મનસે રાવણ જો નિકાલે રામ ઉસકે મનમે હૈ

ધર્મ આજે કેવો ખવાઈ ગયો છે અને કેવી રીતે મનુષ્ય સ્વાર્થી થઇ ગયો છે. ધર્મ ઈશ્વરની પ્રાપ્તિ માટે નહિ પણ સ્વાર્થના હથિયાર તરીકે વપરાય છે. અલકાયદાના આતંકવાદીઓથી લઈને એવેરેજ માણસ સુધી બધાય સ્વાર્થ ખાતર ધર્મમાં માન્યતા રાખે છે. મંદિરના પગથિયા ઘસતા આજના માણસને ડીલ કરતા ઘણું સારું આવડે છે. ભગવાન મારું આટલું પાર પાડજો હું આવી બાધા રાખીશ,આવા વ્રત કરીશ, તેવું દાન ચડાવીશ..! સિરયસલી આવી રીતે પ્રાર્થનાઓ કરીને ભગવાન રીઝવવા છે!(અ વેરી બિગ LOL!)  ભગવાન અનુભૂતિથી છે, શ્રધ્ધાથી છે, વિશ્વાસથી છે. એને શોધવાની ક્યા જરૂર છે જ. એતો કણેકણમાં છે. એમાય પાછું દરેક ધરમના અલગ-અલગ ભાગ પડેલા ભગવાન, દરેકની અલગ-અલગ શાખાઓ. હિન્દુનો કાન્હો, તો મુસ્લિમના પયગંબર તો વળી ખ્રીસ્તીઓના જીસસ. વળી બધાય ધર્મોમાં પોતાના લોકો અને પોતાની માન્યતાઓ અને રિવાજ સાચા અને બીજાના ખોટા એવી દલીલો કરવાનો મસમોટો સમૂદાય. અલગ-અલગ ધર્મ અને અલગ-અલગ નિયમો. ક્યાંક શુદ્ધ શાકાહાર જ તો ક્યાંક માંસાહાર ચાલે. ઇતિહાસના પાના ઉથલાવીને જુઓ... આપણા રાજાઓ જંગલમાં શિકાર કરવા જતા અને એ કરેલા શિકારનું કરતા શું? શું મારીને અગ્નિદાહ આપતા? કે દફનાવી દેતા? વિચારવા જેવી વાત નઈ...? સ્વયંકૃષ્ણ ભગવાને રાજસૂય યજ્ઞમાં એઠી પતરાળીઓ ઉપાડેલી અને તે પતરાળીઓમા બ્રાહમણોએ હરણનું માસ ખાધેલું. આતો બધા બાવાઓએ રચેલા નિયમો અને પરંપરાઓ! ઓશો કહેતા કે,” I am against all organized religions, without any exception, for the simple reason that truth cannot be organized, love cannot be organized. It is not politics.” સત્યને ચોકઠામાં ગોઠવીને નાં રખાય અને પ્રેમને પણ નહિ...

મુદ્દાની વાત એ હતી કે માણસને ભગવાન ભજવો નથી પણ ભગવાને પટાવવો છે. ભગવાન સંપૂર્ણ રીતે શ્રદ્ધાનો વિષય છે. અરે કળિયુગમાં ભગવાન મનુષ્ય અવતારમાં નહિ આવે એવું કહેવાય છે. કદાચ સાચું હશે! પણ આવશે જ નહિ એ ખોટું ને. પૃથ્વીના અંત ટાણે પ્રભુ કાચબો બનીને આવશે એમ ઈતિહાસમાં લખાયેલું છે પણ એ જન્મ ત્યારે એ સ્વરૂપમાં લેશે એમ કહેલું છે. ભગવાન એ અવતાર પહેલા પૃથ્વી પર આવશે જ નહિ એવું નથી કહ્યું. ભગવાન જો એવી રાહ જોવા જાય તો એના ભક્તોનું શું થાય! નરસિહ મહેતા,મીરાબાઈ વગેરેને એ ઈશ્વર મળેલો... પ્રભુનો સાક્ષાત્કાર થાય અને એ નિર્દોષ ભાવે ભક્તિ કરીએ ત્યારે, કોઈ ગરીબની મદદ કરીએ ત્યારે, કોઈ સજ્જનની સેવા કરીએ ત્યારે! અને જો એ બધું કરીએ તો શામળસા શેઠ  મુસીબત ટાણે હૂંડી લઈને આવાના જ છે.

