....જીવન આમ જ વિતે સરસ..!

....જીવન આમ જ વિતે સરસ..!

“પપ્પા, તમારૂ કામ છે. મારે થોડા પૈસા જોઈએ છે.” મોહિતે તેના પપ્પા સિધ્ધાથૅભાઈને નાસ્તો કરતા કરતા કહયુ.
”કેટલા પૈસા જોઈએ છે? અને શું કરવુ છે પૈસાનું?”સિધ્ધાથૅભાઈનાં હાથમાં પરોઠાનું બટકુ એમ જ રહી ગયુ.
“કમ ઓન પપ્પા. મારી સામે બધા આમ ન જુઓ. હર્ષિત, નાસ્તો કરવામાં ધ્યાન રાખ.. પૈસા માગીને મેં એવુ તો શું કહી નાખ્યુ! ફકત પંદર હજાર રૂપિયા જ તો જોઈએ છે!” મોહિત બેફીકરાઈથી બોલ્યો.
“પંદર હજાર રૂપિયા...? મોહિત, તારૂ ઠેકાણે તો છે ને!” મોહિતનાં મમ્મી આશાબહેન નાસ્તો પીરસતા અટકી ગયા. “શું કરવુ છે આટલા પૈસાનું?”
“જુઓ, હવે આ બાઈક જુનુ થઈ ગયુ છે. અને હવે મને એ નથી ગમતુ. માટે આ બાઈક વેંચી નાખવુ છે. અને નવુ 'હન્ક' લેવુ છે. અને અમે બધા મિત્રો સાથે ગોવા જવાના છીએ. ૩૧ ડીસેમ્બર નજીક આવે છે.” મોહિત બોલ્યો.
“ફરી નવુ બાઈક ! બે મહિના થયા, તે નવુ યુનીકોર્ન લીધુ હતુ, એ પહેલા પ્લેટીનમ હતુ અને એ પહેલા...”
“સ્ટાઈલ પપ્પા.. મોડૅન લોકોની જેમ રહેવાય. તમારી જેવુ ન હોય. બજાજનું સૌથી પહેલુ મોડેલ, જે ખખડી ગયુ છે, એ લઈને ન ફરાય.”
“જો દીકરા, ગયા મહિને તે જીદ કરીને નવો મોબાઈલ લીધો હતો. અને ગોવા જવાની તું જીદ કરે છે, પણ એના કરતા તો..”
“મમ્મી, હું કોઈ અનાથાશ્રમમાં એક રૂપિયો નહીં આપુ. એ લપ તો મારી સાથે કરવી રહેવા જ દે. હર્ષિત, તું શું મારી સામે બાઘાની જેમ જોયા કરે છે! પપ્પા, આને તો તમે એ માગે એ લઈ આપો છો. અને મને વાત વાતમાં સવાલ, સલાહ..”
“મોહિત, એક રૂપિયો નહીં માગતો. કેટલા ખચૅ હમણાં જ થયા છે એ ખબર છે તને! ઉપરથી આવી બધી માગણીઓ કરતા તું શરમાતો નથી? એકવીસ વર્ષનો થયો. કોલેજનાં છેલ્લા વર્ષમાં છે. ભણવામાં ધ્યાન આપીશ તો કઈંક સારી નોકરી મેળવી શકીશ.” સિધ્ધાથૅભાઈએ મોહિતને સમજાવતા કહયુ.
“આપણે નોકરી ન કરીએ, પપ્પા... હું તો બીઝનેસ કરીશ..”
“આવી શેખચલ્લીની વાતો કરવી રહેવા દે. તારા પપ્પા પણ નોકરી કરે છે. ઘરનાં તૈયાર બીઝનેસો સંભાળવાનો હોય તેવી વાતો કરવી રહેવા દે! નહીં તો ભણેલ ગણેલ બેકાર બનીને રહી જઈશે.”
“બેકારી આપણને અડકી પણ ન શકે... એ બધી વાતો પછી. અત્યારે તમે મને પૈસા આપો ને..”
