Made in India
‘’ક્રોધ અને વિરોધ’’
આપણી સફળતાનો મુખ્ય આધાર આપણા સ્વભાવ પર રહેલો હોય છે. મિલનસાર અને હસમુખા સ્વભાવ સાથે જતું કરવાની ભાવના ધરાવતી વ્યક્તિ જલ્દી સફળ થઇ જતી હોય છે. પરંતુ ક્રોધ અને ખોટો વિરોધ આપણી સફળતાને અવરોધ કરે છે.
અતિ ક્રોધી માણસ અગત્યની બાબત ભૂલી જાય લક્ષ્ય વિહીન થઇ શકે છે.પરિણામે પોતાનું જ નુકશાન થતું હોય છે. ક્રોધને શાંત કરવાનો ઉપાય મૌન છે. ક્યારેક સંઘર્ષ સમયે જે તે સ્થળ છોડી જવું હિતાવહ બને છે.બીજી વ્યક્તિ જે બાબતમાં સફળતા મેળવી શકે અને આપણે ત્યાં ન પહોચી શકીએ એટલે વિરોધ. સામેની વ્યક્તિ જેમ જેમ સફળ બનતી જાય તેમ તેના વિરોધી વધતા જાય.
વાસ્તવમાં કોઈ વ્યક્તિનો વિરોધ કરવામાં આપણી શક્તિ કે સમય બગાડવા કરતા સ્વયં આગળ વધવા કઠોર પ્રયાસ કરવો. કોઈ માણસ રચનાત્મક પ્રવૃત્તિ, સેવા કે સારું કાર્ય કરતા હોય ત્યારે તેની ટીકા કે વિરોધ કરવો નહિ. તેમના કાર્યને બિરદાવી શકીએ તો આપણી ઉદારતા ગણાય છતાં એવું ન થાય તો વિરોધ તો ન જ કરવો.
આપણે નિષ્ઠાપૂર્વક આપણા ધ્યેય તરફ આગળ વધવું. કોઈ પર ક્રોધ કે વિરોધ કરવામાં આપણું હિત નથી. સૌને સાથે રાખી,માન આપી આગળ વધનારાને સમાજ ઉચ્ચ સ્થાન આપે છે.
ટહુકો :
આપણી સફળતામા અવરોધ કરનારા,
બે પરિબળો એટલે ક્રોધ અને વિરોધ.
કેતન મોટલા ‘રઘુવંશી’ લખ્યા તા. ૨૯/૦૧/૨૦૧૬
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com