Made in India
અમદાવાદના કોમી રમખાણોને લક્ષ્યમાં રાખીને કવિ શ્રી મુકુલ ચોક્સીએ લખેલ રચના ઘણાં વરસોથી વાંચું છું, અને રાસભાઈના કંઠે ગવાયેલ એ રચના સેંકડો વાર સાંભળી છે. આજે પણ આ રચના ખુબ જ પસંદ છે.
"આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે."
.... અહીં કવિના અંતરે આશા છે / વિશ્વાસ છે કે, જો બે અલગ કોમ ના માણસો પૂર્વગ્રહો ત્યાગી ને એકબીજાને સ્વીકારે, તો (અમદાવાદની "ભીંત પર પડેલા લોહી ના ડાઘાઓ") દુશ્મનાવટના સઘળાં ડાઘાઓ, ભીતરની મલિનતા, એક જ પળમાં શમણ થઈ શકે.
ગઈકાલની હિનાબેનની પોસ્ટ વાંચી, આ રચના ફરી મનમાં રજૂ થઈ. કંઇક લખવાનું મન પણ થયું.
ત્રણે પોસ્ટ રજૂ કરું છું. આશા છે કે આપ સૌ ને ગમે.
----------------------------------------------------------
હર માનવ નો સ્વભાવ જો એવો થઈ જાય
કે સહુ ને સમભાવ તે આપે તેવો થઈ જાય
હૈયું દુભવે નહિ કોઈ નું, ને વર્તે આનંદી રહી
તો !!
માહોલ ધરા પર દેવલોક જેવો થઈ જાય
માનવી માનવ ને મળી શકે
જગત આખાનું હૈયું ઠરી શકે,
ને, ભીંતે પડેલ સૌ ડાઘાઓ,
પળ એક માં જ મટી શકે.......જનક
---------------------------------------------
આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.
ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.
વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.
એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.
સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.
બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે......- મુકુલ ચોક્સી
----------------------------------------------------------------
દરેક માનવમાં કરુણા હોવી જોઈએ....
દરેક માટે સમભાવ એજ સાર્થક જીવન...!. --એક સુવિચાર
કોઈ માનવની હોય કરુણા એવી,
જિંદગીને જ કરી દે કરુણ જેવી...!
દરેકને આપે સમભાવ એવો,
દરેકને 'એક જ દંડે હાંકે' જેવો...! ---હિના ત્રિપાઠી
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com