“પચ્ચીસહજારનાં પગારમાંથી આપણે ઘર ચલાવીએ છીએ. પણ આ પૈસા મને કઈં બેસી રહેવાથી નથી મળતા. મજુરની માફક ઓફિસમાં કામનાં ઢસરડા કરૂ છુ ત્યારે મળે છે. બા- બાપુજીને ગામડે મોકલવાના પૈસા, તારૂ અને હર્ષિતનું ભણતર અને ઘરનાં ખચૅ અલગ. તારી મમ્મી ટયુશન કરી ઘરખચૅમાં મદદ કરે છે એ સારૂ છે. તારા જેવડો દીકરો તો પિતાનાં ખભા સાથે ખભો મિલાવી ઉભો હોય...”
“મોહિત, તારા પપ્પાની વાત સાંભળતો નથી..! ઈયરફોનમાં રેડીયો સાંભળે છે..” આશાબહેને મોહિતનો મોબાઈલ લઈ લીધો.
“ઓહ! રોજ એકની એક વાતમાં શું સાંભળવુ? મને કહોને પૈસા કયારે આપો છો?”
“તને પૈસા નહીં મળે. કયાંય રખડવાનું નથી. ભણવામાં ધ્યાન આપતો જા. હર્ષિત હજી કોલેજ શરૂ કરી ત્યાં ભણવામાં આગળ નીકળી ગયો છે. એ તો હોંશિયાર છે. ડોકટર બની શકે તેમ હતો. પણ તારા ખર્ચાઓએ માઝા મુકી અને એ બીચારો બી.એસ.સી. કરવા લાગ્યો.”
“તમને તો હર્ષિત જ વ્હાલો છે.... મારી કઈં પડી નથી...” મોહિત પ્લેટ પછાડી નાસ્તો અધુરો મુકી બહાર ચાલ્યો ગયો.
“આશા, દર અઠવાડીયે પંદર દિવસે આ છોકરાની માગણી ઉભી જ હોય છે. કયારેક પોકેટમની ખુટે તો કયારેક આવી બધી વસ્તુઓ લેવી હોય. હમણાં આટલી મોંઘી પાકૅર બોલપેન લઈ આવ્યો. અરે કઈં મોંઘી બોલપેનથી લખવામાં આવે તો જ સારૂ લખાય! આપણે બધા તો સાદી બોલપેનો વાપરીએ છીએ....” સિધ્ધાથૅભાઈ માથે હાથ દઈને બેઠા. “અને ખાવા પીવામાં તો મોહિતનાં ખર્ચાઓ... ઓહ!”
“મને તો એ વાતનું દુ:ખ થાય કે હર્ષિતનો આ બધામાં શું વાંક! એ નાનપણથી બધુ ચલાવી લે છે. હજી પણ સાયકલ ફેરવે છે. કોલેજ નજીક છે, તો ચાલીને જાય છે. આપણે હર્ષિતને અન્યાય કરીએ છીએ.” આશાબહેન રડી પડયા.
“મમ્મી, પપ્પા. મને એવી નથી લાગતુ કે તમે મને અન્યાય કરો છો. મોહિતભાઈ પણ ઉંમરને હિસાબે આવુ વતૅન કરે. બાકી એક વખત પોતે ઠરેલ બુદ્ધિનાં થઈ જશે, પછી...”
“હર્ષિત, તું આમ પણ મોહિત કરતા બે વર્ષ નાનો છે. આવી મોટા માણસો જેવી વાતો ન કર દીકરા.. તું આટલો સમજણો છે તેની મને ખુશી છે, દીકરા. પણ મોહિત માટે દુ:ખ થાય છે, બેટા.” સિધ્ધાથૅભાઈ હર્ષિતનાં માથા પર હાથ ફેરવીને બોલ્યા.
“તમે બંને હવે નીકળો. આજે હર્ષિતને મોડુ થયુ છે તો તમે તેને કોલેજે મુકતા જજો. ઓફિસે પછી તમને મોડુ થઈ જશે.” આશાબહેન બોલ્યા.
સિધ્ધાથૅભાઈ અને હર્ષિત નીકળ્યા અને આશાબહેન ઘરનું કામકાજ આટોપવામાં પડી ગયા. થોડીવાર થઈ ત્યાં તો મોહિત પાછો આવી ગયો.
“તું પાછો કેમ આવ્યો? કોલેજ નથી?”