ભગવાન માણસાઈમાં વસે છે અને આપણે એમને ધર્મોમાં શોધીએ છે. વિવેકાનંદથી લઈને મધર ટેરેસા સુધી દરેકે જરૂર હોય એને મદદ કરીને જીવન ખર્ચેલું છે. પેલું ઓહ માય ગોડ મુવી આવેલું એમાં પરેશ રાવલ એક મસ્ત કિસ્સો વર્ણવે કે દૂધ લઈને મંદિરમાં જાય ત્યાં કોઈ નહિ હોતું પીવા વાળું અને બિચારા ભૂખ્યા ગરીબને દૂધ આપે અને એ બોલી ઉઠે કે ભગવાન તમારું ભલું કરે! બસ એજ વાત છે.

સતકર્મો કરીને માણસ સ્વર્ગમાં નથી જવાનો પણ સતકાર્મોને લીધે અહીજ સ્વર્ગ ભોગવશે. એક વખત એક માણસ મૃત્યુ બાદ ભગવાન પાસે ગયો. ત્યાં બધુજ ઓર્ડીનરી હતું. સિમ્પલ અને સોબર. માણસ સ્વર્ગનો ધ્વાર શોધવા માંડ્યો ત્યાં જ એ ભગવાન કેબિન સુધી જઈ ચડ્યો. ભગવાનને જોઇને પહેલા તો અહોભાવમાં લાગણીશીલ થઇ ગયો. ભગવાન સાથે થોડી વાતો થયા બાદ એની અંદરનો માણસ(આપણી પૃથ્વી પર હોય એવો માણસ!) જાગ્યો અને પૂછી લીધું કે,”પ્રભુ મેં આટલા સતકર્મો કર્યા તો મારે સ્વર્ગમાં ક્યારે જવાનું?” ભગવાને હસતા હસતા સરસ જવાબ આપ્યો કે,” તું સ્વર્ગમાથી તો આવ્યો છે!”

જ્યોતિષ અને બાવા સ્વર્ગ અને નરકની વાતો કરીને નવા નવા નાટકો કરાવે પણ આટલી સારી દુનિયા બનાવી છે ભગવાને. આટલું અદભૂત સર્જન કરેલું છે મનુષ્યનું. તો સારા કામ કરીને સારા ફળ ભોગવીને અહી જ જો સૌ સાથે હળીમળીને રહે તો સ્વર્ગ અહી જ તો છે,ડ્યુડ!

પોતાના મનની ખરાબ વૃત્તિને દૂર કરીને જુઓ તો ખરા જરા. ઈશ્વર ત્યાં જ છે. પ્રભુ દરેકના મનમાં છે. બસ ખરાબ કામ કરવાની વૃત્તિ, અંધશ્રદ્ધા, અને પ્રભુને ઉલ્લુ બનાવાની આદતને લીધે મનુષ્ય અને એની વચ્ચે એક મસમોટો પડદો આવી જાય છે. જરાક દિલ સાફ કરો તો સર્વે તીર્થ આંગણે જ છે.

સમી સાંજ

રામ હી તો કરુણા મેં હૈ, શાંતિ મેં રામ હૈ. રામ હી હૈ એકતા મેં, પ્રગતિ મેં રામ હૈ.

રામ બસ ભક્તો મેં નહીં, શત્રુ કે ભી ચિંતન મેં હૈ. દેખ પાપ કે તાજ રાવણ, રામ તેરે મન મેં હૈ.

રામ તો ઘર ઘર મેં હૈ,રામ હર આંગન મેં હૈ...

મન સે રાવણ જો નીકાલે, રામ ઉસકે મન મેં હૈ...

(સ્વદેશ મુવીના ગીત ‘પલ-પલ હૈ ભારી જો વિપદા હૈ આયી...’ ગીતના શબ્દો)

Views: 352

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service