Made in India
લઘુકથા
“વરદાન”
“મનુષ્ય રૂપે તું જન્મ લેવા જઈ રહયો છે. બોલ, તારી સાથે તું શું લઈ જવા માગે છે?” ઈશ્વરે પોતાના દરબારમાં ઉભેલા મનુષ્યોની કતારમાં આ પ્રશ્ન પુછયો.
“ખુબ પૈસા....”
“પ્રતિષ્ઠા........”
“અભ્યાસ......”
દુર દુરથી અવાજો સંભળાવા લાગ્યા. ઈશ્વરે દરેકને યોગ્યતા પ્રમાણે”તથાસ્તુ” કહી આશિર્વાદ આપ્યા.
“તું કઈં નથી બોલતો, પુત્ર?!” ઈશ્વરનો પ્રમાળ સ્વર સંભળાયો.
“પ્રભુ! હું આશિષ માગતા અચકાઉ છુ..”
“જેમની યોગ્યતા હતી તેમને જ તોમેં આશિર્વાદ આપવા અહીં બોલાવ્યા હતા. દરેક પરિસ્થિતીને પોતાની રીતે પરિવતિૅત કરવાનો અધિકાર તો ઈશ્વર પણ નથી આપતા..”
..................
“પ્રભુ મારે..... અમરત્વનું વરદાન જોઈએ છે....”
આકાશે એક ધડાકો થયો...
“શું માગી રહયો છે તું..!” ઈશ્વરનાં પ્રેમાળ સ્વરનું સ્થાન ક્રોધે લઈ લીધુ. “અશકય વરદાન તું માગી રહયો છે.... ઘોર તપસ્યા કરનાર પણ અમરત્વનું વરદાન નથી મેળવી શકતા....”
“પ્રભુ! .....ક્ષામા પ્રભુ... પણ મારી માગણી અધુરી છે...”
“હજી પણ તું કઈં માગવા ઈચ્છે છે....?!” ઈશ્વરનો સ્વર વધુ ક્રોધિત બન્યો.
“હા....” એક નિભૅય સ્વરનો પડઘો પડયો.
ઈશ્વર પણ એક ક્ષાણ માટે વિચારમાં પડયા અને છેવટે તેને વરદાન માગવાની અનુમતિ મળી.
“પ્રભુ! તમારી વરદાન આપવાની કૃપાની અવગણના કરવાનો કોઈ ઈરાદો નહોતો. પણ, મારા શબ્દોને યોગ્ય રીતે રજુ ન કરી શકયો.... જીવનભર નાદબ્રહમની ઉપાસનાનું મને વરદાન આપો... શબ્દદેહે અને સ્વરદેહે હું અમરત્વ ઈચ્છુ છુ, પ્રભુ...! ઈશ્વરને પિ્રય, ઈશ્વરની સમીપ હોય તેવા કલાકાર તરીકે હું અમરત્વ ઈચ્છુ છુ...!”
“તને વરદાન છે.... તથાસ્તુ.” પ્રભુનો માધુયૅભર્યો કોમળ સ્વર સંભળાયો.... સવૅત્ર દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો. વાતાવરણ તરલ.... સુગંધી બની ગયુ.
....અને પૃથ્વી પર તેનો જન્મ થયો. તેના વિષે કહેવાયુ કે જેના રૂદનમાં પણ સુર પ્રગટતા. જેના સ્વરમાં માધુયૅ પ્રગટતુ અને જેના શબ્દોમાં કલા પ્રગટતી. જેના હાથમાંથી સંગીત વાદન વહેતુ અને પગમાં નૃત્ય રમતુ.
....કદાચ ઈશ્વરની સાધનામાં આનંદ મળતો હશે, પણ ઈશ્વરને પ્રિય એવી કલાની સાધનામાં અભુતપૂવૅ દિવ્યાનંદની અનૂભુતિ થવા લાગી.....
ઈશ્વર દ્વારા મળેલુ અમરત્વનું વરદાન લઈ જન્મતા મનુષ્યો, મહાન કલાકારો અમસ્તા જ નહીં બનતા હોય....!!
ડો.ચારૂતા એચ. ગણાત્રા
તા. ૪-૧-૨૦૦૯
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com