“મમ્મી, તું તો કંઈક સમજ. મારા મિત્રોમાં મારી છાપ કેટલી બગડે! તું મને પૈસા આપ. ચાલ, પંદર હજાર નહીં તો દસ-બાર હજાર તો આપ!” મોહિત ફરી એ જ વાત લઈને બેઠો.
“મોહિત, પૈસાની વાત તો તું મારી સાથે કરતો જ નહીં. જાતે મહેનત કરીને પૈસા કમાણા પછી ખબર પડશે કે મહેનતનાં પૈસા ઉડાડી દેવાય તો તકલીફ પડે. ઘરમાં બેસી રહેવા કરતા ટયુશન કરાવ. સવારે વિદ્યાર્થીઓ હું તને અપાવુ.”
“ટયુશન! અને હું! નો વે. હું એવુ કઈં નથી કરવાનો. તું પૈસા આપીશ કે નહીં મમ્મી?!” મોહિત ઉંચે અવાજે બોલ્યો. “નહીં તો હું...”
“શું? નહીં તો શું? ..ઉંચે અવાજે બોલવાની બિલકુલ જરૂર નથી. મારૂ મગજ નહીં ફેરવ.” આશાબહેન મોહિતની વાતોમાં ધ્યાન આપવાને બદલે પોતાનાં કામમાં પરોવાયા.
મોહિત પોતાનાં રૂમમાં જઈ પલંગ પર આડો પડયો. 'આ તે કઈં જિંદગી છે! પૈસા માગીએ તો ગુસ્સો કરે છે! મારે તો તમને બધાને પાઠ ભણાવવો જ પડશે. હું મરી જઉં પછી જ બધાને ખબર પડશે... હા, એ ઉપાય જ બરોબર છે. મમ્મી, પપ્પા, હર્ષિત.. યાદ રાખજો, અહીં ઘરમાં જ મરીશ અને તમને બધાને પણ પાઠ ભણાવીશ..'
'પણ... યાદ આવ્યુ, પેલુ હર્ષિત શું કહેતો હતો, લેબોરેટરીમાં હોય, ખુબ ઝેરી હોય.. પોટેશીયમ સાઈનાઈડ.. જીભ રાખતા જ ખેલ ખતમ...! પણ એ મેળવવુ કઈ રીતે? હર્ષિત તો કઈં લાવવાનું કરે નહીં અને... અને... રઘુ.. રધુ.. લેબોરેટરીની ચાવીઓ તે પોતાની પાસે રાખે છે. એની પાસેથી જ ..'
“મમ્મી, હું જઉ છુ..” બહાર નીકળી મોહિત બોલ્યો.
“ઉપડો.. ઘરમાં શાંતિ..” આશાબહેન હજી ગુસ્સામાંજ હતા.
'તમને બધાને કાયમી શાંતિ કરાવી દેવી છે.' એમ બબડતો મોહિત બાઈક લઈને ઘરની બહાર નીકળી ગયો. કોલેજે પહોંચીને સીધો રઘુ પાસે ગયો.
“હર્ષિત... હર્ષિતનો ભાઈ છુ. અંદર હર્ષિત છે?” મોહિતે રઘુને પુછયુ.
“ના, તેઓ તો બાયોલોજી લેબોરેટરીમાં હશે. ત્યાં મળી લો ને..” રઘુએ કહયુ.
“એને અહીં બોલાવી લે ને દોસ્ત. મારે અગત્યનું કામ છે.”
“હું લેબોરેટરી રેઢી મુકીને ન જઈ શકુ. આ રસાયણશાસ્ત્રની લેબોરેટરી મારે સંભાળવાની હોય છે. અહીં બધા રસાયણો...”
મોહિતે રઘુને વીસ રૂપિયાની નોટ બતાવી. રઘુ તરત ઉભો થઈ ગયો. “..લેબોરેટરી રેઢી કયાં મુકવી છે! તમે છો ને સાહેબ!” રઘુ દોડીને હર્ષિતને બોલાવવા ગયો.
સરસ.. મારી પાસે ચાવી પણ આવી ગઈ છે. હું એ પોટેશીયમ સાઈનાઈડ લઈને ઘરે ચાલ્યો જઈશ. અને પછી આજે રાત્રે જ..
