બધા બ્લેક એન્ડ વ્હાઈટ..!! પાછળ રેહતા માસી ને માસા ક્યારેક બા પાસે ઘરે આવેબાકી હા વંડી ટપવાનું મારું કામ બાકી રોજ હઉક્લી બહાર નીકળ્યા નથી ને થઈજાય...માસા ને કેરી બહુ ભાવે હવે એક વાર તેઓ હિંચકે બેસી ને એમના ઘરે કેરી નીમજા લેતા'તા ને મારાથી કેમ છો કેહવાઈ ગયું.....ગોટલો પણ ગોટલી જેવડો હતો કેશું ચૂંસતા ચૂંસતા મજામાં બોલ્યા કે શું ને સીધો ગળી ગયા...ને હું ફાટી આંખે જોઈરહી...!! એ જ સમયે માસીનું રૂમમાંથી બહાર આવવું થયું ...પાછળ પીઠ થાબડી તોગોટલો સાચે ગળી ગયેલા જ...!! બે ચોટલા ના ફૂંમતા ને સરખા કરતી હું તો ભાગીતે માસી જોઈ ગયા હતા...માસાને ઠપકો પડ્યો ને મને ડોળા કાઢ્યા હતા ને જોઈ નેકોઈ પણ હોય ને તો ભાગી જ જાય ને ...!! સ્કુટર પર ઘણી વાર બંને જણા બહારજતા હોય ને અમે ઓસરીમાં બેઠા બેઠા બધાને જોતા બેઠા હોઈએ...!! એક વારમાસાને દૂરથી આવતા જોયા ને તે કોઈની સાથે વાત કરતા હોય તેમ બોલી રહ્યાહતા...હવે ત્યારે તો સૅલફોન કે બ્લ્યુ ટુથ ન્હોતા તો શું થઈ રહ્યું છે તે માટે ભાઈ નેપણ બોલાવ્યો ને હવે અમે બંને જણા જોઈ રહ્યા હતા...!! યસ, ઘરની બાજુમાંઆવતા જ માસા મોટે થી બોલ્યા...ઉતરી જાઓ હુ આવું છું સ્કુટર પાર્ક કરીને...હસવાની વાત એ થઈ કે કોઈ પાછળ હતું પણ નહીં ...માસી બેસે તે પેહલા જતેમણે સ્કુટર હંકારી મારેલું ભૂલમાં ....એમની દિકરી પછી લઈ આવેલી ...આવું થયાપછી જ્યારે બેસાડે ત્યારે માસી કાયમ કહે...ઉભા રેહજો હો...મને બેસી જવા દો...હુંહા, કહું પછી જ આગળ વધજો ..નાની મજા વરસાદ પડે ત્યારે પણ થતી... અનેકોઈક વાર ઢાળ વાળા રસ્તેથી અચાનક ગબડતું સ્કુટર તમે જોયું છે...હાસ્યા રસ તોસામે વાળું પડે /આખડે ત્યારે થાય પણ ઘણા ઓછા લોકો પોતાના ઉપર/ પોતાનીભૂલો પર હસી શકે છે..!! અમારે શિકાગોમાં ઘણો સ્નો ને આઈસ પડે...ઉપર થીવરસાદ પણ ...હવે રસ્તા સાફ કરવા સ્નો મેલ્ટ કરવા માટે સોલ્ટ ટ્રકો ફરે જેથી સ્નોમેલ્ટ થઈ જાય...પણ આગળ થી સ્નો કાઢતા પણ જાય..રસ્તા ની બંને બાજુ સ્નોનીદિવાલો/ ડુંગરા થાય...!! હવે રસ્તા ની ધૂળ ને ટ્રાફિક ઉભો કરે બ્લેક આઇસ..નેઆબોહવા નું ટેમ્પરેચર જો ડાઉન આઇ મીન બીલો ઝીરો જાય એટ્લે તમે જોલપટ્યા તો કોઈ વાર હાથ પગ ભાંગો ખરા અથવા કાર કાબુમાં ના રહે ને એક્સીડન્ટઇઝીલી થઈ જાય..ખૂબ ધ્યાન રાખો તો પણ..!! બધા ટેકરા ઉપર સેફ જગ્યાએબાળકો કોટ-ટોપી-ગ્લવ્ઝ પેહરી ટબાનગી ( સ્નો પરથી ગબડવુ) કરી ખુશથાય..અમે પણ જતા ને છોકરાઓને લઈ ને મજા કરી ટમેટા જેવા લાલ લાલ ગાલેપાછા ફરતા !! તલસાંકળી હવે કોઈ ઘરે ના બનાવે અમે તો બનાવતા સાથેમેથીપાક્ પણ બનતો...ઉત્તરાયણ માં ધાબે પતંગ ચગાવતા...હોળી માં સાથેપ્રદકક્ષિણા ફરતા, સાથવો -ધાણી- ચણાં ખાતા ત્યારે પીઝા ક્યાં હતો ??? અને સાચુંકહું માસી નો હમણાં ફોન આવ્યો કે તેવી કેરી ની યાદો જ રહી ગઈ...