ભીની વાદળી આંખમાં આંજી 
ત્યાં જ તો 
પારિજાતની 
નાજુક નાજુક પાંખડીઓ 
સરતી રહી ,,
મ્હેંકતી રહી ...........!
-શ્રીદા—

 

આજે 
મોટા મોટા ફોરાં ની જેમ 
ઉપસી ઉઠેલી 
સંવેદનાઓથી ઓતપ્રોત 
હૈયે અડી ગઈ 
મારી ભોળી ઘેલછા .........!
--શ્રીદા—

એક કાવ્ય 
જેટલો પથ 
તારી મારી વચ્ચે 
પણ 
અંતર માં .........
તું જ.....!!

અંતર = મન ,હૃદય 
કાવ્ય = કવિ નું કર્મ 
--શ્રીદા--

આજે સવારે

શબ્દો હૃદયેથી નીકળ્યાં 
'ને 
હૃદય સુધી વિસ્તર્યા 
શું ?
મન આંગણે ખિલતી 
ફૂલોની ઢગલી નિમિત્ત બની !!
--શ્રીદા--

સંયમનો સાદ મળતાં 
ભીતરનાં 
"ઉન્માદ"નાં નાદ ને 
ગુંજતો આંતરિક થાટ મળ્યો

થાટ = સ્વરોનો સમૂહ 
--શ્રીદા--

આભને ઓળંગતી 
અંતરની સૃષ્ટિ ને 
પલક ઝ્પકાવતા 
મીણબત્તી મળી .........!
--શ્રીદા-

કૂણો કૂણો તાપ 
અનુભવીને 
ઋજુ ઝાકળમાં પણ 
સુખ દુઃખ 
દુઃખ સુખ ની જેમ
અદ્રશ્યનાં ગુણો છે.........! 
--શ્રીદા-

મેં 
પ્રીતિ કરી નિજાનંદ સંગ 
હવે 
તેની ભક્તિનું સંગીત
મધુરું જ હોય ને .....!
--શ્રીદા—

શારીરિક ઉર્મીઓ નહી 
તું 
સુક્ષ્મ સંવેદનો ઝીલી લે 
હૃદયની આરપાર ચૂભે 
તેવી 
ઝંખના તું મારી ઝીલી લે .......... 
-શ્રીદા-

આજે 
ઓરડાનાં એક ખૂણાંમાં 
નિર્જીવ ફૂલોથી 
બંદી બનેલી 
ફૂલદાની....... 
તે છતાં પણ 
મરક મરક 
મરક મરક .............!
--શ્રીદા—

શબ્દમાંથી ઝરતા
શુદ્ધ ભાવને 
ખોબામાં ઝીલી લઈ 
નાજુક ફૂલો પર 
છલકાવી દીધાં 
સઘળું સુગંધ સુગંધ .............!!
--શ્રીદા-

સવારે 
ફૂલો જાનૈયા 
થઈને ફેલાયાં 
ઘર આંગણે 
,ને 
બારણું ખોલતાં 
શમણાંની મ્હેંક 
ઓરડે પ્રસરી .............!
--શ્રીદા—

એ ઠંડી ખુશનુમા સાંજે 
સોળે શણગાર સજેલી ચાંદની પરથી 
જયારે 
નિજાનંદના સ્વરો નીતરે 
ત્યારે 
ઈચ્છા-અનિચ્છા ને 
મારા જ ઉચ્છવાસમાં ગાળી નાખું .........
--શ્રીદા—

એ સાંજે

એક શાંત ઓરડામાં 
મારી આંખો અને હૃદયને સ્પર્શ કરી 
છૂપાયેલા સ્વપ્નાંઓનો વિચ્છેદ કરી 
"સ્વસ્થ" નામનાં ચિંતનનો 
હું શું અભ્યાસ કરીશ !!!
--શ્રીદા--

એ ડાળ

હસતી હસતી તને પૂછે 
તે આખું વૃક્ષ વાંચ્યું 
તેમાં ફળ,ફૂલ
'ને 
પતંગિયું પણ જોયું 
પરંતુ 
મારી 
કપાઈ ગયેલી 
ડાળખી ના જોઈ ............?.!!
--શ્રીદા--

કાગળ ,શબ્દો ને પીંછી 
હાથ માં આવતાં 
ફૂલોની ડાળ ,
ઝાક્ળ,પતંગિયું 
'ને 
લાગણી નું મેઘધનુષ 
ઉપસાવી દીધાં ...................!!
--શ્રીદા—

મઘમઘતાં ફૂલો 
અને 
રંગબેરંગી પતંગિયા ની 
ગોસીપીંગ જોઈ 
પવન એ જોરદાર 
આંચકો આપતાં 
તાજાં ખીલેલાં એ ફૂલો 
ખરી પડ્યાં ............!
--શ્રીદા—

હૃદયના ઉજાગરાને 
જગાડવા મન નું આકાશ 
પોઝીટિવીટીનો મધુર 
આલાપ છેડે જાય છે ..........
--શ્રીદા—

સૂરજનાં ઉગ્ર તડકાની 
ચાદર ઓઢી વૃક્ષની 
કોમળ ડાળી 
વસંતના લગાવમાં 
સુખદ ભવિષ્ય ને આવકારતી રહી ...........
--શ્રીદા—

પાનખરે 
પાંદડાઓનાં ઝૂમખે ઝૂમખાં 
ધરા ને તૃપ્ત કરી 
આવતીકાલ નાં 
સૌમ્યબુંદ ની પ્રતીક્ષામાં .............!
--શ્રીદા—

વાતોનું મેઘધનુષ 
ચીતરી દીધું 
હવે 
હળવે હળવે પડતાં 
સ્નેહનાં ટીપાં ની 
પ્રતીક્ષા .......!
--શ્રીદા-

આજે

તારી યાદ
હળવી બની 
હથેળી માં 
શબ્દોનાં ઝાકળબુંદ 
એકઠાં કરી 
ખુશાલી ની લ્હાણી 
કરવા તત્પર છે ...........!!
--શ્રીદા--

ઝગમગતાં તારાઓ માં 
તારા વિચારો 
ઘેરી જ વળતાં 
ત્યારે 
હૃદયની ક્યારી માં 
તારી વાતો 
મ્હેંકી જ ઉઠતી હશે ને ....!!
--શ્રીદા—

એક જોરદાર ઝાપટું આવી ગયું 
અને હવે એકદમ સન્નાટો 
હૈયું ભીંજાયું 
આંખો ભીંજાઈ 
પણ 
હું તો રહી સાવ કોરીકટ્ટ જ ........
--શ્રીદા-

Views: 168

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service