“મોહિતભાઈ, તમે અહીં? મારૂ શું કામ હતુ!” મોહિતને નવાઈ લાગી.
“મારે પાંચસો રૂપિયા જોઈએ છે. મારા મિત્રનો જન્મદિવસ આવે છે, તો તેના માટે કોઈ સાદી ભેટ તો ખરીદુ. ઘરેથી તો મને પૈસા આપતા નથી.” મોહિત અવાજમાં નરમાશ લાવીને બોલ્યો.
“પૈસા તો મારી પાસે છે. પણ મારે પરીક્ષા ફી ભરવાની છે. પપ્પાએ મને ખાસ તાકીદ કરી હતી કે તમે માગો તો પણ મારે તમને પૈસા ન આપવા.. સોરી..”
“પપ્પાનો ચમચો..” મોહિત ગુસ્સે થઈને ચાલ્યો ગયો.
જો કે મોહિતનો ગુસ્સો સદંતર બનાવટી હતો. તેનું કામ તો થઈ ગયુ હતુ. મિત્રો સાથે રખડી, એકાદ પીકચર જોઈ તે સાંજે ઘરે ગયો.
“રખડી આવ્યા લાટ સાહેબ! મેં ના પાડી તો હર્ષિત પાસે પૈસા માગવા ગયો..” સિધ્ધાથૅભાઈ ગુસ્સામાં હતા.
મોહિતે એક ગુસ્સાભરી નજરે હર્ષિત સામે જોયુ અને પછી પોતાના રૂમમાં ચાલ્યો ગયો.
“પપ્પા, મેં તમને ના કહી હતી ને કે આ વાતનો ઉલ્લેખ ભાઈ પાસે ન કરતા. આમ પણ તેઓ ધુંધવાયેલા રહે છે. વધારે શા માટે તેમને ઉશ્કેરવા?! સવારનો નાસ્તો નથી કર્યો. બપોર અને અત્યારે સાંજ પડી. જમ્યા વગર અંદર ચાલ્યા ગયા છે..” હર્ષિત સિધ્ધાથૅભાઈને સમજાવતા બોલ્યો.
“જમ્યા વગર ભુખ્યો રહે એવો તારા ભાઈને ન સમજતો, હર્ષિત. શરમ જેવી કોઈ વસ્તુ રાખી જ નથી. તેને પડતો મુક તો જ તેની અક્કલ ઠેકાણે આવશે. તું જમી લે. પાણીપુરી બનાવી છે. પછી ઈચ્છા થાય તો ભેળ પણ બનાવી આપીશ.” આશાબહેન ધુંધવાયેલા હતા.
“મમ્મી, આજ સુધી હું કયારેય ભાઈ વગર જમ્યો છુ? હું હમણાં જ મનાવીને તેમને લઈ આવુ છુ. અને જુઓ, જમતી વખતે કઈં ન બોલતા. બધુ સમય રહેતા વ્યવસ્થિત થઈ જશે.” હર્ષિત ઉભો થઈને મોહિતને બોલાવવા ગયો.
“મોહિતભાઈ, શું કરતા હતા.. ચાલો જમવા ચાલો.. આટલા જલ્દી કેમ ઉંઘી ગયા?” હર્ષિતે મોહિતને બોલાવ્યો.
“એક નંબરનો ચાડીયો છે. પપ્પા પાસે તરત મારી ચાડી ખાધી. જા ને, પપ્પાને વ્હાલો થવા જા. મારી પાસે શું આવ્યો છે..” મોહિતે હર્ષિતનાં હાથને હડસેલો મારી દીધો.
“એવુ નથી, ભાઈ. ચાલો જમવા ચાલો. તમારા વગર મને જમવુ નહીં ગમે. પાણીપુરી બનાવી છે.”
“હા, તું તો મમ્મીનો ડાહયો દીકરો છે. માટે તને ભાવતુ જ બનાવશે. મને ભાવતા પીત્ઝા કે સેન્ડવીચ કયારેય બનાવ્યા! રોટલી શાકનું ફીક્કુ જમવાનું હંમેશા હોય. સ્ટેટસ પ્રમાણે જમતા પણ ન આવડે..”
