Made in India
એક પ્રયત્ન........એક સફળતા........
= વિષ્ણુભાઈ એસ. દેસાઈ
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જાડા ગામની આ વાત છે. આ જાડા ગામની પે.કે.શાળાના એચ.ટાટ.આચાર્યશ્રી વિનુભાઈ ઠાકોર અને આ જાડા ક્લસ્ટરના સી.આર.સી.કૉ.ઓર્ડીનેટર વિષ્ણુભાઈ દેસાઈ વચ્ચે એક વાતની ચર્ચા ચાલી રહી હતી. ચર્ચાનો વિષય હતો, શનિવારના દિવસે બાળકોની ઓછી હાજરી હોવા પાછળના કારણો શું ?
ચર્ચાને અંતે એ નિષ્કર્ષ આવ્યું કે જાન્યુઆરી મહિનો પુર બહારમાં જામ્યો હતો. ઠંડી તેની ચરમસીમા પર હતી. બાળકો દુરના અંતરેથી ખેતરોમાંથી શાળાએ આવતા હતા. અને મોટા ભાગના બાળકો નિમ્ન આર્થિક સ્થિતિ ધરાવતા ખેતમજુર વાલીઓના હતા. બાળકોની ઓછી હાજરીનું કારણ હતું શિયાળાની કડકડતી ઠંડી અને બાળકો પાસે ગરમ કપડા (સ્વેટર)નો અભાવ. જો આ બાળકોને સ્વેટરની વ્યવસ્થા કરી આપવામાં આવે તો ચોક્કસ બાળકોની હાજરીનું પ્રમાણ અને નિયમિતતા વધે. પણ શાળાના કુલ ૭૦૦ જેટલા બાળકોને આ સગવડ આપવા જેટલું ભંડોળ શાળા પાસે ઉપલબ્ધ ન હતું.
આ ચર્ચાના બે દિવસ પછી જાડા ખાતે નવનિર્માણ પામેલા જૈન દેરાસરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ શરુ થતો હતો. લાખો રૂપિયાના ખર્ચે આ પ્રસંગ નિમિતે આખા ગામમાં મંડપ અને બીજી અન્ય તૈયારીઓ ચાલી રહી હતી. આ મહોત્સવ નિમિતે જૈન આચાર્ય ભગવંત શ્રી ઉદય રત્ન સુરિસ્વરજી મહારાજ સાહેબ જાડા પધાર્યા હતા. અહીંથી જ બાળકો માટે મદદ મળવાની આશા શાળાના આચાર્ય વિનુભાઈ ઠાકોર અને સી.આર.સી.કૉ.ઓ. વિષ્ણુભાઈ દેસાઈને બંધાઈ. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બંને જણ જૈન આચાર્ય શ્રી ઉદય રત્ન સુરિસ્વરજી મહારાજને મળવા ગયા અને એમને શાળામાં પધારી બાળકોને ‘આદર્શ વિદ્યાર્થી જીવન’ માટે પ્રેરક પ્રવચન આપવા પધારવા આમંત્રણ આપ્યું. તેમણે પણ હર્ષભેર આ આમંત્રણનો સ્વીકાર કર્યો અને શાળામાં પધાર્યા. એમના પ્રવચન બાદ બંને મિત્રોએ શાળાના બાળકોની સ્વેટરની જરૂરીયાત મહારાજ સાહેબના ધ્યાને લાવી.
અને એમની રજુઆત પૂરી થાય તે પહેલા તો જાણે ભેટનો વરસાદ થઇ ગયો. મહારાજ સાહેબે માત્ર આ શાળા જ નહિ પણ જાડાની કુલ ચાર શાળાઓના લગભગ ૯૦૦ જેટલા બાળકોને જૈન દેરાસરની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે માત્ર સ્વેટર જ નહી, પણ સ્કુલબેગ, વોટરબેગ, કંપાસ, નોટબુક, લંચબોક્ષ અને સ્વેટર એમ મળીને કુલ અંદાજીત સાડા ત્રણ લાખ રૂપિયાની ભેટ આપવાનું જાહેર કર્યું. સાથે જ અઠવાડિયા સુધી ચાલનારા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં શાળાના તમામ બાળકોને દરરોજ જમવાનું આમંત્રણ પણ આપ્યું. શાળાના આચાર્ય અને સી.આર.સી.ની ખુશીનો પાર નાં રહ્યો.
બીજા જ દિવસે દેરાસરના ટ્રસ્ટી આવીને બાળકોની સ્વેટર માટેની સાઇઝ અને સંખ્યા નોંધી ગયા. પંજાબ ખાતે સ્વેટરનો ઓર્ડર આપાયો. અઠવાડિયામાં સ્વેટર આવી ગયા. તાલુકાના કે.ની.શ્રી કમલેશભાઈ દેસાઈ તથા બીટ.કે.ની. શ્રી હિતેશભાઈ સોલંકી સાહેબે દેરાસર પાસેથી શાળા વતી આ ભેટનો સ્વીકાર કર્યો. અને આજે જાડા સેન્ટરની ચાર શાળાઓના તમમાં બાળકો પાસે ઓસ્વાલના લાલ કલરના શાળાના નામ સાથેના સ્વેટર, સ્કૂલબેગ અને સ્કુલકીટ ઉપલબ્ધ થયા. જયારે સ્વેટર વિતરણના બીજા દિવસે બાળકો સ્વેટર પહેરીને શાળામાં આવ્યા તો જાણે શાળાના આખા મેદાનમાં લાલ ફૂલો ખીલી ઉઠ્યા હોય તેમ લાગતું હતુ.
બીજી બાજુ શાળા પણ આ મદદના બદલામાં દેરાસરના પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ યોગદાન આપવા માંગતી હતી. તો તેના માટે શાળાની બાલીકાઓએ પોતાનો ભાતીગળ પહેરવેશ પહેરીને માથે કુંભકળશ સાથે વરઘોડામાં ભાગ લીધો. તથા અઠવાડિયા સુધી ચાલેલા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આપ્યા.
નોંધ :
આ આખા લેખની સોફ્ટ કોપી મે જી.સી.ઈ.આર.ટી.ના ઈમેઈલ આઈ.ડી. gcert_21@yahoo.com પર મોકલેલ છે. જે આપને ઉપયોગી થશે. સાથે આ પ્રસંગના કેટલાક ફોટોગ્રાફ પણ મોકલેલ છે. (સૌથી છેલ્લે) જે માંથી આપને કોઈ ફોટા પસંદ આવે તો “તસવીર કથા” નાં પાને મુકવા વિનંતી છે.
લિ.
વિષ્ણુભાઈ દેસાઈ.
સી.આર.સી. જાડા
તા:દિયોદર જિ:બનાસકાંઠા
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com