓ દ્વારા લખવામાં આવેલી કૃતિઓ પરત્વે લોકો અસ્પૃશ્ય સમાન વર્તન કરતા. તેઓ માટે ખરેખર પચાવવું અઘરું છે કે કોઈ સ્ત્રી પણ આટલું અદ્ભુત લખી શકે છે. હવે જો બ્રિટન જેવા બ્રિટનની આવી દશા હતી તો ભારત કે તો કેહને હી ક્યા..!! આપણે તો ઉંધે કાંધ આવી જડસુ માન્યતાઓથી ઘેરાયેલા હતા. અપાલા, લોપામુદ્રા, ગાર્ગી જેવી વિદુશી સ્ત્રીઓનો સાક્ષી રહેલો દેશ વિચારોના ઉર્ધ્વગમનની જગ્યાએ અર્ધ્વગમન કરી રહ્યો છે. એ સમયમાં ટેકનોલોજી ના હતી પરંતુ વિચારો વિશાળ હતા અને હવે ટેકનોલોજી ભરપુર છે પણ વિચારો સંકુચિત અને શીથીલ થતા જાય છે.
મહિલા ને ભઈલા કોલેજ, મહિલા અને ભઈલા હોસ્ટેલ, સ્કુલ, લગ્ન, સમારંભ, બગીચો, ફેમીલી ગેટ ટુગેધર, શેરી ના ઓટલા બધે જ જ્યાં નજર કરશો ત્યાં બે ટાઈપના ટોળા જોવા મળશે. ખાસ કરીને ગુજરાતમાં આપણે આવો અજબ પ્રકારનો ટ્રેન્ડ વર્ષોથી જોવા મળે છે. પુરુષો અલગ અને સ્ત્રીઓ અલગ ટોળામાં બેઠા હોય અને હીહી હાહા ચાલતું હોય. જમવામાં બેસવાથી માંડીને સભાગૃહમાં કોઈના સન્માન સુધીમાં બધી વ્યવસ્થાઓ અલગ અલગ ગોઠવવામાં આવી હોય. એમાં પણ બિંગ એ ટીપીકલ ગુજરાતી થિંગ, ‘પુરુષો’ ને પહેલા બેસાડવાના. (વ્હાય મેન?? આવી સ્પેશીયલ ટ્રીટમેન્ટ પાછળનો મતલબ મને આજ સુધી સમજાયો નથી, એક્ચ્યુલી જમવાનું તો સ્ત્રીઓએ બનાવ્યું હોય છે તો જમવાનો પહેલો હક તો એમનો લાગે). મારાં ઓબ્ઝર્વેશન મુજબ પહેલાના જમાનામાં ફક્ત પુરુષો જ બહાર કમાવા જતા અને અને અત્યારની જેમ એ.સી ઓફિસમાં બેસી કોમ્પ્યુટર પર બેસવાના કામ નહોતા. ખેતર અથવા મજુરીકામ જેવા શ્રમ પડે એવા કર્યો હતા. ઘરના પુરુષો જનરલી વહેલી સવારે નીકળી ગયા હોય એટલે બપોરે જમવા આવે ત્યારે સ્વાભાવિકપણે ભૂખ વધુ લાગી હોય અને પછી ફટાફટ જમીને કામે ભાગવાનું હતું, રાત્રે પણ કામે થી આવે એટલે આટલા સખત શ્રમ પછી એમને જલ્દી જમવા આપવું વ્યાજબી હોય એટલે પુરુષોને પહેલા જમાડવાની પ્રથાનો જન્મ થયો હોવો જોઈએ. પરંતુ સાંપ્રત સમયમાં જયારે સ્ત્રી પુરુષ બંને જ સવારથી ઉઠીને સાંજ સુધી બહાર કમાવા જતા હોય અને સમાન રીતે જ થાક્યા હોય ત્યારે આવા પુંછડા પકડ કરીને ‘પુરુષો પહેલા’ જેવી માન્યતાઓને ચાલુ રાખવી અસ્થાને છે. અત્યારે સમય મુજબ આવા રિવાજોમાં પરિવર્તન ખુબ આવશ્યક છે. સામે ચાલીને પુરુષે આ બધું સમજીને સ્ત્રીઓને આગળ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાચું સ્ત્રી દાક્ષ્ણય તો આ જ છે કે તમે એક સ્ત્રીની પરીસ્થિત સમજી અને યોગ્ય સન્માન અપાવો. મે ઘણા બૈરાઓને પૂછ્યું કે આમ કરવાનું કારણ શું? એટલે પ્રેમ થી સ્મિત રેલાવતા બોલે કે ‘એમને ગરમ રોટલી ખાવા મળે ને’ (ઉચ્ચ કોટિનો પ્રેમ), તમે માણસ નથી? તમે ગરમ રોટલી ખાશો તો ઘઉંમાં બાચકા નહિ લાગી જાય કઈ. ટેકનીકલી તમે અન્ય કોઈ માટે પોતાની જાતને પ્રેમ કરવાનું છોડી દો છો. હકીકતે તમે જો પોતાની જાતને પ્રેમ ના કરી શકો તો બીજા કોઈને ક્યારેય પૂરો પ્રેમ ના આપી શકો.
હજુ ઘણા ઘરોમાં લાજ કાઢવાનો નિયમ છે. ‘લાજ’ એટલે શરમ. ઓક તો લોજીકલી શરમ આપણને ત્યારે આવે જયારે આપણે કશું ના કરવા જેવું કર્યું હોય અથવા જાહેરમાં એવું કઈક અણછાજતું વર્તન કર્યું હોય. હવે ઘરની વહુઓએ એવું કયુ કામ કર્યું છે કે એમને લાજ કાઢવી જોઈએ એ તો રામ જાણે પણ આ મોસ્ટ ફન્ની રિવાજમાંનો એક ગણી શકાય. ઓલી બિચારી નવી પરણીને આવી હોય, ઘરના એકેય ખૂણાથી પૂરી પરિચિત પણ ના હોય, કોને , ક્યારે, શું, કેમ દેવું એ પણ ના ખબર એ નીકાબની સાઈઝનો ઘૂંઘટો તાણી અખા ઘરમાં આંધળાની જેમ ભટકયા કરે. રહી વાત લગ્ન પછી નવા રચતા પતિ પત્ની વચ્ચેના સબંધોની તો એ ક્યાં નવીન વાત છે? મતલબ તમે લગ્ન કરવો છો, ઢોલ પીટાવો છો, જમણવાર કરો છો તો આખા ગામને ખબર હોવાની જ છે કે આ બંને આજ રાત થી સહશયન શરુ કરવાના છે. એ બાબતે શરમાયને તમારી વહુ જ લાજ કાઢે એ ક્યાં મેળ નું? અને જો લાજ કઢાવવી જ હોય તો છોકરો છોકરી બંનેએ કાઢવી જોઈએ ને કેમ કે છોકરી એકલી કઈ જ કરતી નથી. સહજીવન એને જ કહેવાય ને જેમાં બંને તો સરખો હિસ્સો હોય.
મેં સીતા કે દ્રૌપદીના ઘૂંઘટ કે લાજ કાઢવા વિષે ક્યારેય સાંભળ્યું નથી.
આપની- જાનકી રાવલ જાની
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com