“હું મમ્મીને કહીશ કે કાલે તમારા માટે પીત્ઝા બનાવે અને બપોરે પંજાબી શાક બનાવે... અત્યારે પ્લીઝ ચાલો.”
“હા, તું કહીશ એ બધુ માનશે. મારી વાત જ નહીં સાંભળે. ચાલ્યો જા મારા રૂમમાંથી. અને અંદર આવતો પણ નહીં મારે સુઈ જવુ છે...” મોહિત ઉંધુ ફરીને સુઈ ગયો.
“તો પછી હું કયાં સુવાનો?..!” સિધ્ધાથૅભાઈનાં ફલેટમાં ડ્રોઈંગરૂમ ઉપરાંત માત્ર બે રૂમ હતા. એક તેમનો અને એક બંને ભાઈઓનો.
“જયાં જવુ હોય ત્યાં જા. ડ્રોઈંગરૂમમાં સુઈ રહેજે. અથવા મમ્મી પપ્પાનાં રૂમમાં સુઈ જજે. તેમનો તો તું વ્હાલો દીકરો છે..” મોહિત બરાડા પાડી વાત કરતો હતો.
હર્ષિત વીલે મોઢે રૂમમાંથી બહાર નીકળ્યો. જતી વખતે પોતાના ચાદર તકીયો પણ રૂમમાંથી બહાર લેતો આવ્યો. દરવાજો બંધ થતા મોહિત હસ્યો. ‘કેવો બનાવટી ગુસ્સો કર્યો.. હર્ષિતને વઢવાની મને બહુ મજા આવી. હા..હા..હા..’
હર્ષિતને જોઈ સિધ્ધાથૅભાઈ સમજી ગયા. તેમણે હર્ષિતને કહયુ, “દીકરા, જમવા બેસી જા. આમ ઉદાસ થવાથી કઈં તારો ભાઈ જમવા નહીં આવે.”
“ના, પપ્પા. મને જમવાની જરા પણ ઈચ્છા નથી. તમે અને મમ્મી જમી લો. હું થોડીવાર નીચે મારા સરનાં ઘરે જઈ આવુ છુ. અને મને આવતા વાર લાગે તો ચિંતા ન કરતા. સુઈ જજો. હું થોડા પ્રશ્નો નથી સમજાતા એ પુછવા સરની ઘરે જઉ છુ. અને ઘરની ચાવી મારી પાસે છે.”
“હર્ષિત સાંભળ તો ખરો..”
“એને જવા દે આશા. હર્ષિત હવે મોટો થઈ ગયો છે. આપણી સામે રડી નહીં શકે. ભલે મન હળવુ કરીને આવતો. આપણે જમી લઈએ. એ આમ પણ તેના સર પાસે નથી જવાનો. અગાસીમાં જ હીંચકે બેઠો હશે.” સિધ્ધાથૅભાઈ નિ:સાસો નાખીને બોલ્યા.
હર્ષિત અગાસી પર બેસીને આકાશનાં તારલાઓને જોઈ રહયો. દુરથી પાસે દેખાતા તારલાઓ હકીકતે કેટલા દુર હતા! આવુ જ તો કઈંક તેના અને મોહિતનાં જીવનમાં બનતુ હતુ. મોહિત તેનો ભાઈ હોવા છતા તેને કયારેય ન સમજતો! રાત્રે બે વાગ્યા સુધી હર્ષિત અગાસીમાં જ બેસી રહયો. અને પછી ઘરે જઈ ડ્રોઈંગરૂમમાં જ સુઈ ગયો.
આ તરફ મોહિતે બહાર નીકળીને જોઈ લીધુ કે સિધ્ધાથૅભાઈ અને આશાબહેન ગાઢ નિદ્રામાં હતા. અને હર્ષિત તો ઘરમાં જ નહોતો. 'ભલેને જયાં હોય ત્યાં. મારે શું!' એમ વિચારી મોહિત પોતે વિચારેલ કાયૅને પાર પાડવા રૂમમાં ગયો.
પોટેશીયમ સાઈનાઈડ જીભ પર મુકતા થોડીવારમાં તો તેના પ્રાણ નીકળી ગયા. 'વાહ! હવે મજા આવે છે. પણ પેલા કોઈ દુત લેવા આવે એ હજી કેમ ન આવ્યા! હા, રાતનો સમય છે માટે નહીં આવવાના હોય. સવારે કદાચ આવશે. જોઉ તો ખરો, હર્ષિત શું કરે છે? હવે તો ઉડીને બધે જઈ શકાશે....'