સ્નો પડે ત્યારેમારું ઇન્ડીયા બહુ યાદ આવે પણ સપના કહે છે ને કે નથી છૂટતું નથી છૂટતું આઅમેરિકા નથી છૂટતું ...!! પણ એમ તો થાય જ કે આ શિયાળો આવે ને ત્યાં નોશિયાળો કેમ ના આવે ?? અને ત્યાં બેઠેલા ઘણાને જન્નત અહીં ની ગમે...!! ફોટા માંસ્થગિત યાદો-મજા જોવી ગમે પણ સ્નો માં ગાડી ચલાવતા જો એકસીડન્ટ માંઅધમૂઆ થાવ તો ક્યાંય ના ના રહો !! આમ મને તો લાગે કોઈ મારામાં તાકે ...કેમસમજાવું મન ને કે હવે ની જનરેશન માં કેવી યાદો ભેગી કરશે...!! હજુય તેહવારોઉજવાય છે અરે, પાશ્ચાત્ય સંસ્કૄતિના તેહવારો પણ હવે ઉજવાય છે. અરે, દિવસોએવા હતા કે પથ્થર માં પણ ભગવાન જોતા હતા હવે પથ્થર જેવા માણસો ભગવાનમાં ન માનતા જોઉ છું ત્યારે એમ થાય છે કે ભગવાન તું ઇન્સાનિયતમાં તો રહે બસ!! આજે માસા ની દિકરી મધુ નો ફોન આવ્યો ને બંને ખૂબ યાદ આવ્યા તો થયું ચાલોલખી જ નાંખુ કઈક !! ભલે જિંદગી રોજ મને માંગે હું તો મારા માં થઈ ગઈ ગૂમ રે !!જૂઈ ને મોગરો મને રોજ ઉઠાડે...અભરાઈ ઉપર ગોઠવેલા ચકચકાટ વાસણો નીનીચે ચકલીએ બનાવ્યો'તો માળો તેમાંથી ચકા-ચકી ને બચ્ચા નો ચીં ચીં અવાજ હજુયાદ આવે છે !!શિવજીના મંદિર ના પગલાં ચઢતાં જ ઘંટ વગાડી ને પ્રવેશતા માસીયાદ આવે છે ! ચણ ચણતાં કબૂતરો મને જાણે બોલાવે છે... પટાવે છે...લોભાવે છે !!ટપટપ મારા આંસુ સ્નો માં પડ્યા ને થીજી ગયા...વિતેલા દિવસો ની યાદો પાનખરના સૂકા પાના ની જેમ ખર્યા...ને તેનું દુઃખ ભૂમિ ને લાગ્યું કે સફેદી ઓઢી ને મુજનેસંકેતે છે કે મને પણ તારી સહાનુભૂતિ છે. આજે નેબર ના ભૂલકાંઓએ ભેગા થઈ ને સ્નો મેન બનાવ્યો...હું વિન્ડો માંથી હસતા-ખેલતાં ભૂલકાંઓને જોઈ રહી..સખત સ્નો પડે ત્યારે સ્નો-ડે પડે એટલે કે સ્કૂલમાં રજા પડે...બધા ખુશ સ્નોમાં રમવા ! બરફ ઉગ્યો સૂકી ડાળે ડાળે...ધોળુ ઘાસ...ઘોળા જ ફૂલો... બધા રૂફ ધોળા ધોળા..સાદગી નો પ્યોર પહેરવેશ ને ક્યાંક ક્યાંક સસલા ના પગલાં ..!! સ્નોમેન ઉપર નાક ની જગ્યાએ કેરોટ ( ગાજર) હતું તેને લેવા ચડ્યા...ને હું હસી પડી. આ ભૂખ કેવી વસ્તુ છે ?? ત્યાં તો ઠંડી નો સૂસવાટો આવ્યો ને સસલુ ભાગ્યું ....ડરી ગયું..ઠરી ગયું...ભાગી ગયું ..!! પવન સાથે સ્નો મેન પર પેહરાવેલ સ્કાર્ફ ફરફર ઉડ્યો...માંડ માંડ ચાલતા શીખેલો સોનુ પકડવા ગયો ને ઢ્બ્બ દઈને પડ્યો...સેરા આવી એની પાસે બેસી ગઈ ને સ્નો એંજલ બનાવા લાગ્યા...!! બાળકો નો કલરવ મને બહાર બોલાવી રહ્યો હતો....ને ઘર માં મારું પી સી ડોકિયા કરતું હતું ...ને ત્યાં તો પોસ્ટમેન આવ્યો ને હું મેઈલ લેવા બહાર નીકળી....અમારે ત્યાં બધાના મેઈલબોક્સ માં પોસ્ટમેન મેઈલ મૂકી જાય...!! તાજા પડેલા બરફ ના સફેદ ઢગલા માંથી ગોળો બનાવી ને પાછળ જોયું તો સોનુ ને સેરા બાજુ માં આવી ગયા..!! સેરા ઉપર મે ધીમે રહી ને તે ગોળો ફેંક્યો...ને તેને પણ એવું જ કર્યુ...હું સેરા ની સાથે ખિલી ઉઠી ને ઢેબલા જેવા દેખાતા સોનુ ને તેડી લીધો...ને ગોળ ગોળ ફરી ને પાછો નીચે મૂકી દીધો. મેલ લઈ ને ને પાછી અંદર આવી ગઈ !! ----રેખા શુક્લ
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com