મળસ્કે ચાર વાગ્યે હર્ષિતની ઉંઘ ઉડી ગઈ. 'મોહિતભાઈ ઉંઘી ગયા હોય તો સારૂ. અંદર જઈ જોઈ આવુ.' એમ વિચારી હર્ષિત અંદર રૂમમાં ગયો. અંદર જતા હર્ષિત બારણા સાથે અફળાયો. તેને લાગ્યુ, તેના પગ ડગી ગયા હશે. પણ મોહિતે તેને ધક્કો મારતા તે અફળાયો હતો.
મોહિતનાં પલંગ પાસે જઈને હર્ષિત બેઠો અને મોહિતનાં માથા પર હાથ ફેરવી બોલ્યો, “તમે ઘણીવાર મારા પર ગુસ્સે થાવ છો. પણ આજ જેવા ગુસ્સે મેં તમને કયારેય નથી જોયા. તમને ખબર છે, મને તમારા માટે કેટલો પ્રેમ છે!”
'બોલ્યો મોટો.. તને અને મારા માટે પ્રેમ! ...હં..' મોહિત પડછાયા સ્વરૂપે બબડયો.
“મોહિતભાઈ, હું છેલ્લા નવ મહિનાથી એક કંપનીમાં નોકરી કરૂ છુ. મમ્મી પપ્પાને વાત નહોતી કરી. તેમને દુ:ખ લાગે કે ભણવામાં હું પુરતુ ધ્યાન નથી આપતો. પણ મારા પગારનાં દર મહિને ૩૦૦૦ રૂપિયા આવે છે. તે મારી પાસે બેંકમાં જમા છે. આવતીકાલે જ તમને બધા પૈસા આપી દઈશ. હું તમને આમ ઉદાસ ન જોઈ શકુ. અને તમારાથી નાનો છુ, છતા એક વાત તો કહીશ કે મમ્મી પપ્પા મારા કરતા તમને વધુ ચાહે છે. તેમને તમારા માટે વધુ લાગણી છે. હવે હું જઉ. તમે પણ... મોહિતભાઈ..” મોહિતનાં હાથને અડતા તેને મોહિતનો હાથ વધુ પડતો ઠંડો લાગ્યો.
હર્ષિતે ઝડપથી લાઈટ ચાલુ કરી તો તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. મોહિતનું શરીર બરફ જેવુ ઠંડુ પડી ગયુ હતુ અને મોઢામાંથી લોહી નીકળતુ હતુ...
હર્ષિતની ચીસનો અવાજ સાંભળી સિધ્ધાથૅભાઈ, આશાબહેન પણ દોડી આવ્યા. મોહિતને આ સ્વરૂપે જોઈ તેઓ અવાચક રહી ગયા.
“મોહિત દીકરા, તેં જ તો અમને માતા પિતા બનવાનું સૌભાગ્ય આપ્યુ હતુ. અને તું આજે..! તને અમારી વાતોનું આટલુ બધુ લાગી આવ્યુ! અરે, તને પૈસાની કિંમત સમજાવવા જ મેં તને પૈસા નહોતા આપ્યા. ધીમે ધીમે તને સમજાવત, અને પછી જો તું ન માનત, તો તને પૈસા આપી જ દેત ને, દીકરા..! સિધ્ધાથૅભાઈ રડી પડયા.
આશાબહેન તો માની જ ન શકયા કે મોહિત આમ કરી શકે. “મોહિત, તને હું છુપાછુપીની રમત રમવાની ના પાડતી, કારણકે તને મારી આંખ સામેથી દુર હું ન જોઈ શકતી. અને તું આજે આટલો દુર ચાલ્યો ગયો! ના દીકરા, એમ ન કરાય. પાછો આવી જા.” આશાબહેન રડી પણ નહોતા શકતા.
હર્ષિતે ફોન કરી મોહિતનાં ખાસ મિત્રો દશૅન અને સાગરને જાણ કરી. બંને હાંફળા ફાંફળા મોહિતનાં ઘરે આવ્યા.
“અરે મોહિત! હવે અમે ગોવા કોની સાથે જશુ! તારા વગર તો બીલકુલ મજા નહીં આવે..”
'જોયુ, મારા મિત્રોને મારા માટે કેટલી લાગણી છે!' મોહિત ફરી પડછાયા સ્વરૂપે બબડયો. દશૅન અને સાગર ઘરની બહર જવા નીકળ્યા. મોહિત તેમની પાછળ ગયો. 'જોઉ તો ખરો, બીજી શું વાત કરે છે મારી?'
“દશૅન, આ કયાં આજે મર્યો, યાર. મેં તો આજે બે પીકચર જોવાનું નક્કી કર્યુ હતુ!” સાગર ઉશ્કેરાઈને બોલ્યો.
“ગયો તો સારૂ. આપણે કઈં શોક મનાવવાની જરૂર નથી. આમ પણ મારી અને અંજુની વચ્ચે આડખીલી હતો.. કડકો..!” દશૅન બોલ્યો.
મોહિત તેમની વાતો સાંભળી અવાચક રહી ગયો. ' ઓહ! આ મારા મિત્રો! જેમને માટે મેં મારા પરિવારને ધિક્કાર્યો! મારો ભાઈ, જે મને આટલો પ્રેમ કરે છે તેને મેં ધુત્કાર્યો! મારી આ ભુલનું તો કોઈ પ્રાયશ્ચિત નહીં થાય. દશૅન, સાગર તો મારા તાળી મિત્રો નીકળ્યા!' મોહિત ફરી પોતાના ઘરમાં ધસી ગયો.
'મમ્મી, પપ્પા મને માફ કરો...' મોહિત મોટેથી બરાડયો. પણ હવે તો તેનો અવાજ કોણ સાંભળે. હવે તે એક પડછાયો હતો.
હર્ષિત હજી અવાચક હતો. “પપ્પા, મોહિતભાઈએ આમ શા માટે કર્યુ?! મોહિતભાઈ...” બોલીને હર્ષિત દિવાલ સાથે માથુ અફળાવવા લાગ્યો.
મોહિતથી વધુ ન જોઈ શકાયુ... ' હર્ષિત.. મારા ભાઈ હર્ષિત... હર્ષિત....'
........મોહિત પથારીમાંથી સફાળો બેઠો થઈ ગયો. મોહિતે જોયુ કે સવારે પાંચ વાગ્યા હતા. પોટેશીયમ સાઈનાઈડની બોટલ તેના હાથમાં જ હતી. “હર્ષિત...” ફરી મોહિતનાં મોઢામાંથી ચીસ નીકળી ગઈ.
“...શું થયુ મોહિભાઈ!” હર્ષિત રૂમમાં દોડી આવ્યો. પાછળ પાછળ સિધ્ધાથૅભાઈ, આશાબહેન પણ દોડી આવ્યા.
“મમ્મી, પપ્પા. મારાથી ભુલ થઈ ગઈ. મને માફ કરો.” મોહિત રડી પડયો. “હું તમને લોકોને ન સમજી નહોતો શકતો”
“વાંધો નહીં બેટા. પૈસાની વાત તો અમે ભુલી પણ ગયા છીએ.” સિધ્ધાથૅભાઈ બોલ્યા.
“પૈસાની વાત નથી પપ્પા. મારી ભુલનું નામ તો..” મોહિતે બોટલ બતાવી.
“મોહિતભાઈ! પોટેશીયમ સાઈનાઈડ! ...તમારી પાસે.. તમારો ઈરાદો શું છે?” હર્ષિત હેબતાઈ ગયો.
“તું જે સમજે છે તે. હું મરવા માગતો હતો. કારણ કે ઘરમાં મને કોઈ સમજતુ નહીં એમ હું માનતો. પણ આજે રાત્રે મેં સ્વપ્ન જોયુ. અને સારૂ હતુ કે એ સ્વપ્ન જ હતુ. મને માફ કરી દો, પપ્પા.” મોહિત હજી રડતો હતો. “હું આજથી જ ભણવામાં વ્યવસ્થિત ધ્યાન આપીશ અને મમ્મી, સવારે હું ટયુશન કરીશ.”
“ઓ મોહિત! અમે આજે તને પાછો મેળવી લીધો.” આશાબહેન, સિધ્ધાથૅભાઈ અને હર્ષિત, મોહિતને ભેટી પડયા.
---------
......તો આ હતી મારી પોતાની હકીકત. મારા પરિવાર પાસે માફી માગવાનો મને વખત મળ્યો. બાકી દરેકનાં નસીબમાં આવો સમય નથી હોતો. આત્મહત્યા કરનાર વ્યકિત પોતે એકલો નથી મરતો. તે સમગ્ર પરિવારનો હત્યારો બની જાય છે. તે પોતે મરે છે, પણ પોતાના પરિવાર માટે કોયડો મુકી જાય છે. એક એવો કોયડો, જે પરિવારજનો કયારેય ઉકેલી નથી શકતા. અને એ કોયડાનો જવાબ મરનાર પોતાની સાથે જ લઈ જાય છે. પરિવાર સાથેની સૌથી વધુ ક્રુર ઘટના એટલે પરિવારમાં કોઈની આત્મહત્યા. હકીકતે આત્મહત્યા એ ઈશ્વરની ભેટ-જીવનનું અપમાન છે.
કયારેય ગાયને આંખો બંધ કરીને મસ્તીમાં બેઠેલી જોય છે? ગાય ખોરાક વાગોળે છે. આજુબાજુની ફીકર છોડીને ગાય પોતાની મસ્તીમાં બેસે છે. જયારે મનુષ્ય! હા, મનુષ્ય પણ વાગોળે છે. પણ મનુષ્ય વાગોળે છે ક્રોધ, મનુષ્ય વાગોળે છે દુ:ખ. અને માટે જ મનુષ્ય કયારેય સુખી નથી થઈ શકતો. હા, જો મનુષ્ય સુખ વાગોળે તો વધુ ને વધુ સુખી થઈ શકે. અને બીજાને પણ સુખી કરી શકે.
પ્રાણીઓ પાસેથી તો આપણે ઘણુ શીખવાનું છે. આપણે કહેવત તો સાંભળી હશે. 'બકરી છોડે કાંકરો અને ઉંટ છોડે આંકડો.' મનુષ્ય આ કહેવતને અપનાવી લે, અને ક્રોધને જીવનમાં કાંકરો સમજીને છોડી દે. આત્મહત્યાનો કે બીજો કોઈ અસંગત વિચાર આંકડો સમજીને છોડી દે તો મનુષ્ય વધુ સુંદર રીતે જીવી શકે.
મારો પરિવાર હવે મારો મિત્ર છે. હર્ષિત અને હું સાથે જ કોલેજે જઈએ છીએ. બાઈક હર્ષિત ચલાવે છે અને હું આરામથી પાછળ બેસુ છુ. કયાંય ફરવા જવુ હોય તો અમે સાથે જઈએ છીએ. રવિવાર તો અમારા બંને ભાઈઓનો અલાયદો જ. તાળી મિત્રોની હવે મારે જરૂર નથી.
અમારા પરિવાર માટે “Togatherness is Happiness” (એકબીજાનો સાથ આનંદ છે.) એ સુત્ર સાચુ છે. અને આ છે અમારા પરિવારનું ગીત....
....જીવન આમ જ વિતે સરસ...

ચહેકતા રહીએ પંખીની જેમ,
મહેકતા રહીએ ફુલોની જેમ,
જીવન આમ જ વિતે સરસ,
લહેરાતા રહીએ પવનની જેમ.

વિસ્તરતા રહીએ નભની જેમ,
ઘુઘવતા રહીએ સાગર જેમ,
જીવન આમ જ વિતે સરસ,
કલકલતા રહીએ ઝરણાની જેમ.

ઝુકતા રહીએ વૃક્ષોની જેમ,
મધુર રહીએ ફળોની જેમ,
જીવન આમ જ વિતે સરસ,
જીવતા રહીએ માનવની જેમ.

ડો.ચારૂતા એચ. ગણાત્રા
તા.ર૧.૪.ર૦૦૮

Views: 224

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Facestorys.com Admin on June 4, 2016 at 11:13am

wow!

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service